Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
કિસી ભી દેશ-વિશેષ કે અભિમાની નહીં, કિસી ભી શર્મ-વિશેષ કે આગ્રહી નહીં, કિસી ભી સંપ્રદાય યા જાતિ મેં બદ્ધ નહીં. વિશ્વ મેં ઉપલબ્ધ સદ્ વિચારોં કે ઉધાન મેં વિહાર કરના યહ હમારા સ્વાધ્યાય. સદ્ વિચારોં કો આત્મસાત કરના યહ હમારા ધર્મ. વિવિધ વિશેષતાઓં મેં સામંજસ્ય પ્રસ્થાપિત કરના, વિશ્વવૃત્તિ કા વિકાસ કરના વહ હમારી સાધના". એમનાં 'ગીતાપ્રવચનો' આખા દેશને સારુ અને અમુક અંશે આખા જગત માટે હતા. આશ્રમના વ્રતોનું ઉત્તમ રીતે પાલન કરનાર સાધક, વિનોબાજી
હતા.
ધર્મની વર્તમાન સ્થિતિથી તેઓ ખૂબ ચિંતિત હતા. આજે ધર્મ-ધર્મ નથી રહ્યઓ માત્ર પંથ કે સંપ્રદાય બની ગયેલ છે. પંથ કે સંપ્રદાયના દિવસો હવે પૂરા થયા છે. વિજ્ઞાનયુગમાં પંથ કે સંપ્રદાયને કોઇ સ્થાન નથી. સંપ્રદાયથી ઉપર ઉઠવાનું છે અને એક માત્ર માનવધર્મ વિકસાવવાનો છે. માનવધર્મની આરાધનાથી જ વ્યક્તિની તેમજ સમાજની પ્રગતિ થઇ શકશે. વિજ્ઞાનની ભૂમિકા પર જ સાચા ધર્મની સ્થાપના થઇ શકશે.
તેઓ દૃઢપણે માને છે કે ધર્મનું સતત શોધન થવું જોઇએ. ધર્મને ત્રિવિધ કેદમાંથી મુક્ત કરવાનો છે.
૧) ધર્મસંસ્થાઓના સકંજામાંથી,
૨) પાદરી-પુરોહિત - મુલ્લાઓના હાથમાંથી,
૩) મંદિર-મસ્જિદ, ચર્ચની ચાર દીવાલો અને કર્મકાંડની કેદમાંથી.
ધર્મ જન્મથી નહીં, પણ વ્યક્તિની યોગ્ય વય પછી જ નક્કી થવો જોઇએ. કૌટુંબિક પરંપરાથી નહીં પણ દરેકની પસંદગીથી નક્કી થાય તો કશું ખોટું નથી. એક જ ઘરમાં, જુદા જુદા ધર્મના અનુયાયીઓ, રહી શકે અને સારી રીતે જીવન વ્યતીત કરી શકે તો સર્વધર્મસમભાવ અને અને સર્વધર્મઉપાસનાનું કામ ખૂબ સરળ બની રહે.
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧
૧૧૪
જ્ઞાનધારા-૧