Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
આપણે બધાં મનુષ્યો છીએ. મનુષ્યો સર્વ સરખા છે. કોઇ પણ ધર્મ કે સંપ્રદાયની વ્યક્તિ હોય પરંતુ મનુષ્યને નાતે તેની સાથે પ્રેમ રાખવો જોઇએ. તેના સુખ-દુઃખમાં સહભાગી થવું જોઇએ એ જ આત્મધર્મ છે.
સર્વધર્મસમન્વય - સર્વધર્મસમભાવ એ હકીકત સ્પષ્ટપણે દર્શાવે છે કે આ ધરતી પરના કોઇ પણ માનવને કે પ્રાણીને દુઃખ આપવાથી કોઇને સુખ મળે જ નહીં. લોકકલ્યાણ અને લોકમાંગલ્યની ઉત્તમ પ્રવૃત્તિ કરવાનું ધર્મ શીખવે છે. સંસારના જન્મમરણના ફેરામાંથી મુક્ત થવું હોય તો ઉદારમતવાદી બની, ઇન્સાનમાત્ર ખુદાના પુત્ર છે એવું સમજ્યવાદી વલણ સ્વીકારવું જોઇએ.
વ્યવહારધર્મનો સ્વીકાર કરી, આપણા જીવનને સાર્થક કરવા માટે આપણે ૧) કુટુંબધર્મ, ૨) સમાજધર્મ, ૩) રાષ્ટ્રધર્મ, ૪) વિશ્વધર્મ પણ બજાવીએ અર્થાત્ - કુટુંબ પ્રત્યે સંપૂર્ણ કર્તવ્યપરાયણ રહેવું. સમાજની વ્યવસ્થામાં ઉપયોગી થવું અર્થાત્ સમાજના લોકોને સન્માર્ગે દોરવા. દેશપ્રેમ અને દેશકલ્યાણની પ્રવૃત્તિમાં પૂરો રસ લેવો અહિંસક રીતે બધી પ્રવૃત્તિઓ ચલાવવી, કદી પણ દેશદ્રોહી ન થવું.
આખા વિશ્વના પ્રાણીઓ આપણા બંધુઓ છે એવી સતત જાગૃતિ રાખીએ. કોઇને પણ, આપણી ક્રિયા, વાણી કે વર્તનથી દુઃખ ન પહોંચે તેની કાળજી રાખી માનવજીવનને સાર્થક કરીએ.
મહાત્મા ગાંધીજીની જેમ સંતબાલજીએ પણ સર્વધર્મપ્રાર્થના અને સવારસાંજની અલગ-અલગ પ્રાર્થના દ્વારા ધર્મઉપાસના કરવાનું દર્શાવેલ છે. બધા મુખ્ય ધર્મોના મહાન પ્રણેતાને વંદન – 'સાત વારની પ્રાર્થનામાં કર્યું છે. વિશ્વ વાત્સલ્ય એમનું જીવનધ્યેય છે.
જ્ઞાનધારા-૧
= ૧૧૭
= જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧E