Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
જ મોક્ષ પામી શકે છે. બંધના સ્વરૂપને જાણવા માત્રથી તે કપાતો નથી, પણ તેને કાપવાથી જ મોક્ષ મળે છે. આ બાબત સ્પષ્ટ કરવા માટે દષ્ટાંત આપવામાં આવ્યું છે. બેડીમાં પુરાયેલો માનવી બેડી વિશે બધું જાણતો હોય છે પણ તેથી તે કાંઈ મુક્ત થતો નથી. મુક્ત થવા માટે તો બેડી કાપવી જ પડે. આમ બંધને છોડવો અત્યંત જરૂરી છે. આત્માના સ્વભાવને જાણનારો બંધોથી વિરમે છે અને અકળ કાર્યોમાંથી મોક્ષ મેળવે છે. પણ તે માટે આત્મા અને બંધને છૂટા પાડવા પડે એ પ્રથમ કર્તવ્ય બની રહે છે. આમ કઈ રીતે થાય ? અજ્ઞાનીના મનમાં આત્મા અને બંધ બાબત મોટો વ્યામોહરહેલો છે તેને તો આત્મા અને બંધનો ભેદ જ દેખાતો નથી. આત્મા પણ અમૂર્તિક છે અને બંધ પણ સૂક્ષ્મ પુદગલપરમાણુનો સ્કંધ છે. આમ બન્ને સૂક્ષ્મ હોવાથી એકપિંડરૂપ ભાસતા હોવાથી અજ્ઞાની ભ્રમિત બની જાય છે. પરંતુ ઉપકારક સદ્ભરઓના સંગથી અજ્ઞાન નાશ પામે છે. પછી તેને ભાન થાય છે કે આત્માનું લક્ષણ ચૈતન્ય પાત્ર છે અને બંધનું લક્ષણ રાગાદિક છે. આમ તફાવત સમજતાં, આચાર્યશ્રી કહે છે કે પ્રજ્ઞારૂપી છીણીની જરૂર પડર છે. આ છીણીથી પ્રહાર કરવાથી આત્મા અને બંધને જુદા પાડી શકાય છે. એ બન્ને જુદા થયા પછી ઈષ્ટના સ્વીકાર અને અનિષ્ટના ત્યાગની જરૂર પડે છે. એટલે કે શુદ્ધ આત્માને ગ્રહણ કરવાનો અને બંધનો ત્યાગ કરવાનો રહે છે. ગ્રંથમાં પ્રજ્ઞા માટેનું વિશેષણ ‘ભગવતી’ આપવામાં આવ્યું છે. જેના દ્વારા પ્રજ્ઞાનું મહાભ્ય વ્યક્ત થાય છે. આ સામાન્ય પ્રજ્ઞા નથી.
એવો પ્રશ્ન સ્વાભાવિક રીતે થાય કે આત્માનું ગ્રહણ કઈ રીતે થાય? આચાર્યશ્રી જણાવે છે કે જેમ પ્રજ્ઞાથી આત્માને ભિન્ન પાડવામાં આવ્યો તેમ પ્રજ્ઞાથી જ તેનું ગ્રહણ કરવાનું છે. હું તો શુદ્ધ ચૈતન્યમાત્ર ભાવ છું એવી પ્રતીતિ થતાં આત્માનું ગ્રહણ થાય છે. સાથે સાતે જેમનું સ્વલક્ષણ ચૈતન્ય નથી એવા પરભાવો મારાથી ભિન્ન છે.એવો પણ અનુભવ કરવો જોઈએ. આમ ચેતનાનો અનુભવ જરૂરી છે. સ્વદ્રવ્યમાં જે સંવૃત્ત રહે છે તે સંતુષ્ટ છે અને નિરપરાધી ગણાય છે. જ્યારે પરદ્રવ્યનો ગ્રહણ કરનારો અપરાધી બને છે. આટલી ચર્ચા કર્યા બાદ 'અપરાધ' શબ્દની સમજૂતી આપવામાં
=જ્ઞાનધારા-૧
૩૯.
જેનસાહિત્ય જ્ઞાનસત્ર-૧=