Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
ૐકારનાં વિવિધ નામો
ૐકારને શાસ્ત્રકારોએ વિવિધ નામે ઓળખાવ્યો છે. જેમ પરમેશ્વરનાં વિવિધ નામો છે તેમ ૐકારના આ નામો તેની વિશેષતાને દર્શાવનારા છે.
ૐકાર પોતાના આરાધકોને સંસારરૂપી સાગરમાંથી તારે છે માટે તેને તાર તરીકે ઓળખાવ્યો છે.
ૐકાર સૂક્ષ્મ સ્વરૂપે બિંદુ જેવો હોય છે અને આકાર ગોળ હોવાથી તે વર્તુળ કહેવાય છે.
ૐકાર બધા મંત્રોમાં પહેલો છે, તેથી તેને 'મન્નાધ કહેવામાં આવે છે.
ૐકારને સત્ય કહેવામાં આવે છે કારણ કે જગત મિથ્યા છે અને બ્રહ્મ સત્ય છે.
ૐકારમાં બિંદુએટલે શિવની મૂળભૂત શક્તિ રહેલી છે, તેથી તેને બિંદુ શક્તિ કહેવામાં આવે છે.
આ ઉપરાંત, ૐકારને ત્રિદૈવત, સર્વબીજોત્પાદક, ત્રિક, ત્રિશિળ, ત્રિગુણ, આદિબીજ, વેદસાર, અનાદિ,પ્રભુ, ભવનાશન, ભક્તિ, વિનય, પ્રદીપ પણ કહેવામાં આવે છે.
પ્રણવ કલ્પમાં કારનાં ૧૦૮ નામો જણાવેલાં છે. અનેક નામવાળા કારને નિત્ય ભજાય છે.
કારની ઉપાસના જગતની સૌથી પ્રાચીન આર્ય સંસ્કૃતિ ગંગાના પવિત્ર ત્રિવેણી સંગમ જેવી છે. આ પ્રાચીન સંસ્કૃતિમાં વૈદિક, જૈન તથા બૌદ્ધ એવા ત્રણ મહાન ધર્મો સમાયેલા છે. આ ત્રણેય ધર્મોએ અધ્યાત્મવાદ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને મોક્ષપ્રાપ્તિના ધ્યેયને સ્વીકાર્યો છે. જપ-ધ્યાનને ઇહલોકપરલોકના કલ્યાણ અર્થે જરૂરી સાધન માને છે. મંત્રોપાસના એક સાધન છે અને તેમાં, હ, શ્ર, ક્લf આદિમંત્રોના મૂળભૂત બીજાક્ષરોનો સ્વીકાર
જ્ઞાનધારા- ૧
જ્ઞાનધારા-૧
Y
૮૮
૮૮
=જનસાહિત્ય જ્ઞાનસત્ર-15