Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
(૧) પ્રશસ્ત (૨) અપ્રશસ્ત જે શુભ પરિણામ માટે તથા વસ્તુના યથાર્થ સ્વરૂપના ચિંતનથી છે તે પ્રશસ્ત ધ્યાન છે. જ્યારે જે ધ્યાન અશુભ પરિણામોની પૂર્તિ માટે તથા તત્ત્વના યથાર્થ ભ્રમથી ઉત્પન્ન થાય છે તે અપ્રશસ્ત ધ્યાન છે. પ્રશસ્ત ધ્યાન મોક્ષમાં સહાયક છે. પ્રશસ્ત અને અપ્રશસ્ત બંને ધ્યાનના બે પ્રકાર છે - અપ્રશસ્ત ધ્યાનઃ (૧) આર્તધ્યાન (૨) રૌદ્રધ્યાન અને પ્રશસ્ત ધ્યાનઃ (૧) ધર્મધ્યાન (૨) શુકલધ્યાન સ્થાનાંગસૂત્રમાં આચાર ધ્યાનની ચર્ચા કરવામાં આવી છે. કોઈપણ સંસારી જીવને અનંતકાળ દરમ્યાન જે શુભાશુભ અધ્યવસાયો અથવા વ્યક્ત અવ્યક્ત માનસિક વિચારો આવે છે તે સર્વ વિચારોનો આ ચાર પ્રકારના ધ્યાનમાં સમાવેશ થાય છે? (૧) આર્તધ્યાન - આર્તધ્યાન એટલે દુઃખથી પીડિત ચિત્ત (૨) રૌદ્રધ્યાન - રૌદ્રધ્યાન એટલે દુષ્ટ-હિંસક ભાવોવાળું ચિત્ત (૩) ધર્મધ્યાન એટલે શ્રુત, ચારિત્રના વિચારોનું ચિંતન કરનાર ચિત્ત (૪) શુક્લધ્યાન એટલે ઉજ્જવળ આત્મપરિણામોવાળું ચિત્ત આ ચાર પ્રકારનાધ્યાનોમાં આર્ત અને રૌદ્રધ્યાન અશુભ છે, છોડવા યોગ્ય છે. અનંતકાળથી અજ્ઞાનને કારણે પરપદાર્થની અનુકૂળતામાં આત્મા જે સુખ માને છે તે આર્તધ્યાન છે. રૌદ્ર ધ્યાનથી બચવું શક્ય છે પણ આર્તધ્યાનથી બચવું મુશ્કેલ છે. આ બંને ધ્યાન સંસાર અને દુર્ગતિના કારણો છે. મહત્ત્વ છે ધર્મધ્યાન તપ વડે જ સિદ્ધપણું પામે છે એમ જાણવું - ધ્યાન એક આંતરિકસાધના છે જે આપણામાં રહેલા સિદ્ધત્વના બીજને વિકાસ કરવાના સાધન રૂપ છે. દ્રવ્યસંગ્રહમાં ધ્યાનની મહત્તા સિદ્ધ કરતાં કહ્યું છે કે નિયમપૂર્વક ધ્યાનથી સાધક નિશ્ચય અને વ્યવહાર બંને પ્રકારે મોક્ષમાર્ગ પામે છે. અને શુકલધ્યાનનું જેનો અંતરંગતપમાં સમાવેશ થાય છે- આવા ધ્યાનને સર્વોત્કૃષ્ટ તપ માનવામાં આવે છે. આચાર્ય જયસેન તાત્પર્યવૃત્તિ નામની સંસ્કૃત ટીકામાં તપની પરિભાષા આપતા કહે છે : સમસ્ત / દ્વિપમાવેછાત્યાનું સ્વરૂપે પ્રત૫ત્ત વિનયને ત૫: સમસ્ત રાગાદિ
|જ્ઞાનધારા-
૧
જ્ઞાનધારા-૧
૭૮
૭૮ ,
== જૈનસાહિત્યજ્ઞાનસત્ર-૧e
જનસાહિત્ય
iહિત્ય જ્ઞાનસત્ર-૧