Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
સર્વધર્મસમન્વય એટલે બધા ધર્મના લોકોને રાજી રાખવા એવો અર્થ પણ નથી. પરંતુ બધા ધર્મોમાં નૈતિકતા અને લોકહિતના જે તત્વો હોય તેનો સમન્વય કરીને, નાની નાની બાબતો ઉપરના મતભેદો તરફ દુર્લક્ષ કરી લોકોમાં પ્રેમ, ભાઇચારો અને શાંતિ પ્રસરાવવી એ માટે ધર્મસંપ્રદાયના સમન્વયની વાત છે.
ધર્મસમન્વયમાં બીજું બાધકતત્વ સાધુ-ગુરુ પણ હોય છે. ગૃહસ્થ શ્રાવક તો સંસારના સમવિષમ વ્યવહારોમાં ઘડાઇને સમાધાન પ્રિય વૃત્તિવાળો બનેલો હોય છે, જ્યારે સાધુ- ગુરુ દુન્યવી જવાબદારીને અભાવે અક્કડ અને પોતાના ગુરુ પદને સલામત રાખવા પોતાના શ્રાવકોને અન્ય ગચ્છ કે ધર્મસંપ્રદાય પ્રત્યેના સંપર્ક કે સુમેળથી દૂર રાખવા ગુરુ તરીકે આદેશ આપે
એક મુનિ સને-૧-૯૨ માં રાજસ્થાન સ્થા. જૈન સંઘનાં નિમંત્રણથી અમેરિકા દશ મહિના પ્રવચનો અર્થે રહેવાનું બન્યું. ત્યારે ત્યાં જૈનોના સ્થા. વાસી, દેરાવાસી, દિગંબર, વ. બધાં સાથે મળીને ધર્મઆરાધના કરતા જોવા મળેલા. ત્યારે ત્યાંના ધાર્મિક પ્રવાહોની લેખમાળામાં ત્યાં ગચ્છ - સંપ્રદાયોની એકતાના કારણો નોંધતા એક કારણ એ પણ જણાવેલ કે અમેરિકામાં જૈન સાધુ સંસ્થાનથી તેથી તેમના ધર્મઝનૂન આગ્રહોથી બચી જવાથી ત્યાંના શ્રાવકોમાં ધર્મસમન્વયનું અન્ય મત પ્રત્યે પણ ઉદારતાથી વર્તવાનું વધુ શક્ય બનેલ છે. આમ સાધુ કે ગુરુ પણધર્મસમન્વયમાં બાધક બનતા હોય છે.
શ્રદ્ધા - ધર્મગુરુઓ, ધર્મઝનૂનની વડીલો લોકોને કિશોરવયથી એવું ઠસાવતા રહે છે કે સામેનાને ત્યાં અમુક ધર્મવાળાને ત્યાં ન જવાય. તેઓ ખરાબ લોકો છે, છોકરાંને મારી નાખે છે. આમ ખોટી રીતે તેમનામાં સામેના ધર્મમત માટે દ્વેષ અને વેરની ભાવના જન્માવે છે અને પોતાના
જ્ઞાનધારા-૧)
( ૧૨૨
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧e