________________
૫૩૪
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ કે “કેવો લોભિયો ને કેવો કૃપણ!” અને જેઓને એ ખબર નથી તેઓ અત્યંતનિર્ધન તરીકે અવગણના કરશે. પણ દ્રવ્યાદિ ચારેની આ પ્રતિકૂળતાઓ – આમાંનું કોઈ પરિબળ એને અટકાવી શક્યું નથી. માટે આમાંનું કશું વિઘ્નરૂપ બન્યું નથી - વિઘ્નરૂપ રહ્યું નથી. સાધક તરીકે આપણે પણ આપણા પ્રણિધાનને આવું તીવ્ર બનાવીએ તો કઈ પરિસ્થિતિ આપણા માટે બાધક બની શકે ?
હવે પ્રસ્તુતમાં આવીએ -
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ... ચારે પ્રકારની ઉપાધિઓ કાંટા સમાન જઘન્ય વિઘ્ન રૂપ છે. આ ઉપાધિઓને ગણકારે નહીં, અને પોતાની આરાધનાને અસ્મલિત ચાલુ રાખે એ રીતે કેળવાયેલું ચિત્ત એ જઘન્ય વિજ્ઞજય છે. . આમાં દ્રવ્યાત્મક જઘન્યવિહ્ન પરના જયમાં ધર્મરુચિ અણગારનું દૃષ્ટાન્ત લઈ શકાય. અહિંસાધર્મની સાધના માટે, કડવી વખ બની ગયેલી વિષમય તુંબડીનો આહાર કરી ગયા, પણ પરઠવી નહીં. રત્નકંબલાત્મક અનુકૂળ દ્રવ્ય સામે શિવભૂતિ અને રાજમહેલની અનુકૂળ ભિક્ષા સામે કંડરીકમુનિ પરાજિત થઈ ગયા.
ક્ષેત્રાત્મક જઘન્યવિહ્ન સામે મેઘકુમારમુનિ પહેલાં પરાજિત... પ્રભુવીરે સ્થિરીકરણ કર્યા બાદ વિધ્વજય. મથુરાના અનુકૂળ ક્ષેત્રમાં આર્યમંગુ પરાજિત.... પોતાની જ રાજધાનીના અનુકૂળ ક્ષેત્રમાં પુષ્પચૂલા સાધ્વીએ વિધ્વજય કર્યો.
કાળાત્મક, જઘન્ય વિબ પર જય મેળવનારા તરીકે ૧૩-૧૩ મહિના સુધી વિના હતાશાએ ભિક્ષાએ નીકળનાર શ્રી ઋષભદેવ પ્રભુને કે “મા રુષ મા તુષ' ગોખવામાં ૧૨-૧૨ વર્ષ સુધી નહીં કંટાળેલા માષતુષમુનિને યાદ કરી શકીએ. દ્વારિકાના લોકો ૧૨ વર્ષ પછી કંટાળી ગયા. પરાજિત થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org