Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
વિભાજિત થયા હોતા નથી. એટલેકે પદભેદ કરતા જઇને પાઠનિર્ણય કરવાનો અભ્યાસ અનિવાર્ય બની જાય છે. એક અક્ષર પણ જો ખોટી જગાએ ગોઠવાઇ જાય તો અર્થનો અનર્થ થઇ બેસે. દા.ત. નીચેની પંક્તિ જુઓઃ 'હું યૌવનભરિ તઇ કાં ટાલી, લાગઇ સેજ હવે કાંટાલી.” અહીં બે વાર કાંટાલી વર્ણસમૂહ છે. પણ પહેલામાં 'કાં ટાલી' એમ બે પદમાં તે વિભક્ત થયો છે, જ્યારે બીજામાં એ એક જ પદ બને છે. આમ વિષયવસ્તુજન્ય સંદર્ભ પરથી પાઠનિર્ણય કરી શકાય છે.
વાચના માટે એક હસ્તપ્રતનો મુખ્ય આધાર અને બાકીની પ્રતોમાંથી પાઠાંતર-નોંધ
જે કૃતિનું આપણે સંપાદન કરવાના હોઇએ એની જો વધારે હસ્તપ્રતો ઉપલબ્ધ હોય તો તેમાંથી જે હસ્તપ્રતો અપર્ણ હોય, ઘણાબધા ચેરાઇ ગયેલા લખાણવાળી હોય, અતિશય ભ્રષ્ટપાઠોવાળી હોય, વર્તમાન સમયથી ઘણી નજીકની લાગતી હોય તો તેવી પ્રતો છોડી દેવી જોઇએ. કેમકે આવી હસ્તપ્રતો સંપાદનકાર્યમાં ખાસ સહાયરૂપ બનતી નથી.
જે હસ્તપ્રતોને આપણે ઉપયોગમાં લેવાનું નક્કી કરીએ તેમાંથી વાચના (Text) માટે આપણે કઇ હસ્તપ્રતનો મુખ્ય આધાર લઇશું ?
સામાન્ય રીતે તો કૃતિના રચનાવર્ષથી જે સૌથી વધુ નજીકના લેખનવાળી હોય એટલેકે ઉપલબ્ધ હસ્તપ્રતોમાંથી જે સૌથી વધુ જૂની હોય તે હસ્તપ્રતને આપણે પ્રમાણભૂત ગણવી જોઇએ. આવી પ્રતને આપણે વાચના માટે સ્વીકારી શકીએ અને બાકીની પ્રતોને ઉપયોગપાઠાંતરો નોંધવા માટે કરવો જોઇએ.
પરંતુ, સૌથી જૂની હસ્તપ્રતને વાચના માટે મુખ્ય આધારરૂપ પ્રત ગણવામાંયે અપવાદ કરવો પડતો હોય છે. જો સૌથી જૂની હસ્તપ્રતના પાકો
જ્ઞાનધારા-૧
=
૧૫૩ )
- જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧e