Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
(૪) મુક્તિ પ્રત્યે અદ્વેષઃ
મોક્ષ પ્રત્યે દ્વેષ-અરૂચિ ન જોઈએ. મુક્તિ-દ્વેષને બહુ જ મોટો દોષ બતાવવામાં આવ્યો છે. આ દોષ સાથે કરાતી મોટી-મોટી ધર્મક્રિયાઓને પણ જ્ઞાનીપુરૂષો અર્થહીન કહે છે.
ગ્રંથકારે મુખ્ય પાંચ યોગનું વર્ણન કર્યું છે. (૧) અધ્યાત્મયોગઃ
ઔચિત્યપૂર્ણ પ્રવૃત્તિ, અણુવ્રતપાલન અથવા મહાવ્રતપાલન, જીવો પ્રત્યે મૈત્રી, પ્રમોદ, કરૂણા, માધ્યસ્થ ભાવનાઓ. આ ચાર વાતો હોય તે અધ્યાત્મયોગી કહેવાય. આ યોગથી પાપકર્મો ક્ષય થાય છે. સતત્ત્વની વૃદ્ધિ થાય છે. ચિત્તવૃત્તિ સમાધિ પ્રાપ્ત થાય છે. આ વાસ્તવમાં અનુભવસિદ્ધ અમૃત
જ છે.
(૨) ભાવનાયોગ:
ચિત્તનિરોધયુક્ત જે અભ્યાસ પુનઃ પુનઃ થાય તે ભાવનાયોગ અથાત્ અધ્યાત્મની પ્રતિદિવસ વૃદ્ધિ થાય તે. આના ફળ રૂપે રાગ દ્વેષ – અશુભ અભ્યાસથી નિવૃત્તિ તેમ જ શુભ અભ્યાસની અનુકૂળતા, શુદ્ધ ચિત્તવૃત્તિની વૃદ્ધિ થાય છે. (૩) ધ્યાનયોગ:
ચિત્તની પ્રશસ્ત એક અર્થ- વિષયક એકાગ્રતા તેધ્યાન. ચિત્ત શુભ પદાર્થનાં ઉચિત ચિંતનમાં (ધર્મધ્યાનમાં) સ્થિર રહેતે ધ્યાન-યોગ છે. આનાં ફળ રૂપે સર્વ કાર્યોમાં સ્વાધીનતા, ભાવોની સ્થિરતા તથા કર્મ બંધનો અભાવ રહેછે.
(૪) સમતાયોગઃ
મનના ઈષ્ટ-અનિષ્ટ, પ્રિય-અપ્રિય વિષયો તરફ ભાવનારૂપ વિવેકથી ચિંતન કરી (જેમ કે કંઈ જ ઈષ્ટ નથી કે કંઈ અનિષ્ટ નથી...બધી મિથ્યા કલ્પના છે) મનની સમતા ધારણ કરવી તે સમતાયોગ. ઈષ્ટઅનિષ્ટની કલ્પનાથી મનને મુક્ત કરવું. બધા જ વિષયો તરફ તુલ્યાભાનાં ધારણ કરવો તે. આવા ફળરૂપે સૂક્ષ્મઘાતીકર્મોનો ક્ષય થાય, કર્મબંધનાં હેતુરૂપ અપેક્ષાનો સર્વથા વિચ્છેદ થાય છે.
જ્ઞાનધારા-૧
૯૮
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧