Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
અન્યત્ર કહે છેઃ હિન્દુ તે જ કહેવાય છે કે જેનું ચિત્ત હિંસાથી દુઃખી થાય છે. અહીં પૂ. વિનોબાજીએ હિન્દુ શબ્દનો તાત્પર્યાર્થ દર્શાવ્યો છે, તેમાં વિશ્વમાનવતાનો સંકેત જોવા મળે છે. સમગ્ર વિશ્વના માનવોનો ધર્મ પણ આ જ હોઈ શકે. તે ઉપરાંત સર્વધર્મમાં નીતિમૂલક જે સિદ્ધાંતો વર્ણવવામાં આવ્યા છે, તેમાં પણ વિસ્મયકારી સમાનતા જોવા મળે છે. સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ, બ્રહ્મચર્ય, પ્રેમ, મૈત્રી વગેરે ભાવનાઓનું પાલન એક કે બીજી રીતે શ્રીમદ્ ભાગવગીતા, કુરાન, બાઈબલ, ધમપદ, આગમો કે શીખધર્મ અને અન્ય ધર્મોમાં પણ અનિવાર્ય મનાયું છે. સમતા અને શાંતિ સ્થાપવાનો એ જ એક માર્ગ સર્વધર્મોએ બતાવ્યો છે, ત્યાં વિરોધને માટે કે અન્યોન્ય કરવા માટેનો કોઈ અવકાશ રહેતો જ નથી. આ નૈતિક મૂલ્યો નિરપેક્ષ અને શાશ્વત છે. મનુષ્યમાં સમજદારીનો જે અભાવ છે, તે આ મૂલ્યોને અને ધર્મને પણ વિકૃતરૂપે રજૂ કરે છે.
વિનોબાજીએસર્વોદયની વાત મુખ્યત્વે કરી છે. તે કહે છે કે ધર્મ-વિચારનો કોઈ સંકુચિત અર્થ આપણે ન કરીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ કે સર્વથી શ્રેષ્ઠ અને સર્વથી નિર્દોષ કોઈ ધર્મ હોય તો તે સર્વોદય ધર્મ છે. જેમાં સર્વના ઉદયની વાત છે, પ્રત્યેકને સંપૂર્ણ પોષણ અને વિકાસની તક મળે, સર્વનું હિત જેમાં સમાન રીતે સાધી શકાય છે - તે સર્વોત્ર ધર્મ છે. અને આ જ મુખ્યધર્મ છે. વિનોબાજી જણાવે છે કે આ સર્વોદયની વિરુદ્ધજે કાંઈ પણ હોય તે કેવળ અધર્મ છે... આ જે અલગ અલગધર્મના નામ છે તે તો નદીઓ છે, પણ સર્વોદયધર્મ કોઈ નદી નથી, એતો સમુદ્ર છે. ટૂંકમાં પ્રત્યેક પ્રાણીનું હિત સાધવા જે સમર્થ છે, તે જ વિનોબાજીની દષ્ટિએ સાચો ધર્મ છે, અને તે ધર્મ તે સર્વોદય ધર્મ છે.
વિનોબાજી ગાંધીજીતરફ આકર્ષાયા, તેના પાછળ બાપુમાં જે તત્વ રહ્યાં હશે તેની પ્રેરણા તો ખરી જ, પણ વિનોબામાં પોતાનામાં પણ એક
જ્ઞાનધારા-૧
૧૩૧
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧