Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
ઉત્પન્ન કરવાં આદિમાં સાંગોપાંગ ન્યાયસંપન્ન રહેવું તેનું નામ નીતિ છે. પરહિત એજ નિજહિત સમજવું, પરદુઃખ એ પોતાનું દુઃખ સમજવું. જ્યાં કોઇ પ્રાણીનું દુઃખ, અહિત કે અસંતોષ રહ્યા છે ત્યાં દયા નથી, અને દયા નથી ત્યાં ધર્મ નથી. વ્યાપારાદિમાં તેમની પ્રામાણિકતા અજોડ હતી. આ દૂષમકાળનાં દુર્ભાગી જીવો માટે શ્રીમદ્ અનંત ઉપકાર કરી આત્મહિત કરવાની અહાલેક જગાવી છે. તેઓ લખે છે કે બીજું કાંઇ શોધમાં, માત્ર એક સતપુરુષને શોધી લે અને તેના ચરણકમળમાં વત્યે જા, પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લે છે. તેઓ એપ્રત્યક્ષ સત્પુરુષની ભક્તિને આત્મહિત માટેનું એક અનિવાર્યકારણ દર્શાવ્યું છે. તેમના દરેક લખાણમાંસપુરુષોનાં સમાગમ અને સસમાગમથી થતા આત્મકલ્યાણનો ઉલ્લેખ છે. સંસારપરિભ્રમણનું મુખ્ય કારણ અજ્ઞાન છે અને અજ્ઞાનને ટાળવા સતસંગ એ એક પરમ ઔષધિ છે. સત સંગની એક ઘડી જે લાભ દે છે તે કુસંગના કોટ્યાધિવર્ષ પણ લાભ ન દઇ શકતા અધોગતિમય મહાપાપો કરાવે છે. તેમજ આત્માને મલિન કરે છે. તરવું હોય તો તારનારને ઓળખવો જોઇએ. આત્માને સત્યરંગ ચઢાવે તે સત્ સંગ. પ્રત્યક્ષ સત્ સંગની તો બલિહારી છે અને તે પુણ્યાનુબંધી પુણ્યનું ફળ છે. સર્વ પરમાર્થના સાધનમાં પરમ સાધન તે સત્ સંગ છે. બધા કાળમાં તેવું દુર્લભપણું છે અને આવા વિષમકાળમાં તેનું પરમ દુર્લભપણું છે. બાજરી અથવા ઘઉંનો દાણો લાખ વર્ષ સુધી રાખી મુક્યાં હોય પણ જો તેને પાણી - માટી આદિનો સંયોગ ન મળે તો ઉગવાનો સંભવ નથી તેમ સતસંગ અને વિચાનો યોગ ન મળે તો આત્મગુણ પ્રગટ થતો નથી. ભૂતકાળની ભ્રમણાને છોડીને વર્તમાને વિધમાન એવા સત્ પુરુષના સત સંગનું માહાત્મય તેઓએ દર્શાવ્યું છે. અસંગ એવું આત્મસ્વરૂપ સત્ સંગના યોગેસુલભપણે જાણવા યોગ્ય છે. નિર્દોષ આદત વિના સત્યાર્થ આગમ શી રીતે પ્રગટ થાય ? માન અને મતાગ્રહ માર્ગમાં સ્થંભરૂપ છે. જ્ઞાનીની આજ્ઞા આરાધનામાં વિઘ્નરૂપ મિથ્યાગ્રહ, સ્વછંદ, ઇન્દ્રિય વિષયો, કષાયો, પ્રમાદ આદિ દોષોના ત્યાગ માટે સત્ સંગને જ ઉત્કટપણે વર્ણવ્યો છે. શાસ્ત્રમાં માર્ગ કરવો છે, મર્મ કહ્યો નથી, મર્મતો સતપુરુષનાં અંતરાત્મામાં
જ્ઞાનધારા-૧
પ૧
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧e