Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
૪) માલિકી હકની મર્યાદા- એના માટે પરિગ્રહ શબ્દ પણ વાપરી શકાય છે. સમાજમાં દરેક વ્યક્તિમાં કોઇને કોઇ પ્રકારની આશક્તિ રહેલી જ હોય છે. આ માલિકી હકની આશક્તિના પાપથી છોડાવી શકે છે. આ વ્રતમાં પોતાની પાસે હોય તેનાથી વધુ મર્યાદા કરવી તેના કરતા હોય તેનાથી ઓછી મર્યાદા કરવી અને બાકીનો સદુપયોગ કરવો એ ચડતીની નિશાની છે.
૫) વ્યવસાય મર્યાદા - માલિકી હકની મર્યાદાની જેમ વ્યવસાયની ધંધાદારીની પણ મર્યાદા હોવી જોઇએ. સાંજ પડયા પછી નિવૃત્તિમય જીવન ગાળવાનો કુદરતી આદેશ છે.
૬) નિંદા પ્રશંસા ત્યાગ વ્રત - આ સમાજમાં નિંદા અને પ્રશંસાનો બહુ મોટો રોગ ફેલાયો છે. માટે પોતાની બડાઇ કરવાથી અને પારકાની નિંદા-ટીકાથી દૂર રહેવું. એ પણ એક મહાન સેવા છે.
૭) વિભૂષા વિજય - અત્યારનો જમાનો ફેશન અને ટાપ-ટીપનો છે. જેની પાછળ આપણી અખૂટ શક્તિ અને સાધનસંપત્તિ વેડફાઇ જાય છે. તેથી કુદરતી રૂપ રંગ જે મળ્યા છે તેને સ્વીકારી કૃત્રિમ ટાપ-ટીપનો ત્યાગ કરવો અને આપણી વ્યર્થ ઇચ્છાઓ ઉપર વિજય મેળવવો. જેથી શક્તિ અને સંપત્તિ બન્નેનો સદુપયોગ થાય.
૮) વ્યસનત્યાગ-ચા, તમાકુથી લઇને માંસાહાર, ચોરી, જુગાર, વ્યભિચાર, દારુ, વેશ્યાગમન, શિકાર, આ બધા વ્યસનોનો ત્યાગ કરવો. જેથી કેન્સર જેવા જીવલેણ રોગમાંથી બચી શકાય છે.
૯) ખાનપાન અને શયનમાં વિવેક- હાલના મોજ મજાના જમાનામાં લોકો બહારના ખાનપાન તરફ બહુરુચિ ધરાવે છે એટલે તેનો ત્યાગ કરી સાદગી અપનાવવી.
જ્ઞાનધારા- ૧
જ્ઞાનધારા-૧
૧૪૩
૧૪૩
= જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧e
સાહિત્ય જ્ઞાનસત્ર-૧)