Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
સર્વધર્મ ઉપાસના અને સંતબાલજી મલુકચંદ રતિલાલ શાહ
(અમદાવાદની બી.ડી. આટર્સ કોલેજના પૂર્વ પ્રાધ્યાપક, દેશવિદેશમાં જૈનધર્મનાં પ્રચાર માટે અનેક પ્રવચનો આપ્યાં છે. છ પુસ્તકો પ્રગટ થયાં છે – તો બ્રહ્મચર્ય સરળ છે લોકપ્રિય પુસ્તક છે, જૈનધર્મના વિવિધ વિષયો પર તેમના લેખો અવારનવાર પ્રગટ થાય છે, વિશ્વવાત્સલ્યના તંત્રી મંડળ માં છે)
શુભાષિતકાર કહે છે
आहार निद्रा भय मैथुनं च । सामान्यमेततशु भिनराणाम् । धर्मोहितेषामधिफो विशेषो धर्मेण हीनाः पशुभिः समाना ।।
-
એટલે કે આહાર, નિદ્રા, ભય અને કામવૃત્તિ – આ ચારે સંજ્ઞા માનવી અને પશુમાં એક સમાન હોય છે. ધર્મતત્ત્વથી માણસ પશુથી જુદો પડે છે. જો માનવીમાં ધર્મનો આચાર ન હોય તો પછી માનવી પણ પશુવત છે.
આ રીતે માનવી તેના આદિકાળથી ધર્મ સાથે જોડાયેલો છે. આપણે જોઇએ છીએ કે શું ભારતમાં કે શું વિદેશમાં દરેક વ્યક્તિ કોઇને કોઇ ધર્મસંપ્રદાય સાથે જોડાયેલી હોય છે. પરસ્પરોપ્રગ્રહ જીવાનામ્ એ સૂત્ર મુજબ
આ જગતની વ્યવસ્થા એકબીજાના સહકાર અને એ સહકાર જેના આધારે અમલમાં આવે છે તે સત્ય, અહિંસા, પ્રેમ-વાત્સલ્ય, ન્યાય, દયા, ભાતૃભાવ, વ. ના અસ્તિત્વ અને આધારથી જગતજીવન ચાલી રહ્યું છે.
વ્યક્તિ જે ધર્મ-સંપ્રદાયને માને છે તેને માટે તેને મમત્વ કેરાગ પેદા થાય છે. માનવીમાં રહેલો અહં પોતાના ધર્મ માટેસ્વાભિમાન ધરાવતોથાય છે. ત્યાં સુધી તો ઠીક પણ તેની અહંવૃત્તિથી બીજા ધર્મસંપ્રદાય કરતાંપોતાનો ધર્મ શ્રેષ્ઠ છે એમ ઘમંડથી તે માનતો થાય છે અને તેવી માન્યતામાં અન્યનો
જ્ઞાનધારા-૧
૧૧૯
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧