Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
જેમાં તેમણે તત્ત્વજ્ઞાનના ગહન વિષયને સરળ શૈલીમાં અને દ્રષ્ટાંતોને સહારે સુગમ બનાવ્યો છે.
અહીં તેમના કેટલાંક કાવ્યો વિશે સંક્ષિપ્ત સમીક્ષા કરવાની છે. એમની પુખ્ત વયે અપૂર્વ અવસર અને આત્મસિક્શિાસ્ત્ર’ જેવા અત્યુત્તમ કાવ્યો લખાયાં છે. આજે એક શતાબ્દી પછી પણ આ બે કાવ્યો આંતરબાહ્ય દ્રષ્ટિએ ઉત્તમ રચનાઓ તરીકે સિદ્ધ થયેલ છે. ૨૮ વર્ષની વયે સં. ૧૫રના આસો વદ એકમને દિવસે એમણે શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર જેવા તત્ત્વજ્ઞાનના ગહન વિષયને સ્પર્શતું કાવ્ય લખ્યું. ૨૯ વર્ષની વયે 'અપૂર્વ અવસર’ જેવું અનેક કાવ્યગુણોથી સભર કાવ્ય લખ્યું. આ સિવાય તેમણે અનેક કાવ્યોનું સર્જન કર્યું છે. આ કાવ્યોમાં ખાસ ગણનાપાત્ર કાવ્યો – આ પ્રમાણે છે: ‘અમૂલ્ય તત્ત્વવિચાર”, “જિનેશ્વરની વાણી’, ‘પ્રભુપ્રાર્થના’, ‘ધર્મ વિશે',
સામાન્ય મનોરથ’, ‘તૃષ્ણાની વિચિત્રતા’, ‘હે, પ્રભુ હે પ્રભુ!”, “જિનવર કહે છે અને કેટલાંક મુક્તકો તેમજ હિંદી ભાષામાં લખેલાં કાવ્યોનો સમાવેશ થાય છે.
અપૂર્વ અવસરઃ આ એક ભાવવાહી સુંદર ગેય કાવ્ય છે. એકવીસ ગાથામાં રૂમઝૂમ કરતું ઝરણું વહેતું હોય એવી ગતિશીલ ભાવવાહિતાપૂર્વક એની પ્રત્યેક પંક્તિઓનું આયોજન થયું છે. કોઈ પણ પંક્તિમાં લયભંગ થતો નથી અને કોઈ પણ પંક્તિ આયાસપૂર્વક લખાઈ હોય એવું જણાતું નથી એમના પધમાં આવી વિશેષતા છે.
કાવ્યના આરંભમાં એવી સબળ બે પંક્તિઓ તેઓ મૂકે છે કે આરંભથી તે અંત સુધી આ કાવ્યનો અર્થવિસ્તાર સાયંત આસ્વાધ બને છે. આ પંક્તિઓ છે :
અપર્વ અવસર એવો ક્યારે આવશે ?
ક્યારે થઈશ બાલાંતર નિગ્રંથ છે? આત્મસ્થિતિને - નિજ સ્વરૂપને પામવા માટે બાહ્યાંતર નિગ્રંથ થવાની અહીં શ્રીમદ વાત કરે છે અને ત્યાર પછીની પંક્તિઓમાં નિરંજન ચૈતન્યમતિ સહજપદરૂપ પ્રપ્ત કરવા માટેનો માર્ગ પ્રબોધ્યો છે. આ કાવ્યમાં જે સ્વરૂપનું
જ્ઞાનધારા-૧
૪૩
૩
-
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧=