Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
કોઇ પણ વ્યક્તિને ધર્માતરની છૂટ ન હોવી જોઇએ. આખા વિશ્વમાં ધર્માતરની પ્રકિયાએ અનેક સમસ્યાઓ સર્જી છે, અશાંતિ અને વૈરભાવને વિકસાવેલ છે. માણસ-માણસ વચ્ચે ધર્મના નામે ભેદ ઊભા કરી દીધા છે. ધર્મ, સાધકને બદલે બાધક બની બેઠો છે. હકીકતે તો માણસની માણસાઇ વધારવી એ જ બધા ધમોનું કર્તવ્ય છે.
સર્વધર્મ આરાધના, માનવીનું જીવનધ્યેય બનવું જોઇએ. જો ધર્મ વિશેની સાચી સમજણ હશે તો જ સર્વધર્મઉપાસના કરી શકાશે અને વિશ્વના માનવને ઉત્તમ જીવન જીવવાની તક મળશે. પ્રજાજીવનનો આધારસ્તંભ, ધર્મ બની રહેશે. આપણો દેશ બીનસંપ્રદાયિક છે, એનો અર્થ એ નથી કે ધર્મહીન દેશ છે. 'સેક્યુલર’ એટલે ધર્મહીનતા નહીં પણ પરિશુદ્ધધર્મભાવના'. આપણા દેશના બંધારણ મુજબ ધાર્મિક સ્વતંત્રતા આ દેશના પ્રત્યેક નાગરિકનો મૂળભૂત હક્ક છે. આવી ધાર્મિક સ્વતંત્રતા સહુકોઇને મળે એ આવકાર્ય છે, પરંતુ ધર્માધતા કે ધર્મઝનૂનને કદી અવકાશ હોઇ શકે નહીં. ધર્મને યથાર્થ રુપે સમજી, આચરણ કરવામાં જ સાચો આનંદ છે, પરમ શાંતિ છે.
સંતબાલજી
જૈનસંત સંતબાલજી, જગતસંત તરીકેનું બીરુદ પ્રાપ્ત કરે છે. ગાંધીજીની જેમ તેમને પણ ખૂબ નાની વયથી ઉદારમતવાદી ધર્મસંસ્કાર મળ્યા છે. તેઓના માતા મોતીબહેન પાસેથી ધાર્મિક-નૈતિક સંસ્કારો તો મળ્યા પરંતુ ટોળ ગામની મસ્જિદના ઈમામ અલીશાહ અને મંદિરના પૂજારી કરસનજીભાઇ દ્વારા નીતિ અને સદાચારના-ધર્મસહિષ્ણુતાના આદર્શોનું બીજારોપણ પણ થયું.
૧૩ વર્ષની નાની વયે સૌરાષ્ટ્રના નાનકડા ગામને છોડીને મુંબઇ કમાવા માટે જવું પડે છે. મુંબઇમાં તેઓનું વ્યક્તિત્વ સરસ રીતે વિકસે છે અને
જ્ઞાનધારા-૧
G૧૧૫
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧=