Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
ૐકારનો જાપ નિત્ય અને નિયમિત થાય તે અત્યંત ઇચ્છનીય છે. મુશ્કેલી કે તકલીફના સમયમાં પણ દઢ સંકલ્પ પૂર્વક કારનો જપ કરતાં રહેવાથી માનવજીવનને સાર્થક કરી શકાય છે અને આવેલી વિપત્તિમાંથી મુક્તિ મેળવી શકાય છે.
એક મંત્રવિશારદે કહ્યું છે કે, ૐ એ સર્વ મંત્રોનો રાજા છે.
એ એક જ મંત્ર એવો છે કે જેને સમસ્ત સંસારના સર્વધર્મોએ ઉચ્ચ આસન આપ્યું છે. આ લોક અને પરલોકની કોઇપણ કામના એવી નથી કે જે ઝા મંત્રના જપથી પૂર્ણ થાય નહિ. એના જપથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પ્રાપ્ત થાય છે અને મનુષ્ય દેવતા બની જાય છે.
ૐકારના ઉપાસકને બધા જ પ્રકારના ભયોમાંથી મુક્તિ મળે છે. ભયોની સામે રક્ષણ મળે છે. ૐકારનો સતત જપ કરવાથી શરીર નીરોગી રહે છે, મનની ર્તિ વધે છે અને બુદ્ધિ નિર્મળ બનતાં કોઇપણ કાર્ય માટે સાચો નિર્ણય થઇ શકે છે. નોકરી-ધંધામાં યશ મળે છે, કોઇથી પરાભવ પામવો પડતો નથી, મહત્વકાંક્ષાઓ પૂરી થાય છે.
કાર પંચ પરમેષ્ઠીરૂપ મંત્ર છે. અનાદિકાળથી છે. તેથીજકારની ઉપાસના પ્રાચીન કાળમાં હતી, વર્તમાનમાં પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે.
=ાનધારા- ૧
જ્ઞિાનધારા-૧
૮ ૯૩
(
૯૩
= નસાહિત્ય જ્ઞાનસત્ર-1 -
જૈિનસાહિત્ય જ્ઞાનસત્ર-૧=