Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
તેઓ અન્યત્ર કહે છે 'એહ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં '. શ્રીમદ્ રાજચંદ્ર પરમધ્યાની રહસ્યવાદી હતા . તેઓ ઈડરના અલૌકિક પહાડો અને જંગલોમાં, પ્રાચીન ગુફામાં ધ્યાન કરતાં જ્યાં તેમણે મુનિઓને સબોધ આપ્યો હોવાનું કહેવાય છે.
વિવિધધ્યાનોમાં સિદ્ધિમેળવાને અથર ચિત્ત જો સ્થિર થયેલું ઈચ્છતા હો તો ઈષ્ટ અને અનિષ્ટ વિષયોમાં મોહ ન કરો, રાગ દ્વેષ ન કરો, કોઈ પણ પ્રકારના વિષય પર ધ્યાન કરતા, સાધુ સ્વરૂપ સ્થિતરૂપ એકાગ્રતા પ્રાપ્ત કરી સકામવૃત્તિઓથી રહિત થઈ શકે ત્યારે તેને સારું ધ્યાન પ્રાપ્ત થયું કહેવાય. આત્મા આત્મામાં લીન બની જાય તો પરમ ધ્યાન થાય (૫૬)
તેઓ ઈડરમાં ધ્યાન કરતા અભય ફરતાં અને ઘોર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહીં એવી પ્રસન્નતા અનુભવતા.
છેલ્લે, ચિદાનંદજી અધ્યાત્મબાવનીમાં કહે છે "આતમધ્યાને રમણતાં, રમતા આત્મસ્વભાવ અષ્ટ કર્મ દૂર કરે પ્રગટે શુદ્ધ સ્વભાવ"(૨૬)
"ધર્મ ધ્યાનકા હેતુ યહ શિવસાધન કે ખેત એસો અવસર કબ મિલે ચેત શકે તો ચેત"(૪૮)
અંતમાં, આપણે પણ ધ્યાનની સમ્યક સાધના કરી અવિનાશી સુખ પ્રાપ્ત કરીએ.
જ્ઞાનધારા- ૧
જ્ઞાનધારા-૧
૮ ૨
૮૨
= જનસાહિત્ય જ્ઞાનસત્ર-15
જેનર હિત્ય જ્ઞાનસત્ર-૧