________________
૫૮૮
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪
છે ને શુભક્રિયાથી પણ થાય છે. પણ માત્ર ક્રિયાથી થયેલો ક્લેશક્ષય મંડૂકપૂર્ણ સમાન હોય છે. જ્યારે ભાવપૂર્વકની ક્રિયાથી થયેલો ક્લેશક્ષય મંડૂક ભસ્મસમાન હોય છે. મંડૂક એટલે દેડકો.. એ મરી ગયા બાદ એના શરીરનો નાશ બે રીતે થાય છે. એનું મૃતશરીર સૂકાઈ સૂકાઈને - તથા અન્ય પદાર્થો સાથે અથડાઈ – કૂટાઈને ચૂર્ણ જેવું થઈ જાય છે. એ ચૂર્ણ - એની રજકણો ધૂળમાં મળી જાય છે. પછી જ્યારે વરસાદ પડે છે, ખાબોચિયાં ભરાય છે, ને એ મંકચૂર્ણમાંથી નવા સંમૂર્છાિમ દેડકાં ઉત્પન્ન થાય છે. એમ માત્ર ક્રિયાથી નષ્ટ થયેલ રાગાદિક્લેશો, એવા પ્રકારની સામગ્રી મળતાં ફરીથી ઉત્પન્ન થઈ જાય છે. પણ જો દેડકાંના શરીરનો નાશ એની ભસ્મ કરી દેવા દ્વારા થયો હોય તો પછી ગમે એટલું પાણી વરસવા કે ભરાવા છતાં એ ભસ્મમાંથી ફરીથી ક્યારેય દેડકો ઉત્પન્ન થતો નથી. એમ ભાવપૂર્વકની ક્રિયાથી નાશ પામેલ રાગાદિ ક્લેશ ફરીથી અસ્તિત્વમાં આવી શકતા નથી, કારણ કે એમાં ફરીથી ઉત્પન્ન થવાની યોગ્યતા જ રહી હોતી નથી, આમ યોગ્યતા પણ નાશ પામી જાય એ રીતે ક્લેશધ્વંસ કરી આપનાર એક ચોક્કસ પ્રકારની શક્તિ, એ જ ક્રિયામાં રહેલ ભાવવધક પરિબળ છે એમ નિશ્ચિત થાય છે.
એટલે નક્કી થાય છે કે, જેમ દંડ ચક્રભ્રમણ દ્વારા ઘડા પ્રત્યે કારણ છે એમ ક્રિયા અધ્યાત્મ વગેરે વિવિધભાવોને પેદા કરવા દ્વારા મોક્ષ પ્રત્યે કારણ બને છે. એટલું ધ્યાન રાખવું કે ક્રિયા મોક્ષ પ્રત્યે આ કારણ કે બને છે, તે, તે ભાવપૂર્વક હોવા રૂપે નહીં, પણ એ એક ચોક્કસ શક્તિવાળી હોવારૂપ બને છે.
એક વિચારધારા આવી છે કે, અંધારામાં રહેલો ઘડો દેખાતો નથી. દીવો લાવતા દેખાય છે. દીવો કાંઈ ઘડાને ઉત્પન્ન કરતો નથી, પણ અભિવ્યક્ત કરે છે. એમ માટીમાં ઘડો રહ્યો જ હોય છે. પણ એ અવ્યક્ત હોય છે. દંડ-ચક્ર-કુંભાર વગેરે એ ઘડાને અભિવ્યક્ત કરે છે, ઉત્પન્ન કરતા નથી. એ જ રીતે મોક્ષ પણ આત્મામાં રહેલ જ છે, ક્રિયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org