Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
रक्ते वश्यकरायापि कृष्णे शत्रुक्षयकृते । धूम्रवर्णे स्तम्भनाय ॐकाराय नमो नमः ।। ८ ।। હે ૐકાર ! રક્તવર્ણથી ધ્યાન ધરતાં વશીકરણ કરનાર, કૃષ્ણવર્ણથી ધ્યાન ધરતાં શત્રુનો નાશ કરનાર તથા ધૂમવર્ણથી ધ્યાન ધરતાં સ્તંભન કરનાર, એવો તને મારા પુનઃ પુનઃ નમસ્કાર હો. ब्रम्हा विष्णु : शिवो देवो गणेशो वासवस्तथा । सूर्यचन्द्रस्त्वमेवातः ॐकाराय नमो नमः ।। ९ ।। હેૐકાર ! તું જ બ્રહ્મા છે, તું જ વિષ્ણુ છે, તે જ શિવ છે, તું જ દેવ છે, તું જ ગણેશ છે, તું જ ઇન્દ્ર છે, તે જ સૂર્ય છે અને તું જ ચન્દ્ર છે. એવા તને મારા પુનઃ પુનઃ નમસ્કાર હો. न जपो न तपो दानं न व्रतं संयमो न च । सर्वेषां मूलहेतुस्त्वं ॐकाराय नमो नमः ।। १० ।। સર્વ સિદ્ધિઓનું મૂળ જપ નથી, તપ નથી, દાન નથી, વ્રત નથી, સંયમ નથી, પણ હેૐકાર ! તું જ છે. એવા તને મારા પુનઃ પુનઃ નમસ્કાર હો. इति स्तोत्रं जपन वाडपि पठन विद्यामिमां पराम् । स्वर्ग मोक्षपदं धत्ते विद्येयं फलदायिनी ।। १२ ।। આ સ્તોત્રને જપતો અથવા પરમ વિધાનો પાઠ કરતો મનુષ્ય સ્વર્ગ અથવા મોક્ષપદને પામે છે. ખરેખર ! આ કાર વિધા શ્રેષ્ઠફલને આપનારી છે. करोति मानवं विज्ञमक्षं मानविवर्जितम् । समानं स्यात् पंचसुगुरोर्विद्यैका सुखदा परा ।। १२ ।। આ કાર વિધા અજ્ઞાન મનુષ્યને વિદ્વાન કરે છે તથા માનવિહીનને માનવાળો કરે છે. પંચ સુગુરુઓના પ્રથમાક્ષરોથી નિષ્પન્ન થયેલી આ વિધા અદ્વિતીય અને પરમ સુખદાયક છે.
- કોઇપણ ધર્મ કે સંપ્રદાયનો માનવ, ૐકારને પોતાના ઇષ્ટદેવ માની તેનો જપ, ધ્યાન, ઉપાસના કરે તો તેને તે પ્રકારનું ફળ મળે છે અને જીવન કૃતાર્થ થઇ જાય છે. ૐકારની આ મોટામાં મોટી ખૂબી છે.
જ્ઞાનધારા-૧
૯૨
જિનસાહિત્ય જ્ઞાનસત્ર-૧e