Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
૨) શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર (પાટણ) સ્થિત જૈન જ્ઞાનભંડારોનું સૂચિપત્ર, ૩) જૈન ગૂર્જર કવિઓ ભા.૧થી ૧૦ (બીજી આવૃત્તિ, ૪) કવીશ્વર દલપતરામ હસ્તલિખિત પુસ્તક સંગ્રહની સૂચિ, ૫) કેટલોગ ઓફ ધી મેન્યુસ્કિટ્સ ઇન પાટણ જૈન ભંડાર. (પ્રકા. શા. ચી. એજ્યુરિ.સે.), ૬) ફાર્બસ ગુજરાતી સભાના હસ્તલિખિત ગ્રંથોની નામાવલિ, વગેરે. આ સૂચિઓનો આધાર લઇને, પસંદ કરેલી કૃતિની સમયના જુદે જુદે તબક્કે કેટલી હસ્તપ્રતો થયેલી છે એની એક યાદી તૈયાર કરવી જોઇએ.
પણ સચિઓમાં નિર્દિષ્ટ આ બધી જ હસ્તપ્રતો આપણે કાંઇમેળવી શકતા નથી. હસ્તપ્રતો હાથવગી કરવામાં અનેક અવરોધો ઊભા થતા હોય છે. કેટલાક ભંડારો તો પોતાની હસ્તપ્રત બહાર કાઢવા જ તૈયાર હોતા નથી. એટલે એવું બને કે સૂચિમાં કૃતિની જેટલી હસ્તપ્રતો નિર્દેશાઇ હોય તેની અડધી કે ત્રીજા ભાગની જ આપણે ખરેખર પ્રાપ્ત કરી શકીએ.
એકથી વધુ હસ્તપ્રતો શા માટે મેળવવી જોઇએ ? કૃતિની પ્રમાણભૂત વાચના તૈયાર કરવામાં અન્ય હસ્તપ્રતોની મોટી સહાય મળી રહે છે. એક હસ્તપ્રતનો પાઠભ્રષ્ટ હોય,પ્રતના કોઇક ભાગનું લખાણ ચેરાઇ ગયેલું હોય, વાચનક્રમ ન હોય ત્યારે એ જ કૃતિની અન્ય હસ્તપ્રતોનો પાઠ અત્યંત ઉપયોગી થઇ પડે છે.
લિપિવાચન અને પાઠનિર્ણય
સમયના જુદે જુદે તબક્કે લખાયેલી અને જુદાજુદા લેખનકારો દ્વારા લખાયેલી હસ્તપ્રતોની લિપિનો મરોડ જુદો પડતો હોય છે. એટલે સંશોધકે લિપિઉકેલનો મહાવરો કરી લેવો જોઇએ. હસ્તપ્રતો ઉપર નજર નાખતાં એના લેખનની તરત નજરે ચડી આવે એવી એક લાક્ષણિકત્ય એ છે કે એમાં બધા જ અક્ષરો ભેગા લખવામાં આવ્યા હોય છે. શબ્દ કે પદમાં એ
જ્ઞાનધારા-૧
૧પ૨
જનસાહિત્ય જ્ઞાનસત્ર-૧e