Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
"પરમેશ્વર છું એમ મિથ્યા રીતે મનાવનારા પુરુષો પોતે પોતાને ગે છે, કારણ, પડખામાં સ્ત્રી હોવાથી તેઓ વિષથી ડરે છે, શસ્ત્ર ધારણ કરેલા હોવાથી દ્વેષી ઠરે છે. જપમાળા ધારણ કર્યાથી તેઓનું ચિત્ત વ્યગ્ર છે, એમ ઠરે છે આમ છે તો પછી બીજાને તેઓ કેમ તારી શકે ? વળી કેટલાક અવતાર લેવા રૂપે પરમેશ્વર કહેવરાવે છે તો ત્યાં અમુક કર્મનું પ્રયોજન તે પરથી સિદ્ધ થાય છે”.
અજ્ઞાન, નિંદા, મિથ્યાત્વ, રાગ, દ્વેષ, અવિરતિ, ભય, શોક, ગુપ્સા, દાનાંતરાય, લાભાંતરાય, વીર્યંતરાય અને ઉપભોગાંતરાય કામ, હાસ્ય, રતિ અને અરતિ એ અઢાર દૂષણોનું વર્ણન શાસ્ત્રમાં આવે છે.
ત્યારે પૂજ્ય કોણ અને ભક્તિ કોની કરવી કે જે વડે આત્મા સ્વશક્તિનો પ્રકાશ કરે. શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ - 'અનંતસિદ્ધની’ ભક્તિથી તેમજ સર્વદૂષણ રહિત કર્મ-મલહીન, મુક્ત, નીરાગી, સકળભયરહિત, સર્વજ્ઞ, સર્વદર્શી જિનેશ્વર ભગવાનની ભક્તિથી આત્મશક્તિ પ્રકાશ પામે છે.
તે અનંતજ્ઞાની ભગવાન તો નીરાગી અને નિર્વિકાર છે અને સ્તુતિ, નિંદાનું આપણને કંઇ ફળ આપવાનું પ્રયોજન નથી, આપણો આત્મા જે કર્મદળથી ઘેરાયેલો છે તેમજ અજ્ઞાની અને મોહાંધ થયેલો છે તે ટાળવા અનુપમ પુરુષાર્થની આવશ્યકતા છે, સર્વ કર્મળ ક્ષય કરી અનંતજીવન, અનંતવીર્ય, અનંતજ્ઞાન અને અનંતદર્શનથી સ્વરૂપમય થયા એવા જિનેશ્વરનું સ્વરૂપ આત્માની નિશ્ચયનયે રિદ્ધિહોવાથી એ પુરુષાર્થતા આપે છે, વિકારથી વિરક્ત કરે છે, શાંતિ અને નિર્જરા આપે છે, તલવાર હાથમાં લેવાથી જેમ શૌર્ય અને ભાંગથી નશો ઉત્પન્ન થાય છે, તેમ એ ગણ ચિસ્વનથી આત્મા સ્વસ્વરૂપાનંદની શ્રેણીએ ચઢતો જાય છે, દર્પણ હાથમાં લેતાં જેમ મુખાકૃતિનું ભાન થાય છે તેમ સિદ્ધ કે જિનેશ્વર સ્વરૂપનાં ચિંતવનરૂપ દર્પણથી આત્મસ્વરૂપનું ભાન થાય છે.
જ્ઞાનધારા-૧)
૨૫.
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧