Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
બીજાના ધર્મને ઉતારી પાડવામાં છે. દરેક ધર્મનું અંતિમ લક્ષ પરમ સુખ છે. જોકે પરમ સુખની પરિભાષા દરેકની અલગ અલગ છે. આ ચર્ચામાંપડવાથી ફાયદા કરતા નુકસાન વધારે છે. લેખકના મત મુજબ કોઈ પણ ધર્મના ત્રણ વ્યાવહારિક અંગ છે. (૧) ધર્મ આપણને સુખ આપે. (૨) ધર્મ આપણને દુઃખથી બચાવે. (૩)ધર્મ આપણને પરમાર્થી બનાવે.
પ્રચારના પ્રથમ મુદ્દા ઉપરોક્ત જ હોવા જોઈએ. ધર્મથી જો સંસ્કાર સીંચન થાય અને સમતા પ્રાપ્ત થાય તો અનુકૂળ હોય કે પ્રતિકૂળ, દરેક સંજોગોમાં વ્યક્તિ સુખી રહે, દુઃખથી બચે અને કદાચ પરમાર્થી બને. અન્ય ધર્મીઓને ફક્ત ફક્ત એટલું જ કહી શકાય કે તીર્થકરોએ અહિંસા, અપરિગ્રહ અને અનેકાંતના જે સિદ્ધાંત આપ્યા છે તેનાથી વિશ્વમાં સુખ વધે, દુઃખ ઘટે અને પરમાર્થી થવાય. પ્રચાર પ્રભુની વાણીનો કરવાનો છે મૂર્તિનો નહીં, તેના પરમ સત્ત્વનો કરવાનો છે પૂજાનો નહીં, તેના કથનનો કરવાનો છે ક્રિયાનો નહીં. ખરું જોતા ગંગા ઊલટી વહે છે. મૂર્તિપૂજા કે ક્રિયાનો કોઈ વિરોધ નથી - ખૂબ મહત્ત્વના અને જરૂરી પણ ખરા, આમ છતાં લક્ષને સમજ્યા વગર રસ્તા પરની દોર યાત્રા ન રહે પણ રઝળપાટ થઈ જાય. સાધુ-સંતો, જૈનધર્મના અભ્યાસી લોકો અને જૈન ધર્મનું સાહિત્ય જીવનવ્યવહારને લક્ષીને લખાય તે વધારે મહત્ત્વનું છે. આજના સમયની આ તાતી જરૂરિયાત છે. મારું એક માત્ર લક્ષ મોક્ષ” થી એવી શરૂઆત ધર્મ પ્રત્યેની રૂચિને ત્યા ધર્મના ખૂબજ ઉપયોગી પાસાથી આપણને દૂર લઈ જાય છે.
કડવી દવા ગળવા માટે તેના ઉપર સાકરનું પડ જરૂરી છે. નવી પેઢી માટે જૈન ધર્મના અમૂલ્ય સિદ્ધાંતો જીવન વ્યવહારમાં અને વિશ્વવ્યવસ્થામાં કેટલા ઉપયોગી છે તેની સમજથી ધર્મ-પ્રચારની શરૂઆત કરવી પડે, અહિંસામાં અન્યની રક્ષા, પર્યાવરણની રક્ષા અને પરની સેવાના
જ્ઞાનધારા-૧
Y૧૦૩
=જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧