Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
ટૂંકમાં શેનો પ્રચાર કરવો છે? કોના માટે કરવો છે? - એબે પ્રશ્નનો ચિંતન કરીએ તો જ ગાડી આગળ ચાલે.
(૨)હવે બીજો પ્રશ્ન છે માધ્યમનો
મારું લક્ષ મોક્ષ છે, સૂક્ષ્મ જીવોની હિંસાને લક્ષમાં લઈ માઈક, ટીવી, કોમ્યુટર મલ્ટીમીડિયા, નાટક વગેરે પ્રકારના અસરકારક માધ્યમથી આપણે દૂર રહ્યા છીએ અથવા તો સાધુ-સંતો તરફથી આ પ્રકારના પ્રચારને જલ્દીથી સ્વીકારેલ નથી. હમણાં એક સમાચાર જાગ્યા છે કે ઈગ્લેંડમાં હવે કોમ્યુટર ઉપર "શ્રી ડાયમેન્શન ચર્ચ જોવા મળશે તેની સામે વ્યક્તિ પૂજાપ્રાર્થના વગેરે કરી શકશે. ચર્ચમાં જવાની જરૂર નહીં પડે.એક રીતે આ એક પ્રકારની ક્રાંતિ હશે.નવી પેઢી પણ હવે તીર્થકરની પૂજા કોમ્યુટર સામે કરશે? પથ્થરયુગમાં પથ્થર ઉપરના લખાણથી અને ત્યારબાદ કાગળયુગમાં પુસ્તક રૂપે પ્રગટ થયું. હવે આ જ્ઞાન ટી.વી, કોમ્યુટર અને મલ્ટીમીડિયા સ્વરૂપે પરિવર્તન પામી રહ્યું છે. આપણે સ્વીકારીએ કે નહીં છેવટેતો સમયના બદલતા વહેણમાં પરિવર્તન આવ્યા વગર રહેશે નહીં. અમુક વ્યક્તિ જલ્દી સ્વીકારે છે જ્યારે અમુક વર્ગ તેનો જલ્દી સ્વીકાર કરતો નથી. થોડાપ્રતિકાર સાથે હળવે હળવે સ્વીકાર કરે છે. તીર્થકર મહાવીરના સંદેશને વિશ્વના ફલક ઉપર મુકવો હશે તો નવા આધુનિક માધ્યમોનો સ્વીકાર કરવો અનિવાર્ય થઈ જશે. સાધુ-સંતો પંચમહાવ્રતથી બંધાયેલા છે માટે આવા આધુનિક માધ્યમોનો સ્વીકાર ન કરે પણ પ્રશ્ન એ થાય છે કે સમાજ ઉપર પક્કડ કોની હોય? જૈન હોય કે અજૈન હોય જો વાતને સમજાવવી હોય તો આ કામ સાધુ-સંતો વધારે અસરકારક કરી શકે. મારાં નીચેનાં સૂચનો વિચારવા લાયક છે. (અ) પ્રચારનો વિષય તીર્થકર મહાવીરના "વિશ્વ શાંતિ” અને "વિશ્વકલ્યાણ” ના નિયમોનો હોવો જોઈએ. (બ) ધર્મ સંસ્કાર માટે પૂજા, વ્રત, તપ, ક્રિયા ઈત્યાદિને ઓછું પ્રાધાન્ય આપી જૈન સિદ્ધાંતો સુખી, સમૃદ્ધ અને સંતોષી જીવન જીવવાની અનુપમ કળા છે તેનો પ્રચાર કરવો.
જ્ઞાનધારા-૧
૧૦૫.
4 જેનસાહિત્ય જ્ઞાનસત્ર-૧e