Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
શિક્ષા પાઠ-૫૯ બ્રહ્મચર્યની નવવાડનું વિવેચન શિક્ષા પાઠ - ૭૪૪ પ્રકારના ધ્યાનનું સ્વરૂપ શિક્ષા પાઠ - ૮૧ પંચમકાળ અને ૬ આરાનું વર્ણન શિક્ષા પાઠ- ૮૨ સ્યાદ્વાદ અને અનેકાંતવાદની સમજ શિક્ષા પાઠ - ૯૩નવતત્ત્વનું સ્વરૂપ શિક્ષા પાઠ- ૧૨૯ પ્રશ્નોત્તરી રૂપે કર્મવાદ શિક્ષા પાઠ- ૧૦૩ ૧૪ ગુણસ્થાનકોની સમજ
આ લિસ્ટ પણ લાંબુ થવા જાય છે. ટૂંકમાં શ્રી શ્રીમજીએ જૈન તત્ત્વજ્ઞાનના તમામ વિષયો ઉપર અવસરે અવસરે સાહિત્ય સર્જન કર્યું છે.
જૈન દર્શનના મુખ્ય ગ્રંથો ૪૫ આગમોમાં તત્ત્વજ્ઞાનના અનેક વિષયોનું નિરૂપણ જોવા મળે છે. આ ગ્રંથોનો અભ્યાસ બાળજીવો માટે દુર્લભ છે અને એ વિષયો ઉપર પત્રો કે પુસ્તકોના પ્રકાશન દ્વારાગ પધ અને પ્રશ્નોત્તરી શૈલીમાં શ્રીમદજીએ સંક્ષિપ્તમાં સરળ ભાષામાં વિવેચન કરી જૈન-શાસનની ખૂબ પ્રશંસનીય પ્રભાવના કરી છે, એમ અભ્યાસ પૂર્ણ ચિંતન કરતા ચોક્કસ પણે કહી શકાય અને ઉદાર મનથી વિચારીએ તો, શાસ્ત્ર વફાદારીંપૂર્વક શાત્રાજ્ઞા મુજબ એમણે જૈન દર્શનના તત્ત્વજ્ઞાનને વિશાળ જૈન સમુદાય સુધી પહોંચાડ્યું છે.
જ્ઞાનધારા-૧
જ્ઞાનધારા-૧
-૨૮
૨૮
= જનસાહિત્ય જ્ઞાનસત્ર-15
હિત્ય જ્ઞાનસત્ર-૧|