Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
તેને વારસામાં મલ્યો છે, અને મારો જ ધર્મ શ્રેષ્ઠ છે તે મિથ્યા છે, અભિમાન છે, આવી મિથ્યા માન્યતાનું ખંડન સર્વધર્મ સમભાવથી જ શક્ય બની શકે. આજના યુગની જરૂરત - સર્વધર્મ સમભાવ
સર્વધર્મ સમભાવ આજના યુગની સૌથી મહત્ત્વની જરૂરત છે. સર્વધર્મ સમભાવધર્મ-ધર્મ વચ્ચેના ભેદભાવ દૂર કરે છે અને પ્રત્યેક ધર્મ પ્રત્યે સરખા આદરની અપેક્ષા રાખે છે. કોઈ પણ પ્રકારની ધાર્મિક અસહિષ્ણુતાને સ્થાન આપતું નથી, તે ધર્માતરનો વિરોધ કરે છે અને પ્રતિપાદન કરે છે કે પ્રત્યેક ધર્મ સત્ય તરફ દોરી જાય છે અને પ્રત્યેક ધર્મ બીજા ધર્મમાંથી કઈંક શીખી શકે છે.
- પૂ. મુનિશ્રી સંતબાલજી, સર્વ ધર્મોપાલનમાં દર્શાવે છે કેઃ ૧) નીતિ, ૨) સદાચાર, ૩) સ્વરૂપસાધના યોગ આ ત્રણેયના આધારે જગતના સર્વ ધર્મોનું વર્ગીકરણ આ રીતે થઈ શકે. નીતિપ્રધાન ધર્મ રૂપે ઈસ્લામધર્મ, ખ્રિસ્તી ધર્મ અને જરસ્થોસ્તી ધર્મને ગણાવી શકાય. વૈદિકધર્મ નીતિની સાથે સદાચાર પ્રધાન છે. બૌધર્મ નીતિ, સદાચારની સાથે તત્ત્વજ્ઞાન પ્રધાન છે. જ્યારે જૈન ધર્મ નીતિ, સદાચાર અને તત્ત્વજ્ઞાન સાથે આત્મયોગપ્રધાન છે. આગળ, સંતબાલજી કહે છે કે, કોઈપણ ધર્મને મૂલવવો હોય તો તેને તત્ત્વજ્ઞાન અને સદાચારની દષ્ટિએ જ મૂલવવો જોઈએ. તો જ દરેક ધર્મનો તફાવત સમજી શકાશે.
સર્વધર્મ પ્રત્યે આદર રાખનારાઓમાં ગાંધીજીની ગણના થાય છે. ગાંધીજીએ હિન્દુ, ખ્રિસ્તી, ઈસ્લામ વગેરે ધર્મોનું મૂળભાષામાં ઊંડુ અધ્યયન કર્યું હતું. ગાંધીજીપ્રાર્થનામાં કુરાનની આયાતો પણ બોલાવતા. તેઓ કહેતા કે કુરાનની વાતો ગીતાથી અલગ નથી, ગાંધીજી દરેકને કહેતા કે તમારો ધર્મ બીજાના ધર્મોથી જુદો નથી કે મહાન પણ નથી, બધા ધર્મો પ્રત્યે આદર કેળવો. તેમણે સર્વધર્મને સમાન માન મળે તેવો પ્રયત્ન કર્યો છે તેમણે લોકોને ધર્મની પવિત્ર ભાવના સમજાવી.
જ્ઞાનધારા-૧
( ૧૩૫
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧E