Book Title: Battrishina Sathware Kalyanni Pagthare Part 04
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 158
________________ બત્રીશી-૧૦, લેખાંક-૬૧ ૫૮૯ તો માત્ર એને અભિવ્યક્ત કરે છે. એટલે કે ક્રિયા મોક્ષની ઉત્પાદક નથી, પણ માત્ર અભિવ્યંજક છે. આ વિચારધારા જ્ઞાનયોગને અનુસરનારી જાણવી. પણ વાસ્તવિક = પ્રમાણને અનુસરનારી ન જાણવી. નહીંતર તો સત્કાર્યવાદ માનવાની આપત્તિ આવે, એટલે કે કાર્ય કારણસામગ્રી એકઠી થવા પૂર્વે પણ સત્ – વિદ્યમાન જ હોય છે, કારણસામગ્રી એને માત્ર અભિવ્યક્ત જ કરે છે એવું માનવું પડે. - આમ યોગ ચ૨માવર્તમાં જ સંભવિત છે વગેરે વાતોને આપણે સકારણ વિસ્તારથી વિચારી. હવે યોગનું સ્વરૂપ વિચારીએ જ્ઞાનપરિણામથી અને આત્મશક્તિને ફોરવવારૂપ વીર્યોલ્લાસથી થયેલ વ્યાપાર એ યોગ છે. આમ વ્યાપારને યોગરૂપે કહેવામાં આવે તો આત્મદ્રવ્યવગેરેની યોગરૂપે બાદબાકી થઈ જાય છે. કારણ કે ભેદનયથી વિચારતાં વ્યાપાર અને વ્યાપારાશ્રયભૂત દ્રવ્ય ભિન્ન હોય છે. અભેદનય એટલે જુદા-જુદા પરિણામોનો પરસ્પર અભેદ માને અને પોતાના આશ્રયભૂત પરિણામીથી પણ અભેદ માને... પણ ભેદનય તો વિવિધ પરિણામોને પરસ્પર પણ ભિન્ન માને છે, ને સ્વઆધારભૂત પરિણામીથી પણ ભિન્ન માને છે. એટલે જ સૂક્ષ્મ અપર્યાપ્ત એકેન્દ્રિય, સૂક્ષ્મપર્યાપ્ત એકેન્દ્રિય... વગેરે ૧૪ જીવસ્થાનો; મિથ્યાત્વ, સાસ્વાદન વગેરે ૧૪ ગુણસ્થાનો; ગતિ-ઇન્દ્રિય વગેરે ૧૪ મૂળ માર્ગણા - ૬૨ પેટામાર્ગણાઓ... આ બધું જ જીવના પરિણામરૂપ છે... એ પરિણામો બદલાયા કરે છે... પણ ભેદનયાનુસારે, આ બદલાતા પરિણામો કરતાં પરિણામી જીવ સર્વથા ભિન્ન હોવાથી એ જરાપણ બદલાતો નથી. એ તો, વસ્તુઓનો બોધ કરવો.. એવો પોતાનો જે શુદ્ધજ્ઞાયકભાવ છે.. એ જ એક સ્વભાવને જાળવી રાખે છે અને એટલે જ પૂર્વે જે વાત કરી કે ‘આત્મપરિણામ - આત્મવ્યાપાર એ યોગ છે, પણ ખુદ આત્મા એ યોગ નથી’ એ વાત યુક્તિસંગત ઠરે છે (અભેદનયે આત્મા ખુદ કથંચિ યોગરૂપ છે એ જાણવું.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162