Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
જૈનધર્મમાં મંત્ર શાસ્ત્રનો અભ્યાસ જ્ઞાનની પ્રાપ્તિ અર્થે થતો હતો. જૈન સમાજમાં અનેક મંત્રવાદીઓ થયા છે, જેમાં માનવદેવસૂરિ, સિદ્ધસેનદિવાકરસૂરિ, માનતુંગસૂરિ, હરિભદ્રસૂરિ, આચાર્ય ખપુટાચાર્ય, કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, જિનદત્તસૂરિ આદિની ગણના થાય છે. જૈનાચાર્યોનો મંત્ર જપનો મુખ્ય હેતુ કર્મનિર્જરાનો હતો. જૈનોના મંત્ર તદ્દન પવિત્ર અને નિર્દોષ વિધિ સાધ્ય હોવાથીમંત્રવાદ જૈન આચાર્યોમાં વિકૃતિ ઉત્પન્ન કરી શક્યો નથી.
મંત્રના બીજાક્ષરો
જેમ બીજમાં સૂક્ષ્મ સ્વરૂપે વટવૃક્ષ છૂપાયેલું હોય છે તેમ બીજાક્ષરોમાં સૂક્ષ્મરૂપે શક્તિ છૂપાયેલી હોય છે. મંત્રવિજ્ઞાનનો અતિ મહત્ત્વનો ભાગ આવા બીજાક્ષરો છે. દરેક બીજાક્ષરોની શક્તિ અલગ અલગ હોય છે તેથી તે દરેકનો પ્રભાવ પણ અલગ અને વિશિષ્ટ હોય છે.
ૐૐ, હા, હા, હા, ફ્લી, પડ્યું, સઃ, ઠ, હૈં, સ્વાહા વગેરે અનેક બીજાક્ષરો છે. આ સર્વમાં ૐકાર પ્રથમ સ્થાને છે. ૐૐકાર એ બ્રહ્મના મુખમાંથી નીકળેલો શબ્દ માનવામાં આવે છે. પુરાણમાં ૐૐકારને ભગવાન વિષ્ણુનો વાચક ગણવામાં આવ્યો છે. જૈનધર્મમાં પણ ૐકારને પરમેષ્ઠીરૂપ માનવામાં આવ્યો છે. શ્રી સમંતભદ્રાચાર્યે ૐકારનો મહિમા દર્શાવવા માટેબાર શ્લોકથી શોભતું એક સુંદર સ્તોત્ર બનાવ્યું છે.
જૈનધર્મમાં એવું મંતવ્ય યુગાદિથી ચાલ્યું આવે છે કે આ જગત અનાદિ છે, જૈનધર્મ પણ અનાદિ છે અને સતત સ્મરણ કરવા યોગ્ય પંચપરમેષ્ઠી પણ અનાદિ છે. આ પંચપરમેષ્ઠીના પ્રથમ અક્ષરોનું સંયોજન થવાથી એવો એકાક્ષરી મંત્રનું સંકલન થયેલું છે. તેથી જ તે પંચપરમેષ્ઠી જેટલો જ પવિત્ર છે.
જ્ઞાનધારા-૧|
૮૫
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧