Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
ચારિત્ર વિકાસની બધી ક્રિયાઓ આળસ વિના કરતો રહે છે. સમતા ભાવનો વિકાસ થાય છે. યોગસાધનામાં એને કોઈ પ્રકારનો વિક્ષેપ નથી આવતો અને શાઅસ્ત્રશ્રવણમાં આનંદની અનુભૂતિ કરે છે. (૪) દીપ્રા દૃષ્ટિ:
આમાં પ્રાણાયામ' સિદ્ધ થાય છે. તે તત્ત્વશ્રવણ કરે છે પણ ક્યારેક મિથ્યાત્વના ઉદયથી તત્ત્વબોધના જ્ઞાનમાં અવરોધ આવી શકે. તન-મન સ્થિર રહે. વિવેકશક્તિની વૃદ્ધિ થાય. જ્ઞાન કેન્દ્રિત થાય છે. (૫) સ્થિરાદષ્ટિઃ
સાધકને કોઈ ભ્રાંતિ રહેતી નથી અને ઈન્દ્રિયોનો પ્રત્યાહાર' કરવા સમર્થ બને છે. તેને સૂક્ષ્મબોધની પ્રાપ્તિ થાય છે. મોક્ષનું સાચું સ્વરૂપ સમજાય છે. તે આન્તર આત્માનંદની અનુભૂતિ કરે છે. (૬) કાન્તાદૃષ્ટિઃ
તે ધારણા' નામના યોગાંગને સિદ્ધ કરે છે. તે પોતાના ચિત્તને યોગી, વિશુદ્ધ આત્મતત્ત્વ સાથે જોડી દે છે. તે બીજા જીવોને પ્રિય બને છે. એના ચિત્તમાં હિતકારી એવા તત્ત્વવિચાર જ ચાલતા રહે છે. તે ભવમાં ભટકાવનારાં કર્મ બાંધતો નથી ભોગસુખોને અનાસક્ત બનીને ભોગવે છે અને પરમપદને પામે છે. 'અન્યષુ' નામનો દોષ રહેતો નથી અર્થાત્ મનમાં મોહનો ઉદ્ભવ
જ સંભવિત નથી હોતો અને તત્ત્વમીમાંસામાં મનને સ્થિર રાખી શકે છે. (૭) પ્રભાદષ્ટિ:
તે 'ધ્યાન' સુખનો અનુભવ કરે છે. આત્મદર્શનથી આત્મવિભોર બની જાય છે. તેનું ચિત્ત નીરોગી બની ગયું હોય છે. કોઈ પણ વિકાર નથી. કર્મમળ લગભગ નાશ પામી ગયા હોય છે. તેને સ્વાધીન સુખ હોય છે. (૭) પરાર્દષ્ટિ:
આમાં આઠમું અંગ સમાધિ' પ્રાપ્ત થાય છે. આસંગ-દોષ દૂર થઈ જાય છે. તે નિરાચાર બને છે. પ્રતિક્રમણ આદિ આચારો હોતા નથી કારણ કે આ દૃષ્ટિમાં યોગીને કોઈ જ અતિચાર લાગતો નથી. જીવ ક્ષપક શ્રેણી માંડે છે.
જ્ઞાનધારા-૧
૧૦૦
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧