Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
જૈનધર્મમાં ૐકારનું ધ્યાન કરવાનો ઉપદેશ પણ અપાયેલો છે. તે અંગે શ્રી હેમચંદ્રાચાર્યજીએ યોગશાસ્ત્રના આઠમાં પ્રકાશમાં જણાવ્યું છે કે હદય કમલમાં રહેલા સમગ્ર શબ્દબ્રહ્મની ઉત્પત્તિનું એક કારણ, સ્વર તથા વ્યંજનરહિત પંચપરમેષ્ઠી પરવાચક તથા મસ્તકમાં રહેલી ચંદ્રકલામાંથી ઝરતા અમૃતના રસે કરી ભીંજાતા મહામંત્ર પ્રણવને કુંભક કરીને અર્થાત્ શ્વાસોચ્છવાસ રોકીને ચિંતવવો.
જૈનમંત્રોમાં કારનો બીજ અને સેતુ તરીકે વ્યાપક ઉપયોગ થયો છે. સાધુ ભગવંતો કારની વિશિષ્ટ ઉપાસના કરે છે અને તે દ્વારા તેઓ શીઘકાવ્યત્વ આદિશક્તિઓ પ્રાપ્ત કરે છે. શાસ્ત્રોમાં એમ પણ કહેવાયું છે તે અંત સમયે શુદ્ધ ભાવથી નવકાર મંત્ર ગણવો, તેવી સ્થિતિ ન હોય તો પંચપરમેષ્ઠીના પ્રથમ પાંચ અક્ષરઃ असि आ उ सा નું સ્મરણ કરવું અને તે કરવાનું પણ અનુકુળ ન હોય તો માત્ર કારનું ધ્યાન કરવું, જપ કરવો, કારણકે તે પંચ પરમેષ્ઠી સ્વરૂપ જ છે.
શ્રી સમંતભદ્રાચાર્યે કારનો મહિમા દર્શાવવા માટે બાર શ્લોક નું એક સુંદર સ્તોત્ર બનાવ્યું છે જે આ પ્રમાણે છે : ૐકાર સ્તોત્ર - प्रणवस्तवं परब्रह्मन् लोकनाथो जिनेश्वर : । શ્રામવાસ્તવ મોક્ષદ્વā $ાય નમો નમ: || 9 || હેકાર !તું પ્રણવ છે, તું પરબ્રહ્મ છે, લોકનાથ છે અને તું જજિનેશ્વર છે. વળી સંસારની સર્વ કામનાઓ પૂરી કરનારો છે તથા મોક્ષસુખને આપનારો છે. એવા તને મારો પુનઃ પુનઃ નમસ્કાર હો. पीतवर्ण : श्वेतवर्णो रक्तवर्णो हरिहर : । कृष्णवर्णो मले देव : ॐकाराय नमो नमः ।। २ ।। હે ૐકાર ! તુ પીતવર્ણનો, શ્વેતવર્ણનો, રક્તવર્ણનો, ધૂમ્રવર્ણનો તથા
જ્ઞાનધારા-૧)
૯૦
જેન; હિત્ય જ્ઞાનસત્ર-૧