Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
વર્તણૂંક જેને અંગ્રેજીમાં ethics અથવા code of conduct કહેવામાં આવે છે. તત્ત્વજ્ઞાન એટલે તત્ત્વ વિષેનું જ્ઞાન એટલે “fundamentals of jainism” કાઈપણ સમાજની ઉન્નતિનો મુખ્ય આધાર તેનાં બાળકો પર છે, અને તેના સંસ્કારો પર છે. ઉત્તમ સંસ્કારનું મૂળ ઉત્તમ શિક્ષણ છે. ઉત્તમ શિક્ષણની વાત આવે ત્યારે સ્વાભાવિક પ્રશ્ન થાય કે ઉત્તમ શિક્ષણ કોને કહેવું ઉત્તમ શિક્ષણનો ઉત્તર સ્પષ્ટ છે કે માનવીને ઊર્ધ્વગામી બનાવે તેવા શિક્ષણને ઉત્તમ કહી શકાય છે. આ વિશ્વમાંમાનવીને ઊર્ધ્વગામી બનાવનાર શિક્ષણ કોઈ હોય તો તે ધાર્મિકશિક્ષણ છે.
અંગ્રેજી શિક્ષણના ઘોડાપૂરમાં તણાતાં તણાતાં આપણે આપણાં ધર્મશિક્ષણની મહત્તા સમજી શક્યા નથી કે નથી આપણાં બાળકોને તેની ઉપયોગિતા સમજાવી શક્યાં. આપણા બાળકોમાં જૈનાચાર અને તત્ત્વજ્ઞાન પ્રત્યે રસ, રુચિ અને ઉત્સાહ જાગૃત થાય તેવી કોઈ તકેદારી આજ સુધી આપણે કેળવી શક્યા નથી. આજના યુગમાં માતાપિતા, વડીલો બાળકોને શાળાનું જ્ઞાન, તેમાં પણ અંગ્રેજી માધ્યમની શાળનું જ્ઞાન આપવા જેટલાં ઉત્સુક છે, તેટલા આધ્યાત્મિક ક્ષેત્રે નથી. બાળકોને શાળકીય જ્ઞાનની જેટલી જરૂર છે, એનાથી વિશેષ ધાર્મિક જ્ઞાનની પણ જરૂર છે, ધર્મને આપણે ઉત્કૃષ્ટ-મંગલરૂપ માનીએ છીએ, આલોક અને પરલોકનું કલ્યાણ કરનાર સમજીએ છીએ, પરંતુ બાળકોના ધાર્મિક શિક્ષણના પ્રશ્ને આપણે એટલા સજાગ રહ્યા નથી.
પ્રસાર માટેનાં સમૂહ માધ્યમો press, cinema, T.V., electronics, media, computer, internet, વર્તમાનપત્રો, મેગેઝીન, પત્રિકા, સત્સંગ, પાઠશાળા અથવા જૈનશાળા છે. બીજી અગત્યની વાત છે કોનામાં પ્રચાર કરવો છે ? જૈનોમાં કે અજૈનોમાં ? કઈ વાતનો ૨૧મી સદીમાં પ્રચાર કરવો છે ? મિનીમમ પ્રોગ્રામ શું છે ?તીર્થંકરોના ઉપદેશનો પ્રચાર કરવો છે? કેવી રીતે પ્રચાર કરવો છે? Academically ન થાય ત્યાં સુધી કાંઈ મતલબ નથી, આ આગળની વાત થઈ. અત્યારની પેઢીને શું કહેશો? નવી પેઢીને કેવી રીતે કહીશું ? કઈ ભાષામાં ? આગમ, અર્ધમાગધી, સંસ્કૃત, પ્રાકૃત ભાષામાં
જ્ઞાનધારા-૧
૧૦૮
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧