________________
૫૬ ૨
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ અહિંસા-તપ વગેરે તે તે ધર્મમાં થયેલું જોડાણ પ્રભાવક વ્યક્તિ કે વાતાવરણ છૂટ્યા પછી પણ જો આગળ ચાલે એવી રીતે થયું હોય તો એ નિયોગ છે. તપસ્વીની સાથે મહિનો - બે મહિનાના સહવાસ દરમ્યાન, અતપસ્વી વ્યક્તિ પણ તપ કરવા માંડે, તપમાં થયેલું એનું આ જોડાણ, સહવાસ છૂટ્યા પછી પણ, જો ચાલુ રહે (અર્થાત્ પછી પણ તપ ચાલુ રહે) તો એ જોડાણ નિયોગ કહેવાય, ને જો છૂટી જાય, તો માત્ર યોગ કહેવાય. પર્યુષણા મહાપર્વમાં કે સામુદાયિક તપમાં જોડાયા પછી, આખા વર્ષ દરમ્યાન શક્ય સામાન્ય તપ પણ જીવનમાં વણાઈ જાય એ રીતે ચાલુ રહે તો નિયોગ. પણ એના બદલે પર્યુષણા – કે સામુદાયિક તપશ્ચર્યા પૂર્વે જેમ ચોવિહાર નહોતા કરતા, એમ તપ પૂરો થયા પછી પાછી એ જ સ્થિતિ આવી જાય... ચૌદસ જેવી તિથિ પણ બધા દિવસો જેવી સરખી જ થઈ જાય.. તો તપમાં યોગ જાણવો, નિયોગ નહીં.
અહિંસા - તપ વગેરે બાહ્યધર્મમાં થયેલું આ અત્યન્ત જોડાણ (નિયોગ) જો ભાવ-ધર્મને વિશિષ્ટ ક્ષયોપશમને) ઉત્પન્ન કરનારું બને તો એ જોડાણ વિનિયોગ કહેવાય છે. આને સમજીએ.
“ટી.વી.થી આત્માને થતાં અપરંપાર નુકશાનોનું અસરકારક વર્ણન સાંભળીને એ વખતે તો ટી.વી. ત્યાજ્ય ભાસી જાય.. (પણ પછી ટી.વી. છોડવાની વાત નહીં.) તો એ “યોગ'. બે ચાર મહિના માટે પણ ટી.વી. ત્યાગનો નિયમ લે તો નિયોગ.. (પણ જેવો નિયમ પૂરો થાય એટલે પુનઃ પૂર્વવત્ ટી.વી. જોવાનું ચાલુ... કદાચ કોઈને ચા છોડવાની વાત આવે તો માથું ચડે - સુસ્તી આવે. કશું કામ ન સૂઝે.. પેટ સાફ ન આવે. આમાંનું કંઈક ને કંઈક થવાની જે શક્યતા હોય છે એમાંથી ટી.વી. છોડવામાં એક હોતી નથી. અને છતાં, ૪ મહિના ટી.વી. ત્યાગ કર્યા પછી ફરીથી પૂર્વવત્ એ જ રીતે જોવા માંડે. ન એના રસઆસક્તિમાં ઘટાડો.. કે ન પુનઃ ટી.વી. જોવાનું ચાલુ કરી દીધું એનો પશ્ચાત્તાપ.... તો ૪ મહિના જે ત્યાગધર્મ હતો તે નિએગ” કક્ષાનો જાણવો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org