Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
આ વસ્તુ કાળના અંત સુધી કાયમ રહેશે.”
સત્ય એ કોઇ પણ એક ધર્મગ્રંથની એકાંતિક સંપત્તિ નથી, એવું સ્વીકારવામાં આવે તેમાં જ માનવજાતનું મહાકલ્યાણ છે. આવી વિશુદ્ધ માન્યતા માનવજાતને કલ્યાણને પંથે દોરી જશે અને એનામાં સર્વધર્મસમભાવની અને સર્વધર્મઉપાસનાની ભાવના જાગૃત કરશે. માનવ - માનવ વચ્ચે ધર્મને નામે ફેલાતી ગેરસમજ દૂર થશે.
ગાંધીજી કોઇ એક ધર્મમાં રસ ધરાવતા હોય તો તે માનવધર્મ અથવા સેવાધર્મ છે. ધર્મ એટલે સંપ્રદાય નહીં. કોઇપણ પ્રકારના ક્રિયાકાંડકે માનવમાનવ વચ્ચે વિસંવાદીતા-ગેરસમજણ કે મુશ્કેલીઓ ઊભી કરે તે ધર્મ હોઇ શકે જ નહીં. કોઇનું શોષણ નહીં. કોઇથી ડરવાનું નહીં કે કોઇ પ્રત્યે વૈર કે અભાવ નહીં એ જ સાચી ધાર્મિક માન્યતા છે.
ધર્મ અધિકારનો ભૂખ્યો નથી, ધર્મ સંયમનો- અંકુશનો ભૂખ્યો છે. ધર્મ જાણનાર અને જાળવનાર "આ મારા હકો છે” એવો વિચાર નથી કરતો. "આ મારું કર્તવ્ય છે” એમ વિચારે છે. સમાજની સેવા એ મોટો ધર્મ છે. સૃષ્ટિની સેવા એ ઇશ્વરની સેવા છે.
"માણસનું અંતિમ ધ્યેય ઇશ્વરનો સાક્ષાત્કાર છે અને એની સામાજિક, રાજકીય, ધાર્મિક બધી પ્રવૃત્તિઓ ઇશ્વરદર્શનના અંતિમ ધ્યેયને અનુલક્ષીને થવી જોઇએ” આવી વ્યાપક ધર્મભાવનાને સ્વીકારનાર ગાંધીજીને બધા ધર્મો માટે આદર અને માનની લાગણી હતી. વિશ્વના જીવમાત્ર સાથે મૈત્રીભાવ હતો."આપણે સત્ય, અહિંસાને માત્ર વ્યક્તિના આચરણ લગતી જ બાબતો નહીં પણ જનસમૂહો, કોમો અને રાષ્ટ્રોના આચરણલાયક બનાવવી છે. એ સ્વપ્નને સિદ્ધ કરવા પ્રયત્ન કરતાં કરતાં જ હું જીવીશ અને મરીશ.”
લોકકલ્યાણના હિમાયતી અને જગતના એકેએક માનવીના હિતની
જ્ઞાનધારા-૧
K૧૧૨
૧૧૨)
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧
હિત્ય જ્ઞાનસત્ર-૧