________________
બત્રીશી-૧૦, લેખાંક-૪૯
૪૪૭ ઉદયે જાણવા. આ બન્નેના ઉદયની યોગ્યતા કે ક્ષયોપશમ, જે હોય તે આ બંનેનો સાથે જ હોય છે.
આમ, ભવાભિનંદીના બે લક્ષણો વિચાર્યા. હવે બાકીના આગામી લેખમાં જોઈશું.
અચરમાવર્તવર્તીજીવને યોગ સંભવતો નથી. કારણ કે ત્યારે જીવ
૩ ૪૯
ભવાભિનંદી હોય છે, આ વાત ગયા લેખાંક લેખમાં વિચારેલી... અને ભવાભિનંદી
જીવના ક્ષુદ્ર-લોભરતિ આ બે લક્ષણો પણ એ લેખમાં જોયા. હવે બાકીના
દીન વગેરે લક્ષણોનો આ લેખમાં વિચાર કરવાનો છે.
(૩) દીન : દીન એટલે સદેવઅદષ્ટકલ્યાણ.. એટલે કે ક્યારેય કલ્યાણને જોનારો - અનુભવનારો બને નહીં. આશય એ છે કે ભવાભિનંદીજીવ પુદ્ગલપ્રધાનદષ્ટિ હોવાથી તથા સર્વત્ર અનુકૂળતાને જ શોધતો ફરતો હોવાથી જે કાંઈ મળ્યું હોય તેના પર પણ ચોરાઈ જશે - લૂંટાઈ જશે એવી તથા આપત્તિની – દુઃખની – પ્રતિકૂળતાની શંકા કર્યા કરનારો હોય છે. એના પરિણામે એ બધા પર અવિશ્વાસ જ કરનારો હોય છે. ન મળ્યું હોય ત્યારે તો દીનતા હોય છે, પણ મળ્યું હોય ત્યારે પણ આવી બધી ચિંતા-ભય વગેરે હોવાથી મળ્યાનો આનંદ માણી શકતો નથી. માટે ક્યારેય કલ્યાણ = શાંતિ – સુખ – પ્રસન્નતા – સ્વસ્થતા જોયા હોતા નથી. તેથી સદેવ અદકલ્યાણ હોય છે.
પ્રસન્નતારૂપ કલ્યાણ સંતોષથી પ્રગટે છે. સંતોષ પૂર્ણદષ્ટિ આવે ત્યારે અથવા અપ્રધાનદષ્ટિ (ગૌણદષ્ટિ) આવે ત્યારે આવે છે. પેટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org