Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
કુકુન્દાચાર્યના ટીકાકાર જયસેન અને શ્રુતસાગરસૂરીએ પણ ‘બારસઅણુવેક્ખા’ગ્રંથને કુકુન્દની કૃતિ સ્વીકાર કરી છે.‘બોધપાહુડમાં આચાર્ય કુકુન્દાચાર્યે પોતાના ગુરુનું નામ ભદ્રબાહુ દર્શાવ્યું છે. તેમને એનેક ગાથાઓના આધારે એ સ્પષ્ટ થાય છે કે આચાર્ય કુકુન્દના ગુરુ શ્રુતકેવલી ભદ્રબાહુ સ્વામી હતા. ‘તીર્થંકર મહાવીર ઔર ઉનકી આચાર્ય પરંપરા’ ગ્રંથમાં ઉલ્લેખ છે કે ઈન્દ્રનન્દીએ પોતાના શ્રુતાવસારમાં ‘કષાયપાહુડ’ અને ‘ષખંડાગમ’ નામના સિદ્ધાંત ગ્રંથોની રચના વિષે ઉલ્લેખ કર્યા પશ્ચાત્ લખ્યું છે કે આ બન્ને સિદ્ધાંતગ્રંથો ‘કોન્ડઙ્ગપુર’ માં પદ્મનન્દિમુનિમહારાજને પ્રાપ્ત થયા એને તેઓએ ‘ષખંડાગમ’ ના પ્રથમ ત્રણ ખંડો ઉપર સાઈઠ હજાર શ્લોક પ્રમાણ ‘પરિકર્મ’નામક ગ્રંથની રચના કરી. આચાર્ય દેવસેને પણ આચાર્ય પદ્મનન્દિની પ્રશંસા ‘દર્શનસાર’ ગ્રંથમાં કરી છે.
जइ पउमणंदिणाहो सीमंधरसामिदिव्वणाणेण । ण विबोहइ तो समणा कहं सुमग्गं पा
જ્યારે આપણે કુન્દકુન્દાચાર્યના ગ્રંથની ચર્ચા કરીએ છીએ ત્યારે આપણી સમક્ષ તેમના મુખ્ય બે ભાષ્યકારો કે ટીકાકારો અમૃતચંદ્રસૂરી અને જયસેનાચાર્યના નામ તરી આવે છે. જો કે અમૃતચંદ્રસૂરીએ તેમના મૂલગ્રંથકર્તાના સંદર્ભ વિષે કોઈ નિર્દેશ કર્યો નથી. પણ જયસેનજી લખે છે કે ‘પદ્મનન્દિ જયવંત હો, જેઓએ મહાન તત્ત્વોના કથન કરનાર સમયપ્રાવૃત્ત રૂપી પર્વતની વૃદ્ધિ... ઉદ્ધાર કરીને ભવ્ય જીવોને અર્પણ કરી છે.’(સમયસાર સ્યાદ્વાદાધિકાર) પોતે જયસેનજીએ પંચાસ્તિકાયની ટીકામાં કુકુન્દાચાર્યનું અપર નામ પદ્મનન્દિ દર્શાવ્યું છે. એમના મતે તો કુન્દકુન્દાચાર્ય કુમારનંદિ સિદ્ધાંતદેવના શિષ્ય બતાવવામાં આવ્યા છે.
આચાર્ય કુકુન્દ વિષે એવી કિંવદંતી (લોકવાયકા) છે કે તેઓએ વિદેહક્ષેત્રમાં જઈ સીમંધર સ્વામીના દર્શન કર્યા હતા. અને તેમની દિવ્યવાણી સાંભળીને આધ્યાત્મ તત્ત્વ ગ્રહણ કરીને પાછા ફર્યા હતા, અને આધ્યાત્મના જિજ્ઞાસુ માટેપંચાસ્તિકાય ગ્રંથની રચના કરી હતી. આચાર્ય કુકુન્દ વિષે દિગમ્બર સંપ્રદાયમાં બે કથાઓનો વિશેષ રૂપે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
જ્ઞાનધારા-૧
30
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧