Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
કરી શકાય એવા રાગાદિ શત્રુઓનાં સમૂહનું નિવારણ કરનાર અહંત, યોગીઓનાં સ્વામી અને જગતનાં જીવનું રક્ષણ કરનાર મહાવીરદેવને નમસ્કાર કરું છું.
માણસ બહાર બધાંને જીતી લે છે પછી પોતાની પાસે આવીને હારી જાય છે, પછી સિકંદર હોય કે નેપોલિયન. પોતાને જીતવા માટે યોગની જરૂર છે. તો પછી આપણે શા માટે યોગ નથી કરતા? બાળપણથી કહેવામાં આવે છે કે એ તો યોગી, વૈરાગી, સન્યાસી કરે.માણસ બીજા દરેકમાં ભગવાન જુએ છે, સંત જુએ છે પણ પોતાને અધમ માને છે અથવા પોતાના અહમથી ખૂબજ અહંકારી બની જાય છે. એ પોતાને હલકો માને અથવા સુપીરિયર માને; આ બન્ને દશામાં એ પુરૂષાર્થ કેવી રીતે કરી શકે? પોતાનામાં ભગવાન બનવાની ક્ષમતા છે, એ પાત્રતા જાણે તે અહંત. જે શોધું છું તે હું જ છું એ અનુભૂતિથી જાણવું તે યોગ. આપણી પાત્રતા જાણશું તો જ પુરૂષાર્થ કરશું કારણ પુરૂષાર્થ માટે આંતરિક બળ જોઈએ છે. આજકાલ ચોગમાં શું બતાવે છે? - થોડાં આસન, પ્રાણાયામ, ધ્યાન. આની પણ જરૂર છે પણ એમાં અટકવાનું નથી. આસન નહીં કરીએ તો શરીર અક્કડબનશે, રોગોનું ઘર બનશે પણ એનાથી આગળ જવા માટે આચાર્યશ્રી હરિભદ્રસૂરિશ્વરજીએ યોગવિંશિકામાં કહ્યું, જે ધર્મપ્રવૃત્તિ મોક્ષની સાથે જોડી આપે તે યોગકહેવાય. મોક્ષના કારણભૂત આત્મ-પ્રવૃત્તિ, તે યોગ છે. મન, વચન અને કાયાને જોડવા-શેમાં જિનેશ્વરમાં. મન, વચન, કાયાથી થતીધર્મક્રિયા, ભાવક્રિયા સાથે કરવી. સમ્યગજ્ઞાન, સમ્યગદર્શન અને સમ્યગચારિત્ર -આ ત્રણેનો આત્મા સાથે સંબંધ થવો તેનું નામ યોગ. આ ત્રણેનો આત્મા સાથે સંબંધ થાય તો જ આત્માનો મોક્ષ સાથે સંબંધ થાય.(સર્વ કર્મનો ક્ષય થાય તેનું જ નામ મોક્ષ) આમ પતંજલિ યોગમાં ચિત્તવૃત્તિ નિરોધ એ યોગનું લક્ષણ છે. જૈનદર્શનમાં મોક્ષનો સંયોગ એ યોગનું લક્ષણ છે.આમ મૂળમાં ચિત્તશુદ્ધિમાંથી નિપજતો જીવનધર્મ જીવને મોક્ષ તરફ લઈ જાય. ચિત્તનું અકિલષ્ટપણું તો જરૂરી છે જ. આમ લક્ષ્ય તો એક જ છે. જૈન દર્શનમાં બીજી વાત છે - યોગ એટલે ઉપયોગ. આ કાર્ય/પ્રવૃત્તિ હું શું કામ કરું છું? મારો
Hજ્ઞાનધારા-૧
જ્ઞાનધારા-૧
૯૬
૯૬
== જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧e
જ્ઞાનસત્ર-૧