Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
બ્રિીમળી કવિતા-એક સંક્ષિપ્ત દર્શન
-ડો. જયંત મહેતા
(ડૉજયંત મહેતા -રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી અને લોક્સાહિત્ય પર પીએચ.ડી. કર્યું છે. પાંચ પુસ્તકો પ્રસિદ્ધ થયા છે. દશાશ્રીમાળી' ના તંત્રી તરીકે સેવા આપે છે. જૈન અને જૈનેતર સાહિત્યના અભ્યાસી છે.)
સાહિત્યસર્જનને ક્ષેત્રે શ્રીમદ્રાજચંદ્રની એક આગવી પ્રતિભા ઉપસે છે અને સાહિત્યકીય દ્રષ્ટિએ ખાસ કરીને એમની કવિતા અને કેટલુંક ગધ ખરેખર ઊંચી કક્ષાનું છે એવી પ્રતીતિ થાય છે. શ્રીમદ્ભા સાહિત્યનું મૂલ્યાંકન આજ પર્યત ઘણું ઓછું થયું છે. જોકે શ્રીમન્ના સાહિત્ય વિષે આપણા સારસ્વતોએ પ્રસંગોપાત્ત ઉલ્લેખો કર્યા છે ખરા. આવા ઉલ્લેખો કરનારાઓમાં ગાંધીજી, પંડિત સુખલાલજી, પંડિત બેચરદાસજી, આનંદશંકર ધ્રુવ, કાકાસાહેબ કાલેલકર, મુનિશ્રી પુણ્યવિજયજી, રસિકલાલ પરીખ, નર્મદાશંકર મહેતા, વિમલા ઠકાર જેવી પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ ભાવભીની વાણીમાં શ્રીમદની પ્રશંસા કરી છે એ નોંધનીય છે. પરંતુ એમનું સાહિત્યિક મૂલ્યાંકન કે વિશદ સમીક્ષા જોવા મળતી નથી.
| ગુજરાતી સાહિત્યના ઈતિહાસમાં પણ શ્રીમદે સાહિત્યક્ષેત્રે કરેલા અર્પણની કોઈ વિશિષ્ટ નોંધ જોવા મળતી નથી . શ્રીમન્ને ગાંધીજી કવિ તરીકે સંબોધન કરતાં અને એમના કેટલાક મિત્રો પણ એમને કવિ કહેતા. આ સંબોધન તેમણે સાર્થક કર્યું છે.
આઠ વર્ષની નાની વયે તેમણે કવિતા લખવાની શરૂઆત કરી. નવ વર્ષની વયે રામાયણ અને મહાભારત સંક્ષિપ્ત કથા પધમાં લખી . અગિયાર વર્ષની વયે તો એમની કૃતિઓ તત્કાલીન પ્રતિષ્ઠિત સામાયિકોમાં પ્રગટ થવા લાગી. સોળ વર્ષની વયે “મોક્ષમાળા’ જેવું જૈન દર્શનના સારા રૂપ માનવ ધર્મ અને આત્મધર્મનું સ્વરૂપ આલેખનું એક પ્રેરક પુસ્તક લખ્યું
જ્ઞાનધારા-૧
૪૨
)
જનસાહિત્ય જ્ઞાનસત્ર-૧e