Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
દ્વારા તૈયાર થયું છે. આ સંગ્રહનુંDescriptive Catalogue તૈયાર કરવાનું ste Florence University at Linguistic Department all yaco અને સહકારથી ભારતની વિશ્વવિખ્યાત સંશોધન સંસ્થાના ભૂતપૂર્વ સંશોધન અધિકારી અને હસ્તપ્રત વિભાગના વડા ડૉ. કનુભાઇ શેઠ તથા એમના સહાયક હસ્તપ્રત વિધાના નિષ્ણાંત ડૉ. કલ્પના શેઠ દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યું છે.
આ હસ્તપ્રત ભંડારની નોંધપાત્ર બાબત એ છે કે એમાં જૈન આગમ સાહિત્યની મૂળ હસ્તપ્રત અને એના પરનું ટીકાત્મક સાહિત્યની પ્રાચીન નકલ સારી રીતે સમવાયેલી છે.
એમાંની કેટલીક હસ્તપ્રતો નોંધપાત્ર છે. આચારાંગ સૂત્ર (હ. પ્ર. ક્રમાંક ૪૯૭) ભગવતી સૂત્ર (હ. પ્ર. ક્રમાંક ૪૯૯), જીવાભિગમ સૂત્ર (હ. પ્ર. ક્રમાંક ૫૧૮), ચતુ શરણ (હ.પ્ર. કમાંકપ૨૮) કર્મગ્રંથ (હ.પ્ર. કમાંકપ૭૮), લોકનાલિકા (હ. પ્ર. ક્રમાંક ૬૨૧) લોકપુરુષ (હ. પ્ર. ક્રમાંક ૬૫) વગેરે લક્ષપાત્ર છે. પેરીસ યુનિ. માં પણ કેટલીક જૈન હસ્તપ્રતો સંગ્રહાયેલી છે.
જ્ઞાનધારા-|=ા
જ્ઞાનધારા-૧
૪ ૧૭૨
=નિસાહિત્ય જ્ઞાનસત્ર--
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧