Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
ધર્મમાંની શ્રધ્ધાને યેનકેન પ્રકારે અંધશ્રદ્ધામાં ફેરવી નાખે છે. આથી આવા લોકો ધર્મસમન્વયની વાતને સમજી કે સ્વીકારી શકતા નથી.
આ જગતને પ્રભાવિત કરી રહેલા વિશ્વના મૂળભૂત તત્ત્વો સત્ય, અહિંસા, પરોપકાર, પ્રેમ, વગેરે મૂળભૂત ગુણોનો લાભ ઉઠાવી શકે તે માટે જે તે પ્રદેશના, જે તે સમયે વિવિધ મહાપુરુષોએ તે ગુણોમાંથી દેશ, કાળ પ્રમાણે પસંદગી કરીને ધર્મ સંપ્રદાયની રચના કરી જેથી લોકો એ મૂળભૂત ગુણોને જીવનમાં ધારણ કરી શકે. એ રીતે તપાસીએતો દરેક ધર્મસંપ્રદાયમાં લગભગ એક સરખું બંધારણ જોવા મળે છે.
૧) એક તો તેનો તાત્ત્વિક સિદ્ધાંતોનો વિભાગ (જૈનદષ્ટિએ-દ્રવ્યાનુયોગ) - આમાં તે તે ધર્મના મૂળ સિદ્ધાંતો (જેવા કે સત્ય અહિંસા, વ.) ની વાત હોય છે – જે અપરિવર્તનશીલ અને શાશ્વત ટકનારી હોય છે.
૨) બીજા વિભાગમાં જે તે ધર્મના આચારો, ક્રિયાકાંડની રજુઆત હોય (ચરણકરણાનુયોગ) છે. પ્રદેશ અને સમય (દેશ, કાળ) પ્રમાણે – આમાં ભિન્નતા જોવા મળે છે.ખૂદ એકજ ધર્મસંપ્રદાયમાં પણ વખત જતાં કાળબળથી અસર પામીને તેમાં ફેરફાર થતાં રહે છે.
૩) દરેક ધર્મનો એક પુરાણ વિભાગ હોય છે (ધર્મકથાનુયોગ). તેમાં પોતાના ધાર્મિક સિદ્ધાંત લોકભાગ્ય બને તે માટે પૌરાણિકધર્મકથાઓ આ વિભાગમાં હોય છે. તેની રજુઆત દ્વારા જે તે ધર્મના સિદ્ધાંતો સમજવા સુલભ બને છે. આમાં વિશ્વનું ભૌતિક સ્વરૂપ (ગણિતાનુયોગ) પણ રજૂ થયેલ હોય છે જેને આપણે વિશ્વની ભૂગોળ કહીએ શકીએ.
દરેકધર્મસંપ્રદાયનો હેતુ તો માનવ માનવમાં પ્રેમભાવ વધારવાનો, માનવજાતના કલ્યાણ કરવાનો જ રહ્યો છે, તોધર્મને નામે જ તેથી વિપરિત,
જ્ઞાનધારા-૧
- ૧૨૩
=4નસાહિત્ય જ્ઞાનસત્ર-૧=