Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
પ્રાચીન હસ્તલિખિત કૃતિના સંશોધન - સંપાદનની પ્રક્રિયા
ડૉ. કાન્તિભાઇ બી. શાહ
(બી. ડી. આર્ટ્સ કોલેજ અમદાવાદના પ્રાધ્યાપક જૈન સાહિત્યસમારોહ, જ્ઞાનસત્ર કે પરિસંવાદોમાં અભ્યાસ પૂર્ણ નિબંધો રજૂ કરનાર, ગુણરત્નાકર છંદ, વીરવિજયજી-યશોવિજયજી સ્વાધ્યાય ગ્રંથ, ઉપદેશમાલા બાલાવબોધ જેવા મૂલ્યવાન ગ્રંથ ઉપરાંત મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્યની કેટલીક કૃતિઓના સંશોધન સંપાદનની નોંધપાત્ર કામગીરી, જૈનધર્મના વિદ્વાન પ્રોફેસર.)
કોઇ વર્ગમાં જઇને મેં હસ્તપ્રતવિધાનો શાસ્ત્રીય અભ્યાસ કર્યો નથી. પરંતુ પીએચ.ડી નિમિત્તે લગભગ પાંચસો વર્ષ જૂની એક અપ્રકાશિત જૈન કૃતિની, હસ્તપ્રતોને આધારે સમીક્ષિત વાચના તૈયાર કરતાં કરતાં, અને તે પછી આ દિશામાં મારી કેટલીક ગતિવિધિ રહી હોવાને કારણે સંશોધનસંપાદનની પ્રક્રિયા અંગે સ્વાનુભવોને આધારે જ કેટલીક વાત કરવાનું અહીં પ્રસ્તુત છે.
કૃતિની પસંદગી
સૌ પ્રથમ તો આપણને ક્યા પ્રકારની કૃતિમાં રસ છે તે નક્કી કરી લેવું જોઇએ. જેમકે કૃતિગધાત્મક કેપધાત્મક, કથનાત્મક કે દાર્શનિક, દીર્ઘ કે લઘુ એ આપણી રુચિ અને પ્રયોજન અનુસાર પસંદ કરવી જોઇએ.
કૃતિની હસ્તપ્રતયાદી અને હસ્તપ્રતોની સંપ્રાપ્તિ
આપણે જે કૃતિનું સંપાદન કરવાના હોઇએ તેની એકાદ હસ્તપ્રત પ્રાપ્ત થઇ જતાં સંતોષ ન માનીએ. આપણે ત્યાં કેટલીક હસ્તપ્રતસૂચિઓ ઉપલબ્ધ છે.(જેવી કે૧) મુનિરાજશ્રી પુણ્યવિજયજીસંગ્રહગત ગુજરાતી હ.પ્ર.સૂચિ.,
જ્ઞાનધારા-૧
૧પ૧
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧=