Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
હિંસા કે કોમી દંગલો કેમ કરી શકાય ? આટલું તો વિવેકબુદ્ધિથી પણ સમજી શકાય છે.
જ્યારે જુદા જુદા સંતો અને ભક્તો પોતાની અનુભૂતિથી પણ જણાવે છે કે બધાંધામનું તત્ત્વ એક જ છે અને તેથી પરસ્પર પ્રેમભાવ અને વિશ્વબંધુત્વ ખીલવવું એ જ સહુની ફરજ છે.
સ્વામીનારાયણ, પરમહંસ, સ્વામી વિવેકાનંદ, રમણ મહર્ષિ, શ્રીમદ્ રાજચંદ્ર, મહાત્મા ગાંધી વગેરે, આવી એકતાની અનુભૂતિ રજૂ કરે છે. શ્રીમદ્રાજચંદ્ર કહે છે કે કોટિજ્ઞાનીનો એક જ અભિપ્રાય છે.
ભારતીય સંસ્કૃતિ ધર્મપ્રધાન વલણવાળી હોય, દેશમાં ચાલતા કોમી દંગલો ને હઠાવવા મહાત્મા ગાંધીએ, સર્વધર્મસમન્વયનો ભાવ રજૂકરતી, સમૂહ પ્રાર્થના શરૂ કરીને લોકોમાં ભાતૃભાવ સ્થાપવા કોશિશ કરેલી.
ગાંધીયુગમાં સર્વધર્મસમન્વયની વિકાસરેખા પર પહોંચતી વખતે ક્રમશઃ સર્વધર્મસહિષ્ણુતા, સર્વધર્મસંગમ, સર્વધર્મસમભાવ, સર્વધર્મસમાદર, સર્વધર્મસમભાવ એમ સર્વધર્મસમન્વયની વાત પર પહોંચતા પૂર્વે આવી વિવિધ કક્ષામાંથી ચિંતન વિકાસ પામ્યું હતું. મુનિ સંતબાલજી સર્વધર્મસમન્વયથી પણ આગળ સર્વધર્મઉપાસનાની આવશ્યકતા સમજાવતા, ઉપરના બધાં વિચારપ્રવાહોને નીચે મુજબ સમજાવે છે
સર્વધર્મ સહિષ્ણુતા - તેમાં અન્યધર્મની ઉપાસના કે આદર આવતા નથી. તેમાં પોતાનો ધર્મ શ્રેષ્ઠ એવી ભાવના પ્રગટ થાય છે. જાણે કે ન છૂટકે અન્ય ધર્મસંપ્રદાયનો પણ ધર્મ તરીકે સ્વીકાર કરાય છે.
સર્વધર્મસંગમ-તેમાં વિશ્વધર્મસંમેલન કે સર્વધર્મપરિષદસમયે સહુ એકસાથે
જ્ઞાનધારા-૧
૧૨૪
જેનસાહિત્ય જ્ઞાનસત્ર-૧e