Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
પુસ્તકોનું લેખનકાર્ય કરાવવું એવું સમાવેશ કરવામાં આવ્યું. તેથી શ્રાવકો જેવી રીતે પોતાનાધનનો વ્યય કરવા માટે જિનમંદિર પ્રતિમા, તીર્થોદ્વાર અને દાનકાર્ય કરતા હતા, તેવી જ રીતે ગ્રંથ લેખનની પ્રવૃત્તિ પણ અવશ્ય કરતા હતાં. તેથી જ આજે ઉપલબ્ધ થતા અનેક હસ્તલિખિત ગ્રંથોના અંતે જે તે ગામના શ્રાવક-શ્રાવિકાઓએ ગ્રંથ લખાવ્યાનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. પુસ્તકલેખનને જીવનના એક અગત્યના કર્તવ્ય તરીકે સમાવેશ કર્યાનો જૈનધર્મ સિવાય અન્ય ધર્મમાં તો ઉલ્લેખ મળતો નથી. આ એક એવું અદ્ભુત કર્તવ્ય છે કે જેના દ્વારા આપણો ભવ્ય સાંસ્કૃતિક વારસો ટકી શક્યો છે. આ ઉપરાંત જ્ઞાનપંચમીનું પર્વ જે માત્ર જૈનધર્મનું મૌલિકપર્વ છે. જ્ઞાનનિર્માણ તો ભારતની બધી જ સંસ્કૃતિઓએ કર્યું પરંતુ તેનું જતન કરવાની આગવી પદ્ધતિ અને તેના જતનમાં પૂર્ણ ભક્તિની વાત તો જૈનધર્મે જ કરી છે. જ્ઞાનપંચમીના દિવસે (કારતક સુદ પાંચમ) જ્ઞાનભંડારના સમગ્ર ગ્રંથોની જાળવણીપૂર્વક, ભક્તિપૂર્વક પૂજા કરવી અને પુનઃ તે ગ્રંથોને ભંડારમાં સુરક્ષિત રીતે મૂકી દેવા. આ પર્વને કારણે ગ્રંથોની સંરક્ષણ અને સંમાર્જનની પ્રવૃત્તિ અવિરત રીતે ચાલુ રહી. તેથી જીવાત, ઊધઇ આદિને કારણે નષ્ટ થતાગ્રંથોનું સંરક્ષણ થઇ શકતું હતું. આવા પ્રયાસોને કારણે જૈનધર્મ પાસે વિપુલ ગ્રંથભંડારો સુરક્ષિત રહી શક્યા જે બીજા ધર્મમાં શક્ય નહીં. વૈદિક અને બૌદ્ધ ધર્મના અનેક ગ્રંથો આજે લુપ્ત થયા તેમાં સુરક્ષાનો અભાવ મુખ્ય કારણ છે.
ગ્રંથના નિર્માણનું કાર્ય જેટલું કપરું છે તેટલું જ કપરું કામ સંરક્ષણનું છે. ગ્રંથને નષ્ટ કરનારાં અનેકવિધ પરિબળો છે.રાજકીય, સામાજિક, આર્થિક અને વાતાવરણ. આવાં કારણો સામે ગ્રંથોને સુરક્ષિત રાખવા એક મોટો પડકાર હોય છે. આવો પડકાર ઝીલવો ભક્તિ વગર શક્ય નથી. જૈનધર્મે સાધુ અને ગૃહસ્થમાં આવી ભક્તિ જમાવી હતી. તેના કારણે પાટણ, ખંભાત, અમદાવાદ, જેસલમેર જેવાં શહેરોમાં મોટા મોટા ગ્રંથ ભંડારોનું નિર્માણ થયું અને તેનું જતન પણ થઇ શક્યું. જ્યારે અન્ય ધર્મોના ઘણા
જ્ઞાનધારા-૧
Y૧૪૬૩ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧e