Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
આશય શું છે? આ રીતે ઉપયોગમાં રહેવું તે યોગ. જે વ્યક્તિ ઉપયોગમાં રહે તે બિમાર ન પડે, મનથી દુઃખી નથાય, એની ચેનતા કલુષિત ન થાય. માટે મન, વચન કાયાનો યોગ એટલે જ ઉપયોગ. સ્વયંમાં સ્થિર થવું. એ માટે કોઈ જ્ઞાનીએ કહ્યું છે,
રવાના, પીના, સોના, મિતના, વવન-વિના
જોંગ પર ઘટાફ, ત્યાં ત્યોં ધ્યાન મા આપણે, ખાવામાં, પીવામાં, સવામાં, લોકોને મળવામાં, વાણી-વિલાસમાં એટલો સમય વ્યર્થ કરીએ છીએ એ જેમ જેમ ઉપયોગમાં રહી ઓછું થશે તેમ તેમ ધ્યાનનો પ્રકાશ વધશે. ચિત્તવૃત્તિનિરોધ અને મોક્ષમાર્ગ પર આગળ વધાશે.
યોગની પૂર્વભૂમિકા ચાર પ્રકારની છેઃ (૧) ગુરુ, દેવ વગેરેનું પૂજન -
ગુરુજનોને પ્રણામ કરવા, વિનય રાખવો, દેવપૂજનમાં ફૂલ ઈત્યાદિથી દ્રવ્યપૂજા થાય છે પણભાવપૂર્ણ સ્તોત્રો દ્વારા ભાવપૂજા શુદ્ધિપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક કરવી જોઈએ. દીન અનાથને દાન આપવું (૨) સદાચારોનું પાલન -
લોકોમાં નિંદા થાય એવું કોઈ પણ કાર્ય ન કરવું. દરિદ્ર, અનાથ, વ્યાધિગ્રસ્ત જીવોનાં દુઃખ દૂર કરવા, સર્વત્ર નિંદાનો ત્યાગ, સદાચારીની પ્રશંસા, આપત્તિમાં અદીનતા રાખવી, સંપત્તિમાં નમ્રતા રાખવી, મિતકારીહિતકારી બોલવું, વ્રત-નિયમનું પાલન કરવું, ખોટા ખર્ચા ન કરવા, મધપાન વગેરે પ્રમાદોનો ત્યાગ કરવો, યોગ્ય કાર્યમાં ખર્ચ કરવો વગેરે. (૩) તપશ્ચર્યા -
- શુલપક્ષમાં એક-એક કોળિયો વધારવો- કૃષ્ણપક્ષમાં એક-એક કોળિયો ઘટાડવો (ચાન્દ્રાયણ તપ), ઉપવાસ-આયંબિલ (કૃચ્છત૫), મૃત્યુંજય મંત્રનું સ્મરણ (મૃત્યુઘ્ન તપ), હીં અસિઆઉસાનમઃ તથા બીજા પણ મંત્રોનો જાપ (પાપસૂદન તપ)
જ્ઞાનધારા-૧
૯૭
== જનસાહિત્ય જ્ઞાનસત્ર-૧=