Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
માંસભક્ષણ, મધસેવન અને મૈથુનમાં દોષ નથી કેમ કે તે જીવોની સ્વાભાવિક પ્રવૃત્તિ છે. પરંતુ તેનો ત્યાગ મહાન ફલદાયક છે.
અભિમંત્રિત માંસ કે બ્રાહ્મણવાંછિત માંસ અર્થાત બ્રાહ્મણની પ્રસાદીરૂપ તથા પ્રાણરક્ષા માટે - શાસ્ત્રોક્ત રીતે ગ્રહણીય છે. જે શાસ્ત્રવિહિત માંસભક્ષણ નથી કરતો તે પરલોકમાં ૨૧ ભવ સુધી પણ થાય છે. બીજી તરફ તેની નિવૃત્તિને મહાફલદાયક દર્શાવી બ્રાહ્મણ મતમાં રહેલા વિરોધને તેમણે પ્રગટ કર્યો છે અને પરિવ્રાજકતાને માંસભક્ષણ ત્યાગરૂપ ગણાવી છે. મધપાનદૂષણાષ્ટકમમાં આચાર્યશ્રીએ મધપાનનો ત્યાગ દર્શાવવા હિંદુ પુરાણોમાંથી પ્રાપ્ત ઋષિના દષ્ટાંતને પાંચ શ્લોકોમાં ટાંક્યું છે અને તેને દોષોની ખાણ સમાન કહ્યું છે.
મૈથુનદૂષણાષ્ટકમ્માંરાગને મૈથુનના કારણભૂત ગણી તેનો નિષેધ કર્યો છે. વૈદિક મત અનુસાર ધર્મ માટે, પુત્ર કે વંશ ટકાવવા માટે કરેલું સ્વપત્ની સાથેનું મૈથુન દોષરહિત છે.
धर्मार्थ पुत्रकामस्य स्वदारेष्वधिकारिण : । ऋतुकाले विधानेन यत्स्यादोषो न तत्र चेत् ।। २ ।।
શ્રી હરિભદ્રસૂરિએ તેને અપવાદમાર્ગકહી તેના દ્વારા મૈથુનની નિદોર્ષતા સિદ્ધ થતી નથી એમ જણાવ્યું છે. આજનું વિજ્ઞાન પણ મૈથુનમાં લાખોની સંખ્યામાં સ્પર્સની હિંસા થાય છે તેમ માને છે, જે જૈન સિદ્ધાંત સાથે સુસંગત છે.
શ્રી હરિભદ્રસૂરિ કહે છે કે ધર્માચરણ સૂમબુદ્ધિ અને વિવેકપૂર્વકનું હોવું જોઇએ. વિચાર વગરની ધર્મબુદ્ધિ ધર્મનો જ નાશ કરે છે. સમ્યક વિચારના અભાવમાં પરોપકારની બુદ્ધિ પણ અહિતકર થઇ જાય છે. જેમ રોગી માણસને દવા આપવાની પ્રતિજ્ઞા કરનાર માનવ કોઇ રોગી ન મળવાથી પોતાની પ્રતિજ્ઞા પાળી ન શકવાથી શોકાકુલ થતો રહે તે કેવું?
જ્ઞાનધારા-૧
=
૬૦ ;
જેનસાહિત્ય જ્ઞાનસત્ર-૧