Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
લાયબ્રેરીમાં મૂકવામાં આવી. કેટલીક હસ્તપ્રતો સ્ટિવંસ નામના લંડનના AUCTIONEERS હરાજી કે લીલામ કરનાર પાસેથી મેળવવામાં આવી હતી.
આ હસ્તપ્રતોના કેટલોગનું કાર્ય-હેન્ડલીસ્ટનું કાર્ય ઇ.સં ૧૫૪ માં ડૉ. રાઘવનની વેલકમ સંસ્થાની ટૂંકી મુલાકાત દરમ્યાન કરવામાં આવ્યું હતું. એમનો મુખ્ય રસ સંસ્કૃત ભાષાની હસ્તપ્રતોની નોંધ કરવાનો હતો અને આ દરમ્યાન એમને કેટલીક પ્રાચીન ગુજરાતી, પ્રાચીન રાજસ્થાની અને કેટલીક ભાષા (વ્રજ ભાષા) ની હસ્તપ્રતની નોંધ પણ કરી હતી. ઇ.સ ૧૭૦ માં ડિવિડપિંગી નામના અમેરિકન વિદ્વાને જ્યોતિષ વિષયક હસ્તપ્રત અંગે નોંધ તૈયાર કરી હતી.
ઇ.સં ૧૯૭૭ માં DOMONIK VYASTYEનામના સંસ્કૃત ભાષાનાં વિદ્વાને સંસ્કૃત ભાષાનું હસ્તપ્રતનું કેટલોગ કાર્ય કર્યું, જે ઇ.સ ૧૯૮૫ માં પ્રગટ થયું છે. ઇ.સં ૧૯૮૧૮૨ દરમ્યાન અંજના શર્મા નામની વિદ્યાર્થિનીએ કેટલીક પ્રાચીન ગુજરાતી, પ્રાચીન રાજસ્થાની હસ્તપ્રતનું કેટલોગ કાર્ય કર્યું. પણ એકાદહજાર હસ્તપ્રતના રેકોર્ડ કાર્ડ બન્યા પછી તે કોઇ કારણે બંધ પડ્યું.
આપની ઇ.સં ૧૯૬ માં પીટર ફેંડલાંચ દ્વારા DESCRIPTIVE CATALOUGE OH HINDI MANUSCRIPTSusipid SZAHİ Zhic જેમાં ૮૩૦ જેટલી હસ્તપ્રતોનું કાર્ય થયું છે જેમાં ૨૨૮ જેટલી જૈન હસ્તપ્રત છે. આ પછી ઇ.સં ૨૦૦૨ માં વેલકમ ટ્રસ્ટ અને ઇસ્ટિ. ઓફ જૈનોલોજીના સંયુક્ત ઉપક્રમે વેલકમ ઇંસ્ટિ.ની લાયબ્રેરીમાં રહેલી જૈન હસ્તપ્રતના કેટલોગીંગનું કાર્ય અમદાવાદની વિશ્વવિખ્યાત શોધ સંસ્થા ઇન્ડોલોજીના નિવૃત્ત થયેલા હસ્તપ્રત વિભાગના વડા ડો. કનુભાઇ શેઠ અને હસ્તપ્રત વિધાના નિષ્ણાંત ડૉ. કલ્પના શેઠ દ્વારા DESCRIPTIVE CATALOUGeતૈયાર કરવાના પ્રોજેક્ટનો પ્રારંભ થયો. સર્વપ્રથમ વેલકમની લાયબ્રેરીમાં રહેલી સંગ્રહાયેલી
જ્ઞાનધારા-૧
૧૬૮
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧