Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
(૩) શ્વાસ પ્રેક્ષા (૬) લેશ્યાધ્યાન (૭) અનુપ્રેક્ષા - ભાવનાઓ
૫.૮) ભાવના- અનુપ્રેક્ષાધ્યાનઃ અંતિમ ચરણમાં અનુપ્રેક્ષા દ્વારા નીચેની ભાવનાઓથી આત્માને ભાવિત કરવાનો હોય છે :- અનિત્ય, એકત્વ, અશરણ, આદિ. ત્યાર પછી અત્યંત એકાગ્ર બનીને પવિત્રતાની ભાવના, સમતાની ભાવના અને અંતે જ્ઞાતા-દષ્ટા ભાવથી આત્માનોચેતનાનો સાક્ષાત્કાર કરી આત્માના ગુણો - જ્ઞાન, આનંદ અને શક્તિનો અનુભવ કરવો.
૫.૯) પ્રેક્ષાધ્યાનની નિષ્પત્તિ પ્રેક્ષાધ્યાન સાધનાપદ્ધતિથી ચિત્તની નિર્મળતા, વિચારોની પવિત્રતા અને સમતાનો વિકાસ થાય છે. આદિવ્યાધિ-ઉપાધિમાંથી સમાધિ તરફ પ્રસ્થાન થાય છે. આ ઉપરાંત નફામાં શારીરિક સ્વાધ્ય, મનની શાંતિ, કુટેવોનો ત્યાગ, સ્વભાવમાં અને આતોમાં પરિવર્તન થઈ શકે છે. ટૂંકમાં સંપૂર્ણ વ્યક્તિત્વનું રૂપાંતરણ થઈ જવાથી સાધક પવિત્ર, શાંત, સમતામય અને આધ્યાત્મિક જીવનનો આનંદ માણી શકે છે. (૬) આત્યંતર તપ અને સાધનામાં ધ્યાનઃ
૬.૧) તપ અને ધ્યાનઃ જૈન આચારમીમાંસામાં તપનું સ્થાન અત્યંત મહત્ત્વનું છે. ભગવાન મહાવીરે મોક્ષમાર્ગની સાધના માટે તપને એક સશક્ત સાધન માન્યું છે, કારણ કે આત્મશુદ્ધિનો એ શક્તિશાળી ઉપાય છે. એના મુખ્ય બે ભેદ છે. બાહ્ય તપ અને આત્યંતર તપ. આત્યંતર તપના ૬ પ્રકાર છે ઃ પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ.
૬.૨) ધ્યાનની પરિભાષા આવશ્યકનિર્યુક્તિમાં શરીર, વાણી અને મનની એકાગ્ર પ્રવૃત્તિને ધ્યાન કહેવામાં આવ્યું છે. ધ્યાનશતકમાં ધ્યાનને સ્થિર અધ્યવસાયગણવામાં આવ્યું છે. તત્ત્વાર્થસૂત્રમાં વાચક ઉમાસ્વાતિએ ધ્યાનની પરિભાષા કરી છે. 'ઉત્તમ સંહનનસ્યકાગ્રચિંતા નિરોધો ધ્યાનમાતમુહૂર્તાત્ત (૭/૨૭). જૈન સિદ્ધાંત દીપિકામાં ગુરુદેવ તુલસીએ
જ્ઞાનધારા-૧
૭૧
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧=