Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
રહ્યો છે. અનંતકાળ સુધી જીવ બીજછંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે છે. પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં પણ કેવળજ્ઞાન પામે. જ્ઞાની આસાનું આરાધન એ સિદ્ધપદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે. જેને જ્ઞાનીનો આશ્રય મળ્યો છે તે સિંહનાં સંતાન જેવા છે. "રે ! સિંહનાં સંતાનને શિયાળ શું કરનાર છે ?
મરણાંત સંકટમાં ટકે તે, ટકે ના ધરનાર છે"
ભક્તિ વગર, જ્ઞાન થાય નહીં. ભક્તિ મુક્તિ મેળવવાનો સુગમ ઉપાય છે. સત પુરુષોનાં ગુણોમાં પ્રેમભક્તિ છે. શ્રીમદ્ભુ લખે છે કે ભક્તિ સર્વદોષનો ક્ષય કરવાવાળી છે, માટે તે સર્વોત્કૃષ્ટ છે. તેઓએ અસંગપણાને ત્યજવાની પણ શિક્ષા આપી છે. અસંગપણું એટલે આત્માર્થ સિવાયના સંગ-પ્રસંગમાં પડવું નહીં. શ્રીમદ્ભુ આ સંસારમાં આવ્યા, ભણ્યા-ગણ્યા, વેપારાદિકર્યા, કુટુંબમાં રહ્યા છતાં જળકમળવત્ અસંસારી બનીને જીવ્યા, તેઓની આ એક અદ્ભુત વિશિષ્ટતા હતી. સર્વસંગ પરિત્યાગની પ્રબળ ભાવના હોવા છતાં તે શક્ય ન બનતાં અખંડ અસંગપણે જીવન વિતાવી ગયા. જ્ઞાનીઓ જગતને તૃણવત । ગણે છે. હીરા-માણેકના આ વ્યાપારીને લાખોના માણેક તથા હીરા કાળકૂટ વિષ સમાન લાગતા હતા, કેવી અદ્ભુત હશે તેમની અંતર દશા ! જનક રાજા રાજ્ય કરતા હતા પણ જેમ વિદેહી પ્રમાણે વર્તતા હતા ત્યાં ભરત ચક્રવર્તી પણ છ ખંડની સામ્રાજ્યની ઉપાધિ વહન કરતા હતા, છતાં વૈરાગ્યના બળે આત્મદશામાં લીન થઇ અલિપ્તભાવે રહી શકતા હતા, તેમ શ્રીમદ્ભુ પણ સંસારમાં રહીને અપૂર્વ અંતરંગચર્ચાથી રાગ-દ્વેષનો પરાજય કરી અસંગપણાને ભજતાં હતા. સમસ્ત જગત જેણે એંઠ જેવું જાણ્યું છે અથવા સ્વપ્ન જેવું જગત જેને જ્ઞાનમાં વર્તે છે તે જ્ઞાનીની દશા છે.
૬) ઉત્તમ સમાધિમરણ
સવંત ૧૯૫૭ ના ચૈત્રવદી પંચમીના દિને મંગળવારે બપોરના બે વાગે રાજકોટમાં આ પરમ મંગલમૂર્તિ, પરમદિવ્યજ્યોતિ રાજચંદ્રનો આ રાજચંદ્રનામધારી દેહ પર્યાય છૂટી ગયો અને આ પરમ અમૃત રાજચંદ્રની
જ્ઞાનધારા-૧
૫૨
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧