Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
જાય છે. સર્વધર્મ સમભાવથી સમધર્મ ઉપાસના સાધી શકાય છે અને માનવકલ્યાણ માટેની સાચી દિશા પ્રાપ્ત થાય છે.
ગુજરાતની પુણ્યપવિત્ર ભૂમિ પર પૂ. મુનિશ્રી સંતબાલજીએ પણ લોકોને આ બાબતમાં પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડ્યું છે. તેઓ સર્વ ધર્મ પ્રત્યે આદર ભાવ જળવાય તેટલા માટે શિબિરોનું આયોજન પણ કરતા. સહુને શિસ્ત, શાંતિ અને મૈત્રીના ઊંડાભાવ સમજાવતા. શુદ્રમાં શુદ્ર માણસને જેવું માંસ રૂધિરનું ખોળિયું મળ્યું છે, તેવુંજ ઘડીમાં સડી અને કહેવાય જાય તેવું ખોળિયું આપણને સહુને મળ્યું છે, તેથી જગતના સર્વ મનુષ્ય અને સહુનો ધર્મ એ ઈશ્વરની ભેટ છે, તેથી સર્વધર્મ એક સમાન માની દરેકના ધર્મને માન આપવું જોઈએ.
પૂ. મુનિશ્રી સંતબાલજીએ કેટલાંક યાદગાર કાવ્યોની પણ રચના કરી છે, જેમાં દરેક ધર્મને સંયોગીકરણ કરવાનો ભાવ જણાય છે, તેમની સાતવારની પ્રાર્થનામાં આપણે બધા ધર્મો માટેનો આદર અને સ્નેહજોવા મળે છે, સોમવારેરામ, મંગળવારે-મહાવીર,બુધવારે-બુદ્ધ, ગુરુવારે-કૃષ્ણ, શુક્રવારે-મોહમ્મદ સાહેબ, શનિવારે-અશોજરથુત્ર અને રવિવારે-ઈશુ. આમ આ સાતવારની સમૂહ પ્રાર્થનાનો અનોખો પ્રયોગ સર્વસ્થળે પૂજ્યશ્રીએ જાહેરમાં કર્યો અને લોકોના હૃદય પર અનોખું સ્થાન પ્રાપ્ત કર્યું. આ સાતવારની પ્રાર્થના સહુકોઈને અનેરો આનંદ આપે છે. તેમજ સર્વધર્મ સમભાવથી આદર, માનની કિટ ભાવના પ્રગટ થાય છે. આ ઉપરાંત તેમને સર્વધર્મના સંસ્થાપકોએ સંક્ષેપમાં સચોટતાથી વંદન કર્યા છે.
પ્રાણીમાત્રને રક્ષણ આપ્યું, માન્યા પોતા સમ સહુને, પૂર્ણ અહિંસા આચરનારા, નમન તપસ્વી મહાવીરને. જન સેવાના પાઠ શિખવ્યા, મધ્યમ માર્ગ બતાવીને, સન્યાસીનો ધર્મ ઉજાળ્યો, વંદન કરીએ બુદ્ધ તને. એક પત્ની વ્રત પૂરણ પાળ્યું, ટેક વણી છે જીવતરમાં,
જ્ઞાનધારા-૧
૧૩૭
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧=