Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
ભારતબાલપ્રદેશના જૈન હસ્તપ્રતભંડારો અને એમાં સંગ્રહાયેલી નોંધપાત્ર હસ્તપ્રતો
ડૉ. કનુભાઇ શેઠ
(પ્રાચીન અને મધ્યકાલીન જૈન સાહિત્ય સંશોધન પ્રવૃતિમાં કાર્યરત છે. અમેરિકા યુરોપ સહિત અનેક દેશોની લાઇબ્રેરી ગ્રંથાલયોમાં જૈન અને ભારતીયદર્શનના પુસ્તકોની સૂચિ બનાવવાના કાર્યમાં તેમનું આગવું યોગદાન છે. ગુજરાત યુનિ. ના પીએચ. ડી માટેના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.)
આધુનિક યુગમાં સુરક્ષિત સંસ્કારસંપન્ન અને પ્રગતિશીલ સમાજમાં ગ્રંથાલય – લાયબ્રેરીનું જે મહત્ત્વ છે, તેવું જ મહત્ત્વ પૂર્વકાલમાં હસ્તપ્રત ગ્રંથભંડારોનું હતું.
ભારતમાં વિશ્વના કોઇપણ પ્રદેશ કરતાં મોટી સંખ્યામાં હસ્તપ્રતભંડારો જૈન પરંપરામાં જોવા મળે છે. કેમકે જૈનોમાં ગ્રંથસંગ્રહ કરવાની સંગઠિત વ્યવસ્થા પદ્ધતિ હતી. આના સુફળરૂપે જૈનાના અનેક ગ્રંથભંડારો સારી રીતે જળવાયેલા – રક્ષાયેલા મળી આવે છે.
ભારતીય હસ્તપ્રતો સામાન્ય અને ખાસ કરીને જૈન પરંપરાની હસ્તપ્રતો સમગ્ર ભારતના વિવિધ સ્થળે આવેલા હસ્તપ્રતભંડારોમાં, શૈક્ષણિક સંસ્થાઓમાં, જૈન ઉપાશ્રયોમાં કે દેરાસરોમાં સંગ્રહાયેલી છે. એવી રીતે ભારતબાહ્યપ્રદેશમાં પણ જૈન હસ્તપ્રતો વિવિધ સ્થળોએ આવેલ હસ્તપ્રત લાયબ્રેરીઓમાં સંગ્રહાયેલી છે. અત્રે આવા હસ્તપ્રતભંડારો અંગે માહિતી આપવાનો ઉપક્રમ છે.
-
બ્રિટિશના શાસનકાળ દરમ્યાન ભારતીય પ્રજા એમની જીવનશૈલી, કાર્યપદ્ધતિ અને શૈક્ષણિક વ્યવસ્થાથી પ્રભાવિત થઇ અને પરિણામે ભારતમાં
જ્ઞાનધારા-૧
૧૫૯
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧