Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
ક્ષાયિક ગુણોની પ્રાપ્તિ થાય છે. અહીં યોગી કેવળજ્ઞાની બને છે. આત્મા સર્વજ્ઞ બને છે.
આમ જૈન દર્શનમાં યોગ, ધ્યાન, અધ્યાત્મની ખૂબ ઊંડી સમજણ છે, પરંતુ સમજના અભાવે લોકો ગેરમાર્ગે દોરવાઈ જાય છે. જૈન-દર્શન આત્માની શુદ્ધિ કરનારી ક્રિયાઓને યોગના રૂપે ઓળખે છે. મન-વચનકાયાની ક્રિયાઓનો નિરોધ એ જ સંવર અને એ જ યોગ છે. જૈન યોગસાધનામાં ચિત્તની સ્થિરતા માટે અમુક જ આસન પ્રયોગમાં લાવવા જોઈએ એવા કોઈ એકાંગી નિયમ નથી બલ્લે જે જે આસન કરવાથી મન સ્થિર બનતું હોય એ આસનનો ઉપયોગ ધ્યાન કરવા માટે ઉપયુક્ત છે. યોગનો આધાર મન અને શરીર ઉપર વર્ચસ્વ જમાવવા માટે લેવાનો છે. યોગસાધનામાં પ્રાણાયામ આવશ્યક છે અને પ્રાણાયામ માટે આસન સિદ્ધ થવું જરૂરી છે કારણકે મનમાં નિગ્રહ માટે પ્રાણ-શ્વાસનું નિયંત્રણ અને આધ્યાત્મિક વિકાસ માટે મનનો નિગ્રહ આવશ્યક છે. મહર્ષિ પતંજલિએ પણ આજ વાત કહી છે. પ્રત્યાહારના સિદ્ધ થવાથી ચિત્ત નિરૂધ થઈ જાય છે. સંપૂર્ણ રાગ-દ્વેષથી મનને અળગું કરીને આત્મામાં કેન્દ્રિત કરી લેવું એ જ પ્રત્યાહાર છે. ચિત્તનું કોઈ એક સ્થાન પર (નાભિ, હદય, નાસિકાનો અગ્ર ભાગ, કપાળ, ભૃકુટિ, નેત્ર, મુખ, વગેરે) એકાગ્ર થવું એ જ ધારણા છે. આત્મચિંતન કરતાં કરતાં ઈશ્વરના જ એક પ્રત્યયમાં તલ્લીન બની જવું એ જ ધ્યાન છે. જૈનદર્શનમાં સંયમ અથવા ચારિત્રશુદ્ધિ અને વૃદ્ધિના માટે ધ્યાનને સર્વોત્તમ સાધન માનવામાં આવે છે. ધ્યાનને નિર્જરા અને સંવરનું કારણ પણ બતાવ્યું છે અને સંવર અને નિર્જરા દ્વારા કર્મોનો સંપૂર્ણ ઉચ્છેદ એ જ મોક્ષ છે. સંપૂર્ણ કર્મોનો ક્ષય થવાથી આત્મા સ્વયં જ સિદ્ધાવસ્થાને પ્રાપ્ત કરે છે. આમ, જૈન-દર્શનમાં યોગનું ખૂબ મહત્ત્વનું સ્થાન છે.
ગંજ્ઞાનધારા-૧
જ્ઞાનધારા-૧
Y૧૦૧
૧૦૧
=જનસાહિત્ય જ્ઞાનસત્ર-૧=