Book Title: Battrishina Sathware Kalyanni Pagthare Part 04
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust
Catalog link: https://jainqq.org/explore/004976/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ બત્રીશીના સથવારે કલ્યાણની પગથારે ભાગ-૪ 8 વિવેચનકાર ક આચાર્ય વિજય અભયશેખરસૂરિ Page #2 -------------------------------------------------------------------------- ________________ III મોત્યુ ણ સમસ્સે ભગવઓ મહાવીરસ્ટ સ્વ. ગુરુદેવ શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.ની જન્મશતાબ્દિના ઉપલક્ષમાં બીશીના સથાવારી કહ્યTણની પથાર્થે (ભાગ-૪, દશમી બત્રીશી) મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજ રચિત દ્વાન્નિશ દ્ધાત્રિશિકા ગ્રન્થના આધારે લોકભોગ્ય વિવેચનકાર : શ્રી વિજય પ્રેમ-ભુવનભાનુ-ધર્મજિ-જયશેખરસૂરિ શિષ્ય આચાર્ય વિજય અભયશેખરસૂરિ ર પ્રથમ આવૃત્તિ વિ. સં. ૨૦૬૬ મૂલ્ય : રૂ. ૪પ-૦૦ પ્રકાશક : દિવ્યદર્શન ટ્રસ્ટ ૩૯, કલિકુંડ સોસાયટી, ધોળકા-૩૮૭૮૧૦ નોંધ: જ્ઞાનખાતેથી પ્રકાશિત થયેલા આ પુસ્તકને ગૃહસ્થોએ માલિકીમાં રાખવું હોય તો એનું મૂલ્ય જ્ઞાનખાતે ચૂકવવું. ભરત ગ્રાફિક્સ, ન્યુમાર્કેટ, પાંજરાપોળ, રિલીફ રોડ, અમદાવાદ-૧. ફોન : (૦૭૯) ૨૨૧૩૪૧૭૬, મો. ૯૯૨૫૦૨૦૧૦૬ Esat p enalinnal ional Page #3 -------------------------------------------------------------------------- ________________ સકળસંઘહિતૈષી, ૧૦૮ વર્ધમાનતપઓળીના આરાધક, હજારો યુવાનોના પ્રતિબોધક ગુરુદેવ પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.ની જન્મશતાબ્દી પ્રસંગે તેઓશ્રીના અનંત ઉપકારોના ૠણની સ્મૃતિમાં આ ગ્રન્થની શ્રુતરચના સકળ વિશ્વનું મંગળ કરો. પ્રકાશકીય ~ શ્રી જૈન સંઘમાં લોકપ્રિય માસિક શાન્તિસૌરભમાં ચાલતી લેખમાળા-બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે....ના ૪૮ થી ૬૧ લેખો ચોથા પુસ્તકરૂપે પ્રકાશિત કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. પૂ. આ. શ્રી વિજયપ્રેમ-ભુવનભાનુસૂર સમુદાયના પૂ. આ. શ્રી વિજય અભયશેખરસૂરિ મહારાજ શાસ્ત્રોના ગહન પદાર્થોને પણ સરળ ભાષામાં રજુ કરીને લોકભોગ્ય બનાવવામાં કુશળ છે એ વાત શ્રીસંઘમાં પ્રસિદ્ધ છે. તેથી ઉપકારની બુદ્ધિથી તેઓએ કલમ ઉપાડી....ને શ્રાવકશ્રાવિકાવર્ગને પણ સુંદર બોધ મળી રહે એવી લેખમાળાની શ્રીસંઘને ભેટ મળી. આ લેખમાળા પ્રત્યે જિજ્ઞાસુઓને સારું આકર્ષણ જાગ્યું છે ને તેથી અન્યોને પણ સારો બોધ મળી રહે એ માટે આ લેખોને પુસ્તકરૂપે પ્રકાશિત કરવામાં આવી રહ્યા છે. લેખક પૂજ્ય આચાર્ય ભગવંતના ચરણોમાં ભાવભરી વંદના સાથે આવા બોધપ્રદ પુસ્તકોની શ્રીસંઘને ભેટ ધર્યા કરે એવી નમ્ર વિનંતી. ~ આ પુસ્તક પ્રકાશનનો સંપૂર્ણ લાભ પોતાના જ્ઞાનખાતામાંથી લેનાર શ્રી દીપા કોમ્પ્લેક્સ જૈન સંઘ, અડાજણ, સુરતને હાર્દિક અભિનંદન સાથે અનુમોદના. ♦ પુસ્તકનું સુંદર મુદ્રણ કરનાર ભરત ગ્રાફિક્સના પૂરા સ્ટાફને ધન્યવાદ. ♦ જિજ્ઞાસુઓને સ્વબોધને વિશદ કરવા માટે આ પુસ્તકનું અધ્યયન કરવાની વિનંતી સાથે...દિવ્યદર્શન ટ્રસ્ટ વતી Jain Bortion International For Private & Personal Uses Only. www.jainelry.org કુમારપાળ વિ. શાહ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના © સર્વજ્ઞકથિત અને ગણધર ગુણ્ડિત પદાર્થો અભૂત-અલૌકિક- ! અનુપમ હોય જ એ નિઃશંક છે. આવા પદાર્થોને ન્યાયાચાર્ય ન્યાયવિશારદ મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજનો તર્કપૂત ક્ષયોપશમ મળે એટલે રજુઆત પણ ધારદાર બને જ. પ્રભુ શાસનના આવા અદભુત રહસ્યોનો સામાન્ય ક્ષયોપશમવાળા સાધુ-સાધ્વીજી ભગવંતોને તથા શ્રાવક-શ્રાવિકાઓને પણ પરિચય મળે એ માટે પ્રસ્તુત લેખમાળાનો પ્રારંભ થયો, જેના દશમી બત્રીશીના ૪૮ થી ૬૧ નંબરના લેખો પ્રસ્તુત પુસ્તકમાં પ્રકાશિત થઈ રહ્યા છે. © અલબત્ત આ ચોથા ભાગમાં આઠમી બત્રીશીથી પ્રારંભ કરવાનો હતો, પણ એ રીતે કરવામાં દશમી બત્રીશીના લેખોના બે વિભાગ કરવા પડતા હતા.. એ ન કરવા પડે એ માટે લેખ નંબર યથાવત્ રાખી આ ભાગમાં દશમી બત્રીશી લીધી છે. આઠમી વગેરે આગળના ભાગમાં લેવા ધારણા છે. © સિદ્ધાન્ત મહોદધિ સ્વ. પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મ. સા., | ન્યાયવિશારદ સ્વ. પૂ. આ. શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા., સિદ્ધાન્તદિવાકર ગચ્છાધિપતિ શ્રી વિજય જયઘોષસૂરીશ્વરજી મ. સા., સહજાનંદી સ્વ. પૂ. આ. શ્રી વિજય ધર્મજિસૂરીશ્વરજી મ. સા. શ્રી સૂરિમંત્રના પરમસાધક સ્વ. પૂ.આ.શ્રી વિજયજયશેખરસૂરીશ્વરજી મ. સા. આ સુવિહિત ગુરુપરંપરાના ચરણોમાં નતમસ્તકે વંદના.. પ્રભુશાસનની અનુપમ વાતોને સરળ ભાષામાં સમજવા માટે પ્રસ્તુત પ્રકાશનનો સહારો લેવાની નમ્ર વિનંતી. ચૈત્ર વદ-૬, ૨૦૬૬, ગુરુપાદપધરેણુ સ્વ. ગુરુદેવશ્રી જન્મશતાબ્દી અભયશેખર પ્રારંભદિન પ્રસ્તુત પ્રકાશનનો સંપૂર્ણ લાભ પોતાના જ્ઞાનખાતેથી લેનાર શ્રી દીપા કોપ્લેક્સ જૈન સંઘ, અડાજણ, સુરતને ફરી ફરી અભિનંદન TJ Page #5 -------------------------------------------------------------------------- ________________ પૂજનીય સાધુ-સાધ્વી ભગવંતોને વિનમ્ર નિવેદન આપને આ પુસ્તક વાંચવા ખાસ વિનંતી છે. વાંચ્યા બાદ, જો શ્રી. જૈનશાસનની હિતકર વાતો સ૨ળ ભાષામાં જાણવા મળી...સારો બોધ થયો એવી જો પ્રતીતિ થાય તો અન્ય સાધુ- સાધ્વીજી ભગવંતોને, તથા આરાધક કે જિજ્ઞાસુ શ્રાવક-શ્રાવિકાઓને પણ વાંચવા માટે ખાસ પ્રેરણા કરીને આપવા માટે વિનંતી છે. mr જિજ્ઞાસુ શ્રાવક-શ્રાવિકાઓને ભલામણ આ પુસ્તક વાંચશો... બીજી-ત્રીજી વાર વાંચશો. અન્ય શ્રાવકશ્રાવિકાઓને પણ ખાસ પ્રેરણા કરી વાંચવા આપશો. એમ ૩-૪-૫ જેટલા શ્રાવક-શ્રાવિકાઓને વાંચવું હોય તે વાંચી લે.. પછી ત્યાંના સ્થાનિક જ્ઞાનભંડારમાં જમા કરાવી દેવું... જો કોઈએ પોતે પોતાની પાસે રાખવું હોય તો પુસ્તકની કિંમત જ્ઞાનખાતે જમા કરાવી દેવી. પ્રાપ્તિ સ્થાન. (૧)પ્રકાશક (૨) ડૉ. હેમંતભાઈ પરીખ ૨૧, તેજપાલ સોસાયટી, ફતેહપુરા બસસ્ટેન્ડ પાસે, પાલડી, અમદાવાદ-૭. ફોન : (૦૭૯) ૨૬૬૩૦૦૦૬ (૩) મોક્ષરુચિ મોહનલાલ ઝવેરી ૬-૧૦૯૯, ગોળશેરી, ગલેમંડી, સુરત-૩૯૫ ૦૦૩, ફોન : (૦૨૬૧) ૨૪૩૦૩૪૨ (૪) નીતિનભાઈ અ. ધામી ૬-એ, શ્યામ સર્જિત એપાર્ટમેન્ટ, મથુરદાસ એકસ્ટેશન રોડ, કાંદીવલી, (વેસ્ટ) મુંબઈ-૪૦૦૦૬૭. ફોન : ૨૮૦૭૮૮૩૩ Eternational Page #6 -------------------------------------------------------------------------- ________________ લેખાંક ૪૮ નવમી બત્રીશીમાં કથાની કથા કરી. એમાં ધર્મકથા મુખ્ય છે. આ ધર્મકથાનું ફળ છે યોગ. માટે હવેની દસમી બત્રીશીમાં યોગના લક્ષણની વિચારણા કરવાની છે. શંકા - ધર્મકથાના શ્રવણથી ધર્મ કરવાનું બને એ બરાબર છે. પણ દરેક જીવનો ધર્મ કાંઈ “યોગ'રૂપ બનતો નથી. માટે ધર્મકથાના ફળ તરીકે ધર્મ કહેવો જોઈએ ને ! યોગ શા માટે કહ્યો? સમાધાન - ધર્મના ઉપદેશને યોગ્ય તરીકે અપુનર્બન્ધકાદિ જીવો જ હોય છે. એટલે ધર્મકથાના શ્રવણથી આ જીવો જે અનુષ્ઠાન આચરશે તે યોગરૂપ હોવાથી અહીં ધર્મકથાના નિરૂપણના ફળ તરીકે “યોગ” કહ્યો છે. જીવને મોક્ષની સાથે યોજી આપે = જોડી આપે તે યોગ... આવી યોગ' શબ્દની વ્યુત્પત્તિ છે. (એટલે કે આ રીતે “યોગ' શબ્દ બન્યો છે.) એટલે કે મોક્ષના મુખ્ય હેતુઓનો વ્યાપાર = પ્રવૃત્તિ એ યોગ છે આવું લક્ષણ (= યોગની આવી વ્યાખ્યા) મળે છે. પ્રકૃષ્ટ જ્ઞાનાદિ ત્રણ (= કેવલજ્ઞાન, ક્ષાયિકસભ્યત્વ અને ક્ષાયિકચારિત્ર) એ સ્વયં મોક્ષ છે. અપકૃષ્ટજ્ઞાનાદિ ત્રણ પરિણામો (= ક્ષાયોપથમિક જ્ઞાનાદિ ત્રણ પરિણામો) નિર્જરાત્મક મોક્ષના જનક છે. માટે મોક્ષના મુખ્ય હેતુ છે. તેના આચારોના પાલનરૂપ ધર્મક્રિયા એ યોગ છે. આમ તો “જીવને ગુણની સાથે જોડી આપે તે યોગ' એવી વ્યુત્પત્તિ પણ કરી શકાય છે. છતાં મોક્ષ સર્વગુણમય હોવાથી અહીં મોક્ષની સાથે જોડી આપે.. એમ જણાવ્યું છે. જો કોઈ પ્રતિબન્ધક ન હોય તો ધર્મક્રિયારૂપ સદાચાર જીવને ક્રોધાદિ ઔદયિક ભાવમાંથી ક્ષમાદિ ક્ષાયોપથમિકભાવમાં લઈ જાય છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ ને એમાં પણ ઉત્તરોત્તર આગળ વધતાં ક્ષાયોપથમિકભાવમાંથી ક્ષાયિકભાવમાં લઈ જાય છે. બધા ક્ષાયિક ભાવોનો સરવાળો એ જ તો મોક્ષ છે. આમ સદાચાર જીવને ગુણની સાથે ને પરંપરાએ મોક્ષની સાથે જોડી આપે છે. અભવ્યપણું – અચરમાવર્તકાળ વગેરે પ્રતિબન્ધકરૂપ છે. એ હોય તો, સદાચાર પણ ગુણોત્પાદક બની શકતો નથી. માટે જો કોઈ પ્રતિબન્ધક ન હોય તો એમ અહીં કહ્યું છે. અસદાચાર જીવને ક્ષમાદિગુણરૂપ ક્ષાયોપથમિકભાવમાંથી ક્રોધાદિદોષરૂપ ઔદયિકભાવમાં લઈ જાય છે એ જાણવું.. પ્રશ્ન - યોગના લક્ષણમાં તમે મોક્ષના મુખ્ય હેતુની વાત કરી છે. તો કયો હેતુ મુખ્ય બને ? કયો ન બને ? ઉત્તર - જે હેતુ અંતરંગ હોય... અને અવિલંબે ફળોત્પાદક હોય તે મુખ્ય હેતુ કહેવાય છે. જે ધર્મક્રિયા મોક્ષનું ઉપાદાનકારણ બનતી હોય તે અંતરંગ કહેવાય છે. ઝાડ પરથી પડતા ફળમાં રહેલી પતનક્રિયાને ફળથી ક્યારેય અલગ-સ્વતંત્ર અસ્તિત્વવાળી કરી શકાતી નથી. એટલે જણાય છે કે ક્રિયા ક્રિયાવાન્ દ્રવ્યથી કથંચિત્ અભિન્ન હોય છે. એટલે ધર્મક્રિયા પણ ધર્મક્રિયા કરનારા જીવથી કથંચિત્ અભિન્ન હોય છે. વળી ભવ્યજીવ સ્વયં સર્વગુણમયમોક્ષરૂપે પરિણમે છે. એટલે કે એ મોક્ષનું ઉપાદાન કારણ છે. એટલે એનાથી અભિન્ન એવી એની ધર્મક્રિયા પણ મોક્ષનું ઉપાદાન બને છે, ને માટે એ મોક્ષનું અંતરંગ કારણ છે. અભવ્યજીવ ક્યારેય મોક્ષરૂપે પરિણમતો નથી. એટલે એ મોક્ષપર્યાયનું ઉપાદાન ન હોવાથી એની ધર્મક્રિયા પણ ઉપાદાન બનતી નથી, ને તેથી અંતરંગ હેતુ ન હોવાથી મુખ્ય હેતુ બનતી નથી. વળી ભવ્યજીવ પણ જો અચરમાવર્તમાં રહ્યો હોય તો એના ધર્મઆચારને યોગરૂપે કહેવો નથી. તેથી ફળ પ્રત્યે અવિલંબરૂપે પણ Page #8 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૧૦, લેખાંક-૪૮ ૪૩૯ મુખ્યત્વ કહ્યું છે. અચ૨માવર્તવર્તી જીવની ધર્મક્રિયા મોક્ષાત્મક ફળજનન પ્રત્યે વિલંબ ધરાવે છે, માટે મુખ્ય ન હોવાથી ‘યોગ’ નથી. [જે આંતરિકભાવોત્પાદક હોય કે એવા ભાવથી સહષ્કૃત હોય તે મુખ્યહેતુ કહેવાય છે. જ્યાં આંતરિકભાવ ઉપેક્ષિત હોય, અથવા એ ભાવથી વિપરીતભાવ હોય તો એ ધર્મક્રિયા અહેતુ કહેવાય છે. તે તે ધર્મક્રિયાકાળે આંતરિકભાવ કેવા જોઈએ એ અજ્ઞાત હોય તો એ પ્રવૃત્તિ ગૌણહેતુ કહેવાય છે એ જાણવું.] શંકા - ચરમાવર્ત તો એક પુદ્ગલપરાવર્ત જેટલો અનંતકાળ છે. એ ક્યાં નાનો છે ? તેથી, એટલા અંતરે ફળોત્પાદ કરનાર ધર્મક્રિયા પણ વિલંબવાળી છે જ, પછી યોગ શી રીતે ? સમાધાન અનંતકાળ હોવા છતાં ચરમાવર્ત જેટલું અંતર વિલંબરૂપ ગણાતું નથી. યોગબિન્દુમાં કહ્યું છે કે - ‘ચરમાવર્તવત્ જીવને મુક્તિ નજીક જ છે. કારણ કે અનાદિ સંસારમાં ઘણા-ઘણા-ઘણા પુદ્ગલપરાવર્ત પસાર થઈ ગયા છે, ત્યારે એની અપેક્ષાએ આ એક છેલ્લો પુદ્ગલાવર્ત એ કાંઈ જ નથી.' માટે ચ૨માવર્ત જેટલા વિલંબને વિલંબ તરીકે ગણાતો ન હોવાથી વિના વિલંબે ફળજનન કહી શકાય છે. અચરમાવર્તમાં બાહ્ય ધર્મ હોય, અંતરંગ ધર્મ ન હોય. અચરમાવર્તમાં થતી ધર્મક્રિયા પુણ્યહેતુ બને જ છે, પણ ગુણહેતુ ન બનતી હોવાથી મોક્ષનું કારણ પણ નથી બનતી. અંતરંગધર્મ હોય તે ગુણહેતુ બનવા દ્વારા મોક્ષહેતુ બને છે, વળી એ પણ પુણ્યહેતુ તો હોય જ છે. શંકા - પુણ્યને પણ ઉપાદેય કહેલ છે. એટલે જો અચ૨માવર્ત વર્તી જીવની ધર્મક્રિયા પુણ્યહેતુ બને છે તો એ જીવોને ઉપદેશ માટે યોગ્ય કેમ નથી કહ્યા ? સમાધાન - એમની ધર્મક્રિયા મોક્ષમાર્ગરૂપ બની શકતી નથી, માટે. Page #9 -------------------------------------------------------------------------- ________________ ४४० બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ શંકા - છતાં પુણ્ય ઉપાદેય છે, ને તેથી એનું કારણ બનનારી એમની ધર્મક્રિયા પણ ઉપાદેય તો માનવી જ પડશે ને ? સમાધાન - જે પુણ્ય એક બે ભવમાં પણ પુણ્યાનુબંધી પુણ્યનું, સદ્ગુરુ વગેરેના યોગનું, કે આંતરિક ભાવનું કારણ બનતું નથી એને ઉપાદેય નહીં પણ ઉપેક્ષણીય ગણાય છે. મુખ્ય વાત એ છે કે પ્રવચન = શ્રી જૈનશાસન મોક્ષ માટે છે. એટલે પ્રવચનમાં ઉપાદેય વગેરે જે વિભાગો દર્શાવવામાં આવ્યા છે તે મોક્ષની અપેક્ષાએ જ છે. માટે અચરમાવર્તવર્તી જીવની ધર્મક્રિયાઓ ઉપાદેય નથી, યોગરૂપ નથી. તેમ છતાં એમની એ ધર્મપ્રવૃત્તિ નિષિદ્ધ નથી એ જાણવું. એટલે જ અન્યત્રગ્રન્થમાં અનંતા ઓઘાને પણ નિષ્ફળ નથી કહ્યા, પણ સંખ્યા પૂરક તરીકે સાર્થક કહ્યા છે. આમ, હેતુને બે રીતે મુખ્ય કહેવા દ્વારા અભવ્યની ધર્મક્રિયાની અને દૂરભવ્યની ધર્મક્રિયાની યોગમાંથી બાદબાકી કરી. આમાંથી અભવ્ય મોક્ષનું અનુપાદાન હોવાથી અને દૂરભવ્ય ફળપ્રત્યે વિલંબિત હોવાથી એ બંનેની ધર્મક્રિયા યોગ” રૂપ નથી બનતી એ જાણવું. પ્રશ્ન-ચરમાવર્તમાં જ યોગનો સંભવ જો છે તો એનો મતલબ થયો કે અચરમાવર્તમાં એ હોતો નથી, તો એ કેમ હોતો નથી ? ઉત્તર - અચરમપુદ્ગલપરાવર્તામાં જીવોની બુદ્ધિ મિથ્યાત્વથી આચ્છાદિત હોવાના કારણે એ જીવો દિગૂઢજીવોની જેમ સન્માર્ગને અભિમુખ થઈ શકતા નથી. માટે યોગનો સંભવ હોતો નથી. જ્ઞાન-દર્શનચારિત્ર એ સન્માર્ગ છે. જીવ આને અભિમુખ = સન્મુખ ત્યારે થાય જો એને જ્ઞાનાદિની રુચિ પેદા થાય. પણ આગળ કહેવાશે એ મુજબ અચરમાવર્તમાં જીવ ભવાભિનંદી = ૫ગલાનંદી હોય છે. વળી ત્યારે જીવ સાહજિક - સાર્વત્રિક મિથ્યાત્વછન્નબુદ્ધિ હોય છે. એટલે જ્ઞાનાદિ મારા આત્માને લાભકર્તા છે એવો એને ખ્યાલ જ આવતો નથી. તેથી Page #10 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૧૦, લેખાંક-૪૮ ૪૪૧ જ્ઞાનાદિની રુચિ જાગતી નથી. વળી, સન્માર્ગની રુચિ નથી, એટલે એ કદાચ ધર્મક્રિયા કરે તો પણ એ સન્માર્ગ પર ચાલવારૂપ ન બનવાથી મોક્ષ તરફ લઈ જનારી બનતી નથી. તે માટે યોગરૂપ નથી. પ્રશ્ન - જીવ અચરમાવર્તમાં સન્માર્ગને અભિમુખ હોતો નથી ને તેથી એને યોગ હોતો નથી એ જણાવ્યું... પણ એ વખતે એને બાહ્ય આચાર હોય છે ? ઉત્તર - અચરમાવર્તમાં જીવ ભવાભિનંદી હોય છે. આવા ભવાભિનંદી જીવોમાંથી કોક જ જીવ ક્યારેક લોકપંક્તિનો આદર કરનારો બનીને, સંજ્ઞાઓનું વિખંભણ = અટકાયત કર્યા વિના ધર્મ કરનારો હોય છે. આમાં સંજ્ઞાઓનું વિખંભણ એટલે આહારાદિસંજ્ઞાના ઉદયની વંચના કરવી એ. આ વંચના ત્રણ રીતે થાય છે. (૧) સંજ્ઞાનો ઉદય જ ન થાય એ રીતે વિરોધ કરવો એ. નિમિત્ત મળવા છતાં આહારાદિ પ્રત્યે ખેંચાણ જ નહીં. અંદર કશી અસર જ નહીં.. એવું અંતઃકરણ કેળવી દીધું હોય. (૨) ઉદય થાય તો એને નિષ્ફળ કરવો. ભોજનની સારી વાનગી જોઈને ખાવાનું મન થયું. આ આહારસંજ્ઞાનો ઉદય કહેવાય.... છતાં સત્ત્વ ફોરવીને - મક્કમતા દાખવીને એને વશ ન થવું. મનને મારીને પણ ભોજન ન કરવું... આને ઉદય નિષ્ફળ કર્યો કહેવાય. (૩) પશ્ચાત્તાપ... સંજ્ઞાનો ઉદય થયો. મન લાલાયિત બન્યું. એને સત્ત્વથીમક્કમતાથી અટકાવ્યું નહીં... અને તેથી સંજ્ઞાને પરવશ થઈ બહાર કોઈ એવી પ્રવૃત્તિ કરી દીધી. પણ પાછળથી પશ્ચાત્તાપ કરવો. પ્રાયશ્ચિત્ત કરવું. આ પણ સંજ્ઞાની પંચના છે. જો કે આ મુખ્ય વિષ્ક્રભણ નથી પણ સાંધો કરવા જેવું છે. છતાં આના (પશ્ચાત્તાપ - પ્રાયશ્ચિત્તના) વારંવાર અભ્યાસથી જીવ બીજા પ્રકારની વંચનામાં આવે છે. ઉદયને નિષ્ફળ કરવાની ભૂમિકામાં આવે છે. પછી એના પણ વારંવારના અભ્યાસથી Page #11 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ જીવ પ્રથમ પ્રકારની વંચનામાં આવે છે... એટલે કે હવે સંજ્ઞાનો ઉદય જ થતો નથી. સંજ્ઞાઓનું આવું વિખુંભણ અચ૨માવર્તમાં હોતું નથી, કારણ કે જીવ ભવાભિનંદી હોય છે. ભવાભિનંદી જીવને સંજ્ઞાની પરવશતા જ ઇષ્ટ હોય છે, પછી એનું વિખુંભણ શી રીતે કરે ? પ્રશ્ન - જો સંજ્ઞાઓનું વિધ્વંભણ નથી, તો ધર્મ થાય જ શી રીતે ? પરિગ્રહસંજ્ઞાના નિગ્રહ વિના દાનધર્મ શું થઈ શકે ? આહારસંજ્ઞાના નિગ્રહ વિના તપધર્મ શું થઈ શકે ? ઉત્તર સાચી વાત છે. પણ ભવાભિનંદી જીવ આ રીતે આહારાદિસંજ્ઞાનો નિગ્રહ જે કરતો હોય છે, તે એને ‘આહારાદિસંજ્ઞાઓ આત્માને નુકશાનકર્તા છે - માટે ત્યાજ્ય છે’ આવું સંવેદાયું છે, માટે નહીં, પણ લોકપંક્તિમાં આદર કરનારો બન્યો હોવાથી એ લૌકિક દાનાદિધર્મ કે લોકોત્તર પ્રવ્રજ્યાદિ ધર્મ પણ આચરે છે. લોકપંક્તિનો આદર કરવો એટલે લોકસદેશભાવ સંપાદન કરવો. એટલે કે લોકોનું સાદૃશ્ય પોતાનામાં ઊભુ કરવું. અર્થાત્ લોકોથી જુદા ન પડી જવાય એ માટે બધા કરતાં હોય એમ સ્વયં પણ કરવું. આ લોકપંક્તિ કહેવાય છે. એટલે બધા દાન આપતા હોય ને પોતે ન આપે તો સારું ન લાગે. માટે પોતે પણ આપે.. આમાં દાનધર્મ કે પરિગ્રહસંજ્ઞાનું વિખુંભણ હિતકર લાગી ગયું છે એવી કોઈ વાત નથી. માત્ર લોકોથી અલગ પડવાની હિંમત નથી... માટે બધાની સાથે રહેવા માટે દાન આપે છે... આવું જ અન્ય ધર્મપ્રવૃત્તિઓ માટે પણ જાણવું. ન જેના દિલમાં અધિકૃત ધર્મઆચારની મહત્તા નહીં, પણ લોકની મહત્તા હોય તે લોકપંક્તિકૃતાદર કહેવાય (= લોકપંક્તિનો આદર કરનારો કહેવાય). પ્રતિક્રમણની મહત્તા નથી, પણ લોકની છે. એટલે લોકો બેઠાબેઠા પ્રતિક્રમણ કરતા હોય તો પોતે પણ બેઠા બેઠા ક૨ે. ઘરમાં Page #12 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૧૦, લેખાંક-૪૮ ૪૪૩ બધા પૂજા નથી કરતા તો પોતે પણ ન કરે. સ્વામી વાત્સલ્ય વગેરેમાં બધા જયણાની કાળજીવાળા નથી. ભક્ષ્યાભઢ્યનો વિવેકવાળા નથી. તો પોતે પણ, સમજવા છતાં એને મહત્ત્વ ન આપે. જેના દિલમાં અધિકૃત આચારની મહત્તા હોય, લોકની નહીં તે લોકપંક્તિકૃતાદર બનતો નથી, પણ લોકથી જુદો પડે. બધા બેઠા બેઠા પ્રતિક્રમણ કરતા હોય તો પણ પોતે ઊભા ઊભા કરે, એમાં શરમ-સંકોચ ન અનુભવે. સ્વામીવાત્સલ્યાદિમાં ભક્ષ્યાભઢ્યનો વિવેક રાખે – જયણાની કાળજી રાખે. લોકવિરુદ્ધનો ત્યાગ કહ્યો છે... પણ લોકોની સાથે જ રહેવું એવું કાંઈ વિધાન કર્યું નથી. (જેમ અસત્યના ત્યાગનો અર્થ સત્ય બોલવું જ જોઈએ એવો થતો નથી, એમ પ્રસ્તુતમાં જાણવું.) અચરમાવર્તવર્તીજીવને આત્મહિતનું ને તેથી ધર્માનુષ્ઠાનનું મહત્ત્વ નથી હોતું... પણ ઘણા કરતા હોય તો લોકને દેખીને એ પણ કરે. એમ લોકને આવર્જિત કરવા પણ કરે. લોક બહુધા પૌદ્ગલિક સુખ માટે પ્રયતશીલ હોય છે. એટલે એ માટે અચરમાવર્તવર્તી જીવ પ્રવ્રયા સ્વીકાર પણ કરે, આમાં અતિચાર લગાડીશ તો ઉપર-ઉપરના દેવલોકના વૈભવ નહીં મળે એમ સમજી નિરતિચાર પણ પાળે. છતાં આ બધામાં એના દિલમાં સ્વર્ગની – પદ્ગલિક સુખની જ મહત્તા હોય છે, પ્રવ્રજ્યાની નહીં, માટે એ પણ લોકપંક્તિકૃતાદર જ છે. હા, એ જીવોને જો કોઈ શરાબપાન-માંસભક્ષણ વગેરે પાપની મહત્તા અંકાઈ જાય, તો લોકથી અલગ પડીને પણ એ શરાબપાન વગેરે કરે છે. એટલે કે પાપ આચરણમાં લોકપંક્તિકૃતાદર ન પણ હોય. પણ ધર્મઆચરણમાં તો એ એવો હોય જ છે. ચરમાવર્તવર્તી ધર્માત્મા પાપાચરણમાં લોકપંક્તિકૃતાદર હોય શકે, પણ ધર્મમાં નહીં. એટલે કે પાપની ઇચ્છા ન હોવા છતાં પણ સેવે. તે પણ લોકને આવર્જિત કરવા નહીં, પણ લોકચિત્તના અવિરોધ માટે, એ જાણવું. Page #13 -------------------------------------------------------------------------- ________________ ४४४ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ જીવ અચરમાવર્તમાં ભવાભિનંદી હોય છે એ કહ્યું... પહેલાં ભવાભિનંદી શબ્દનો અર્થ વિચારી લઈએ... પછી એ કેવો હોય છે તે વિચારીશું. ભવ એટલે સંસાર. તેથી ભવાભિનંદી એટલે સંસારને અભિનંદનશીલ... જે સારું લાગે, સુખાનુભવ કરાવે એને જીવ અભિનંદતો હોય છે. સંસારમાં પુદ્ગલ સુખાનુભવ કરાવે છે. તેથી એ જીવો પુદ્ગલને અભિનંદે છે. માટે આ જીવોને પુદ્ગલાનંદી પણ કહે છે. સંસારમાં જીવને જેમ પૌદ્ગલિક સુખ મળે છે, એમ એના પરિણામે દારુણ દુઃખો પણ આવી જ પડે છે. આમ સુખ-દુ:ખ બંને હોવા છતાં આ જીવો સુખની જ મહત્તા માનનારા હોય છે, દુઃખને ગૌણ કરનારા હોય છે. ગમે એવી ભયંકર યાતનાઓ વેઠવી પડે તો પણ “ભાઈ ! સુખ જોઈતું હોય તો થોડું દુઃખ વેઠવું પણ પડે...” આમ એક કણ જેટલા સુખની સામે એક મણ જેટલા દુઃખને પણ એ ગૌણ કરનારો હોય છે, આટલી બધી પૌદ્ગલિક સુખની મહત્તા એના દિલમાં અંકાયેલી હોય છે. એટલે ગમે તેવા દુઃખો વેઠવાનો અવસર આવે તો પણ એને સંસાર પર કંટાળો ક્યારેય સંવેદાતો નથી. જેમ મોક્ષાર્થી જીવને મોક્ષનું આત્મિક સુખ મળતું હોય તો ગમે તેવા ઘોર ઉપસર્ગો પણ કાંઈ વિસાતમાં લાગતા નથી એમ આ જીવને પૌદ્ગલિક સુખ સામે ગમે તેવા કષ્ટો | દુઃખો કાંઈ વિસાતમાં લાગતા નથી. એટલે જેમ મોક્ષાર્થી જીવ આત્માનંદી હોય છે એમ આ ભવાભિનંદી જીવ પુદ્ગલાનંદી હોય છે. હવે ભવાભિનંદીજીવ કેવો હોય તે વિચારીએ. ભવાભિનંદીજીવ શુદ્ધ, લોભરતિ, દીન, મત્સરી, ભયવાન, શઠ, અજ્ઞ અને નિષ્ફળારંભસંગત હોય છે. ભવાભિનંદીના આ આઠે લક્ષણોને ક્રમશઃ વિચારીએ. (૧) શુદ્ર : શુદ્ર એટલે કૃપણ. કૃપણ એટલે દિલની ઉદારતા વિનાનો – વિશાળતા વિનાનો. પૌદ્ગલિક સુખ બીજાના ભોગે મળતું હોય છે. એકનું ખીસું ખાલી થાય તો જ બીજાનું ખીસું ભરાય છે. બીજાને મળેલું પુદ્ગલજન્યસુખ ઓછું હોય તો જ પોતાનું પૌદ્ગલિક સુખ Page #14 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૧૦, લેખાંક-૪૮ ૪૪૫ સુખરૂપે અનુભવાય છે. નહીંતર એ પુદ્ગલ સુખ આપી શકતું નથી, પણ ઈર્ષા પેદા કરાવે છે. માટે ભવાભિનંદીના એક લક્ષણ તરીકે આગળ મત્સરી = ઈર્ષ્યાખોર કહેવાના છે.) જેમ જેમ પૌલિક સુખ અનુભવવામાં આવે તેમ તેમ તૃપ્તિના બદલે અતૃપ્તિ જ વધતી જાય છે, વધારે આકર્ષક અને વધારે પ્રમાણમાં પુદ્ગલો મેળવવાની ઇચ્છા એની વધતી જ જાય છે. અને એટલે પોતાનાં પુદ્ગલો ઘટી જાય છે તો કોઈપણ રીતે એને માન્ય હોતું નથી. આવી બધી વાસ્તવિકતાના કારણે ભવાભિનંદી જીવમાં ક્ષુદ્રતા વગેરે દોષો સાહજિક હોય છે. ભવાભિનંદીજીવ સ્વોત્કર્ષવાળો હોય છે. સ્વને જ કેન્દ્રમાં રાખનારો હોય છે. માત્ર સ્વાર્થને જ જોનારો હોય છે. પરપ્રત્યે તિરસ્કારવાળો હોય છે, પરદ્રોહકારી હોય છે. પોતાની પાછળ પ્રાણ ન્યોછાવર કરી દે એવી વ્યક્તિનો પણ એ તો માત્ર પોતાનો સ્વાર્થ સાધી લેવા માટે જ ઉપયોગ કરનારો હોય છે, એ રૂપે જ એને જોનારો હોય છે, એટલે કે પોતાના પૌદ્ગલિક સુખાત્મક સ્વાર્થને સાધી આપનાર એક સાધન તરીકે જ જુએ છે. અને તેથી પોતાનો સ્વાર્થ ઘવાતો દેખાય કે વધુ સ્વાર્થ સધાવાની કલ્પના આવે તો એ માટે એક આવી પ્રેમાળ - અત્યંત ઉપકારી વ્યક્તિનો પણ ભયંકર દ્રોહ કરવા તૈયાર થઈ જાય એવો હોય છે. એમાં એને કશું અનુચિત લાગતું નથી, એમાં એને કશો રંજ હોતો નથી. સ્વાર્થ સાધી લેવા માટે એને કશું જ અકર્તવ્ય લાગતું હોતું નથી. આવો જીવ માત્ર સ્વાર્થપ્રધાન હોવાથી દિલનો સાચો પ્રેમ કોઈને આપી શકતો નથી. એમ પોતાની વસ્તુ પણ બીજાને આપી શકતો નથી, સ્વાર્થ ઘવાઈ જાય ને ! અરે, સ્વાર્થ ન ઘવાતો હોય તો પણ બીજાને આપી ન શકે, “મારું ઓછું થઈ જાય ને!” આ જ વિચાર એને આવ્યા કરે. ક્યારેક આપતો દેખાય તો એની પાછળ પોતાનો વધારે સ્વાર્થ સાધવાની કલ્પના હોય જ. બીજા એના ગુણ ગાય તો પણ એ બીજાના Page #15 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬ ગુણ ગાઈ ન શકે એવી દિલની સંકુચિતતા હોય. મૂળમાં પૌદ્ગલિક સ્વાર્થને દિલમાં એટલું પ્રબળ મહત્ત્વ આપી દીધું હોય છે કે જેથી દયા, પરોપકાર, કૃતજ્ઞતા, લોકલાજ વગેરેને કોઈ અવકાશ જ રહેતો નથી. એમ, ક્ષુદ્ર એટલે બિચારો - દયાપાત્ર એવો અર્થ પણ કરી શકાય છે. શક્તિ હોવા છતાં સન્માર્ગે ખર્ચી શકતો નથી. બુદ્ધિ હોવા છતાં સન્માર્ગનો વિચાર કરી શકતો નથી. માટે એ ‘બિચારો’ છે. બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ ક્ષુદ્રતા છે, માટે દિલની તુચ્છતા છે. નાની-નાની મામુલી વાતમાં પણ રતિ-અતિ થાય. મામુલી-મામુલી નિમિત્તે ભય લાગે. અન્યના સામાન્યદોષ - ભૂલ કે પ્રતિકૂળતા જોવા પર તિરસ્કાર જુગુપ્સા જાગે... આવી બધી પરિસ્થિતિવાળો હોય છે. આવી પરિસ્થિતિ હાસ્યાદિ છ નોકષાયોના ઉદયથી થાય છે એ જાણવું. (૨) લોભરતિ : ભવાભિનંદીનું બીજું લક્ષણ છે લોભરતિ = લોભપૂર્વકની રતિ. આના કારણે એ જીવ યાંચાશીલ = માગણિયો બને છે. એ પૌદ્ગલિક વિષયોને જ મુખ્ય કરનારો હોવાથી એ મેળવવામાં, સંઘરવામાં અને રક્ષણ કરવામાં તિને અનુભવનારો હોય છે. વળી, સર્વત્ર પૌદ્ગલિક અનુકૂળતાઓ જ તપાસતો હોય - શોધતો હોય... એટલે ગમે તે રીતે એને મેળવવા મથતો હોય છે. એ માટે શરમને નેવે મૂકીને માગી પણ લે.... ગમે તેની પાસે ગમે તેવી રીતે માગવામાં એને શરમ ન નડે. પોતાના માન-સ્થાન-ગૌરવ વગેરેનો કશો વિચાર ન હોય. એનાથી વિપરીત દીનતા કરવી પડે તો પણ કોઈ અફસોસ નહીં. ને ઇચ્છિત વસ્તુ મળી ગઈ એટલે જાણે છ ખંડનું સામ્રાજ્ય મળ્યું એવી ખુશી. જોઈએ એટલે જોઈએ... ન મળે એ ન ચાલે. ન મળે તો બળાપો કાઢ્યા જ કરે. અર્થાત્ લોભરતિ જીવ તિંતિણિક હોય. મેળવવા માટે અને મળે એમાં રિત હોય. ન મળે એમાં અતિ હોય. માટે આ દોષ રતિ-અતિના Page #16 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૧૦, લેખાંક-૪૯ ૪૪૭ ઉદયે જાણવા. આ બન્નેના ઉદયની યોગ્યતા કે ક્ષયોપશમ, જે હોય તે આ બંનેનો સાથે જ હોય છે. આમ, ભવાભિનંદીના બે લક્ષણો વિચાર્યા. હવે બાકીના આગામી લેખમાં જોઈશું. અચરમાવર્તવર્તીજીવને યોગ સંભવતો નથી. કારણ કે ત્યારે જીવ ૩ ૪૯ ભવાભિનંદી હોય છે, આ વાત ગયા લેખાંક લેખમાં વિચારેલી... અને ભવાભિનંદી જીવના ક્ષુદ્ર-લોભરતિ આ બે લક્ષણો પણ એ લેખમાં જોયા. હવે બાકીના દીન વગેરે લક્ષણોનો આ લેખમાં વિચાર કરવાનો છે. (૩) દીન : દીન એટલે સદેવઅદષ્ટકલ્યાણ.. એટલે કે ક્યારેય કલ્યાણને જોનારો - અનુભવનારો બને નહીં. આશય એ છે કે ભવાભિનંદીજીવ પુદ્ગલપ્રધાનદષ્ટિ હોવાથી તથા સર્વત્ર અનુકૂળતાને જ શોધતો ફરતો હોવાથી જે કાંઈ મળ્યું હોય તેના પર પણ ચોરાઈ જશે - લૂંટાઈ જશે એવી તથા આપત્તિની – દુઃખની – પ્રતિકૂળતાની શંકા કર્યા કરનારો હોય છે. એના પરિણામે એ બધા પર અવિશ્વાસ જ કરનારો હોય છે. ન મળ્યું હોય ત્યારે તો દીનતા હોય છે, પણ મળ્યું હોય ત્યારે પણ આવી બધી ચિંતા-ભય વગેરે હોવાથી મળ્યાનો આનંદ માણી શકતો નથી. માટે ક્યારેય કલ્યાણ = શાંતિ – સુખ – પ્રસન્નતા – સ્વસ્થતા જોયા હોતા નથી. તેથી સદેવ અદકલ્યાણ હોય છે. પ્રસન્નતારૂપ કલ્યાણ સંતોષથી પ્રગટે છે. સંતોષ પૂર્ણદષ્ટિ આવે ત્યારે અથવા અપ્રધાનદષ્ટિ (ગૌણદષ્ટિ) આવે ત્યારે આવે છે. પેટ Page #17 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ ભરાઈ જાય એટલે પૂર્ણદૃષ્ટિ આવવાથી ભોજનની બાબતમાં (તત્કાળ) સંતોષ અનુભવાય. અથવા, ‘શું ખાવું હતું ? નહીં ખાઈએ તો પણ ચાલે’ આવી અપ્રધાનદૃષ્ટિ આવે તો પણ સંતોષ આવે છે. ભવાભિનંદીજીવને આવો સંતોષ ક્યારેય હોતો નથી. ભાવતી વસ્તુ હોય તો પેટ ભરાયા પછી પણ ‘હવે ખવાતું નથી’ એમ થાય, પણ ‘હવે ખાવું નથી’ એમ ન થાય. તેથી મળતું હોય તો પેટ ભરવા ઉપરાંત સાથે પણ લઈને જાય. બ્રાહ્મણોને લાડુના ભોજનના દૃષ્ટાન્તમાં ‘જો ચાલવાની ત્રેવડ રહે એટલી જગ્યા હોત તો હજુ એક લાડવો વધારે ન ખાત ?' આવી વિચારધારા હોય. ભવાભિનંદીજીવને એ પુદ્ગલાનંદી હોવાથી પુદ્ગલમાં ક્યારેય અપ્રધાનદૃષ્ટિ આવતી નથી. વળી જહા લાહો તહા લોહો... ન્યાયે જેમ જેમ મળે તેમ લોભ જ વધતો જતો હોવાથી પૂર્ણદૃષ્ટિ પણ ક્યારેય આવતી નથી. માટે એને ક્યારેય સંતોષ પ્રગટતો નથી. આવો દોષ લોભમોહનીયકર્મના ઉદયથી આવે છે. લોભ, પ્રાપ્તિમાં રતિ (તથા અધિકનો લોભ) કરાવે છે અને અપ્રાપ્તિમાં અસંતોષ કરાવે છે. જ્યારે લોભમોહનીયનો ક્ષયોપશમ પ્રાપ્તિમાં સંતોષ કરાવે છે અને અપ્રાપ્તિમાં ઉપેક્ષા કરાવે છે, એ જાણવું. (૪) મત્સરી : મત્સરી એટલે પરકલ્યાણદુ:સ્થિત.. એટલે કે બીજાનું કલ્યાણ = સુખ જોઈને દુઃખી થનારો તથા બીજાના સુખમાં વિઘ્ન કરનારો. ‘આ મારા કરતાં આગળ નીકળી ગયો... વધુ પામી ગયો...' - આ વિચારથી ભવાભિનંદી જીવ પોતાના કરતાં અધિકને ખમી શકતો નથી. એમ ‘આ મારો પ્રતિસ્પર્ધી છે' એવા વિચારથી પોતાને સમકક્ષ હોય એવાને પણ ખમી શકતો નથી. આવું પણ એટલા માટે કે એ સર્વત્ર પોતાના મહત્ત્વને આત્મોત્કર્ષને જ ઇચ્છતો હોય છે. આ દોષ માનમોહનીયકર્મના ઉદયે થાય છે. માનનો ઉદય બીજાના ઉત્કર્ષને જોઈ શકવા દેતો નથી. = Page #18 -------------------------------------------------------------------------- ________________ ૪૪૯ બત્રીશી-૧૦, લેખાંક-૪૯ (૫) ભયભીત ઃ એટલે નિત્યભીત.. હંમેશા ભયને અનુભવ્યા કરનારો. ભવાભિનંદી જીવને મન પૌદ્ગલિક અનુકૂળતાઓ જ સર્વસ્વ હોય છે. પણ આ અનુકૂળતાઓ પરાધીન હોય છે. છીનવાઈ જવી - ચોરાઈ જવી – નાશ પામી જવી... વગેરે અભિશાપથી યુક્ત હોય છે. વળી ભવાભિનંદીજીવ સત્ત્વહીન હોય છે. એટલે પૌગલિક અનુકૂળતાઓ ક્યાંય ચોરાઈ-છીનવાઈ ન જાય એવો ભય એને રહ્યા જ કરે છે. વળી બીજાઓને સુખમાં વિઘ્ન કરનારો હોવાથી તેમજ પ્રતિસ્પર્ધીની બુદ્ધિ હોવાથી પણ ભયભીત રહેતો હોય છે. પૌગલિક સુખનું ગાઢ મમત્વ હોવાથી, જે તે ગમે તેવી ઉચ્ચ-સંપન્ન વ્યક્તિ પ્રત્યે પણ “આ મારું છીનવી લેશે' એવી જ શંકાને આધીન થઈને એ ભયભીત રહેતો હોય છે. ભયમોહનીયકર્મના ઉદયે આ દોષ હોય છે. (૬) શઠ : એટલે કે માયાવી. ભવાભિનંદી જીવ પોતાની અનુકૂળતાઓ અને પોતાના ઉત્કર્ષને જ પ્રધાનતા આપનારો હોય છે. એટલે એને જાળવી રાખવા જરૂર પડે તો માયાનો આશ્રય કરવામાં પણ એને કોઈ છોછ હોતો નથી. ગમે તેવી અંગત વ્યક્તિ પ્રત્યે પણ એ સરળનિર્દભ બની શકતો નથી. એટલે કે સર્વત્ર માયાપ્રધાન હોય છે. માયામોહનીયકર્મના ઉદયે આ દોષ થાય છે. (૭) અજ્ઞ અજ્ઞ એટલે મૂર્ખ. પરિણામનો વિચાર કરવાની ન તૈયારી હોય, ન ક્ષમતા હોય. જેમ મૂર્ખને કંઈક કહેવા જાવ તો સાંભળે જ નહીં. જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમ ગરજથી - આતુરતાથી - જિજ્ઞાસાથી થતો હોય છે. પુદ્ગલાનંદીપણું પાપની-પાપના પરિણામોની જિજ્ઞાસા-ગરજ જ રહેવા દેતું નથી. પુદ્ગલનો આનંદ મળી જાય છે ને.... ભયો ભયો. આનું પરિણામ શું આવશે ? એ વિચારવાની એને જરૂર જ ભાસતી હોતી નથી. એટલે ક્ષયોપશમ ન હોવાથી મૂર્ખતા હોય છે. (પૌલિક અનુકૂળતાઓ ઊભી કરવા અંગે તો હોંશિયારી હોય જ છે, માત્ર એના પરિણામની બાબતમાં અજ્ઞતા હોય છે.) ગમે ત્યાંથી – ગમે Page #19 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ તે રીતે પૌલિક અનુકૂળતાઓ મેળવવી.. આવી એકદષ્ટિ જેને પકડાઈ ગઈ હોય એને “એકદૃષ્ટિ' કહેવાય. એકદૃષ્ટિ જીવ ગુણ-દોષનો વિચાર કરી શકતો નથી, અનુકૂળતા તરફ જ દૃષ્ટિ હોય. પરિણામ તરફ – પાપ તરફ નહીં. આવી પરિણામ પ્રત્યેની ઘોર ઉપેક્ષા - ગરજનો અભાવ રાગાન્ધપણું કે દ્વેષાન્યપણું આવે ત્યારે આવે છે. માટે આ દોષ અનંતાનુબંધી કષાયોના ઉદયથી જાણવો. (૮) નિષ્ફળારંભસંગત - નિષ્ફળારંભસંગત એટલે વંધ્ય ક્રિયાવાળો. એટલે કે જે કાંઈ ક્રિયા કરે તે વંધ્ય = નિષ્ફળ જ રહે. ભવાભિનંદીજીવને સર્વત્ર અતત્ત્વનો અભિનિવેશ હોવાના કારણે એ વળ્યક્રિયાવાળો હોય છે. એની કોઈપણ ક્રિયાનું ક્યારેય પણ શુભફળ ઉત્પન્ન થતું નથી. પૂર્વે જણાવ્યા મુજબ પ્રવચન=શાસન મોક્ષ માટે છે. એટલે પુણ્યાનુબંધી પુણ્ય, ગુણપ્રાપ્તિ અને મોક્ષ (નિર્જરા) આ બધું જ વિશિષ્ટભફળ ગણાય છે. આવું ફળ અને ક્યારેય કોઈપણ ક્રિયાનું મળતું નથી. માટે એ વળ્યક્રિયાવાળો હોય છે. દુઃખ આવે તો નિર્જરાફલક બનતું નથી. સુખ આવે તો એમાં ત્યાગ, સદુપયોગ કે અનાસક્તિરૂપ શુભફળ હોતું નથી. અનુકૂળ સંયોગસામગ્રી મળે તો પણ આત્મસાધનારૂપ ફળ મળતું નથી. તથા એના બધા વાણી-વિચાર-વર્તન અતત્ત્વના અભિનિવેશવાળા જ હોય છે. આવી બધી પરિસ્થિતિનું મૂળ છે અતત્ત્વદષ્ટિ. મુગલદષ્ટિ એ અતત્ત્વદષ્ટિ છે. સિદ્ધસ્વરૂપની માન્યતાવાળી શુદ્ધ આત્મદષ્ટિ કે ગુણદૃષ્ટિ એ તત્ત્વદષ્ટિ છે. નિર્મળસમ્યગ્દર્શનવાળા જીવની કે તીવ્રક્ષયોપશમધરાવનાર દેશવિરતિધર - સર્વવિરતિધર જીવની સારી ક્રિયા તો નિર્જરાફલક ને ગુણપ્રાપક હોય જ છે. પણ એની નરસી ક્રિયા પણ પશ્ચાત્તાપ સહકૃત બનીને નિશ્ચયનયે નિર્જરાફલક બનતી હોય છે. અપુનર્બન્ધક તથા Page #20 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૧૦, લેખાંક-૪૯ ૪૫૧ મંદષયોપશમ ધરાવનાર સમ્યકત્વી, દેશવિરત કે સર્વવિરત જીવની સારી પ્રવૃત્તિ નિર્જરાફલક ને ગુણમાપક હોય છે - ક્ષયોપશમને નિર્મળ કરનાર હોય છે. પણ નરસી પ્રવૃત્તિ મુખ્યતયા એવી હોતી નથી. અપેક્ષાએ બંધકારક ને દોષકારક = ક્ષયોપશમને મલિન કરનાર હોય છે. જ્યારે અચરમવર્તવર્તીજીવની તો સારી કે નરસી... બધી જ પ્રવૃત્તિ નિષ્ફળ હોય છે, કારણકે અતત્ત્વના અભિનિવેશવાળી હોય છે. આ અતત્ત્વનો અભિનિવેશ મિથ્યાત્વ મોહનીયના ઉદયના કારણે હોય છે. ભવાભિનંદીજીવના કહેલા આ આઠ દોષો અચરમાવર્તમાં બધા હોય જ છે. આનાથી વૈપરીત્ય = અક્ષુદ્રતા વગેરે ગુણો ક્યારેય હોતા નથી. ક્યારેક એ જોવા મળે તો સ્વાર્થસાધી લેવાના નિમિત્તે જ હોય. લાલો લાભ વિના લોટે નહીં' આ કહેવત બરાબર લાગુ પડતી હોય. એટલે અક્ષુદ્રતા વગેરે જોવા મળે ત્યાં પણ ભવાભિનંદીજીવનું પ્રણિધાન તો સ્વાર્થનું જ હોય છે. અચરમાવર્તિમાં આવા દોષોની સાહજિક યોગ્યતા હોય છે. અર્થાત્ દોષો સ્વાભાવિક હોય છે. એમાં કર્મોદયનો પ્રભાવ ગૌણ હોય છે. વળી, દોષો સ્વાભાવિક છે, એટલે પુરુષાર્થની પણ કોઈ અસર હોતી નથી. કોરડું મગ.... ગમે એટલું બાફો તો પણ સીઝે નહીં – આવી હાલત હોય છે. માટે વચનૌષધ પ્રયોગ માટે એને અયોગ્યકાળ કહ્યો છે. તેથી અચરમાવર્તમાં ભવિતવ્યતા મુખ્ય હોય છે. ચરમાવર્તમાં આ દોષોની સ્વાભાવિક તીવ્રતા હોતી નથી. કર્મવિશેષકૃત (= અમુક પ્રકારના કર્મોથી કરાયેલી) આગંતુક - તત્કાલીન તીવ્રતા હોય શકે છે. કર્મવિશેષકૃત આવી તીવ્રતાને ધર્મક્રિયારૂપ ઔષધ દૂર કરી શકે છે. તેથી વચનૌષધ માટે આ યોગ્યકાળ છે. તથા આ કારણે જ ચરમાવર્તમાં કર્મ અને પુરુષાર્થ મુખ્ય હોય છે. (કર્મોદયથી દોષ તીવ્ર બને તો કર્મની મુખ્યતા. અને એ વખતે જીવ સપુરુષાર્થદ્વારા કર્મોને મોળા પાડે અને દોષને અતીવ્ર બનાવે તો પુરુષાર્થની મુખ્યતા.) ભવાભિનંદીજીવોના આ દોષો સ્વાભાવિક સંસ્કારરૂપ અને Page #21 -------------------------------------------------------------------------- ________________ ૪૫૨ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ પ્રણિધાનરૂપ હોય છે. સંસ્કાર એટલે જ્ઞાનાવરણનો ક્ષયોપશો. આ ક્ષયોપશમ એ મોહનીય કર્મના ઉદયથી અનુવિદ્ધ (= સંકળાયેલો) હોય તો અશુભ સંસ્કાર કહેવાય છે, અને જો મોહનીયકર્મના ક્ષયોપશમથી અનુવિદ્ધ હોય તો શુભસંસ્કાર કહેવાય છે. જેમકે જે જીવે પોતાનું કાંઈપણ બગાડ્યું છે એનું નામ માત્ર લેવાથી જો ષ ષ થઈ જાય તો અશુભ સંસ્કાર છે. નામ લેવાથી જ્ઞાનાવરણકર્મના ક્ષયોપશમના પ્રભાવે એ જીવનું (ને એ જીવે પહોંચાડેલ નુકશાનનું) સ્મરણાત્મક જ્ઞાન થયું. ને સાથે ક્રોધમોહનીયકર્મનો ઉદય થયો.... માટે ગુસ્સો-ગુસ્સો થઈ ગયું. આમ, જ્યારે જ્યારે એ વ્યક્તિનું જ્ઞાન થાય ત્યારે ત્યારે ભેગો કષાયાદિ અશુભ કર્મોનો ઉદય થાય જ. ને તેથી ગુસ્સો વગેરે આવે. શુભસંસ્કારમાં આનાથી વિપરીત જાણવું.. એટલે, એ વ્યક્તિ યાદ આવવા પર, એનો અપરાધ યાદ આવે તો પણ ગુસ્સો ગુસ્સો થઈ જતું નથી. પણ એ વખતે ક્રોધમોહનીયનો ક્ષયોપશમ હોવાથી શુભોપયોગના કારણે ક્ષમાભાવ જ સંવેદાય છે. પ્રસન્નચન્દ્રરાજર્ષિને ભારે ક્રોધ-મારવા સુધીના હિંસકભાવો આવી ગયેલા. પણ જેવો મુગટ લેવા હાથ મસ્તકે ગયો - શુભોપયોગ આવ્યો કે તરત ક્રોધાદિ શાંત થવા માંડ્યા. આ શુભ સંસ્કાર છે. ભવાભિનંદીજીવને ક્ષુદ્રતા વગેરે દોષોના અશુભસંસ્કારો જ હોય છે, તથા એનું જ પ્રણિધાન હોય છે. માટે એનો અંતરાત્મા મલિન હોય છે. અંતરાત્મા જ જો મલિન છે તો સન્ક્રિયાની રુચિ થઈ જ શી રીતે શકે? તેથી સ્વરસથી થતી સન્ક્રિયા એને સંભવતી નથી. તેમ છતાં, લોકથી અલગ ન પડી જવાય.. એવા ઈરાદાથી કે લોકમાં મહત્ત્વ સ્થાપવાના ઇરાદાથી એ સન્ક્રિયા કરે છે. આમ લોકના આરાધન માટે કરાતી સલ્કિયા લોકપંક્તિ કહેવાય છે. શંકા - ભવાભિનંદીજીવને કીર્તિની સ્પૃહા, દેવલોકાદિની સ્પૃહા Page #22 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૧૦, લેખાંક-૪૯ ૪૫૩ હોય છે... આ ઇહ-પરલોકસંબંધી સ્પૃહા પણ અંતરાત્માની મલિનતા છે. એટલે લોકઆરાધન માટે ન હોય, પણ આ ભૌતિક સુખ આરાધના માટે પણ સર્જિયા હોય ને? સમાધાન - હા હોય. લોકઆરાધન જે કહેલ છે એના ઉપલક્ષણથી આ ભૌતિક સુખ આરાધન પણ લઈ લેવું. છતાં ઘણું ખરું લોકારાધનદષ્ટિ હોય છે, માટે એનો સાક્ષાત્ ઉલ્લેખ કર્યો છે. શંકા - તદ્ધતુઅનુષ્ઠાનવાળાને મોક્ષની ઇચ્છા છે નહીં. એટલે અન્ય ઇચ્છા તરીકે ક્યારેક લોકારાધનદૃષ્ટિ પણ હોય શકે. તો એને પણ લોકપંક્તિ કહેવાય ને? સમાધાન - હા, લોકપંક્તિ કહેવાય. પણ આંતરિક યોગ્યતા હોવાના કારણે એ લોકપંક્તિ બહારની = ઉપરઉપરની હોય છે. આમ લોકપંક્તિ બાહ્યકક્ષાની હોવાથી અપ્રધાન - ગૌણ હોય છે. . સામાન્યથી ધર્માત્મક સ&િયા કલ્પવૃક્ષ-ચિન્તામણિરત્નકામધેનુ.. વગેરે કરતાં પણ અધિક હોય છે. પણ ભવાભિનંદીજીવ આવી મહિમાવંતી ધર્મક્રિયા કરતાં પણ લોકને પ્રધાન કરે છે. એટલે મહાન ધર્મક્રિયામાં અલ્પત્વનો બોધ હોવાના કારણે એની ધર્મક્રિયા કેવળ નિષ્ફળ જ બની રહે છે એમ નહીં, પણ વિપરીત ફળાવહ બની રહે છે, દુરંતસંસારનો અનુબંધ = પરંપરા ચલાવનારી બની રહે છે. એટલે કે એટલા અનંતાદિકાળમાં સંસારમાં ભોગવવા યોગ્ય કર્મના અનુબંધ ઊભા કરનારી બને છે. આ અંગેની વિશેષ વિચારણા આગળ વિષાનુષ્ઠાન વગેરેના વિચાર વખતે કરીશું. ભવાભિનંદીજીવ લોકપંક્તિ માટે ધર્મ કરે છે અને તેથી એ ધર્મક્રિયા વિપરીત ફળ આપનારી બને છે એ વાત જોઈ. પણ જો કોઈ ધર્માત્મા ધર્મ માટે લોકપંક્તિમાં આદર કરે તો એ શુભ પણ બને છે. આશય એ છે કે જેણે ધર્મને પરિણમાવ્યો છે. ને તેથી પોતે ધર્મસાધનામાં Page #23 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ રમમાણ છે એને ધર્મઆરાધનામાં એવો આનંદ આવે છે, એવું કલ્યાણ ભાસે છે કે જેથી બીજાઓ પણ આ ધર્મ પામે એવી શુભભાવના એના દિલમાં જાગ્રત થાય છે. આવો ભાવનાશીલ અને એ માટે પ્રયત્નશીલ એવો પણ ધર્માત્મા જો લોકપ્રિય ન હોય, ઉપરથી લોકમાં અપ્રિય હોય તો એ લોકોને એ સમ્યકત્વાદિ રૂપ મોક્ષબીજાત્મક ધર્મ પમાડી શકતો નથી. એની અપ્રિયતા જ લોકોને એનાથી દૂર રાખે છે. ક્યારેક સામે ચાલીને એ લોકની વચમાં જાય ને ધર્મ સમજાવવાનો પ્રયાસ કરે તો પણ, અપ્રિયતાના કારણે લોકદિલમાં એના માટે પેદા થયેલી સૂગવિરોધની લાગણી નથી એની વાત ધ્યાનથી સાંભળવા દેતી કે નથી એના પર વિચાર કરવા દેતી. પછી ધર્મપ્રાપ્તિ શી રીતે થાય? વળી મોટે ભાગે આ લોકની અપ્રિયતા લોકનિન્દકાર્યોના કારણે કે લોકવિરોધના કારણે કે ક્રોધ-ભારેકૃપતા વગેરે વ્યક્ત દોષના કારણે થયેલી હોય છે. એટલે સામાન્યથી લોક એના આ નિન્દકાર્યો વગેરેને વખોડવાની સાથે એને અને એના ધર્મને પણ વખોડે છે. આ ધર્મનિન્દાના કારણે લોક બોધિદુર્લભ બને છે. પછી સાંભળવા-સમજવા છતાં બોધિપ્રાપ્તિ થવી શક્ય રહેતી નથી. આના બદલે ધર્માત્મા જો લોકપ્રિય હોય તો લોકોના દિલમાં એના પ્રત્યે પ્રીતિ-આદર હોવાથી એની વાતોને પ્રેમથી સાંભળે છે, સમજવાનો પ્રયાસ કરે છે અને એની વાત સ્વીકારવામાં ગૌરવ માને છે. તેથી તેઓને ધર્મપ્રાપ્તિ સંભવિત બને છે. માટે લોકપ્રિયતા જરૂરી છે. પણ જે લોકની સાથે ભળે નહીં, અતડો રહે, લોકોને ખુશ કરે નહીં એ શી રીતે લોકપ્રિય બની શકે ? એટલે ધર્માત્માએ લોકચિત્તને આરાધવું પણ જરૂરી બને છે અને તેથી એ અવસરે લોકચિત્તની આરાધના માટે પણ દાનાદિ ધર્મ કરે છે. આ પણ લોકપંક્તિ જ છે. તેમ છતાં એ શુભાનુબંધ પાડનારી હોવાથી શુભ છે. આમ ધર્મ માટે = ધર્મ પમાડવા માટે દાન-સન્માનપ્રિયમધુરવાણી વગેરે રૂપે થતી લોકપંક્તિ શુભ માટે થાય છે. પણ Page #24 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૧૦, લેખાંક-૪૯ ૪૫૫ લોકપંક્તિ માટે જે ધર્મ થાય છે તે શુભ માટે બનતો નથી, પણ અશુભ માટે જ થાય છે. આમાં ધનનું દૃષ્ટાન્ન છે. ધનનો અર્થી રાજાની સેવા વગેરેમાં પ્રવૃત્ત થાય છે ત્યારે કેટલીય જાતના કષ્ટો ઊઠાવે જ છે. ધન માટે ભૂખ વેઠે. નિંદ હરામ કરી નાખે. આખી દુનિયામાં જ્યાં ત્યાં ભટકે.. અપમાન સહી લે.. આવા તો કૈક કષ્ટો ઊઠાવે છે. એટલે કે ધન માટે ક્લેશ પણ ઈષ્ટ છે. પણ ક્લેશ માટે ધન ઈષ્ટ નથી. એટલે કે ધનથી મને કષ્ટો આવી પડો.. આવું કોઈ ઇચ્છતું નથી. એમ ધર્મ માટે લોકપંક્તિ પણ ઇષ્ટ છે. પણ લોકપંક્તિ માટે ધર્મ ઈષ્ટ નથી. યોગબિન્દુગ્રન્થમાં કહ્યું છે કે - “પ્રજ્ઞાશીલ પુરુષની ધર્મ માટે થતી લોકપંક્તિ કલ્યાણનું કારણ બને છે. પણ અલ્પબુદ્ધિ જીવ લોકપંક્તિ માટે જે ધર્મ કરે છે તે પાપ માટે થાય છે.” તથા ષોડશકગ્રન્થમાં કહ્યું છે કે – શુદ્ધ એવું જનપ્રિયત્ન = લોકપ્રિયત્વ સદ્ધર્મની સિદ્ધિસ્વરૂપ ફળને આપનારું છે. કારણકે લોકપ્રિય જીવના સદ્ધર્મના લોકો પ્રશંસા કરે છે જેથી એ પ્રશંસક જીવોમાં બોધિબીજની વાવણી થાય છે. અનાભોગવાળા જીવો સંમૂર્શિમ જેવા હોય છે. એમને આત્મિક કલ્યાણ – અકલ્યાણનો કશો જ ખ્યાલ હોતો નથી. આવા જીવો જો વૈનયિક પ્રકૃતિવાળા હોય – એટલે કે વિનમ્ર સ્વભાવવાળા હોય, તો એની આ પ્રકૃતિ જ એને લોકથી અલગ પડવા દેતી નથી, લોકની સાથે જ રહેવાની પ્રેરણા કરે છે. તેથી લોક જે ધર્મ કરતું હોય, એ ધર્મ, આવા જીવ પણ, લોકથી અલગ ન પડી જવાય એવા ઈરાદાથી કરતા રહે છે. આ લોકપંક્તિ જ છે. આવા જીવોની આ લોકપંક્તિ પણ ધર્મની હાનિ કરનારી ન હોવાથી કંઈક સારી જ છે. આશય એ છે કે આ જીવ ધર્મનું મહત્ત્વ જેવું છે એવું જાણતો નથી. વળી એને સંસારની = સાંસારિક ભોગવિલાસાદિની ઉત્કટ ઇચ્છા છે નહીં. એટલે Page #25 -------------------------------------------------------------------------- ________________ ૪૫ ૬ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ મહાનુ એવા ધર્મમાં એ લઘુતા માનતો ન હોવાથી ધર્મની હાનિ થતી નથી. તેથી, ભવાભિનંદી જીવ લોકપંક્તિથી જે ધર્મક્રિયા કરે છે એના કરતાં આવા જીવની ધર્મક્રિયા કંઈક સારી હોય છે. અથવા, ભલે આત્મહિતનો ખ્યાલ નથી, છતાં આવા જીવો દાક્ષિણ્યથી લોકની સાથે રહેવા ધર્મક્રિયા જ કરે છે, તે બીજા જીવો લોકનું જોઈને પણ જે નથી કરતાં, એના કરતાં કંઈક અંશે સારું છે. તેમ છતાં આ તાત્વિક ધર્મ તો નથી જ, કારણકે ધર્મના મહત્ત્વનો કશો ખ્યાલ નથી, આત્મકલ્યાણનો કોઈ આશય નથી, માત્ર ગતાનુગતિકતાથી ધર્મ થઈ રહ્યો છે. એટલે આવી ક્રિયા પણ તત્ત્વથી તો શુભ નથી જ. તત્ત્વથી શુભ તો એ જ ધર્મક્રિયા બની રહે છે જે પ્રણિધાનાદિ આશયોથી સંકળાયેલી હોય. કારણ કે આ આશયો જ ધર્મક્રિયાને શુદ્ધ કરનાર છે. આગામી લેખથી આ પ્રણિધાનાદિ આશયોનો વિસ્તારપૂર્વક વિચાર કરીશું. અમદાવાદ-પાલડી-પંકજ સોસાયટીમાં શ્રી ભુવનભાનુસૂરિ સ્મૃતિ | મંદિરમાં ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા પ્રસંગે વિવિધ ૨૨ સમુદાયોના ૨૦૦થી વધુ આચાર્યાદિશ્રમણોની અને ૧૧૦૦થી વધુ શ્રમણીઓની ઉપસ્થિતિ શું એ ન સૂચવે ? કે ગુરુદેવ! આપશ્રી શાસનના હતા....માત્ર શિષ્યોના નહીં. આપશ્રીએ પોતાના-પરાયાનો ભેદ રાખ્યો નહોતો. કોઈપણ સમુદાયના સંયમીઓના સ્વાધ્યાય, સંયમ, સમાધિ અને અંતિમનિર્ધામણા માટે આપશ્રીએ દિન-રાત જોયાં નહોતાં. Page #26 -------------------------------------------------------------------------- ________________ ગયા લેખમાં આપણે એ જોયું કે પ્રણિધાન વગેરે આશયો ધર્મક્રિયાને શુદ્ધ કરનાર છે. એટલે હવે આ પ્રણિધાન વગેરે આશયોને સમજવા છે. એ માટે પ્રથમ ગ્રન્થમાં આપેલ ૫૦ એના ટૂંકા સ્વરૂપને જોઈને પછી એના પરથી અર્થવિસ્તાર કરીશું. લેખાંક પ્રણિધાન, પ્રવૃત્તિ, ત્રણ પ્રકારે વિઘ્નજય, સિદ્ધિ અને વિનિયોગ.. આ કર્મમાં રહેલા ધર્મક્રિયામાં રાખવા યોગ્ય શુભઆશયો છે. આ પ્રણિધાન વગેરે પોતાની પુષ્ટિ અને શુદ્ધિનો અનુબંધ ચલાવનારા શુભપરિણામરૂપ હોવાથી શુભઆશયરૂપ છે. આમાં પુષ્ટિ એટલે પ્રવર્ધમાન પુણ્યદ્વારા થનારો ઉપચય. અને શુદ્ધિ એટલે જ્ઞાનાદિગુણોનો નાશ કરનારા ઘાતીકર્મનો હ્રાસ થવાથી થયેલી આત્માની નિર્મળતા. આમાં પુષ્ટિ અને શુદ્ધિથી શુભાશય ઊભો થાય છે અને એ શુભાશયથી પુષ્ટિ અને શુદ્ધિ શુભઅનુબન્ધવાળી થાય છે. આ શુભઅનુબન્ધના પ્રભાવે પુષ્ટિ અને શુદ્ધિ જીવને ઠેઠ મોક્ષ સુધી પહોંચાડે છે. અભવ્યાદિજીવોને પ્રણિધાનાદિ આશયો ન હોવાથી ધર્મક્રિયા હોવા છતાં મોક્ષ તરફ પ્રગતિ થઈ શકતી નથી. હવે પાંચ આશયોને વિચારીએ - = (૧) પ્રણિધાનઆશય - ‘મારે અહિંસાને આત્મસાત્ કરવી છે’ ‘મારે ક્ષમાને આત્મસાત્ કરવી છે'... અહિંસા-ક્ષમા વગે૨ે તે તે ધર્મસ્થાનને સિદ્ધ કરવાના આવા સંકલ્પવાળું ચિત્ત એ પ્રણિધાન આશય છે. આ પ્રણિધાન આશયને પરિપૂર્ણ થવા માટે ચિત્તની કેટલીક પરિણતિઓ જરૂરી હોય છે. જેમકે (૧) આ સંકલ્પ અવિચલિત સ્વભાવવાળો હોવો જોઈએ.. એટલે કે પ્રતિકૂળતા - કઠિનાઈ વગેરે અનુભવાય તો પણ એ સંકલ્પ પડતો મૂકાઈ જાય એવો ન જોઈએ. (૨) અધોવૃત્તિકૃપાનુગ - પોતે તે તે ધર્મસ્થાનને સાધવામાં જેટલા આગળ વધ્યા હોય એની અપેક્ષાએ જેઓ હજુ પાછળ રહી ગયા છે Page #27 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ એવા જીવો પ્રત્યે ચિત્તમાં કરુણા સ્ફુર્યા કરવી જોઈએ, પણ દ્વેષતિરસ્કારાદિ ન થવા જોઈએ. (૩) પરોપકારસાર - પરોપકાર કરવાના રસવાળું ચિત્ત જોઈએ. જેની સ્વાર્થપ્રધાન વિચારધારા હોય એ પ્રણિધાનાદિ આશયોને કેળવી શકતો નથી. (૪) પાપવિવર્જિતચિત્ત - પ્રણિધાન માટે જે સંકલ્પ જોઈએ તે સાવદ્યવસ્તુનો ન જોઈએ પણ અહિંસા વગેરેરૂપ નિરવદ્યવિષયનો હોવો જોઈએ. આમ આ ચાર વિશેષણોવાળું ચિત્ત એ ક્રિયામાં રહેલ પ્રણિધાનઆશય છે. (૨) પ્રવૃત્તિઆશય : અહિંસા વગેરે જે ધર્મસ્થાનને સાધવાનો સંકલ્પ છે તે ધર્મસ્થાનને સાધી આપનારા ઉપાયોને જ્યારે અજમાવવામાં આવે - એને અનુકૂળ પ્રવૃત્તિ કરવામાં આવે ત્યારે એ પ્રવૃત્તિ માયકાંગલી ઢીલીપોંચી ન થાય, પણ પોતાનાથી જેવી અતિશયિત = ચઢિયાતી = વધુને વધુ પાવરફુલ કરવી શક્ય હોય એવી યત્નાતિશયવાળી જ કરવાની પ્રેરણા કર્યા કરે એવી ચિત્તપરિણતિ એ પ્રવૃત્તિઆશય છે. ચિત્તની આવી પરિણતિ જો ઘડવામાં ન આવી હોય તો, જીવ તો અનાદિકાળથી પ્રમાદગ્રસ્ત છે. એટલે પ્રવૃત્તિ કરવા છતાં એમાં વેઠ જ વાળે. પછી અહિંસાદિ આત્મસાત્ શી રીતે થાય ? વળી આ ચિત્તપરિણતિ અન્ય અભિલાષથી રહિત જોઈએ. અહિંસાને સાધવાની પ્રવૃત્તિના કાળે અન્ય કશાની અભિલાષા જો ચિત્તમાં રમ્યા કરે, તો અહિંસાનો સાધક પ્રયત પ્રબળ થઈ શકે જ નહીં એ સ્પષ્ટ છે. વળી આ ચિત્તપરિણતિ સ્થિર જોઈએ, એટલે કે એકાગ્ર જોઈએ. આશય એ છે કે ચિત્તપરિણતિ એવી હોય કે સ્વવિષયની યત્નાતિશયવાળી પ્રવૃત્તિથી એ ઘડાતી જાય...ને વળી વધારે અધિક યત્નાતિશયવાળી પ્રવૃત્તિ કરાવ્યા કરે. આવી ચિત્તપરિણતિ એ પ્રવૃત્તિઆશય છે. (૩) વિઘ્નજયઆશય ઃ અહિંસા વગેરેને આત્મસાત્ કરવાની સાધનામાં જે નડતરરૂપ બની સ્ખલના પેદા કરે એ વિઘ્ન છે. આ વિઘ્ન ત્રણ પ્રકારે છે. શીત-ઉષ્ણ પરીસહો એ જઘન્યવિઘ્ન છે. જ્વર વગેરે વ્યાધિઓ મધ્યમવિઘ્ન છે. ભગવાના વચનની અશ્રદ્ધારૂપ (કે Page #28 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૧૦, લેખાંક-૫૦ ૪૫૯ વિપરીતશ્રદ્ધારૂપ) મિથ્યાત્વ એ દિમાોહનામે ઉત્કૃષ્ટવિઘ્ન છે. આ ત્રણ વિઘ્નો ક્રમશઃ કંટકવિઘ્ન, જ્વરવિઘ્ન અને દિલ્મોહ વિઘ્ન પણ કહેવાય છે. જેમ મુસાફ૨ને રસ્તામાં કાંટા હોય તો ગતિ સ્ખલિત થાય છે, ને ક્યાં તો એ કાંટા ખસેડી નાખે કે કાંટા અસર ન કરે એ રીતે પોતે જોડાં પહેરી લે તો પાછી અસ્ખલિતગતિ થાય છે. આ વિઘ્નજય છે. એ જ રીતે મુસાફર બિમાર પડી જાય તો ગતિ સ્ખલિત થાય છે. નિરોગી બનીને પાછી અસ્ખલિત ગતિ કરે એટલે વિઘ્નજય. તથા પૂર્વદિશામાં જવાને ઇચ્છતા મુસાફરને દિગ્મોહ થયેલો છે. પશ્ચિમદિશામાં પૂર્વદિશાનો ભ્રમ થઈ ગયો છે. વળી બીજાઓ એને સમજાવે છે કે આ તો પશ્ચિમદિશા છે. એટલે એ ગતિ કરવા છતાં એમાં ઝડપ લાવી શકતો નથી. માટે આ દિગ્મોહવિઘ્ન છે. પછી સૂર્યોદય દેખાડવો... વગેરે દ્વારા એની ભ્રમણા દૂર કરવામાં આવે તો પાછી અસ્ખલિતગતિ થાય છે. માટે એ વિઘ્નજય છે. આ જ રીતે મોક્ષમાર્ગના મુસાફર એવા સાધકને પણ ઉપાધિ (= શીત-ઉષ્ણ વગેરે બાહ્યપ્રતિકૂળતાઓ), વ્યાધિ અને આધિ (= માનસિકભ્રમણાઓ.. – કલ્યાણકરચીજને અકલ્યાણકર માનવા વગેરેની ભ્રમણાઓ) એ ક્રમશઃ ત્રણ વિઘ્નો છે. આ ત્રણ પર વિજય મેળવવામાં આવે તો જ અસ્ખલિતગતિ થાય છે. માટે વિઘ્નજયઆશય જરૂરી છે. (૪) સિદ્ધિઆશય : સાક્ષાત્ અનુભવાત્મક તાત્ત્વિક ધર્મપ્રાપ્તિ એ સિદ્ધિ છે. અભ્યાસથી શુદ્ધ થયેલ ધર્મપ્રાપ્તિ એ તાત્ત્વિકધર્મપ્રાપ્તિ છે, બાકીની આભાસિક હોય છે, એટલે કે માત્ર દેખાવની હોય છે. આમાં પોતે સ્વયં પોતાના આત્મામાં અહિંસાદિને પોતાના સ્વભાવરૂપે સંવેદે છે. એટલે કે ‘હિંસા કરાય નહીં એમ નહીં’, પણ ‘હિંસા મારા સ્વભાવમાં જ નહીં’ આવી સ્વયં અનુભૂતિ હોય છે. આવી અનુભૂતિ-સંવેદના એ જ્ઞાન-દર્શન-ચારિત્રકમૂર્તિકા હોય છે. વળી આવી સિદ્ધિ હીનજીવો પ્રત્યે દયાવાળી, મધ્યમજીવો પ્રત્યે ઉપકારવાળી અને અધિકજીવો પ્રત્યે વિનયવાળી હોય છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ (૫) વિનિયોગ આશય : પોતાને સિદ્ધ થયેલા અહિંસાદિધર્મનું બીજી યોગ્ય વ્યક્તિને દાન કરવું એ વિનિયોગ છે. આ વિનિયોગ એ સિદ્ધિઆશય પછીનું એનું કાર્ય છે. આ વિનિયોગ ભવાંતરમાં પણ પોતાને સિદ્ધ થયેલ આ ધર્મની ઉત્તરોત્તર અવિચ્છેદપણે પ્રાપ્તિ કરાવે છે. આમ ઉત્તરોત્તર ધર્મ પ્રાપ્ત થવાના કારણે જીવ પરાકાષ્ઠાના ધર્મ સુધી પહોંચી શકે છે. માટે વિનિયોગ અવંધ્યફળવાળો હોય છે. આમ પાંચે આશયનું ટૂંકમાં સ્વરૂપ વિચાર્યું. હવે એની સ્પષ્ટતા થાય એ માટે આ પાંચે આશયને વિસ્તારથી સમજવાનો પ્રયાસ કરીએ. સુગૃહીતનામય સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરિ મહારાજ વિરચિત યોગવિંશિકા વગેરે યોગવિષયક પ્રકરણગ્રંથોમાં યોગ અંગે સુંદર પ્રકાશ પાથરવામાં આવ્યો છે. જીવને મોક્ષ સાથે જે જોડી આપે તેવી સાધુ-શ્રાવક સંબંધી કોઈ પણ ધર્મક્રિયા એ યોગ છે. જે ધર્મક્રિયામાં પ્રણિધાનાદિ આશયો ભળેલા હોય તે જીવને મોક્ષ સાથે જોડી આપે છે. આમ દરેક ધર્મક્રિયા એ યોગ નથી પણ મોક્ષ સાથે જોડી આપનારી ધર્મક્રિયા એ યોગ છે. આ પરથી જણાય છે કે ધર્મક્રિયા યોગરૂપ બને પણ ખરી અને ક્યારેક ન પણ બને. છતાં એ નક્કી છે કે જો બનશે તો માત્ર ધર્મક્રિયા જ યોગરૂપ બનશે, હિંસાદિ પાપક્રિયાઓ નહીં. એટલે એ પણ જણાય છે કે જેઓ હજુ ધર્મક્રિયામાં જ જોડાયા નથી, અથવા જેઓ ધર્મક્રિયામાં જોડાયા હોવા છતાં એમાં હજુ ખાસ સ્થિર થયા નથી, (મનમાં આવ્યું તો કરે, ન આવ્યું તો ન કરે, આવી હાલકડોલક સ્થિતિવાળા છે.) એવા જીવોને યોગની વાતો કરવાનો કશો અર્થ નથી. જે ધર્મક્રિયા કરતો જ નથી એવા જીવને, “તારી ધર્મક્રિયા યોગરૂપ તો જ બનશે, જો એ પ્રણિધાનાદિ આશયોથી યુક્ત હશે' આવું કહેવાનો શો મતલબ ? એને તો પ્રથમ પગથિયા રૂપે એ પાપક્રિયાઓ છોડી ધર્મક્રિયાઓમાં જોડાય એ માટે ધર્મનો મહિમા ગાતી વાતો જ કરવાની Page #30 -------------------------------------------------------------------------- ________________ ૪૬૧ બત્રીશી-૧૦, લેખાંક-૧૦ હોય. જે આખા ગામમાં રખડ્યા કરે છે અને ધંધો વગેરે કશું કરતો નથી એને જો ધંધો આ રીતે કરાય તો નફો થાય અને આ રીતે કરાય તો નફો ન થાય” વગેરે કહેવાનો શો મતલબ ? એને તો ધંધો કરવાથી આ લાભ ને ધંધો કરવાથી તે લાભ... વગેરે કરી ધંધાનું આકર્ષણ પેદા કરવાનું હોય અને એના દ્વારા ધંધે લગાડવાનો હોય.. આ રીતે એક વાર એ ધંધામાં રસ લઈ તેમાં જોડાઈ જાય એટલે એની ભૂમિકા તૈયાર થઈ ગઈ. હવે એને કહેવું જોઈએ કે આ રીતે ધંધો કરવાથી નફો અને આ રીતે કરવાથી નફો નહીં. આવું જ પ્રસ્તુતમાં જાણવું. જેણે ધર્મના આચારોને અસ્થિમજજા જેવા બનાવી દીધા છે, એવા ધાર્મિક જીવોને જ એમનો ધર્મ યોગરૂપ બનાવવા આવું માર્ગદર્શન આપવું આવશ્યક છે. એટલે, આ ગ્રંથોના શ્રોતા ખૂબ ધર્મમય જીવન જીવનારા છે એ સ્પષ્ટ છે. માટે નવા જીવોને ધર્મમાં જોડવા માટે જેવો ઉપદેશ આપવો યોગ્ય હોય તેવો ઉપદેશ એમને આપવો આવશ્યક હોતો નથી, પણ એમના ધર્મને યોગમાં રૂપાંતરિત કરી શકે એવો ઉપદેશ આવશ્યક હોય છે, એ માટે આવશ્યકતાનુસાર કંઈક કડક શબ્દો કહેવામાં આવે તો પણ તેઓ ધર્મને છોડી દે એવા હોતા નથી. આવી બધી ભૂમિકાને નજરમાં રાખીને પ્રસ્તુત વાતો છે એ બધા સુજ્ઞોએ નિર્ણય કરી લેવો હિતાવહ છે. આ ભૂમિકા નજર સામે છે માટે જ જ્ઞાનીઓ “જો પ્રણિધાન આશય વગેરે રૂ૫ ભાવ નથી, તો બધી જ ધર્મક્રિયા માત્ર દ્રવ્યક્રિયા છે, સ્વફળસાધક ન હોવાથી તુચ્છ છે.” આવું બધું બેધડક કહી શક્યા છે. નહીંતર આવા આશય વિનાની ધર્મક્રિયા પણ, દુર્ગતિમાં પડતા જીવને ધારી રાખે (દુર્ગતિમાં પડવા ન દે) તે ધર્મ', આવી ધર્મની વ્યાખ્યામાં, ધર્મનું જે કાર્ય દુર્ગતિવારણ જણાવ્યું છે, તે તો કરી જ આપતી હોવાથી સ્વફળસાધક પણ છે જ, અને તેથી તુચ્છ પણ નથી જ. તેથી જ જીવોને નવા નવા ધર્મમાં જોડવા હોય, યા જોડાયા હોય તેઓને સ્થિર કરવા હોય તો, “જો તમારે દુર્ગતિમાં ન જવું હોય, “જો તમારે આલોક-પરલોકમાં સુખી થવું Page #31 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ૨. બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ હોય.” “તો તમારે ધર્મ કરવો જોઈએ, વગેરે ઉપદેશ અપાય છે, જેમાં પ્રણિધાન આશય વગેરેની કોઈ વાતો પણ કરાતી નથી. ઉપદેશ તરંગિણીમાં તો ત્યાં સુધી કહ્યું છે કે “રાજન્ ! ધર્મ તો સાંભળ્યો હોય, જોયો હોય, અનુમોદ્યો હોય તો પણ સાત પેઢીને પવિત્ર કરી દે છે.” પ્રણિધાન વગેરે ન હોવા છતાં પણ ધર્મને અહીં આટલો બધો પ્રભાવવંતો કહેવો અને યોગગ્રંથોમાં એને સાવ તુચ્છ કહેવો. આવો તફાવત પડવાનું એક માત્ર કારણ શ્રોતાઓની જુદી જુદી ભૂમિકા છે. કશું કમાતો ન હોય એને હજાર રૂપિયાની કમાણી પણ મોટી સિદ્ધિરૂપે કહેવાય, અને લાખો રૂપિયા કમાવાની ભૂમિકાવાળાને હજાર રૂપિયાની કમાણી સાવ તુચ્છ કહેવાય. તો એમાં આશ્ચર્ય પામવા જેવું શું છે ? જેઓ પાપપ્રવૃત્તિથી હટી ધર્મમાં જોડાયા છે, સ્થિર થયેલા છે, તેઓને મોક્ષમાર્ગ પર આગળ વધારવા માટે પ્રસ્તુત નિરૂપણ છે એ સ્પષ્ટ છે. એટલે જ અન્ય ગ્રન્થોને ભણવાના અધિકારી તરીકે સામાન્યથી બાળજીવો = અજ્ઞાન જિજ્ઞાસુ જીવો કહેવાતા હોવા છતાં યોગના ગ્રન્થોના અધિકારી તરીકે (૧) યોગીઓના કુળમાં જન્મેલા હોય.... વગેરે ગુણોવાળા કુલયોગી જીવો તેમજ (૨) ઈચ્છા તથા પ્રવૃત્તિ કક્ષાની અહિંસા, સત્ય વગેરે જેમના જીવનમાં હોય એવા પ્રવૃત્તચક્રોગી જીવો જ કહેવાયેલા છે. આવા જીવોને જ, દુર્ગતિવારણાત્મક ફળનો સાધક હોવા છતાં પ્રણિધાનાદિ ન હોવાના કારણે મોક્ષાત્મક શ્રેષ્ઠ ફળનો અસાધક હોવાથી પ્રણિધાનાદિશૂન્ય ધર્મ દ્રવ્યક્રિયારૂપ છે, તુચ્છ છે. એવું કહેવું એ પ્રણિધાનાદિને કેળવવા માટે પ્રેરક બનતું હોવાથી હિતાવહ છે. જેઓ હજુ ધર્મમાં જોડાયા નથી, અથવા જોડાયા હોય તો પણ ડગુમગુ સ્થિતિમાં છે તેઓને તો ‘તમારી ધર્મક્રિયા તુચ્છ છે એવી વાત પ્રણિધાન કેળવવા માટે પ્રેરણારૂપ તો નથી બનતી પણ ઉપરથી ધર્મ છોડી દેવાની દુર્બુદ્ધિ જગાડનારી બને એવી શક્યતા છે. માટે જ તેવા જીવો આ ગ્રંથોના Page #32 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૧૦, લેખાંક-૫૦ ૪૬૩ અધિકારી નથી. છતાં તેઓને જો આ વાતો કરવામાં આવે તો, તેમનું હિત થવાને બદલે અહિત થવાની નોબત આવી શકે છે. એટલે, ધર્મમય જીવન જીવનારા ભાવુકો યોગગ્રન્થોના અધિકારી છે. તેઓને જ્ઞાનીઓ હિતબુદ્ધિથી કહી રહ્યા છે. ‘સાધુપણાની કે શ્રાવકપણાની નાનામાં નાની પણ પરિશુદ્ધ ધર્મક્રિયા એ ‘યોગ' છે. કારણ કે એ જીવને મોક્ષ સાથે જોડી આપે છે. અર્થાત્ એ ધર્મક્રિયા જીવને મોક્ષ તરફ લઈ જનારી હોવાથી યોગ છે. જે ધર્મક્રિયા મોક્ષ તરફ એક કદમ પણ આગળ વધારનારી ન હોય, તે માત્ર દ્રવ્યક્રિયા છે, તુચ્છ છે. જે ધર્મક્રિયા પ્રણિધાનાદિ આશયોથી સંકળાયેલી છે તે પરિશુદ્ધ છે, અને તેથી એ યોગ છે. શ્રી હરિભદ્રસૂરિ મહારાજ અહીં એક મહત્ત્વની બાબત પર પ્રકાશ ફેંકી રહ્યા છે. તેઓ, ધર્મક્રિયામાં રહેલા પ્રણિધાનાદિ આશયાત્મક ભાવ એ ‘યોગ' છે એમ નથી કહેતા, પણ પ્રણિધાનાદિ ભાવવાળી ધર્મક્રિયા એ ‘યોગ' છે એમ કહી રહ્યા છે. અને એ દ્વારા ક્રિયાનું પણ મહત્ત્વ આંકી રહ્યા છે. એની પાછળ અનેક કારણો છે. વિવક્ષિત વ્યક્તિનો ‘એ યોગવાન્ છે કે નહિ' એનો વ્યવહાર આલય વિહારાદિસંબંધી ધર્મક્રિયાને જોઈને થઈ શકે છે. અર્થાત્ આલયમાં ઉપાશ્રયમાં રહ્યા હોય ત્યારે પાળવાના આચારો, વિહાર = વિહાર દરમ્યાન પાળવાના આચારો.. આ બધાના પાલનરૂપ ધર્મક્રિયા કેવી કરાઈ રહી છે, શાસ્ત્રાનુસારી કે એનાથી વિપરીત ? એ જોઈને થઈ શકે છે. આંતરિક ભાવો અતીન્દ્રિય હોવાથી એને જોઈને નહીં. અર્થાત્ વ્યવહાર ક્રિયાને = આચારને આધીન છે. - = વળી નિશ્ચય (ભાવ પરિણામ) પણ બહુધા આચારથી જ ઉત્પન્ન થાય છે, ટકે છે અને વધે છે. કર્મ વગેરે કારણવશાત્ યોગથી ભ્રષ્ટ થનારને ભવાંતરમાં પુનઃ યોગમાર્ગે ચડાવનાર જાતિસ્મરણ જ્ઞાન, Page #33 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ૪ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ ક્રિયાજન્ય સંસ્કારથી ઉત્પન્ન થયું હોય એવું વલ્કલચીરી વગેરે અનેક દાંતોમાં જોવા મળે છે. આગળ વિનિયોગ આશય જે કહેવાનો છે તેમાં પણ વિનિયોગ બાહ્યદષ્ટિએ આચારનો જ હોય છે. અર્થાત્ વિનિયોગ આશય પામેલ સાધક સામા જીવમાં આચારનો વિનિયોગ કરે છે. (પણ વિનિયોગ આશયના પ્રભાવે એ આચાર ભાવ પેદા થાય તેવો અવબ્ધ હોય છે) અને એ આચાર સામા જીવમાં ક્રમશઃ ભાવને પેદા કરે છે. કોઈ પણ સંજોગોમાં શરાબ પીવાય જ નહિ' આવી પરિણતિ એ શરાબત્યાગ અંગેનો નિશ્ચય છે. શરાબ પીવો નહિ એ વ્યવહાર છે. શરાબ ત્યાજ્ય છે' એમ કહ્યા કરે અને પાછો શરાબ પીધા કરે એ પોતાના આરોગ્યની પાયમાલી સર્જવાનો જ છે. આ રીતે ક્રિયા તો બાહ્ય ભાવ છે, તુચ્છ છે” એ પ્રમાણે કહી કોરા નિશ્ચયની વાતો કરનારો પાપક્રિયાના પ્રભાવે દુર્ગતિમાં સબડવાનો છે. સામે પક્ષે શરાબને ત્યાજ્ય માનવાની પરિણતિ કદાચ ન હોવા છતાં શરાબ ન પીનારો આરોગ્ય જાળવી રાખવાનો છે. એમ કદાચ નિશ્ચય ન કેળવાયો હોય, છતાં જે ધર્મક્રિયા પકડી રાખે છે એને દેવલોક તો અવશ્ય મળવાનો છે, એ દુર્ગતિમાં નહીં જાય. ધર્મક્રિયાને પકડી રાખવી અને એના દ્વારા ભાવ-પરિણતિઓને ઘડતાં રહેવું એ આત્મહિતેચ્છુઓનું કર્તવ્ય છે, અને ક્યારેક શક્તિ, સંયોગ વગેરેના કારણે બાહ્યક્રિયા પકડી ન શકાય ત્યારે પણ ભાવના દ્વારા ક્રિયા પ્રત્યે ખેંચાણ ઊભું કરવું, તેને જાળવી રાખવું, તેને વધારવું... એ પણ ભાવ પરિણતિરૂપ છે. અને એ ધર્મક્રિયાને કાલાન્તરે ખેંચી લાવે છે, તેમજ વિપુલ કર્મક્ષય પણ કરાવે છે. માટે એવા અવસરે એ કર્તવ્ય બની રહે છે. ધર્મક્રિયાને યોગરૂપ બનાવનાર પ્રણિધાનાદિ પાંચ આશયોના Page #34 -------------------------------------------------------------------------- ________________ ૪૬૫ બત્રીશી-૧૦, લેખાંક-૧૦ સ્વરૂપનું અહીં જે વર્ણન કરવામાં આવશે તેમાં એ આશયો કંઈક અંશે ક્રિયારૂપ જણાતા હોવા છતાં એવી ક્રિયાથી અભિવ્યક્ત થતી ચિત્તની વૃત્તિઓ-પરિણતિઓ એ જ આશય છે એમ જાણવું. એટલે કે આ પાંચે આશયો ક્રિયારૂપ નથી, પણ ચિત્તની અવસ્થા સ્વરૂપ “ભાવ” રૂપ છે. પાતંજલયોગસૂત્રમાં ‘ચિત્તવૃત્તિનિરોધો યોગઃ' એ સૂત્ર દ્વારા ‘ચિત્તવૃત્તિઓની અટકાયત એ યોગ” આવું જે લક્ષણ આપ્યું છે, એનો ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે “ક્લિચિત્તવૃત્તિનિરોધો યોગઃ” એવો પરિષ્કાર કરીને ચિત્તની ક્લિષ્ટવૃત્તિઓની અટકાયત એ યોગ છે? એવું લક્ષણ આપ્યું છે. વિષય-કષાયનું પ્રણિધાન વગેરે ક્લિષ્ટ ચિત્તવૃત્તિઓ છે. એને ખસેડીને જીવ, શુદ્ધ આત્મસ્વરૂપનું (મોક્ષનું) પ્રણિધાન વગેરે કેળવે એટલે યોગ આવે જ. એટલે, પ્રણિધાન વગેરે ચિત્તની અક્લિષ્ટ અવસ્થાઓ છે એ જાણવું. પ્રણિધાનાદિ પાંચ પ્રકારના આશયો એ ભાવ છે. “પાંચ પ્રકારના આશયોનો સમુદાય જ ભાવ છે એવું નથી. તેથી “એસો પંચ નમુક્કારો સવ્વપાવપ્પણાસણોમાં જેમ એક-એકને કરેલો નમસ્કાર પણ સર્વપાપપ્રણાશક છે એમ પ્રસ્તુતમાં જાણવું. અર્થાત્ હજુ બીજા પ્રવૃત્તિ વગેરે આશયો પ્રગટ્યા ન હોય, માત્ર પ્રથમ પ્રણિધાન આશય પ્રગટ્યો હોય તો પણ, એ પ્રણિધાનપૂર્વકની ધર્મક્રિયા યોગરૂપ છે જ. વળી પછી પછીનો આશય તેની પૂર્વ-પૂર્વના આશય વિના આવતો નથી, એટલી અહીં વિશેષતા છે. તેથી જેને વિનિયોગ આશય કેળવાયો હોય એને પૂર્વના ચાર આશયો તો હોય જ એ જાણવું. આ પ્રણિધાનાદિ આશય વિનાની આલય વિહારાદિ ધર્મક્રિયા એ દ્રવ્યક્રિયા છે. આ ક્રિયા મોક્ષ તરફ એક કદમ પણ લઈ જનારી ન હોવાથી તલના ફોતરાં જેવી તુચ્છ છે, સાર વિનાની છે. અર્થાત્ પ્રણિધાનાદિ આશયો હોય તો તે યોગ અને ન હોય તો તે તુચ્છ દ્રવ્યક્રિયા. આવો Page #35 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ૬ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ અભિપ્રાય છે. પણ કોઈ જીવ મરી ન જાય એવો શુભ ઉપયોગ હોય તો પૂજવા-પ્રમાર્જવાની ક્રિયા એ યોગ અને જો એ શુભ ઉપયોગ ન હોય તો એ તુચ્છ દ્રવ્યક્રિયા.... આવો અભિપ્રાય નથી. એટલે કે આ શુભ ઉપયોગ વગેરે હોવા છતાં, જો પ્રણિધાનાદિ કેળવાયા ન હોય તો પૂજવા વગેરે ક્રિયા યોગરૂપ બનતી નથી, ને તુચ્છ દ્રવ્યક્રિયારૂપ જ બની રહે છે. શ્રી મહાનિશીથ સૂત્રમાં ભાવ સ્તવને = સંપૂર્ણ આજ્ઞા પાલનરૂપ સાધુપણાને પ્રશસ્ત અને દ્રવ્યસ્તવને = પ્રભુની જળપૂજા વગેરે રૂપ દ્રવ્યપૂજાને અપ્રશસ્ત કહ્યો છે. આમાં દ્રવ્યસ્તવને જે અપ્રશસ્ત કહ્યો છે તે ભાવસ્તવની અપેક્ષાએ જ, બીજી પાપક્રિયાઓની અપેક્ષાએ નહીં. એમ પ્રસ્તુતમાં પણ શુભપયોગવાળી પ્રમાર્જનાદિ ક્રિયાને તુચ્છ દ્રવ્યક્રિયા જે કહી છે તે એ મોક્ષસાધક નથી બનતી એ અપેક્ષાએ જ. બાકી એ પણ શુભોપયોગપૂર્વકની શુભક્રિયા સ્વરૂપ હોવાથી પુણ્યબંધ જરૂર કરાવે છે. અને ભવિતવ્યતા વગેરે જો પાકી ગયા હોય તો એ શુભક્રિયા આ પુણ્ય દ્વારા યોગની સામગ્રી પૂરી પાડવા રૂપે સફળ પણ બની શકે છે. વળી, આ શુભક્રિયા તથા શુભ ઉપયોગ પ્રણિધાનાદિના બાધક તો નથી જ. પણ ઉપરથી વહેલા મોડા જ્યારે પણ આ આશયો કેળવવાના હશે ત્યારે આ શુભક્રિયા અને શુભ ઉપયોગ જ એમાં સહાયક બનવાની સંભાવના ઘણી વધારે છે, એટલે, કદાચ પ્રણિધાનાદિ આશય ન કેળવાયા હોય તો પણ શભક્રિયા કે શુભ ઉપયોગ છોડવાની તો વાત જ નથી. ઉપરથી એનો અભ્યાસ તો વધારતાં જ રહેવાનું છે. માત્ર ઉપર કહ્યા મુજબ એ મોક્ષનાં નથી શીધ્ર કારણ બનતાં કે નથી નિશ્ચિત કારણ બનતાં, અને તેથી શીધ્ર આત્મહિતના ઇચ્છુકે પ્રણિધાનાદિ આશયો કેળવવા અત્યંત આવશ્યક છે એ ઉપદેશ અહીં જાણવો. પ્રણિધાનાદિ પાંચે આશયોનું વિસ્તારથી - સરળ રીતે સ્વરૂપ આગામી લેખોથી વિચારીશું. Page #36 -------------------------------------------------------------------------- ________________ લેખાંક , ૫૧ ધર્મક્રિયામાં પ્રણિધાનાદિ આશયો ભળે તો જ એ ધર્મક્રિયા યોગરૂપ બને છે, જીવને મોક્ષમાર્ગ પર આગેકદમ કરાવે છે એ વાત ગયા લેખમાં જોઈ. એટલે હવે આ પાંચે આશયોને વિસ્તારથી સમજવા છે. એમાં સૌ પ્રથમ છે પ્રણિધાન આશય. પ્રણિધાન આશય : પ્રણિધાન શબ્દના બે અર્થો પ્રચલિત છે : (૧) દઢ સંકલ્પ (૨) ચિત્તની એકાગ્રતા. અહીં પ્રથમ અર્થ લેવાનો છે. બીજો અર્થ પ્રવૃત્તિ આશયમાં આવશે. એટલે મોક્ષપ્રાપ્તિનો, એના બાહ્ય આત્યંતર ઉપાયભૂત અહિંસા, ક્ષમા વગેરે સાધવાનો દઢ સંકલ્પ તથા એમાં બાહ્ય આવ્યેતર પ્રતિબંધકીભૂત (=અટકાયત કરનાર) પ્રમાદ, ક્રોધ વગેરે અપાયોને પરિહરવાનો દઢ સંકલ્પ સાક્ષાત્ ઉપયોગરૂપે કે સંસ્કારરૂપે ચિત્તમાં રમ્યા કરે... વિચલિત ન થઈ જાય. આવી ચિત્તની અવસ્થા એ પ્રણિધાન આશય છે. એમ ટૂંકમાં જાણવું. આમાં અધઃ કૃપાનુગત્વ વગેરે બીજી ચિત્તવૃત્તિઓ પણ જે સમાવિષ્ટ હોય છે એની વાત આગળ કરીશું. કોઈ પણ ક્રિયાના બે વિષયો હોય છે. એક ઉદેશ્યતા વિષય અને બીજો વિધેયતયા વિષય. જેમ કે કુંભાર ઘડો બનાવે છે. આમાં ઘડાને ઉદેશીને માટીને ઠપકારવી, ઘાટ આપવો વગેરે ક્રિયા કરે છે. એટલે ઘડો એ ઉદેશ્યતયા એની ક્રિયાનો વિષય કહેવાય. માટી એ વિધેયતા વિષય કહેવાય. કુંભાર માટી ખૂંદે, પિંડો બનાવે, ચાકડા પર ગોઠવે, ચાકડો ઘુમાવે...વગેરે ઘણું બધું કરે. પણ “મારે ઘડો બનાવવો છે' એવો સંકલ્પ જ કર્યો ન હોય તો ઘડો શી રીતે બને? એટલે ક્રિયાની સફળતા માટે ઉદેશ્યના સંકલ્પરૂપ પ્રણિધાન આવશ્યક છે એ જણાય છે. હવે “ઘડો બનાવવો છે” એવો નિર્ણય તો કર્યો છે પણ એટલા માત્રથી કામ સરી Page #37 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ જતું નથી. કારણ કે માટીને ઘડા સુધી પહોંચાડવા માટે વચ્ચે પણ ઘણી અવાંતર પ્રક્રિયાઓ હોય છે. એટલે આ દરેક પ્રક્રિયા અંગેનું પણ, પહેલાં આ કરવાનું, પછી આટલું આટલું કરવાનું વગેરે પ્રણિધાન આવશ્યક છે. વળી માટીથી ઘડી સુધીની યાત્રામાં કેટલાક પ્રતિબંધક પરિબળો પણ હોય છે. એટલે તે પ્રતિબંધકોના પરિવારનો સંકલ્પ (= તે પ્રતિબંધકોને દૂર રાખવાનો સંકલ્પ) પણ આવશ્યક હોય છે. બસ, આ જ રીતે અપુનર્બન્ધક અવસ્થાથી મોક્ષ સુધીની યાત્રામાં અહિંસા વગેરે ધર્મસ્થાનો સાધક છે અને પ્રમાદ વગેરે પ્રતિબંધકો બાધક છે. એટલે પ્રણિધાન આશયમાં ઉદેશ્યરૂપે મોક્ષ પ્રાપ્તિનો સંકલ્પ, એના ઉપાયભૂત અહિંસા વગેરે ધર્મસ્થાનો સાધવાનો સંકલ્પ અને એમાં પ્રતિબન્ધકીભૂત પ્રમાદાદિના પરિહારનો સંકલ્પ.. આ ત્રણે બાબતો સમાવિષ્ટ છે એ જાણવું. વળી ઘડામાં અને શુદ્ધ આત્મસ્વરૂપમાં મોક્ષમાં) પ્રાપ્તવ્ય રૂપે એક મહત્ત્વનો તફાવત પણ છે. ઘડો તો શરૂઆતથી પ્રત્યક્ષ છે, તથા પૂર્વે અનેકશઃ પોતે બનાવ્યો હોય એ પણ સંભવિત છે. જ્યારે પ્રાથમિક કક્ષામાં આત્મસ્વરૂપની ઝાંખી ન જ થઈ હોય એ પણ શક્ય છે. ને તેથી એનું એવું પ્રણિધાન ઊભું ન થયું હોય એ પણ નકારી ન શકાય, છતાં જો પ્રાપ્તવ્ય રૂપે ભોગની તીવ્ર ઇચ્છા વગેરે ઉપાધિથી રહિત એવું અહિંસા, ક્ષમા વગેરેનું નિરુપાધિક પ્રણિધાન હોય, (અર્થાત્ અહિંસા કેળવીશ તો સ્વર્ગાદિ મળશે એવું વ્યક્તપણે કે સંસ્કારરૂપે પણ ન બેઠું હોય. માત્ર અહિંસા ગમી ગઈ છે... હિતકર લાગી છે, ને તેથી સાધવી છે. આવું પ્રણિધાન હોય તો એ પણ પ્રણિધાન આશયરૂપ બને જ છે એ જાણવું. એ જ રીતે પ્રમાદ, ક્રોધ વગેરે પરિહાર્ય ભાસી ગયા હોય ને તેથી એના પરિહારનું નિરુપાધિક પ્રણિધાન ઊભું થયું હોય તો એ પણ પ્રણિધાન આશયરૂપ બને છે એ જાણવું. આ પ્રણિધાનાત્મક સંકલ્પ Page #38 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૧૦, લેખાંક-૫૧ ૪૬૯ વારંવાર દોહરાવવાથી આત્મામાં એક સંસ્કાર ઊભા થાય છે. એટલે જ્યારે ઉપયોગરૂપે પ્રણિધાન ન હોય ત્યારે પણ આ સંસ્કાર પ્રણિધાનનું કામ કરીને વિપરીત પ્રવૃત્તિ વખતે જીવને સાવધ કરે છે. આ સંસ્કારાત્મક કે ઉપયોગાત્મક સંકલ્પરૂપ પ્રણિધાન મતિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ સ્વરૂપ છે. પણ શુદ્ધ આત્મસ્વરૂપની ઝાંખી થવી, એના પરથી એની લગની લાગવી... અથવા પ્રાપ્તવ્યરૂપે ભોગની તીવ્રઇચ્છા વગેરેરૂપ ઉપાધિથી મુક્ત થવું - મુક્ત રહેવું... આ બધું દર્શનમોહનીયકર્મના ક્ષયોપશમ વિના સંભવિત નથી. એટલે પાયામાં એનો પણ ક્ષયોપશમ જરૂરી છે. આ પ્રણિધાનના વિષય તરીકે મોક્ષ, મોક્ષના કારણરૂપ ક્ષાયિકભાવો, વળી એ ક્ષાયિકભાવોના કારણભૂત ક્ષાયોપશમિકભાવો, આ ક્ષાયોપશમિકભાવોના કારણભૂત શુભભાવનાઓ અને સદ્સચારો, આ બધાનો પ્રતિબંધ કરનાર (= અટકાયત કરનાર) ઔદયકભાવોનો નિરોધ, એ નિરોધના કારણભૂત અસદ્ભાવનાત્યાગ-અસચારત્યાગ... આ બધું જ આવે છે. અર્થાત્ ‘મારે મોક્ષ જોઈએ જ' આવો સંકલ્પ અને એના સંસ્કાર જેમ પ્રણિધાન સ્વરૂપ છે એમ ‘મારે આત્મસ્વભાવરૂપ (= ક્ષાયિક) ક્ષમા જોઈએ જ' ‘મારે ચૌદ પૂર્વનું જ્ઞાન (= ક્ષાયોપમિક ભાવ) મેળવવું જ છે’ ‘મારે પાંચ પ્રહરનો સ્વાધ્યાય કરવાનો જ છે' ‘મારે સજ્ઝાય સમો તવો ણત્થિ વગેરે ભાવના (= ક્ષાયોપશમિકભાવના કારણભૂત ભાવના) ભાવવાની જ' ‘મારે ક્રોધાદિને અટકાવવાના જ (= ઔયિક ભાવનિરોધ)’ ‘ક્રોધાદિને અટકાવવા માટે એના નિમિત્તોથી મારે દૂર રહેવાનું જ’ ‘ક્રોધાદિની પ્રતિપક્ષ ભાવનાઓથી મારે ભાવિત થવાનું જ' આવા બધા સંકલ્પો અને એના સંસ્કારો પણ ‘પ્રણિધાન’ રૂપ છે જ એ જાણવું. આમાં ‘મારે મોક્ષ તો જોઈએ જ' આવું જે પ્રણિધાન છે એ અંતિમફળનું પ્રણિધાન છે, એ અંતિમ ઉદ્દેશ્યનું પ્રણિધાન છે. અહિંસા, Page #39 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ ક્ષમા વગેરે કેળવવાનું પ્રણિધાન એ મોક્ષના કારણ તરીકેનું પ્રણિધાન છે. વળી અહિંસા વગેરે સમિતિપાલન વગેરેના ઉદેશ્ય રૂપ પણ છે જ, એટલે કે સમિતિપાલન વગેરેની અપેક્ષાએ અહિંસા વગેરે કેળવવાનું પ્રણિધાન એ ઉદેશ્યના પ્રણિધાન સ્વરૂપ પણ છે જ. સમિતિપાલન વગેરેનું પ્રણિધાન આ અહિંસા વગેરે ઉદેશ્યના કારણ તરીકેનું પ્રણિધાન છે. આમ મોક્ષ વગેરે આ સંકલ્પ સ્વરૂપ- સંસ્કાર સ્વરૂપ પ્રણિધાનના વિષય છે, એ આપણે જોયું. એમ, પ્રણિધાનના ફળ તરીકે પ્રવૃત્તિ, એના દ્વારા આત્મસંસ્કારની - ક્ષયોપશમની વૃદ્ધિ, એના કારણે પ્રતિબંધકકર્મોના ઉદયમાં હૃાસ, અને એમ કરતાં છેવટે, ક્ષાયિકભાવની પ્રાપ્તિ. આ બધું જાણવું જોઈએ. અહિંસા-ક્ષમા વગેરે શા માટે કેળવવા છે ? તો કે “મોક્ષ માટે કેળવવા છે' આ રીતે અહિંસા વગેરેના ઉદેશ્યવાળું પ્રણિધાન પણ મૂળતઃ મોસંકલ્પમૂલક હોય તો તો ઘણું સારું જ છે. પણ, ક્યારેક એ આવા મોક્ષસંકલ્પમૂલક ન હોય તો પણ, જો એ “અહિંસાદિ પાળું જેથી મને નવમો નૈવયક મળે વગેરે અભવ્યાદિની ઇચ્છા જેવી ઇચ્છામૂલક ન હોય તો એમાં ફળતઃ મોક્ષ સંકલ્પ રહ્યો જ છે એમ માનવું આવશ્યક છે, કારણ કે અહિંસા વગેરેનો આવો નિરુપાધિક સંકલ્પ એને મોક્ષસંકલ્પમૂલક અહિંસાદિ સંકલ્પની જેમ મોક્ષે પહોંચાડવાનો જ છે. (અર્થાત્ આ નિરુપાધિક સંકલ્પનું પણ એને મોક્ષાત્મક ફળ મળવાનું જ છે.) જેમ નીચલા ધોરણમાં ભણનારને ઉપલા ધોરણમાં જવા માટે આ નીચલા ધોરણમાં ભણું છું' એવે ખ્યાલ ન હોય તો પણ, જો એ “મારે બરાબર ભણવું છે, કાળજીર્થ ભણવું છે, સારા હોંશિયાર બનવું છે' આવા સંકલ્પથી ભણે તો ઉપલ ધોરણમાં જાય જ છે. એટલે કે ઉપલા ધોરણમાં જવાના સંકલ્પપૂર્વક ભણનારને જેમ ઉપલા ધોરણમાં જવાનું ફળ મળે છે એમ આને પણ Page #40 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૧૦, લેખાંક-૫૧ ૪૭૧ મળે જ છે. માટે આને પણ ફલતઃ ઉપલા ધોરણનું પ્રણિધાન માનવું જ પડે છે. એમ પ્રસ્તુતમાં જાણવું. આ જ રીતે કોઈક મધ્યમ જીવ વગેરેને સમિતિપાલન વગેરે આચાર સ્વરૂપતઃ ગમી જાય અને તેથી એનું પાલન કરવાનો નિરુપાધિક સંકલ્પ કરે તો, ભલે કદાચ મોક્ષનું કે અહિંસાસિદ્ધિનું પ્રણિધાન સ્વરૂપતઃ ન પણ હોય તો પણ ફળતઃ એનું અસ્તિત્વ માનવું આવશ્યક બને જ છે. કારણ કે એ પણ ક્રમશઃ અહિંસાની સિદ્ધિ ને મોક્ષપ્રાપ્તિ સુધી પહોંચાડે જ છે. ટૂંકમાં, અપ્રશસ્ત ઔદયિક ભાવથી જે પ્રેરિત ન હોય એવો ક્ષયોપશમ ભાવનો (અહિંસા, ક્ષમાદિ કેળવવાનો) કે એના કારણભૂત સમિતિપાલનાદિનો સંકલ્પ, કારણરૂપે સર્વ ક્ષાયિક ભાવના સંકલ્પરૂપ બને છે ને તેથી ‘પ્રણિધાન' રૂપ પણ છે જ. એટલે, કોઈને હજુ મોક્ષનું પ્રણિધાન ન બન્યું હોય, તો પણ જો અહિંસાસિદ્ધિ વગેરેનું કે સમિતિપાલન વગેરેનું નિરુપાધિક પ્રણિધાન કેળવ્યું હોય તો એની ધર્મક્રિયા એ તુચ્છ દ્રવ્યક્રિયા રૂપ નથી બનતી, પણ ‘યોગ’ રૂપ બને જ છે. મોક્ષના પ્રણિધાનની જેમ આવું નિરુપાધિક પ્રણિધાન પણ અભવ્યાદિ અચરમાવતવર્તી જીવને ક્યારેય સંભવતું નથી. કારણ કે એને વ્યક્તરૂપે કે સંસ્કારરૂપે ભૌતિક અપેક્ષા રહેલી જ હોય છે. આ અપેક્ષાથી એ ક્યારેય મુક્ત થઈ શકતો જ નથી. તથા, મોક્ષનું પ્રણિધાન એ કાંઈ સહેલી વસ્તુ નથી. પ્રવચનમાં સાંભળીને આપણે પણ આવું બોલતાં કે વિચારતાં થઈએ કે ‘હું આ સામાયિક મોક્ષ માટે જ કરું છું' વગેરે વગેરે... એટલા માત્રથી મોક્ષનું પ્રણિધાન આવી જ જાય એવું નથી... એ વાત આગળ સ્પષ્ટ કરીશું. આમ એની અપેક્ષાએ અહિંસાદિના પ્રણિધાન કંઈક સુલભ છે. અહિંસાદિ કેળવવાનો સંકલ્પ કરવાનો, ને કોઈ ભૌતિક ઇચ્છારૂપ ઉપાધિ ચોંટીને Page #41 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ એને સોપાધિક ન બનાવી દે એ કાળજી રાખવાની.... આટલું કરવામાં આવે તો પ્રણિધાન આશય કેળવાવા માંડે. બીજી રીતે કહીએ તો મોક્ષ સર્વગુણમય છે. અહિંસા, ક્ષમા વગેરે ગુણો એના જ અંશભૂત છે. સર્વગુણમય અવસ્થાની ઝાંખી થાય ને એ મેળવવાની લગન લાગે એ ભલે કંઈક કઠણ હોય.. *કોઈને પણ મન-વચન-કાયાથી પીડા પહોંચાડાય જ શી રીતે ? હું કોઈને આવી કોઈ પીડા પહોંચાડનારો ન બનું આવો સંકલ્પ કંઈક સુલભ છે. ને એ અંશભૂત હોવાથી કાલાન્તરે મોક્ષસંકલ્પને ખેંચી લાવનાર છે જ. આ જ કારણ છે કે શ્રી યોગવિંશિકા, ષોડશક વગેરે પ્રકરણોમાં પ્રણિધાન આશયની જે વ્યાખ્યા આપી છે તેમાં મોક્ષના પ્રણિધાનનો સાક્ષાત્ ઉલ્લેખ કર્યો નથી. ને સાક્ષાત્ તો માત્ર અહિંસા વગેરે ધર્મસ્થાનનો કર્તવ્યતા ઉપયોગ (દઢ સંકલ્પ) જણાવ્યો છે. ને એ દ્વારા એને કેળવવા પર સાધકે જોર આપવું એમ સૂચન કર્યું છે. આ અહિંસાદિના દૃઢ સંકલ્પમાં ઉપર જણાવી ગયા મુજબ નિરુપાયિકતા ઊભી કરવી અને તેને જાળવી રાખવી એ દરેક સાધક માટે અત્યંત આવશ્યક છે. અન્યથા અભવ્યાદિમાં પણ પ્રણિધાનાદિ આશયની ને તેથી યોગની વિદ્યમાનતા માનવી પડે. કારણ કે અભવ્યાદિ અચરમાવર્તવર્તી જીવો રૈવેયક પ્રાપ્તિ વગેરેના ઉદેશથી ચારિત્રજીવનનો જયારે સ્વીકાર કરે છે અને નિરતિચાર સંયમપાલન માટે કટિબદ્ધ બને છે ત્યારે પ્રણિધાન, પ્રવૃત્તિ વગેરે આશયો જેનાથી ઉપલક્ષિત થાય એવો બાહ્ય બધો ધર્મવ્યાપાર તેઓમાં પરિપૂર્ણતયા જોવા મળે છે. અવિચલિત સ્વભાવવાળો કર્તવ્યતા ઉપયોગ, પ્રયતાતિશય વગેરેની કોઈ કચાશ તેઓમાં દૃષ્ટિગોચર થતી નથી. કારણ કે “મારે અહિંસાનું નિરતિચાર પાલન કરવું છે' વગેરે સંકલ્પ અને પ્રમાર્જના વગેરેની પ્રયતાતિશયવાળી પ્રવૃત્તિ તેઓમાં જોવા મળે જ છે. તેમ છતાં તેમની આલય વિહારાદિ Page #42 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૧૦, લેખાંક-૫૧ ૪૭૩ ધર્મક્રિયા ‘યોગ’ રૂપ હોતી નથી એ વાત બધાને માન્ય તો છે જ. એટલે બાહ્ય રીતે પરિપૂર્ણ એવી પણ તેઓની ધર્મક્રિયાને દ્રવ્યક્રિયારૂપ ઠેરવવા માટે, પ્રણિધાન વગેરેનો અભાવ માનવો જ પડે છે. વળી એકલો પ્રણિધાન આશય હોય તો પણ ક્રિયા યોગરૂપ બની જ જાય એ આપણે પૂર્વે જોઈ ગયા. માટે પ્રણિધાનનો જ અભાવ અને તેના કારણે પ્રવૃત્તિ વગેરે આશયોનો અભાવ તેઓમાં માનવો આવશ્યક છે. તો એવી કઈ શરત છે જે અપરિપૂર્ણ હોવાથી અભવ્યમાં પ્રણિધાન આશય હોતો નથી ? આ વિચારી લેવું પડે. ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં પણ એ મનને વિચલિત થવા દેતો નથી. હીનગુણ જીવો પર દ્વેષ લાવીશ કે પરોપકારની વાસના નહીં કેળવીશ તો મને ત્રૈવેયક પ્રાપ્તિ નહીં થાય એવું એ સુપેરે જાણતો હોવાથી એમાં પણ એ કચાશ તો આવવા દેતો જ નથી. તો પછી ખામી ક્યાં છે ? છેવટે ખામી, મોક્ષ સંકલ્પ કે અહિંસાદિનો નિરુપાધિક સંકલ્પ એને જે હોતો નથી એ જ માનવી પડે છે. નવમા ત્રૈવેયક સુધી જવાની ઇચ્છાવાળા અભવ્યાદિને પાંચ મહાવ્રતોના પાલનનું પ્રણિધાન, ઈર્યાસમિતિ વગેરેના પાલનનું પ્રણિધાન, દશવિધ શ્રમણધર્મનું પ્રણિધાન.. આ બધું તો પ્રબળ હોય જ છે, અને એના પ્રભાવે એ માખીની પાંખ પણ ન દુભાય એવું નિર્મળ સંયમ પાળે છે... પણ આ બધાના ઉદ્દેશ્ય તરીકે એના મનમાં નવમા ગ્રેવયકનું પ્રણિધાન જડબેસલાક હોય છે. (ફળ તરીકે આ નવમા ત્રૈવેયકની તીવ્ર આકાંક્ષા જ એના દિલમાં સંયમપાલનનું તીવ્ર પ્રણિધાન ઊભું કરે છે. ‘સંયમપાલનમાં જો જરા પણ અતિચાર લગાડીશ તો નવમો ત્રૈવેયક નહીં મળે... ને મારે એ તો જોઈએ જ છે...' આ પ્રણિધાનના પ્રભાવે જ એ લાખો પૂર્વ સુધી સતત અપ્રમત્તપણે સંયમપાલન કરે છે) પણ નથી એને ક્યારેય આત્માના શુદ્ધ સ્વરૂપનું (મોક્ષનું) પ્રણિધાન આવતું કે નથી ક્યારેય અહિંસાદિનું નિરુપાધિક પ્રણિધાન આવતું.. આ પ્રણિધાન ન Page #43 -------------------------------------------------------------------------- ________________ ४७४ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ આવે ત્યાં સુધી સંયમપાલન વગેરેનું ગમે એટલું દઢ પ્રણિધાન પણ પ્રણિધાન આશયરૂપ બનતું નથી.. ને તેથી એનો ધર્મવ્યાપાર “યોગ” રૂપ બનતો નથી. પણ દ્રવ્યક્રિયા રૂપ જ બને છે. પાયામાં આ પ્રણિધાન આશયનો અભાવ છે એટલે અભવ્યાદિ જીવો સુક્ય રહિતપણે યાતિશયપૂર્વક નિપુણ ઉપાયમાં પ્રવૃત્તિ કરતા હોવા છતાં (એટલે કે પ્રવૃત્તિ આશયની બધી શરતો પરિપૂર્ણ દેખાતી હોવા છતાં) પ્રવૃત્તિ આશય હોતો નથી. એમ જઘન્ય વગેરે કોઈપણ વિઘ્ન આવે તો પણ અલના ન પામવાની માનસિક ભૂમિકા કેળવી હોવા છતાં (અર્થાત્ વિધ્વજય આશયનાં બધાં ચિહ્નો જણાતાં હોવા છતાં) વિધ્વજય આશય હોતો નથી. આ જ રીતે સિદ્ધિ કે વિનિયોગ આશય પણ હોતા નથી. એટલે જ અભવ્યાદિના ઉપદેશથી કોઈ સમ્યકત્વાદિ પામે તો પણ અભવ્ય વિનિયોગ કર્યો એમ નથી કહેવાતું પણ “એ જીવ પોતાની યોગ્યતાના કારણે સમ્યક્વાદિ પામ્યો' વગેરે કહેવાય છે. હવે આમાં મોક્ષનું પ્રણિધાન એટલે શું ? એ પણ વિચારી લઈએ. ઉપર ઉપરના દેવલોકમાં જવાની ઇચ્છાવાળો અભવ્યાદિ જીવ પણ શાસ્ત્રો દ્વારા સમજ્યો હોય છે કે મારા વચનયોગ – મનોયોગ જો શાસ્ત્રથી વિપરીતપણે પ્રવર્તે તો સંયમમાં એટલો અતિચાર લાગવાથી ઇચ્છિતની પ્રાપ્તિ નહીં થાય. એટલે નથી એ વચન દ્વારા મોક્ષને નકારતો હતો કે નથી એ મનમાં મોક્ષને નકારતો હતો, તેથી આપણે પણ જે વાંચેલું છે, સાંભળેલું છે, ગોખેલું છે.. ને એને અનુસરીને “હું આ આરાધના મોક્ષ માટે કરું છું' એવું આપણે જે બોલીએ – વિચારીએ છીએ.. તેને પણ બેધડક રીતે મોક્ષના પ્રણિધાનરૂપ માની ન લેવાય. અલબત્ત આ વારંવાર બોલવું – વિચારવું એ પણ મોક્ષનું જે વાસ્તવિક પ્રણિધાન છે અને પ્રગટ થવાનું કારણ બની જ શકે છે. વળી એ સ્વર્ગપ્રાપ્તિ વગેરેની ભૌતિક ઇચ્છારૂપ ઉપાધિને દૂર રાખવામાં સહાયક બની શકે છે અને તેથી અહિંસા વગેરેને સાધવાના કે પ્રમાદદિનો Page #44 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૧૦, લેખાંક-૫૧ ૪૭પ પરિહાર કરવાના દઢ સંકલ્પરૂપ પ્રણિધાનને નિરુપાધિક બનાવવામાં પણ ઉપકારક નીવડી શકે છે. એટલે એને નિષેધવાની કે વખોડવાની આ વાત નથી, પણ એને જ શુદ્ધ આત્મસ્વરૂપના પ્રણિધાનરૂપે માની લેવાની ભૂલ ન કરવી જોઈએ. તો પછી મોક્ષનું વાસ્તવિક પ્રણિધાન એ શું છે ? આનો નિર્ણય કરવા માટે શ્રી યોગદષ્ટિસમુચ્ચયમાં મિત્રા વગેરે દૃષ્ટિના નિરૂપણમાં જે કહ્યું છે એનો પણ થોડો વિચાર કરી લઈએ. ત્યાં કહ્યું છે કે મિત્રા દૃષ્ટિવાળો જીવ જે વંદનાદિ કરે છે એ પ્રયોગની વિકલતા (કોઈક અંશની ઉણપ) હોવાના કારણે દ્રવ્યક્રિયા રૂપ હોય છે, ભાવવંદનાદિરૂપ હોતા નથી. અભવ્યાદિ જીવો ઓઘદૃષ્ટિમાં રહેલા હોય છે. અને છતાં, જો તેઓ યોગ્ય વેળા-યોગ્ય વિધિ, વિનય બહુમાન ભાવ વગેરે પરિપૂર્ણ પાળી શકે છે – પાળે છે, તો એનાથી આગળ રહેલા મિત્રા દૃષ્ટિવાળા જીવો આ બધું ન જ જાળવી શકે એમ માની શકાય નહિ. એટલે વેળા-વિધિ વગેરેની અધૂરાશ જ હોય એવો નિયમ નથી રહેતો. તેથી અહીં જે પ્રયોગવિકલતા કહી છે તેને વેળા-વિધિ વગેરેની વિકલતારૂપ ન સમજતાં જે બોધને દૃષ્ટિ તરીકે કહેવો છે એની જ વંદનાદિકાળે વિકલતા સ્વરૂપ સમજવી જોઈએ. એટલે જ ત્યાં “તણખલાના અગ્નિના કણ સમાન બોધ વંદનાદિ કરવાના કાળ સુધી ટકતો નથી કે પટુવીર્ય ન હોવાના કારણે સંસ્કાર પડ્યા ન હોવાથી વંદનાદિકાળે સ્મરણરૂપે પણ એ હાજર થતો નથી. અને તેથી એ અભીષ્ટકાર્યક્ષમ થતો નથી.” એમ જણાવ્યું છે. વળી, મિત્રાદિ દૃષ્ટિ પામેલા જીવોનો જ્ઞાનાવરણ ક્ષયોપશમ મંદ જ હોય ને તેથી એ જીવો વિસ્મરણશીલ જ હોય, ને તેથી “આત્મા છે “આત્માનો મોક્ષ (શુદ્ધ સ્વરૂપવાળી અવસ્થા) છે” વગેરેની એની શ્રદ્ધાયુક્ત જાણકારી વંદનાદિકાળે યાદ જ ન આવે.. આવું કાંઈ છે નહીં. એટલે “હું આત્માના શુદ્ધ સ્વરૂપ મોક્ષની પ્રાપ્તિ માટે આ વંદનાદિ કરી Page #45 -------------------------------------------------------------------------- ________________ ૪૭૬ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ રહ્યો છું.” એવો વિચાર વંદનાદિકાળે એને પણ હોવો અશક્ય નથી અને છતાં બોધની વિકલતા તો માનવાની જ છે. એટલે જણાય છે કે, જે બોધ દૃષ્ટિ તરીકે અભિપ્રેત છે એ “શુદ્ધ આત્મા નિરંજન – નિરાકાર છે, નિર્વિકાર છે, વીતરાગ છે, અશરીરી છે, અવ્યાબાધ અનંત સુખવાળો છે, કેવલજ્ઞાનયુક્ત છે' આવી બધી માત્ર જે જાણકારી, તસ્વરૂપ નથી. અને આ વાત બરાબર પણ છે, કારણ કે આવી સ્પષ્ટ જાણકારી હોય તો એને તણખલાના અગ્નિના કણ સમાન શું કહેવાની ? તો પછી દૃષ્ટિ શું છે ? આ પણ પ્રશ્ન ઊભો રહે છે. “આત્માના શુદ્ધ સ્વરૂપની ઝાંખી એ દૃષ્ટિ છે.” “શુદ્ધ આત્મા નિરંજન નિરાકાર છે.' વગેરે ઉપર કહેલી જાણકારી શાસ્ત્રવચનો દ્વારા મળે છે. આત્મસ્વરૂપનો આ બોધ જાણકારીના સ્તર પર હોય છે. એ પ્રતીતિના સ્તર પર.. સંવેદનાના સ્તર પર થાય એ દૃષ્ટિ છે. મિત્રાદષ્ટિમાં રહેલા જીવને, જ્યારે એ તત્ત્વચિન્તનાદિમાં ચઢેલો હોય છે ત્યારે એક ક્ષણ માટે તણખલાના અગ્નિકણ જેવો એક ચમકારો-સંવેદનાત્મક બોધઆત્મસ્વરૂપની ઝલક મળી જાય છે, જે ક્ષણિક હોવાથી તરત વિલીન થઈ જાય છે. વળી એ એટલી પાવરફુલ પણ નથી હોતી કે જેથી કાર્યક્ષમ સંસ્કારો ઊભા કરી શકે. એટલે વંદનાદિકાળે આ સંવેદનાત્મક બોધનું સાક્ષાત્ કે સંસ્કાર દ્વારા અનુસંધાન ન હોવાથી, વેળા-વિધિ વગેરે સચવાયા હોવા છતાં તેને જાણકારીના સ્તર પર રહેલા આત્મસ્વરૂપનું અનુસંધાન પણ હોવા છતાં – અર્થાત્ જાણેલું - ગોખેલું- “હું આ મોક્ષ માટે કરું છું' એવું વિચારાતું પણ હોવા છતાં-) એ વંદનાદિ દ્રવ્યથી જ થાય છે, ભાવથી નહીં. જાણકારીના સ્તર પર રહેલો બોધ અને સંવેદનાના સ્તર પર રહેલો બોધ. આ બે વચ્ચેના ફરકને હવે આગામી લેખમાં વિચારીશું. Page #46 -------------------------------------------------------------------------- ________________ પ્રણિધાન વગેરે આશયોને લેખાંક વિસ્તારથી સમજવાનો આપણે પ્રયાસ કરી રહ્યા છીએ. એમાં મોક્ષના - પર પ્રણિધાનને સમજવા માટે મિત્રાદિ દૃષ્ટિ શું છે એ વિચારવાનું છે. એ વિચારવા માટે જાણકારીના સ્તર પર રહેલો બોધ અને સંવેદનાના સ્તર પર રહેલો બોધ. આ બે વચ્ચેનો ફરક આ લેખમાં વિચારીએ. એક રાજાના હાથમાં એક પુસ્તક આવ્યું. એમાં ઠાંસી ઠાંસીને વૈરાગ્ય ભરેલો હતો. વાંચતા વાંચતા રાજાને પણ ક્ષણભર તો સંન્યાસ લેવાનું મન થઈ ગયું. પુસ્તક લેખકની રાજાએ મંત્રી દ્વારા તપાસ કરાવી ને એની મુલાકાતે ગયા. એ વખતે એ લેખક પોતાના બાળકને હસાવીખિલાવી રહ્યા હતા. ને પોતે પણ એના હાસ્ય પર એકદમ ખીલી ઊઠતા હતા. રાજાને ભારે આશ્ચર્ય થયું. આ તો મોહમાયામાં રહેલો છે. પુસ્તક બતાવીને કહે છે – “આ પુસ્તક તમે લખ્યું છે ?” “હા.” “આમાં તો નીતરતો વૈરાગ્ય છે ને તમે તો મોહમમતાના ખેલ....એક રાગી માણસ વૈરાગ્યની આવી વાતો લખી જ શી રીતે શકે?” “રાજન ! આ પુસ્તક મારું જ લખેલું છે. એ વાત સો ટકા સાચી છે.” “પણ..” “રાજન્ ! મારી સાથે ચાલો...” લેખક રાજાને તીક્ષ્ણ શસ્ત્રો બનાવતાં લુહારને ત્યાં લઈ ગયો.... ધારદાર તલવાર બનાવેલી જોઈને લેખક લુહારને પૂછે છે – આવાં તીક્ષ્ણ હથિયારો બનાવો છો તો તમે તો ઘણા યુદ્ધમાં વિજય મેળવ્યો હશે ?” “ભાઈ! યુદ્ધો લડવા એ તો આ રાજા જેવા પરાક્રમી માણસોનું કામ. અમે શસ્ત્રો ઘડી જાણીએ, ચલાવી ન જાણીએ. એટલે લેખકે રાજાને કહ્યું: ‘હરિનો મારગ છે શૂરાનો - નહીં કાયરનું કામ જો ને... અમે વૈરાગ્યની વાતો પીરસી જાણીએ. વૈરાગ્યને જીવવો એ તો શૂરાઓનું કામ છે, અમારા જેવા કાયરનું નહીં.' Page #47 -------------------------------------------------------------------------- ________________ ४७८ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ વાત આ છે - વિષયો વિષ કરતાં પણ ભયંકર છે, દારૂણ વિપાકવાળા છે. ક્યાંય તૃપ્તિ કરનારા તો નથી, પણ તૃષ્ણાને વધારનારા જ છે. વગેરે જાણકારી હોય, ને એના આધારે અસરકારક વર્ણન કરી શકતા હોય ને છતાં પોતાની સમક્ષ આકર્ષક વિષયો આવે એટલે દિલમાં કંઈક ચહલપહલ મચી જાય ભોગવી લેવા માટે મન લાલાયિત થયા કરે... વૈરાગ્ય તો ક્યાંય સંવેદાય નહીં, ઇન્દ્રિયવશ બની વિષયો ભોગવી લીધા પછી પણ પશ્ચાત્તાપ ન જાગે.. કદાચ એવું બને કે વિષયવિલાસના દારૂણ - વિપાકો જે સાંભળ્યા – યાદ રાખ્યા હોય તેને યાદ કરી કરીને પશ્ચાત્તાપ ઊભો કરવો પડે. (અર્થાત્ પશ્ચાત્તાપ અંદરથી જાગતો નથી. પણ પ્રયતપૂર્વક વિચારી વિચારીને ઊભો કરવો પડે છે.) જો આવી પરિસ્થિતિ હોય તો સમજવું પડે કે વૈરાગ્યનો બોધ જાણકારીના સ્તર પર છે, પણ સંવેદનાના સ્તર પર નથી... આવું જ અનેક બાબતોમાં જોવા મળશે. “ભય શું રાખવાનો ? જે થવાનું હોય તે થાય જ છે...” ભય રાખવાથી તો ડગલે ને પગલે, વગર કારણે પણ હેરાન થયા કરવાનું છે... વગેરે નિર્ભયતાની એવી જાણકારી હોય ને એવી એવી વાતો કરે કે શ્રોતા પણ ભયને તિલાંજલી આપી નિર્ભય બની જાય. પણ પોતાની હાલત પૂછો તો રાત્રે એકાંતમાં કંઈક અવાજ થાય. ને શરીરમાં ભયની ધ્રુજારી ફરી વળે... દિલની ધડકન વધી જાય. માથાના વાળ ઊંચા થઈ જાય.. એટલે... નિર્ભયતાની જાણકારી છે પણ સંવેદના નથી, પ્રતીતિ નથી.. એમ માનવું પડે. મિઠાઈ ખાવાથી શું શું તકલીફ પડે એનો ડાયાબીટીસના દર્દીને ડૉક્ટર પાસેથી મેળવેલી માહિતીના આધારે જે બોધ હોય તે પ્રારંભે જાણકારીના સ્તર પર હોય છે. તેને તેથી મિઠાઈના ત્યાગનો નિર્ણય એવા દઢ સંકલ્પ રૂપ ન હોય...) પણ પછી એક વાર મિઠાઈ ખાય, ને સુગર વધી જવાથી પડતા ત્રાસને સ્વયં અનુભવી લે. હવે એને મિઠાઈ ખાવાથી થતી મુશ્કેલીઓનો જે બોધ તે સંવેદનાના સ્તર પર Page #48 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૧૦, લેખાંક-૫૨ ૪૭૯ હોય છે. (ને સામાન્યથી, એ બોધ મિઠાઈ ત્યાગના નિર્ણયને દૃઢ સંકલ્પ રૂપ બનાવે જ.) આના પરથી જાણકારીના સ્તર પરના બોધ અને સંવેદનાના સ્તર પરના બોધ વચ્ચેનો તફાવત સ્પષ્ટ સમજી શકાય છે. આત્માના શુદ્ધ સ્વરૂપની જાણકારી તો અભવ્યને પણ હોઈ શકે છે, પણ એની એને ક્યારેય સંવેદના થતી નથી, ને તેથી એ ક્યારેય ઓઘદૃષ્ટિમાંથી યોગદૃષ્ટિમાં આવતો નથી. આત્માના સ્વરૂપની આ ઝાંખી - અનુભૂતિના - સંવેદનાના સ્તર ૫૨ થવી કે જે ‘દૃષ્ટિ’ છે તે બે રીતે થાય છે - વિધેય મુખે અને નિષેધ મુખે. આત્માનું સચ્ચિદાનંદમય સ્વરૂપ સંવેદાય એ વિધેય મુખે અનુભૂતિ છે. અને ‘હું મનુષ્ય નથી’ ‘હું ક્રોધી નથી...’ ‘રાગ એ મારું સ્વરૂપ નહીં’ આવી બધી નકારાત્મક પ્રતીતિઓ એ નિષેધ મુખે અનુભૂતિ છે... પ્રશ્ન - ‘હું આવો નથી...' વગેરે તો આત્માના સ્વરૂપના નિષેધ રૂપ જ છે... માટે એ આત્માના સ્વરૂપ રૂપ છે જ નહીં, તો એની સંવેદનાને આત્મસ્વરૂપની અનુભૂતિ કેમ કહેવાય ? ઉત્તર - ઘટ વગેરે કોઈ પણ પદાર્થના સ્વરૂપ (પર્યાયો) બે પ્રકારે હોય છે. ઘડાનો પોતાનો આકાર-વર્ણ-સ્પર્શ-વગેરે સ્વપર્યાય કહેવાય છે. એ અસ્તિત્વન ઘડામાં સંબદ્ધ હોય છે. અને ઘટ ભિન્ન પટ વગેરેના જે તાણાવાણા વગેરે સ્વરૂપ, એ ઘડાના પ૨પર્યાય કહેવાય છે ને ઘડામાં નાસ્તિત્વેન સંબદ્ધ હોય છે. એટલે એ પણ ઘડાનું (નિષેધ મુખે) સ્વરૂપ છે જ. આવું જ શુદ્ધ આત્મા અંગે જાણવું... બૌદ્ધોની પરિભાષામાં આને અન્યાપોહ (ઇતરવ્યાવૃત્તિ) કહે છે. આત્માની વિધેય મુખે સંવેદના કરતાં નિષેધ મુખે સંવેદના સરળ છે. ને ક્રમ પણ આ જ હોય છે. પહેલાં નિષેધ મુખે ને પછી વિધેય મુખે. ‘હું શું છું ?’ એની સંવેદના કરતાં ‘હું શું નથી ?' એની સંવેદના Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ સરળ એટલા માટે છે કે એમાં જેનો નિષેધ કરવો છે એ તો અનાદિકાળમાં વારંવાર સંવેદનાનો વિષય બન્યું જ છે, જ્યારે હું શું છું ?” એમાં જે સંવેદવું છે તે આજ સુધીમાં ક્યારેય સંવેદાયું નથી. જેની ક્યારેય સંવેદનાત્મક ઓળખાણ જ નથી થઈ, એનું “આવું સ્વરૂપ મારામાં છે' એવું સંવેદન કઠિન હોય જ. એટલે જ પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે જ્ઞાનસાર પ્રકરણના ચોથા અષ્ટકમાં પ્રથમ શ્લોક આવો મૂક્યો : अहं ममेति मंत्रोऽयं मोहस्य जगदाऽन्ध्यकृत् । अयमेवेति नब्यूर्वः प्रतिमन्त्रोऽपि मोहजित् ।। અર્થ : હું અને મારું આ મોહનો આખા જગને આંધળું કરનાર મત્ર છે. આ જ મંત્રને નકારપૂર્વક બોલવામાં આવે તો એ મોહને જીતનારો પ્રતિમંત્ર બની જાય છે. આટલું કહ્યા પછી ઉપાધ્યાયજી મહારાજ બીજા શ્લોકમાં જણાવે છે. शुद्धात्मद्रव्यमेवाहं शुद्धज्ञानं गुणो मम । नान्योऽहं न ममान्ये चेत्यदो मोहास्त्रमुल्बणम् ।। અર્થ : હું શુદ્ધાત્મ દ્રવ્ય છું. શુદ્ધ જ્ઞાન એ મારો ગુણ છે. હું બીજો કોઈ નથી, ને મારું બીજું કશું નથી... આવું ચિંતન-સંવેદન એ મોહને હણનારું તીક્ષ્ણ અસ્ત્ર છે. આના પર વિચાર કરીએ તો જણાય છે કે, હું શ્રીમંત. રૂપવાનું.. આ બધું મોહે જીવને ઊંધું સમજાવેલું છે, એટલે કે શ્રીમંતાઈ, સુંદર રૂપ વગેરે જીવનું સ્વરૂપ નથી... અને છતાં જીવને એવા સ્વરૂપવાળો માનવો એ મોહે ભણાવેલાં ઊઠાં છે. જે પોતાનું સ્વરૂપ નથી એને પોતાના સ્વરૂપ તરીકે માનવું એ મોહનો મંત્ર બને એ તો બરાબર. પણ તો પછી એની સામે જીવનું જે પોતાનું વાસ્તવિક સ્વરૂપ છે કે હું જ્ઞાનમય છું.” “અરૂપી છું” વગેરે... એને મોહ પર વિજય મેળવનાર Page #50 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૧૦, લેખાંક-પર ૪૮૧ પ્રતિમંત્ર તરીકે સીધો ન કહી દેતાં હું શ્રીમંત નથી..” “હું રૂપવાન નહીં વગેરે રૂપે “ન' કાર લગાવવાને પ્રતિમન્ટ તરીકે કેમ કહ્યો ? ને તો શુદ્ધ આત્મદ્રવ્ય છું એ બધું પછી કેમ કહ્યું? ઉપાધ્યાયજી મહારાજ સ્પષ્ટ સૂચના કરવા માગે છે કે પહેલાં નકારથી શરૂઆત કરો. પછી એ જ તમને શુદ્ધ આત્મદ્રવ્યની પ્રતીતિ કરાવશે. અન્ય દર્શનકારોએ પણ પહેલાં નેતિ નેતિ... (હું આ નહીં. હું આ નહીં.) એવું રટણ કરવાનું કહ્યું ને પછી સોડહં...સોડહં (હું સો = તે = શુદ્ધ આત્મા = પરબ્રહ્મ છું)નો જાપ કરવાનો કહ્યો છે. સીધી વાત છે. જૂનું જે લખેલું છે તે જ્યાં સુધી ન ભૂંસાય ત્યાં સુધી નવું શી રીતે લખાય ? જૂનું જે રીતે લખ્યું છે એનાથી વિપરીત રીતે એ ભૂંસાય.. અનંત કાળમાં અનંતા ભવોમાં જીવે શરીર અને શરીરના સંબંધીઓ સાથે હું ને મારુંનું તાદાભ્ય અનંતીવાર વિચાર્યું છે – બોલ્યું છે ને વર્યું છે. તેથી એ ઠેઠ અંદર અનકોશ્યસમાઈન્ડમાં – સુષુપ્ત મનમાં ગાઢ રીતે બેસી ગયું છે... “હું આ નહીં.’ ‘આ નહીં'... અને “આ મારું નહીં'... વગેરે વારંવાર સભાનપૂર્વક સ્વરસથી ચિંતવવાથી... બોલવાથી.... ને એને અનુસરીને બીજી વિચારધારાઓ પણ ઘડતા રહેવાથી મનના નીચલા (વધુ ને વધુ ઊંડા) સ્તરોમાં, જે “હું શ્રીમંત છું' “રૂપવાન છું' વગેરે માન્યતાઓ ઘડાયેલી છે એ ભૂંસાતી જાય છે ને એના સ્થાને “હું શ્રીમંત નહીં વગેરે વાતો ફીટ થતી જાય છે. મનના ખૂબ ઊંડાણમાં... અંદરના પડમાં “હું શ્રીમંત વગેરે કે “હું શ્રીમંત નહીં' વગેરે આવું જે કાંઈ ફીટ થયું હોય છે એ સંવેદાતું હોય છે. એમાં હું શ્રીમંત વગેરે સંવેદનાઓ એ ઓઘદૃષ્ટિ છે, પણ પછી જ્યારે એમાં હું શ્રીમંત નહીં વગેરે નકારવાળો અનુભવ ઘુંટાવા માંડે છે ત્યારથી જીવને “હું શ્રીમંત નહીં” વગેરે સંવેદનાઓ થવી શરૂ થાય છે. આ Page #51 -------------------------------------------------------------------------- ________________ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ યોગદૃષ્ટિનો પ્રારંભ છે. અહીં સુધી પહોંચવા માટે જુની સંવેદનાઓમાં જે ભાસતું હતું એ બધું નિષેધવું આવશ્યક છે. ૪૮૨ એટલે ‘હું મનુષ્ય...’ ‘હું યુવાન્...' ‘હું શ્રીમંત...' ‘હું રૂપવાન્...’ ‘હું નીરોગી...' ‘હું વિદ્વાન્...' ‘હું કાબેલ...’ ‘હું પિતા...’ ‘હું સત્તાધીશ...’ ‘હું ફલાણો...' ‘હું ક્રોધી...' આવા જે કોઈ હું......હું...નાં ચિત્રો આપણી સંવેદનામાં આવે છે એ બધાને પહેલાં ભૂંસવા જોઈએ. જીવ અનાદિકાળથી ઓઘદૃષ્ટિમાં જ છે. એટલે એને આ બધા સાથે તાદાત્મ્ય કેળવ્યું હોવાથી એની સહજ સંવેદનામાં આવા ‘હું'ના જે ચિત્રો આવે છે એ બધા મોહજન્ય જ હોય છે ને એ બધા ભૂંસવાના જ હોય છે. આત્મહિતેચ્છુ દરેક સાધકે રોજ અવકાશ કાઢી એકાંતમાં બેસી પોતાના આત્માના ઊંડાણમાં ઊતરવાનો પ્રયાસ કરવો જોઈએ... ને શાંતચિત્તે આ બધા ‘હું'ને નિષેધવાનો અભ્યાસ પાડવો જોઈએ. ‘હું’ના જે અને જેટલા વર્તુળો સંવેદવામાં આવે છે એ બધાને નકારતા જવું જોઈએ, ને તે પણ કારણપૂર્વક મનુષ્યપણું તો આ જન્મથી પ્રાપ્ત થયું છે... એ પૂર્વે ક્યાં હતું ? ના, મનુષ્યપણું એ મારું સ્વરૂપ નથી... અર્થાત્ ‘હું’ એ મનુષ્ય નથી... જન્મ વખતે હું યુવાન્ પણ ક્યાં હતો ? તેથી ‘હું’ એ યુવાન નથી. પૈસો તો ક્યારે ચાલ્યો જાય ? કશું કહેવાય નહીં... એટલે ‘હું’ એ શ્રીમંત પણ નથી, કારણ કે જે પોતાનું સ્વરૂપ હોય તે ક્યારેય ચાલ્યું જાય નહીં. પુત્રનો જન્મ થયો એ પહેલાં હું ‘પિતા’ પણ ક્યાં હતો ? અર્થાત્ પિતૃત્વ વગેરે પણ સાંયોગિક છે. મારું મૂળ સ્વરૂપ નથી.. બીજાની ઉન્નતિ જોઈને મૂરઝાઈ જવું એ મારું સ્વરૂપ નથી... કારણ કે પુત્રની ઉન્નતિ જોઈને તો હું હરખાઉં છું... માટે ઈર્ષ્યા મારો સ્વભાવ નથી... ‘હું’ એ ઈર્ષ્યાળુ નથી. આ જ રીતે ક્રોધ... અહંકાર...રાગ..દ્વેષ...વાસના...વિષય વિલાસ આ બધું કશું મારું સ્વરૂપ નથી. Page #52 -------------------------------------------------------------------------- ________________ ૪૮૩ બત્રીશી-૧૦, લેખાંક-પર “અભયશેખર વિજય.. એ તો દીક્ષા વખતે ગુરુદેવે આપેલું નામ છે. એ પૂર્વે હું સ્વયં ક્યાં મારી જાતને “અભયશેખર વિજય' તરીકે ઓળખતો હતો? ના, હું એ અભયશેખર વિજય નથી....... અને મૂળમાં હું જ જો અભયશેખર વિજય નથી... તો “અભયશેખર વિજય' એ નામની આસપાસ જેટલાં દશ્યો ઊભા થયાં છે એમાંનું “હું કશું નથી. આપણે જે કાંઈ સર્કલ છે એ ક્યાં તો શરીરને સંલગ્ન છે ને ક્યાં તો નામને. હવે, મૂળમાં આ શરીર અને નામ. “એ આ બેમાંથી એકેય નથી એવું જો આત્મસાત્ થઈ ગયું.. તો આ બંનેની આસપાસ ગુંથાયેલું આપણું આખું જગત ખરી પડવાનું... બ્રાન્તિ ને મિથ્યા બની જવાનું... આને જ અન્ય દર્શનકારોએ “બ્રહ્મ સત્ય જગન્નિધ્યા શબ્દોથી જણાવ્યું છે... “હું તરીકે બ્રહ્મ = શુદ્ધ આત્મા એ જ સત્ય છે. એ સિવાયના. ગોરો. કાળો. હું અભયશેખર... આ બધું મારી સંવેદનાનું જગત્ મિથ્યા છે – બ્રાન્ત છે. એ વાસ્તવિક “હું નથી. ' નેતિ નેતિ દ્વારા બધા “હું - “હું સાથેનું તાદામ્ય તોડવું ને એ રીતે એનું મમત્વ છોડતા આવવું. ઉપરથી એ બધા સ્વરૂપોને (પછી ચાહે એ ગરીબાઈ હોય કે ચાહે શ્રીમંતાઈ હોય. એ બધાને) ઉપાધિરૂપ માની એનાથી છૂટકારાની લગન પેદા કરવી એ નિર્વેદ છે. અને પછી આત્મસ્વરૂપ સંવેદાય ત્યારે – “ઓહ મારું આ અદ્ભુત જ્ઞાનમય - આનંદમય સ્વરૂપ છે !” એમ એની પ્રીતિ – તીવ્ર અભિલાષા પેદા કરવી એ સંવેગ છે. એટલે ટૂંકમાં નેતિ નેતિ એ નિર્વેદનું બીજ છે. ને સોડહં સોડહં. એ સવેગનું બીજ છે. આત્મસ્વરૂપની સંવેદના કેળવવા બીજી રીતે પણ પ્રયાસ કરી શકાય... કશુંક નુકશાન થઈ જાય. કોઈક અપમાન કરી જાય.... શરીરમાં કંઈક રોગજન્ય પીડા વગેરે આવે. ને એ વખતે સ્થિરતા ન રહેવાથી કદાચ વ્યાકુળતા પણ આવી જાય. છતાં પાછળથી સ્વસ્થતા આવવા પર જાતને સમજાવવું જોઈએ કે “જીવડા! આ વસ્તુ તારી ક્યાં હતી જ? આ... Page #53 -------------------------------------------------------------------------- ________________ ४८४ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ આ નુકશાન પામેલી કે ન પામેલી... કોઈ પણ વસ્તુની માલિકી એ તારું સ્વરૂપ નથી.. તું એ માલિક નથી.. તો આ મૂંઝવણ શા માટે ? માન કે અપમાન આત્માનું (= તારું) હોઈ જ ન શકે. એ તો બધું ઉપાધિઓનું જ હોય... તું શા માટે એ અપમાનકર્તા પર દ્વેષ ધરે છે? હવે બીજી વાર ધ્યાન રાખજે.' એમ અનુકૂળતા યશ વગેરે મળવા પર કદાચ એ વખતે ભલે હરખાઈ ઊઠ્યા... પણ પછી તો જાતને સાવધ કરવી જ જોઈએ... આ સંપત્તિ આવી ને તેથી અનુકૂળતાઓ – સામગ્રીઓ ઊભી થઈ. પણ આ કશું મારું સ્વરૂપ નથી. મારે કાંઈ હરખપદુડા થઈ જવાની જરૂર નથી.. દિવસ દરમ્યાન જે-જે નિમિત્તે રતિ-અરતિમાં ખેંચાઈ ગયા હોઈએ એ એ નિમિત્ત અંગે ભિતરી ઊંડાણમાંથી આવું ચિંતન કરતા રહેવું એ પણ આત્મસ્વરૂપની ઝાંખીનો સારો ઉપાય ઠરી શકે છે. આવી બધી વિચારધારાઓને ખંતપૂર્વક પ્રતીતિમાં ઉતારવાનો પ્રયાસ ચાલુ રખાય તો એક દિવસ એવો આવશે કે અંદરથી જ (અનકોશ્યસ માઈન્ડમાંથી જ.. આત્માના ભીતરી સ્તરમાંથી જ... બહાર વિચારો કર્યા વગર જ) એક સંવેદનાનો સૂર સાંભળવા મળશે. સુખ કે દુ:ખ, સદ્ગતિ કે દુર્ગતિ, વિદ્વત્તા કે મૂર્ખતા, માન કે અપમાન, શ્રીમંતાઈ કે દરિદ્રતા, રોગિષ્ઠતા કે નિરોગિતા, સુરૂપતા કે કદરૂપતા, માલિકપણું કે દાસપણું, યશ કે અપયશ.. આ બધા દ્વન્દોથી પર.... અને હું એટલે ફલાણો... ને હું એટલે ઢીંકણી... આવી બધી “હુંની સંવેદનાઓથી પર... મારું એક નોખું ને સાવ અનોખું જ સ્વરૂપ છે. ક્યારેક તત્ત્વચિંતન કરતી વખતે ક્યારેક વિષમ પરિસ્થિતિ નિર્માણ થાય ત્યારે... અંદરથી એકદમ સહજ આવો અવાજ ઊઠે કે “આ બધું ઉપાધિરૂપ છે. મારે કશું લાગતું વળગતું નથી.” વગેરે...આવી બધી “હુની સંવેદનાઓ એ યોગદષ્ટિ છે. નિષેધ મુખે થયેલી આત્મસ્વરૂપની આ ઝાંખી ઉત્તરોત્તર સઘન બનતા ઉપર ઉપરની યોગદૃષ્ટિ પ્રાપ્ત થાય છે. એ જ વધુ સઘન બને Page #54 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૧૦, લેખાંક-પર ૪૮૫ ત્યારે વિધેય મુખે આત્મસ્વરૂપની ઝાંખી થાય છે. એટલે જ એ દૃષ્ટિમાં વેદ્યસંવેદ્ય પદ કહ્યું છે. વેદ્ય = દવા યોગ્ય આત્માનું સચ્ચિદાનંદ સ્વરૂપ. એ જેમાં સંવેદ્ય બને = સંવેદનાનો વિષય બને તે પદ વેદ્યસંવેદ્યપદ. એ જ રીતે સ્ત્રી વગેરે હેય તત્ત્વો હેયત્વેન સંવેદાય અને દાનાદિ ઉપાદેય તત્ત્વો ઉપાદેયત્વેન સવંદાય એ વેદ્યસંવેદ્યપદ છે. “પાપ એ દુર્ગતિનું કારણ છે ને માટે ત્યાજ્ય છે. એનો બોધ જાણકારીના સ્તર પર પણ હોઈ શકે. સાપનું નામ પડે ને આદમી કેવો લાગે છે..? આ સંવેદનાના સ્તર પર સર્પભય છે. આવી જ સંવેદના પાપ અંગે અનુભવાય, ત્યારે “પાપ ત્યાજ્ય છે” એ સંવેદનાના સ્તર પર બોધ થયો કહેવાય. વેદ્યસંવેદ્યપદમાં પાપની ત્યાજ્યતાનું આવું સંવેદન હોય છે. પાપ, આશ્રવ વગેરે હેય તત્ત્વોની હેયત્વેન જાણકારી એ જ્ઞાન છે. એને ખૂબ ઘૂંટવામાં આવે ત્યારે એની હેયન સંવેદના પણ થવા માંડે છે. પુણ્ય, સંવર વગેરેની ઉપાદેયત્વેન જાણકારી અને સંવેદના અંગે પણ એ પ્રમાણે જાણવું... આમાં જાણકારી એ જ્ઞાન છે ને સંવેદના એ તે તે હેયત્વાદિરૂપે રુચિ સ્વરૂપ છે. તે માટે સમ્યગ્ગદર્શન છે. અને એ આવે એટલે હેવાદિ રૂપે જે જાણકારી છે તે સમ્યગુજ્ઞાન કહેવાય છે. તેથી જ અનેક સ્થળોએ જ્ઞાનને દર્શનનું કારણ કહ્યું છે. અને દર્શન જ્ઞાનને સમ્ય બનાવે છે એમ કહ્યું છે. આમાં એટલી વિશેષતા જાણવી કે સામાન્યથી જાણકારી રુચિનું કારણ છે. અને છતાં, જેટલી જાણકારી હોય એ બધી રુચિ રૂપ બને જ એવો નિયમ નથી. એમ જેટલી રુચિ હોય એટલી જાણકારી હોય જ એવો પણ નિયમ નથી. અને તેમ છતાં, આટલો નિયમ તો જરૂર છે કે સમ્યગુરુચિ, જેટલી જાણકારી હોય એ બધી જ જાણકારીને “સમ્યક્ તો બનાવે જ છે. આત્મસ્વરૂપની ઝાંખી પહેલી દૃષ્ટિમાં મુખ્યતયા ઉપયોગ મૂકે ત્યારે હોય છે. અન્યત્ર ઉપયોગ હોય ત્યારે કાર્યક્ષમ સંસ્કારરૂપે પણ નથી હોતી. જ્યારે સ્થિરાદિ દૃષ્ટિમાં ગ્રંથિભેદ થયો હોવાથી – સમ્યગ દર્શન હોવાથી Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ - ઉપયોગ કાળે તો એ સંવેદાતી જ હોય છે, પણ એ સિવાય એ પ્રણિધાનરૂપે = વિશિષ્ટ સંસ્કારરૂપે વિદ્યમાન હોય છે. અલબત્ત, પ્રથમ દૃષ્ટિથી જ સંસ્કાર ઊભા થવાના શરૂ થતા હોય છે. અને આ સંસ્કારનો જ પ્રભાવ હોય છે કે આ દૃષ્ટિ પણ કેટલાયે વર્ષો વગેરે દીર્ઘકાલ સુધી ટકી શકે છે. આશય એ છે કે પ્રથમ દૃષ્ટિ પણ દીર્ધકાળની અવસ્થાનવાળી હોય છે. એટલે અનુપયોગ કાળે આત્મસ્વરૂપની ઝાંખી ઉપયોગરૂપે તો નથી, હવે એ સંસ્કારરૂપે પણ ન હોય, તો દૃષ્ટિ માની જ શી રીતે શકાય? પણ માનવી તો છે. માટે સંસ્કાર માનવા તો પડે જ છે. આ સંસ્કારનો પણ નાશ થાય ત્યારે દષ્ટિનો પણ નાશ થઈ જાય છે એ જાણવું), પણ આ સંસ્કાર એટલા બધા મંદ હોય છે કે પહુસ્મૃતિનું બીજ = કારણ બની શકતા નથી. પણ ઉત્તરોત્તર બીજી ત્રીજી વગેરે દૃષ્ટિમાં પપ્રાયા સ્મૃતિ ને ચોથી દષ્ટિમાં પહુસ્મૃતિ ઉત્પન્ન થઈ શકે છે. પાંચમી દૃષ્ટિથી આત્મસ્વરૂપનો ઉપયોગ વારંવાર આવે છે. અને એ જ્યારે જ્યારે આવે ત્યારે સામાન્યથી અપેક્ષાએ કંઈક દીર્ધકાળ ટકે છે, તેમજ એ ઉપયોગ અત્યન્ત દૃઢ હોવાથી (= પર્યાપ્ત વીર્યવાળો હોવાથી) અત્યન્ત ગાઢ સંસ્કાર ઊભા કરે છે. આના કારણે અનુપયોગ દશામાં પણ વિપરીત પ્રણિધાન આવી શકતું નથી. જેમ, તણખલાના અગ્નિના કણ જેટલો જ પ્રકાશ હોય તો, એ પ્રકાશ તરફ જ ઉપયોગ હોય એ વખતે “અહીં પ્રકાશ છે, અંધકાર નથી” એવું ભલે પ્રતીત થાય, પણ પ્રકાશ તરફ ઉપયોગ ન હોય તો અંધારું સંવેદાઈ શકે છે. પણ ચન્દ્રમાના પ્રકાશ જેવો પર્યાપ્ત પ્રકાશ હોય, તો એ પ્રકાશની અનુપયોગ દશામાં પણ “અહીં અંધકાર છે” એવું સંવદન તો થઈ જ શકતું નથી. નાટકમાં શિવાજીનું પાત્ર ભજવનાર અભિનેતા પોતાની જાતને શિવાજી તરીકે ઓળખાવે છે. અને શિવાજી તરીકે જ પોતાની વાણી, વ્યવહાર ને વર્તન પ્રવર્તાવે છે. એ વખતે એ પોતે વાસ્તવિક જિંદગીમાં કોણ છે ? એ બધું યાદ પણ કરતો નથી. છતાં, અંદર તો પોતાનું Page #56 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૧૦, લેખાંક-પર ૪૮૭ વાસ્તવિક વ્યક્તિત્વ શું છે ? એ પડેલું જ હોય છે. અને એટલે, પોતાના એ વાસ્તવિક વ્યક્તિત્વને નુકશાન પહોંચી જાય એવું કશુંક ઉપસ્થિત થાય (જેમ કે તમે તો શિવાજી છે. અભિનેતાના નામની સહી કરવાનો તમને વાંધો ન હોઈ શકે.. લ્યો આ લાખ રૂપિયાના ચેક પર સહી કરી આપો...) તો એ તરત શિવાજીપણાને ભૂલી જઈ પોતાના વાસ્તવિક વ્યક્તિત્વને યાદ કરી, એ વ્યક્તિત્વને નુકશાન પહોંચી જાય એવું - સહી કરી આપવી વગેરે રૂપ - કાર્ય નહીં કરે. વેદ્યસંવેદ્યપદમાં ચિત્તની આવી સ્થિતિ હોય છે. પોતાના જીવનવ્યવહાર દરમ્યાન “હું એટલે શુદ્ધ આત્મા છું' એવો ઉપયોગ ન હોય તો પણ, જો પોતાની એ વાસ્તવિક “હું તરીકેની શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિને મોટી બાધા પહોંચાડે એવી પરિસ્થિતિ ઉપસ્થિત થાય, ત્યારે પ્રણિધાન-સંસ્કારરૂપે રહેલું આત્મસ્વરૂપનું સંવેદન, તરત એને લાલબત્તી ધરે છે કે તું કોઈ ફલાણો કે ઢીંકણો નથી... તું તો શુદ્ધ આત્મા છે.. ને એને નુકશાન કરે એવી આ પરિસ્થિતિ સર્જાયેલી છે, સાવધ થઈ જજે. તત્ત્વનો જાણકાર બની અણુવ્રતાદિ સ્વીકારનાર રાજકુમાર ક્રમશઃ રાજા બન્યો. એક વાર કોટવાલ ચોરને પકડી લાવ્યો. રાજ્યના કાયદા મુજબ ચોરને ફાંસીની સજા રાજાએ ફરમાવવાની હતી. ને રાજા બનેલા રાજકુમારને તરત થઈ ગયું.... અરરર... રાજા બન્યો એટલે મારે આ ક્રૂર સજા ફરમાવવાની ? મારા આત્માનું શું થાય ? એણે વિચાર્યું - હું રાજ્યના કાયદા બદલી શકતો નથી.... ને ફાંસીની સજા ફરમાવી ન શકું.. મંત્રીઓને એણે કહ્યું – આ સજા હાલ મુલતવી રાખો...ને પછી પોતે રાજ્ય ત્યાગ કરી દીક્ષા લઈ લીધી. સજાનું કામ નવા રાજાને શિરે રહ્યું. યોગદૃષ્ટિ શું છે ? એની કંઈક સ્પષ્ટતા થાય એ માટે આટલો વિસ્તાર કર્યો. હવે પ્રસ્તુત એવા પ્રણિધાનની વાત આગામી લેખમાં જોઈશું. Page #57 -------------------------------------------------------------------------- ________________ | લેખક - ૫૩. ગયા લેખમાં યોગદૃષ્ટિની સ્પષ્ટતાનો કંઈક વિસ્તાર વિચાર્યો. એમાં એક વાત એ ધ્યાનમાં લેવાની છે કે - “યોગની પાંચમી દૃષ્ટિમાં આત્મસ્વરૂપની વિધેયમુખે ઝાંખી થાય છે, ને પ્રથમ વગેરે દૃષ્ટિમાં નિષેધમુખે એ ઝાંખી હોય છે, પણ વિધેયમુખે એ હોતી નથી. આવું બધું ત્યાં જે કહ્યું છે તે પ્રધાનતાની અપેક્ષાએ જણાવું. અર્થાત્ પ્રથમ વગેરે દૃષ્ટિમાં વિધેયમુખ ઝાંખી પ્રધાનરૂપે હોતી નથી. પણ ગૌણરૂપે તો હોય જ છે અને તે વખતે નિષેધમુખે આત્મસ્વરૂપની જે ઝાંખી હોય છે તે પ્રધાનતા હોય છે. છતાં, શુભ કે અશુભ બન્ને પ્રકારના ઔદયિકભાવ અંગે (આ મારું સ્વરૂપ નથી વગેરે રૂ૫) નિષેધમુખે થતી આ અનુભૂતિ પણ પ્રથમાદિ દૃષ્ટિમાં જેવી હોય એના કરતાં પાંચમી વગેરે દૃષ્ટિમાં વધુ વિશદ હોય છે એ સમજાય એવી વાત છે. એમ ક્ષાયોપથમિક ભાવો અંગે પણ (આ મારું વાસ્તવિક સ્વરૂપ નથી... આ પણ વિકૃતિ છે. આ પણ અપ્રધાન છે.... આવી) સંવેદનાઓ અપુનર્બન્ધકને જેવી હોય એના કરતાં સમ્યગૃષ્ટિને ઘણી સ્પષ્ટ હોય છે. તથા ક્ષાયોપથમિક ગુણો અંગે સમ્યગુદૃષ્ટિને વીતરાગતાના ભાસ સાથે પૂર્ણગુણનો ભાસ હોય છે, જ્યારે અપુનર્બન્ધકને વૈરાગ્યના ભાસ સાથે આંશિકગુણનો ભાસ હોય છે. હવે પ્રસ્તુતમાં આવીએ.. પ્રણિધાન શું છે? એ આપણે વિચારી રહ્યા હતા.... પૂર્વે જોઈ ગયા એ મુજબ સંવેદાંતી દ્વન્દાતીત અવસ્થાના અનુસખ્યાનપૂર્વક, પ્રભુપૂજા – ગુરુવંદન કે આલય-વિહારાદિની પ્રવૃત્તિ અંગે “મારી આવી દ્વન્દાતીત અવસ્થા પ્રાપ્ત થાઓ' આવો દઢ સંકલ્પ હોવો એ (ઉદેશ્ય અંગેનું) પ્રણિધાન છે. આ મોક્ષનું પ્રણિધાન છે. આમાં દ્વન્દાતીત અવસ્થાની માત્ર જાણકારી ચાલી શકતી નથી, પણ એની સંવેદના જ આવશ્યક હોય છે. એની પાછળ એક કારણ એ છે કે કોઈ Page #58 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૧૦, લેખાંક-૫૩ ૪૮૯ જ્ઞાનમય પણ સ્વરૂપસુંદર વસ્તુની શ્રવણજન્ય (શાબ્દબોધજન્ય) ઇચ્છા કરતાં અનુભવજન્ય ઇચ્છા પ્રબળ હોય છે. આશય એ છે કે કેરીનું વર્ણન સાંભળીને જે ઇચ્છા જાગે, એના કરતાં પણ એકવાર સ્વાદ અનુભવી લીધો, પછી અનુભવજન્ય જે ઇચ્છા જાગે એ અત્યન્ત પ્રબળ રહેવાની જ. પ્રસ્તુતમાં, શાસ્રવચનો દ્વારા ‘મારું શુદ્ધ આત્મસ્વરૂપ નિર્વિકાર - આનંદમય છે' વગેરે સાંભળીને એ પામવાની જે (શ્રવણજન્ય) ઇચ્છા જાગે એના કરતાં એને સંવેદીને - અનુભવીને - જે (અનુભવજન્ય) ઇચ્છા જાગે એ અત્યન્ત પ્રબળ હોય જ. આવી પ્રબળ ઇચ્છા જ ‘હવે તો કોઈ પણ ભોગે આવું શુદ્ધ સ્વરૂપ પામવું જ છે’ એવા દૃઢસંકલ્પરૂપ પ્રણિધાનને પેદા કરી શકે છે. શ્રવણજન્ય નિર્બળ ઇચ્છા નહીં. માટે, પ્રણિધાન આશયમાં, સંવેદનાના - પ્રતીતિના સ્તર પરના શુદ્ધ આત્મસ્વરૂપનું અનુસન્ધાન આવશ્યક મનાયું છે. - (મૂળભૂત આ પ્રણિધાન જ, બંધાતાં કર્મોમાં શુભાનુબન્ધ ઊભા થવામાં એક મહત્ત્વનું પરિબળ છે એ જાણવું.) શુદ્ધ આત્મસ્વરૂપની ઝાંખી થાય એટલે કથિત દૃઢસંકલ્પરૂપ પ્રણિધાન આવી જ જાય એવો નિયમ નથી... એ શુદ્ધ આત્મસ્વરૂપની અનન્ય પ્રીતિ કેળવાય.. એની પ્રાપ્તિની લગન લાગે... એ સિવાયનું બધું અસાર લાગે... તો એવો દૃઢ સંકલ્પ ઊભો થાય. આ માટે સંસારની અસારતા, દુ:ખમયતા વગેરેની પ્રતીતિ કરાવનાર વૈરાગ્યની અનિત્યાદિ ભાવનાઓ વારંવાર ભાવવી જોઈએ. પાંચમી દૃષ્ટિથી આ પ્રણિધાન હોય જ... પ્રથમાદિ દૃષ્ટિમાં એ હોય પણ ખરું, ન પણ હોય. હોય તો પણ વિશિષ્ટ કાર્યક્ષમ હોતું નથી. આ રીતે શુદ્ધ આત્મસ્વરૂપનું-મોક્ષનું પ્રણિધાન કેળવીએ, એટલે ધર્મક્રિયાઓ ‘યોગ’ રૂપ બનવા માંડે છે. કારણ કે અભવ્ય જીવને આત્મસ્વરૂપનું પ્રણિધાન ક્યારેય હોતું નથી, શુદ્ધ આત્મસ્વરૂપ ક્યારેય એની સંવેદનામાં આવતું નથી. એને Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ કાં તો વિષય-કષાયનું પ્રણિધાન હોય છે, ક્યારેક પ્રણિધાન શૂન્યતા હોય છે ને ક્યારેક દુર્ગતિવારણનું પ્રણિધાન હોય છે. અભવ્યને પણ શ્રુતસામાયિકની પ્રાપ્તિ કહી છે. શ્રુતસામાયિકની પ્રાપ્તિ એટલે જિનવચનોની - શાસ્ત્રોની - શ્રુતની પ્રાપ્તિ થવી એટલો જ અર્થ નથી, પણ એ પ્રાપ્તિના બળે સમભાવની પ્રાપ્તિ થવી એ અર્થ છે. અભવ્ય જીવ પણ પ્રાપ્ત શ્રુતવચનના બળે, ‘વિષય-કષાયથી પાપ બંધાય છે ને પાપથી દુર્ગતિ થાય છે, માટે મારે વિષય-કષાયથી દૂર રહેવું જોઈએ.’ એમ માની વિષય-કષાયની મંદતારૂપ સમભાવ કેળવે છે. ‘કષાય કરીશ તો દુર્ગતિમાં જઈશ... વિષય વિલાસ કરીશ – પ્રમમાંદમાં પડીશ... તો દુર્ગતિમાં દુ:ખો સહેવાં પડશે... માટે, જો મારે દુર્ગતિમાં ન જવું હોય તો વિષયકષાય-પ્રમાદાદિ વારવાં જોઈએ...' એમ સમજી એ સુંદર નિષ્પાપ જીવનરૂપ સંયમ પણ પાળે છે. પણ તિર્યંચગતિ-નરકગતિમાં નથી જવું તો ક્યાં જવું છે ? તો કહે દેવગતિમાં... અર્થાત્ દુર્ગતિના વિકલ્પ તરીકે સદ્ગતિ એની સંવેદનામાં આવે છે, પણ શિવગતિ ક્યારેય આવતી નથી. એમ અપમાન, અપયશ, નિર્ધનતા, ગુલામી, રોગ વગેરેથી એ ત્રાસે છે ત્યારે એના વિકલ્પ તરીકે એને માન, યશ, શ્રીમંતાઈ, શેઠાઈ કે આરોગ્ય વગેરે સંવેદાય છે. પણ માન-અપમાન વગેરે દ્વન્દ્વોથી અતીત એવી શુદ્ધ અવસ્થા ક્યારેય સંવેદાતી નથી. જ્યારે દૃષ્ટિ પામેલા જીવોને એ સંવેદાય છે. અપમાન જેમ જંજાળરૂપ લાગે છે, એમ માન પણ એમને જંજાળરૂપ લાગે છે. દુર્ગતિની જેમ, દેવગતિમાં પણ અનુકૂળ વિષય સામગ્રીમાં પણ એને જીવની કદર્થના લાગે છે.. રોગિષ્ટ શરીર જ નહીં, તંદુરસ્ત શરીર પણ એને ‘ઉપાધિ’ રૂપ જ ભાસે છે. શ્રીમંતાઈને ને સત્તાધીશપણાને પણ એ કર્મોની ગુલામી જ લેખે છે. પણ અભવ્યને આવી સંવેદનાઓ ક્યારેય થતી ન હોવાથી એને દેવગતિ વગેરેનું જ આકર્ષણ ને એનું જ પ્રણિધાન કે દુર્ગતિવારણનું પ્રણિધાન બન્યું રહે છે, પણ આ બધા દ્વન્દ્વોથી અતીત મોક્ષનું = શુદ્ધ Page #60 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૧૦, લેખાંક-૧૩ ૪૯૧ આત્મસ્વરૂપનું પ્રણિધાન ક્યારેય કેળવાતું નથી. એ જ રીતે અપુનર્બન્ધકથી માંડીને જે જે ગુણો પ્રગટે છે, ઉત્તરોત્તર જે શુદ્ધિઓ થાય છે, એનું કે એના કારણભૂત આચારોનું કે એના પ્રતિબન્ધકોના પરિહારનું એને ક્યારેય નિપાધિક પ્રણિધાન કેળવાતું નથી. ક્યારેક એનો જે (દ્રવ્ય)ગુણોનો કે (દ્રવ્ય)આચારોનો સંકલ્પ જોવા મળતો હોય છે તે કોઈક ભૌતિક અવસ્થાના કારણ તરીકે જ હોય છે. એ વિના હોતો નથી. ને તેથી “પ્રણિધાન આશય જ ન પ્રગટવાના કારણે એની ધર્મપ્રવૃત્તિઓ યોગરૂપ બની શકતી નથી, દ્રવ્યક્રિયારૂપ રહે છે. અપુનર્બન્ધક જીવને પાપભીરુતા – દુર્ગતિવારણનું પ્રણિધાન વગેરે આત્મસ્વરૂપના પ્રણિધાનનું કારણ બની શકતા હોવાથી ગુણકર નીવડે છે. પણ અભવ્યને એનો અભવ્યત્વ સ્વભાવ જ આમાં પ્રતિબંધક બને છે, ને તેથી આત્મસ્વરૂપના પ્રણિધાનનું કારણ ન બની શકતા હોવાથી, પાપભીરુતા વગેરે ગુણકર નીવડતા નથી. પ્રસ્તુતમાં અધિકૃત ધર્મસ્થાન તરીકે અહિંસા-ક્ષમા વગેરે પણ ઉદેશ્યતયા કૃતિના વિષય લેવાના છે. એટલે કે અહિંસાને સિદ્ધ કરવાનો ઉદેશ - દૃઢ સંકલ્પ એ પ્રણિધાન આશય તરીકે લેવાનો છે. પણ જો દેવલોક પ્રાપ્તિ – વગેરેના ઉદેશથી અહિંસા કેળવવાનો ઉદેશ હોય તો એ પ્રણિધાન આશયરૂપ બનતો નથી. પણ ઉપર કહ્યા મુજબ શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિના મૂળભૂત ઉદેશપૂર્વક કે ક્યારેક નિરુપાધિકપણે અહિંસાદિ કેળવવાનો ઉદેશ હોય તો એ પ્રણિધાન આશયરૂપ બને છે. હવે, ચિત્તની કેવી અવસ્થા કેળવાયેલી હોય તો પ્રણિધાન આશય કહેવાય તે વિચારીએ. અધિકૃત ધર્મસ્થાન અંગે કર્તવ્યતાના ઉપયોગવાળું, હનગુણી જીવો પ્રત્યે દ્વેષ વિનાનું પરોપકારની વાસનાથી રંગાયેલું નિરવદ્ય વસ્તુવિષયક ચિત્ત એ પ્રણિધાન આશય છે. આ ચારે શરતોનો વિચાર કરીએ. Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ (૧) અધિકૃત ધર્મસ્થાનનો કર્તવ્યતા ઉપયોગ : અહિંસા, સત્ય વગેરે ધર્મસ્થાનનો “આ મારે કર્તવ્ય છે (અર્થાત્ આ મારે સિદ્ધ કરવાનો છે) એવો તીવ્ર સંકલ્પ, ષોડશકજીમાં આ અંગે આ પ્રમાણે જણાવ્યું છેઅહિંસા વગેરે અધિકૃત ધર્મસ્થાનની મર્યાદામાં અવિચલિત સ્વભાવવાળું ચિત્ત. અર્થાત, અધિકૃત ધર્મસ્થાન અંગે કંઈક ઓછું-વતું સાંભળવા મળે કે આઘુંપાછું જોવા મળે તો પણ વિવક્ષિત ધર્મસ્થાનની મર્યાદામાંથી વિચલિત ન થઈ જાય એવા અવિચલિત સ્વભાવવાળો સંકલ્પ એ પ્રણિધાન છે. નહીંતર વાચના વગેરેમાં જ્ઞાનોપાર્જનની – સ્વાધ્યાયની આવશ્યકતા સાંભળે, એ સાંભળીને વિપુલ શાસ્ત્રજ્ઞાનનું ઉપાર્જન કરવાનો નિર્ણય કરે. પણ પછી, લોકોમાં વ્યાખ્યાનની બોલબાલા જાણી એનું આકર્ષણ ઊભું થાય અને તેથી શાસ્ત્રસ્વાધ્યાયને ગૌણ કરી નાખે, તો એ પૂર્વે જ્યારે શાસ્ત્રજ્ઞાન મેળવવાનો નિર્ણય હતો ત્યારે પણ એ “પ્રણિધાન રૂપ ન હતો, કારણ કે વિચલિત સ્વભાવવાળો છે. એમ ગૃહસ્થોને વ્યાખ્યાનાદિમાં નીતિની મહત્તા જાણી એનું આકર્ષણ જાગે, નીતિ જાળવવાનો નિર્ણય કરી એનું પાલન શરૂ કરી દે. પણ બીજાની અનીતિ ને યોગાનુયોગ થયેલી જાહોજલાલી જોઈને કે પોતાને નીતિપાલનમાં પ્રારંભે થોડી વિકટ પરિસ્થિતિ નિર્માણ થવા પર નીતિ જાળવી રાખવાના નિર્ણયમાંથી મન વિચલિત થઈ જાય, “મારે નીતિ કર્તવ્ય છે' એવો ઉપયોગ ખસી જાય, તો પૂર્વે કરેલો નીતિનો નિર્ણય પણ પ્રણિધાન આશય રૂપે નહોતો એ જાણવું. આમાં એ સમજવા જેવું છે કે જો કામચલાઉ પ્રવૃત્તિ અટકી જાય, પણ નિર્ણય ન ખસે, તો વિપ્નથી પ્રવૃત્તિનો પ્રતિબંધ છે, પણ પ્રણિધાન ઊભું છે. પણ જો નિર્ણય જ ખસી જાય તો, અવિચલિત સ્વભાવ ન હોવાના કારણે પ્રણિધાન જ નથી એમ માનવું પડે. આ “અવિચલિત સ્વભાવવાળું ચિત્ત...' એટલે એના બે અંશો છે. જ્યારે વિવણિત ધર્મસ્થાનની પ્રવૃત્તિ હોય ત્યારે તો એના ઉદેશ્ય તરીકે વિવણિત ધર્મસ્થાન નિશ્ચિત હોય જ. જેમકે દાન દેતી વખતે ધનમૂચ્છ Page #62 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૧૦, લેખાંક-૫૩ ૪૯૩ ત્યાગ, સુપાત્ર ભક્તિ વગેરે કેળવવાનો ઉદ્દેશ આવી જ જાય. (એ ખસીને નામનાની કામના ન આવી જાય.) તપ વખતે આહાર સંજ્ઞા વિજય, કર્મનિર્જરા વગેરે ઉદ્દેશ આવી જ જાય. (પ્રભાવના વગેરે ઉદ્દેશ ન આવી જાય.) પણ જ્યારે એની પ્રવૃત્તિ ન હોય ત્યારે પણ સંસ્કારરૂપે એ સંકલ્પ ચિત્તમાં અવિચલિતપણે અવસ્થિત હોય જ. આનો લાભ એ હોય છે કે જ્યારે પહેલેથી કોઈ સંભાવના ન હોય એવો પણ અચાનક વિવક્ષિત ગુણને સાધવામાં પ્રગતિ કરાવી આપનાર ઉપાયનો કોઈ અવસર લાધી જાય તો એ ઉપાયને વધાવી લેવાનું શક્ય બને છે. જેમકે શ્રીમંત બનવાનો સંકલ્પ અવિચલિત સ્વભાવવાળો જેનો બન્યો છે એ વ્યક્તિ જ્યારે ક્યાંક હરવા-ફરવા જ ગઈ હોય, વેપારની કોઈ કલ્પના પણ ન હોય, ને છતાં જો કોઈ પૈસા કમાવાનો ચાન્સ ત્યાં ઊભો થઈ જાય, તો એને ઝીલી લે છે, જવા દેતો નથી. આનો બીજો લાભ એ છે કે પ્રતિપક્ષી પ્રવૃત્તિકાળે પ્રતિપક્ષના આકર્ષણને એવું પ્રબળ ન બનવા દે કે જેથી વિવક્ષિત પ્રવૃત્તિનો રસ મોળો પડી જાય. જેમ કે વેપારના અવસરે વેપારનો એવો રસ ન પેદા થવા દે કે જેથી, પૂજા કરવાના સમયે પણ વેપારનો જ રસ રહ્યા કરે, ને પૂજાનો રસ મરી જાય. (૨) અધોવૃત્તિકૃપાનુગ : અહિંસા વગેરે અધિકૃતધર્મસ્થાન અંગે પોતે જેટલી પ્રગતિ સાધેલી હોય તેના કરતાં ઓછી પ્રગતિવાળા જીવો એ હીનગુણ જીવો. એમ જેઓએ હજુ કશી પ્રગતિ સાધેલી નથી એવા જીવો એ` ગુણહીન જીવો. આ બધાનો પણ હીનગુણજીવો તરીકે જ ઉલ્લેખ થઈ ગયેલો જાણવો. આ બધા ‘અધસ્તન ગુણસ્થાનવર્તી જીવો’ પણ કહેવાય. આવા જીવો અંગે ‘આ કાંઈ એટલો દયાળુ નથી...' આનામાં જયણા બહુ ઓછી...’ ‘ફલાણો તો નિર્દય છે...' વગેરે તિરસ્કારયુક્ત વિચારધારા ચલાવતું ને એવાં વાક્યો બોલાવતું ચિત્ત દ્વેષયુક્ત ચિત્ત છે. ચિત્ત અવિચલિત સ્વભાવવાળું હોવા છતાં, જો આવું દ્વેષવાળું હોય તો ‘પ્રણિધાન' આશય માની શકાય નહીં. આવા જીવો Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ પ્રત્યે પણ, ‘તેઓ અહિંસામાં – દયામાં – જયણામાં કેમ આગળ વધે ?” એવી કરુણા વહાવતું ચિત્ત “પ્રણિધાન માટે આવશ્યક છે. એટલે ષોડશકજીમાં “અધ:કૃપાનુગ” શબ્દ પ્રયોજ્યો છે. અર્થાત્ અધસ્તનગુણ - સ્થાનવર્તી જીવો પ્રત્યે કૃપા વરસાવતું ચિત્ત જોઈએ. હિનગુણજીવો પ્રત્યે દુર્ભાવ-દ્વેષના સ્થાને વહાવાતી કરુણા પોતાને વિધ્વજય કરાવે છે. વળી એ ગર્વના પરિહારરૂપ છે, માટે સિદ્ધિ સુધી પહોંચાડે છે. એના બદલે દ્વેષ - તિરસ્કાર એ સ્વપ્રાપ્ત ગુણના ગર્વઅહંકારરૂપ છે. જે પ્રાપ્ત ગુણથી જીવને ભ્રષ્ટ કરવા સમર્થ છે. એટલે અવિચલિત સ્વભાવ હોવા છતાં જો અધ:પાના બદલે દ્વેષ હોય તો વિશિષ્ટ લયોપશમ ન થઈ શકવાના કારણે સ્વયં ગુણમાં આગળ વધી શકાતું નથી. અધકૃપામાં બે અંશ આવે છે. ઉપવૃંહણા અને પ્રેરણા - પ્રોત્સાહન.. જે થોડું ઘણું પણ પાલન કરતો હોય એની ઉપબૃહણા... અને એ અધિક પાલન કરે એ માટે તથા જે કશું નથી કરતો એને એ થોડું ઘણું પણ કરે એ માટે પ્રેરણા – પ્રોત્સાહન આપવા. આ બંને હોય તો કૃપા છે એમ કહેવાય. (૩) પરોપકારસાર : પરોપકાર કરવાની તક ઝડપી લેવાનું જ થાય. પરોપકારના અવસરે પણ “મારું કામ અટકી જશે અથવા વિલંબમાં પડશે” આવો વિચાર પરોપકારની અટકાયત ન કરે. આવું ચિત્ત એ પરોપકારસાર ચિત્ત છે = પરોપકાર વાસના વિશિષ્ટ ચિત્ત છે. આમાં વિવક્ષિત ધર્મસ્થાનનો પરોપકાર મુખ્ય સમજવાનો. અન્ય બાબતોનો પરોપકાર પણ સામાન્ય તો હોય જ. પર” વ્યક્તિઓ ત્રણ કક્ષાની હોય છે. પોતાનાં કરતાં નિમ્ન, સમાન અને અધિક. આ ત્રણે પ્રત્યે સહાયકતા આ અનિવાર્ય કર્તવ્ય છે. ભક્તિ ઐચ્છિક છે પણ સહાયકતા તો જોઈએ જ. એ ન હોય તો ગુણ હ્રાસ થાય. એટલે વિહાર કરીને આવેલા મહાત્માના મુખ પર થાક સ્પષ્ટ Page #64 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૧૦, લેખાંક-પ૩ ૪૯૫ વરતાતો હોય ને છતાં સહાયક ન બનીએ... એમને ગોચરી ન લાવી આપીએ.. અથવા યોગ્ય ઘર વગેરે ન બતાવીએ તો ચારિત્રમોહનીય બંધાય. સંયમ સ્થાનમાં નીચે ઉતરવાનું થાય. એમ, ઘણી કાપ કાઢવા માટેનું સામર્થ્ય ન હોય, ને તેથી એમને ચેતવ્યા પણ હોય કે “આટલા બધાં કપડાં લઈને બેસશો નહીં....” ને છતાં બેસે, પછી થાકે. અંદર મૂંઝાતા હોય કે હવે “સહાય કરો” એમ કહેવું પણ શી રીતે ? એ વખતે એમનો થાક વગેરે જાણવા છતાં, “મેં પહેલેથી ના કહી હતી, ને છતાં લઈને બેઠા... હવે થાવ હેરાન....” આવી જો વિચારધારા હોય તો પરોપકારપ્રધાન ચિત્ત નથી, એમ સમજવું જોઈએ. ભૂતકાળમાં “મારે જરૂર હતી, ત્યારે મને સહાય કરી નહોતી. અથવા એણે મારી વિરુદ્ધ કારવાહી કરી હતી... હું એને શાન સહાય કરું...?” આવી વિચારધારાઓ પણ પરોપકારની વાસનાનો અભાવ સૂચવે છે. એમ જેની સાથે હરીફાઈ-સ્પર્ધાનું વાતાવરણ છે એવી સમકક્ષ વ્યક્તિને સહાયને અવસરે હું એને સહાય કરીશ તો તે આગળ નીકળી જશે, માટે સહાય ન કરું” આવો વિચાર કરાવનાર ચિત્ત પણ પરોપકાર વાસના શૂન્ય છે. દાન-શીલ-તપ-ભાવ આ ચારેની જે કાંઈ આરાધના કરતા હોઈએ તેને ખરેખર આત્મહિતમાં ઉતારવાની જેની ઈચ્છા હોય એણે આવી વિચારધારાઓ રોકવી ને આવા અવસરે પણ સહજ રીતે (વચ્ચે બીજું કશું યાદ આવ્યા વિના...) સહાયક બનવાનું જ મન થયા કરે એવી વિચારધારા ઘડવી એવી ચિત્તની અવસ્થા નિર્માણ કરવી એ અત્યંત પાયાની આવશ્યકતા છે. એવો જ્ઞાનીઓનો અભિપ્રાય છે. (૪) પાપવિવર્જિત - નિરવદ્ય વસ્તુવિષયક : કર્તવ્યતાનો દૃઢ ઉપયોગ વગેરે અહિંસાદિ નિરવદ્ય વસ્તુના હોવા જોઈએ. એટલે, વેપાર વગેરે સાવદ્ય પ્રવૃત્તિનો દૃઢ કર્તવ્યતા ઉપયોગ સ્વરૂપ પ્રણિધાન એ શુભાશય નથી. Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ આમાં વેપાર વગેરેનું ચિત્ત તો સાવદ્યવિષયક છે જ... પણ એમ, સામાયિકમાં પૂજાવિષયક કે પૂજામાં સામાયિક વિષયક ચિત્ત પણ અપ્રસ્તુતવિષયક હોવાથી પ્રસ્તુતકાર્યનું સાધક ન બનતાં બાધક બને છે. માટે નિરવદ્ય વસ્તુવિષયક'ના ઉપલક્ષણથી અપ્રસ્તુતઅવિષયક ચિત્ત પણ સમજવું. તથા અનાદર, અવિધિ, અકાળ, ઉતાવળ, વિલંબ અન્યમુદ્ વગેરે દોષોનો પણ “સાવઘ'ના ઉપલક્ષણથી પરિહાર્ય તરીકે સમાવેશ જાણવો. આવા દોષોથી વિવર્જિત ચિત્ત જોઈએ. ટૂંકમાં સ્વદૂષક કે સ્વનાશક જે કાંઈ હોય તે બધું સાવદ્ય (= પ્રસ્તુતબાધકો... તેનાથી રહિત ચિત્ત જોઈએ. આમ અવિચલિત સ્વભાવ, અધઃકૃપાનુગ, પરોપકારવાસના વિશિષ્ટ, નિરવદ્યવસ્તુવિષયક... આવા ચાર વિશેષણોવાળું ચિત્ત એ પ્રણિધાન છે. પ્રણિધાનનો પ્રભાવ : (૧) પ્રણિધાન એ ક્ષયોપશમનું બીજ છે. અહિંસાદિની (જયણા વગેરેની) પ્રવૃત્તિકાળે તો બદ્ધચિત્તતા (ઉપયોગ) હોવાથી અલ્પ ક્ષયોપશમે પણ ગુણની સાધક બને એની પ્રવૃત્તિ ને એની બાધક બને એની નિવૃત્તિ હોય જ, પણ અન્યકાળે પણ પ્રણિધાનની તીવ્રતાના પ્રભાવે વિશિષ્ટ ક્ષયોપશમ બન્યો રહે છે. અને તેથી, વિપરીત પરિસ્થિતિમાં પ્રણિધાન તરત સાવધાની આપે છે. રાત્રે નિદ્રામાં પણ પડખું ફેરવતી વખતે, રજોહરણથી પ્રમાર્જવાનું થઈ જ જાય. અનુપયોગ દશામાં પણ વિપરીત પ્રવૃત્તિના અવસરે લાલબત્તી ધરવી એ ક્ષયોપશમનું કાર્ય છે. અને આવો ક્ષયોપશમ કેળવાયેલો હોવો જોઈએ જ. રોજ ૩-૪ ફૂટ પહોળી જગ્યામાં સૂનારો ને આળોટનારો રેલવેમાં સાંકડી બર્થ પર સૂએ છે ને છતાં પડતો નથી. સૂતો ત્યારથી પડખું ફેરવવાનો અવસર આવ્યો ત્યાં સુધી કાંઈ એણે “હું બર્થ પર સૂતો છું.. મારે આળોટવાનું નથી.” એવું સતત યાદ કર્યા કરવાનું હોતું નથી. પણ પડી જવાના ભયના કારણે, સૂતી વખતે કરેલો આવો દઢ સંકલ્પ (પ્રણિધાન) પડખું ફેરવવાના અવસરે એને સાવધાન કરી દે છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૧૦, લેખાંક-પ૩ ૪૯૭ સાધકે અનેકવિધ સાધના કરવાની હોય છે. અહિંસા, સત્યવચન વગેરે... અને ક્ષમા, નમ્રતા, ઋજુતા વગેરે સિદ્ધ કરવાના છે. હવે, સ્વાધ્યાયકાળે તો સ્વાધ્યાયમાં ઉપયોગ હોય છે. એ વખતે પુસ્તક વગેરે કાંઈ લેવા-મૂકવાનો અવસર આવે ત્યારે, “મારે કાંઈ પણ લેવું - મૂકવું હોય તો પૂંજી-પ્રમાર્જીને લેવું-મૂકવું એવો ઉપયોગ તો હોતો નથી. કારણ કે ચિત્ત સ્વાધ્યાયમાં ગૂંથાયેલું હોય છે. તો એ વખતે પૂજવા – પ્રમાર્જવાનું કોણ કરાવે ? એમ એ જ વખતે કોઈ આક્રોશ કરતું આવે, તો “મારે ક્ષમા રાખવાની છે એવો ઉપયોગ તો હોતો નથી, તો ક્રોધને કોણ અટકાવશે? ઈષ્ટ સાધનાને અનુરૂપ આ પ્રવૃત્તિ કે નિવૃત્તિ ક્ષયોપશમ દ્વારા પ્રણિધાન કરાવે છે. આમ અનુપયોગવાળી કે અન્યત્ર ઉપયોગવાળી અવસ્થામાં અનુકૂળ બાબતની પ્રવૃત્તિ કરવા માટે તથા પ્રતિકૂળ બાબતના પરિવાર માટે પ્રણિધાન ખૂબ આવશ્યક છે. એના એ સાધનાકાળમાં અહિંસા વગેરેની અને ક્ષમા વગેરેની અનેકવિધ સાધનાઓ એકી સાથે ચાલે એવી શક્યતા આ પ્રણિધાનના પ્રભાવે જ ક્ષયોપશમ દ્વારા ઊભી થઈ શકે છે. અન્યથા એક સાધનામાં ઉપયોગ હોય ત્યારે પરિસ્થિતિવશાત્ અન્ય સાધનનાને ઠેસ લાગી જવાની શક્યતા ઊભી થઈ જાય. એટલે જ અચાનક ઊભી થતી પરિસ્થિતિ વખતે કેવું વર્તન થાય છે એના પરથી પ્રણિધાન ઊભું થયું છે કે નહિ એ તથા ક્ષયોપશમ છે કે નહીં એ જાણી શકાય છે. પેંડાની બાધા લીધા પછી બે ચાર મહિના બાદ જ્યારે ખાવાનો અચાનક પ્રસંગ આવે ત્યારે તરત યાદ આવી જાય કે “મારે બાધા છે, ખાવાનો નથી” તો પ્રણિધાન ઊભું થયું છે, ને જો યાદ ન આવે, ખવાઈ જાય તો પ્રણિધાન નથી, અર્થાત્ પ્રતિજ્ઞા પરિણામરૂપ બની નથી. એમ માનવું પડે. મહાવ્રતો ઉચ્ચર્યા બાદ સ્વપ્નમાં જો કાચા પાણીમાં પગ મૂકીને ચાલી જવાનું થાય કે ટ્રેનમાં પ્રવાસ કર્યો વગેરે જોવા મળે, તો સમજવું Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ પડે કે આરાધનામાં રહેલા શ્રાવક કરતાં પણ, સાધુને ઊંઘમાં પણ જે અસંખ્યગુણ નિર્જરા કરાવે છે તે વિરતિ-પરિણામ (=ક્ષયોપશમ અને એના કારણભૂત પ્રણિધાન) પેદા થયા નથી. પ્રતિજ્ઞા કરતી વખતના તીવ્ર સંકલ્પથી કે પ્રતિજ્ઞાને વારંવાર યાદ કરવાથી પ્રણિધાન પેદા થઈ શકે છે. સાધુઓને રોજ નવ વાર કરેમિ ભંતે ! ને પંદર દિવસે પક્ખીસૂત્રમાં મહાવ્રતોનું સૂત્રકીર્તન જે કરવાનું હોય છે, તેમાં આ પ્રણિધાન ઊભું કરવાનું ને એને દૃઢ કરવાનું એક પ્રયોજન પણ છે જ. (૨) જે મેળવવું હોય - જે સાધવું હોય તે ‘ઉપેય' કહેવાય છે. ઉપેયની પ્રાપ્તિમાં જે સાધક હોય તે ઉપાય કહેવાય છે ને જે બાધક હોય તે અપાય કહેવાય છે. એટલે ઉપેયની પ્રાપ્તિ માટે ઉપાયોને અજમાવવા (ઉપાયમાં પ્રવૃત્તિ કરવી) અને અપાયોથી દૂર રહેવું (અપાયોથી નિવૃત્તિ કરવી) એ આવશ્યક હોય છે. પ્રણિધાન ઉપાયમાં પ્રવૃત્તિ ને અપાયથી નિવૃત્તિ... આ બંનેમાં નિયમિતતા ચોકસાઈ લાવે છે, અન્યથા ક્યારેક આ પ્રવૃત્તિ-નિવૃત્તિ થાય ને ક્યારેક ન થાય... એવું અનિયમિતપણું પેદા થાય. ને ક્યારેક એ બંને સાવ છૂટી જાય એવું પણ બને. પ્રણિધાનના પ્રભાવ તરીકે આ બે લાભો વિચાર્યા. અન્ય બે લાભો વગેરે વાતો આગામી લેખમાં જોઈશું. તપ-ત્યાગ-તિતિક્ષામૂર્તિ સ્વ. પૂજ્ય ગુરુદેવ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.ના ચરણોમાં કોટિશઃ વંદના. Page #68 -------------------------------------------------------------------------- ________________ લેખાંક પ૪ પ્રણિધાનના લાભોનો વિચાર ચાલી રહ્યો છે. ગયા લેખમાં એના બે લાભો વિચારેલા. અન્ય બે લાભો વગેરેનો આ લેખમાં વિચાર કરવાનો છે. - (૩) પ્રણિધાન (દઢસંકલ્પ) સિદ્ધિના સાધક (ઉપાય) ને બાધક (અપાય) તત્ત્વોને જાણવાની પ્રબળ જિજ્ઞાસા પેદા કરે છે. આ જિજ્ઞાસા, ઉપાય-અપાયની જાણકારી મેળવી આપનાર સામગ્રી-જ્ઞાની વગેરેની શોધ કરાવે છે. ક્યારેક એવા સંયોગસામગ્રી ન મળે તો પણ સ્વયં એવો ક્ષયોપશમ થાય છે ને ઉપાયઅપાયને પરખી શકાય છે. અંગ્રેજી ભાષામાં કહ્યું છે કે Necessity is the Mother of invention. (આવશ્યકતા એ શોધખોળની માતા છે.) (૪) પ્રણિધાન આ ઉપાય પ્રવૃત્તિમાં અને અપાયનિવૃત્તિમાં યત્નાતિશય લાવે છે. અર્થાત્ એ પ્રવૃત્તિ-નિવૃત્તિનો દૃઢ-ખંતીલોચોકસાઈવાળો પ્રયત્ન કરાવે છે. આ બાબતમાં પ્રણિધાન એ ખરેખર ચમત્કાર – સર્જક પરિબળ છે. આરોગ્યનું પ્રણિધાન ઊભું થઈ ગયું હોય ને બેચાર રોગો પોતાની અસર દેખાડતા હોય ત્યારે શું ખાવું ને શું ન ખાવું વગેરેનું દરેક વખતે દર્દીને પોતાને પણ આશ્ચર્ય થાય એવી રીતે અંદર ગણિત ચાલવા માંડે છે. આ ખટાશવાળું છે – એનાથી દમ ચડશે. આ ખારું છે - એનાથી પ્રેશર વધશે. એ પણ નહીં લેવાનું.. તથા આ ઘીવાળું છે. એનાથી કોલેસ્ટ્રોલ વધશે.. એ પણ વર્જવાનું. નવી નવી કોઈ પણ વાનગી ઉપસ્થિત થાય - કોઈ ગમે તેટલો આગ્રહ કરે તો પણ બધી ગરણીમાંથી પસાર થાય એ જ લેવાનું દિલ થાય... જે પસાર ન થાય તેને વર્જવાનો પોતાનો સ્વારસિક આગ્રહ અનુભવાયા જ કરે. આ પ્રણિધાનનો પ્રભાવ છે. Page #69 -------------------------------------------------------------------------- ________________ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ ચાલવાથી કૉલેસ્ટ્રોલ ઘટશે ને આરોગ્યને લાભ થશે. આ પ્રમાણે ડૉક્ટરે કહ્યું હોય ને એનું પ્રણિધાન ઊભું થઈ ગયું હોય, તો ક્યારેક ખોટે રસ્તે ચઢી જવાથી અંતર વધી જાય, તો પણ એટલો અફસોસ અનુભવાતો નથી, ને ચાલો એટલું કૉલેસ્ટ્રોલ ઘટશે... એમ સમાધાન કેળવાઈ જાય છે... આ પ્રણિધાનનો પ્રભાવ છે... ગોચરી મળી.. તો સંયમવૃદ્ધિ... ન મળી તો તપોવૃદ્ધિ... સમાધાન કેળવવાનું પ્રણિધાન હોય તો સંકલેશને સ્થાન જ નહીં. ૫૦૦ પોતાનું વાહન ડેમેજ ન થઈ જાય એવું પ્રણિધાન ડ્રાઈવરને કેવો કાળજીવાળો બનાવે છે. રસ્તો ખરાબ હોય, ક્યારેક ડાબે તો ક્યારેક જમણે ખાડા-ટેકરા કે પથરા આવતા હોય તો દરેક વખતે એ બધું ટાળવાની... ને એ ટાળવા માટે વાહનને ગોમૂત્રિકા આકારે ડાબે-જમણે ફેરવ્યા કરવાની તેમજ જરૂર પડ્યે બહુ જ સાંકડી જગ્યામાંથી પસાર થવાની અખૂટ ધૈર્યવાળી સાવધાની એ પ્રણિધાનનો ચમત્કાર છે. { ૧૨ કિ.મી.નો પણ મસ્તીથી વિહાર કરનાર મહાત્માને ૧૦ કિ.મી. સમજીને નીકળ્યા હોય, ને ૧૨ કિ.મી. નીકળે ત્યારે છેલ્લા બે કિ.મી. કેવી રીતે કપાય ? કેમ કઠિન પડે છે · કારણ કે એ ચાલવાનું પ્રણિધાન બન્યું નથી. આયંબિલમાં બધી જ લૂખી વાનગીઓ મસ્તીથી ખાઈ શકનારાને એકાસણમાં માત્ર રોટલી લૂખી પીરસો... કેમ ઊંચો નીચો થઈ જાય છે ? કારણ કે એકાસણામાં લૂખું ખાવાનું પ્રણિધાન નથી. વર્ધમાન તપની ૧૦૦ ઓળી પૂરી કરવાના પ્રણિધાનવાળો તપસ્વી પાછલી લાંબી લાંબી ઓળીખો... વચ્ચે તાવ વગેરે આવે... ખૂબ અશક્તિ લાગે... બીજાઓ પારણું કરી દેવાનો આગ્રહ કરતા હોય તો પણ ખેંચી-ખેંચીને આયંબિલ કરીને પણ ઓળી પૂરી કરશે... પણ ૧૦૦ ઓળી પૂરી થઈ ગયા પછી ? તિથિએ એક આયંબિલ કરતાં પણ કરું કે ન કરું ? એમ વિચાર આવ્યા Page #70 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૧૦, લેખાંક-૫૪ ૫૦૧ કરે છે. કેમ ? પહેલાં પ્રણિધાન હતું... હવે નથી. પ્રણિધાન ન હોય તો પ્રવૃત્તિ કેવી થાય ? ને કેવી રીતે થાય ? એ સ્પષ્ટ છે. સંયમ જીવન લીધા પછી પણ, સંયમ પાલનને અનુકૂળ કે પ્રતિકૂળ બાબતોની ઝીણી ઝીણી કાળજી જાણવાની જિજ્ઞાસા ન જાગતી હોય, કે એ જાણવા મળ્યા પછી પણ, અનુકૂળ બાબતોની પ્રવૃત્તિમાં સહજ હોશ અનુભવાતી ન હોય, અને પ્રતિકૂળ બાબતોની નિવૃત્તિમાં સ્વારસિક આગ્રહ બન્યો રહેતો ન હોય, તો સમજવું જોઈએ કે પ્રણિધાનમાં કચાશ છે. કોઈ પણ ભોગે આરોગ્ય મેળવવું જ છે, જાળવવું જ છે... એવું પ્રણિધાન જેને ઊભું થયું નથી એ પથ્યસેવન અને અપક્ષત્યાગની એટલી કાળજી લેવાનો જ નથી. પ્રણિધાનની આ કચાશ ફળાકાંક્ષાની તીવ્રતાથી તોડી શકાય છે. ફળની આકાંક્ષા જેવી તીવ્ર એવું પ્રણિધાન તીવ્ર... અને પ્રણિધાન જેવું તીવ્ર એવો યતાતિશય દૃઢ, જેમ નિર્વેદ (= સંસાર પર વૈરાગ્ય) પ્રબળ એમ પાપભય વધારે અને તેથી પાપ-નિવૃત્તિ વધારે.... જેમ સંવેગ (મોક્ષની અભિલાષા) ઝળહળતો એમ શુભકાર્યનો આદર વધારે.. ને એ આદર જેમ વધારે તેમ શુભ પ્રવૃત્તિ, એની ચોકસાઈ, એનું વૈશિષ્ટ.... બધું જ વધારે. (આ બધું યત્નાતિશય છે.) પ્રવૃત્તિની તીવ્રતાની માત્રાનો આધાર પ્રણિધાનની તીવ્રતા પર હોય છે. સંકલ્પ જેટલો મજબૂત હોય એટલી પ્રવૃત્તિ પાવરફુલ થવાની જ... તથા પ્રવૃત્તિ તીવ્ર હોવા છતાં પ્રણિધાન જો મંદ હોય, તો પ્રવૃત્તિ ક્યારે ઢીલી પડી જાય કે ક્યારે વળાંક લઈ લે... કશું કહેવાય નહીં... આની સામે... પ્રણિધાન જો તીવ્ર હોય, તો મંદપ્રવૃત્તિ પણ ધીમે ધીમે તીવ્ર બનતી જાય, તેમજ તીવ્ર પ્રવૃત્તિ ક્યારેય મંદ ન પડે કે અટકી Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ૨ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ ન જાય. પરિસ્થિતિવશાત્ ક્યારેક પ્રવૃત્તિ અટકે તો પણ એ ધર્મસ્થાનના હ્રાસરૂપ કે ભ્રંશ રૂપ ન બને. એટલે કે અત્યાર સુધીમાં પ્રવૃત્તિ દ્વારા જે પ્રગતિ સાધી છે. એમાંથી ન પીછેહઠ થાય કે ન પ્રગતિ સંપૂર્ણતયા ખતમ થઈ જાય એવું બને. તપશ્ચર્યાના પ્રણિધાનપૂર્વક તપશ્ચર્યા કરનાર સાધક, રોગી અવસ્થામાં કે વૃદ્ધાવસ્થામાં તપશ્ચર્યા ન કરી શકે તો પણ, ક્યારે ચાન્સ મળે ને તપ કરી લઉં એવા વિચારમાં રમ્યા જ કરતો હોય. ને તેથી એ તપશ્ચર્યાનું વિશ્રામસ્થાન કહેવાય, બ્રશ નહીં.. દીર્ઘ પ્રવાસે નીકળેલો મુસાફર રાત્રે ક્યાંક સૂઈ જાય તો પ્રયાણ અટકી ગયું હોવા છતાં એ પ્રયાણભંગ નથી કહેવાતો, પણ વિશ્રામ જ કહેવાય છે, કારણ કે રાત્રિ પૂરી થતાં એ વધારે સ્કૂર્તિવાળો થઈને પુનઃ પ્રયાણ આદરી દેવાનો જ છે. એમ પ્રસ્તુતમાં જાણવું. માટે જ પ્રબળ વૈરાગ્ય સાથે સંયમ પાળીને દેવલોકમાં ગયેલા જીવને ત્યાં સંયમ ન હોવા છતાં, ચારિત્રનો બ્રશ નથી કહ્યો, પણ વિશ્રામ કહ્યો છે. તેથી જેનો વૈરાગ્ય પ્રબળ એ દેવલોકમાં સમ્યક્ત જાળવી શકે. જેનો વૈરાગ્ય મંદ, એ દેવલોકમાં સમ્યકત્વ જાળવી ન શકે... વૈરાગ્ય એટલે જ બીજા શબ્દોમાં સંયમનું ઉપાદેયત્વ પ્રણિધાન કહેવાય. પ્રબળ વૈરાગ્યવાળા (સંયમના ઉપાદેયત્વ પ્રણિધાનવાળા) જીવને દેવલોકમાં ચારિત્રમોહનીયકર્મનો ઉદય હોય, પણ એ દર્શનમોહનીયના ક્ષયોપશમથી અનુવિદ્ધ (સંકળાયેલો) હોય ને તેથી સમ્યક્ત જળવાઈ રહે. આમ પ્રણિધાન જો અક્ષત હોય, તો પ્રવૃત્તિ અટકી જવા છતાં ધર્મસ્થાનથી ભ્રષ્ટ થવાનું નુકશાન થતું નથી, એ આપણે જોયું. આવું જ Page #72 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૧૦, લેખાંક-૧૪ ૫૦૩ ઔદયિકભાવ માટે પણ છે. પૃથ્વીકાય વગેરે જીવોને હિંસા વગેરેની કે ક્રોધ વગેરેની વ્યક્ત બધી જ પ્રવૃત્તિ અટકી ગઈ હોવા છતાં હિંસાદિનું ને ક્રોધાદિનું પ્રણિધાન અક્ષત હોવાથી હિંસા વગેરે પાપસ્થાનથી ભ્રષ્ટ થવાનો (= હિંસાની વિરતિ પ્રાપ્ત થવાનો) લાભ થતો નથી. આમ પ્રણિધાન હોય ને પ્રવૃત્તિ ન હોય એ પરિસ્થિતિ વિચારી. હવે, પ્રવૃત્તિ હોવા છતાં જો પ્રણિધાન ન હોય, ઉપરથી વિપરીત પ્રણિધાન હોય, તો શું થાય છે એ વિચારી લઈએ. પ્રવૃત્તિ કરતાં વિરુદ્ધ પ્રણિધાન, પ્રવૃત્તિમાં અરુચિ ઊભી કરાવે છે, પરિણામે ધીમે ધીમે પ્રવૃત્તિને છોડાવે છે. ને એ રીતે પ્રવૃત્તિનું બાધક ને નાશક બને છે. આ વાત પણ ઔદયિક ને ક્ષયોપથમિક બન્ને ભાવો માટે છે. વિષયવિલાસ વગેરે ઔદયિકભાવની પ્રવૃત્તિ છે. પણ વૈરાગ્યનું પ્રણિધાન જો કેળવાઈ જાય તો વિષયવિલાસની પ્રવૃત્તિ મોળી પડવા માંડે જ.ને ઔદયિક ભાવ ક્રમશઃ ક્ષાયોપથમિક ભાવમાં પરાવર્તિત થવા માંડે જ. જ્ઞાનોપાર્જન વગેરે ક્ષાયોપશમિકભાવની પ્રવૃત્તિ છે. પણ જો, એશઆરામ વગેરેનું પ્રણિધાન ઊભું થઈ જાય તો એમાં ખામી આવવા માંડે જ. ને લાયોપથમિકભાવ ધીમે ધીમે ઔદયિકભાવમાં (વિસ્મરણાદિમાં) પરિણમવા માંડે. અવિરત સમ્યગુદૃષ્ટિને અવિરતિની પ્રવૃત્તિ ઔદયિકભાવ છે. છતાં ભાવસમ્યકત્વ એ રત્નત્રયીના પ્રણિધાનરૂપ હોવાથી એ ઔદયિકભાવરૂપ અવિરતિને ક્રમશઃ ખસેડી લાયોપથમિક ભાવરૂપ રતત્રયીની પ્રકૃષ્ટતાને ખેંચી લાવે છે.. જેને જેનું પ્રણિધાન એને એની પ્રવૃત્તિ ને એમાં યત્નાતિશય સાહજિક આવે છે. એટલે પ્રવૃત્તિ પર જોર આપવા સાથે પ્રણિધાન પર અધિક જોર આપવું જોઈએ. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ ક્યારેક પ્રમાદાદિવશાત્ પ્રણિધાનથી વિપરીત પ્રવૃત્તિ થાય તો પણ એટલા માત્રથી પ્રણિધાન ચાલ્યું જ જાય એવું નથી. જેમ ક્ષમાના સાધકે ક્રોધને ત્રણ રીતે નિષ્ફળ કરવાનો હોય છે : (૧) ઉદયનિરોધ : ક્રોધનો ઉદય જ ન થવા દેવો. (૨) ઉદય વિફલીકરણ : અપમાન વગેરે થવા પર મનમાં ઘણો ધમધમાટ આવી જાય એ ક્રોધનો ઉદય છે. છતાં એને ક્રોધપાયેલા શબ્દો-ચેષ્ટા વગેરે દ્વારા સફળ ન કરવો.... (૩) ઉદયાનંતર પશ્ચાત્તાપ - શુદ્ધીકરણ : મનમાં ક્રોધ આવ્યો, કડક શબ્દો બોલી નાખ્યા, થપ્પડ મારી દીધી.. વગેરે રૂપે એને વ્યક્ત પણ કરી નાખ્યો. છતાં પાછળથી એવો જ તીવ્ર પશ્ચાત્તાપ - પ્રાયશ્ચિત્ત ક્ય.... તો એ પણ ક્રોધને નિષ્ફળ કરવા રૂપ છે. કારણ કે ક્ષમાની પ્રગતિમાં એ પ્રતિબન્ધ કરી શકતો નથી. - આ જ રીતે પ્રણિધાન અંગે જાણવું. - રાત્રે કડકડતી ઠંડી પડવાની સંભાવના છે. સાંજે હોલની ૧૫૨૦ ખુલ્લી બારીઓની જયણા કરવાની છે. (૧) ૧૫-૨૦ બારીઓ બધી ક્યાં પૂંજવી - પ્રમાર્જવી ? આવો વિચાર જ ન આવે એ પ્રમાદનો અનુદાય. (૨) આવો વિચાર આવવા છતાં એને દબાવી દઈને – મન મારીને પણ બધી બારીઓ વ્યવસ્થિત પૂંજીએ – પ્રમાર્જીએ - તો ઉદયમાં આવેલા પ્રમાદને નિષ્ફળ કર્યો કહેવાય. (૩) થોડી પૂંજી - થોડી ન પૂંજી. એ રીતે પ્રમાદનું સેવન કરવા છતાં, પાછળથી એનો પશ્ચાત્તાપ - પ્રાયશ્ચિત્ત કરીએ તો પણ પ્રમાદને નિષ્ફળ કર્યો કહેવાય, અને અહિંસાનું પ્રણિધાન ઊભું રહી શકે.... પણ વારંવાર જો પ્રણિધાનથી વિપરીત પ્રવૃત્તિ કર્યા કરવામાં આવે તો પાછળનો પશ્ચાત્તાપ કુંભારના મિચ્છામિ દુક્કડ જેવો થવાની સંભાવના હોવાથી પ્રણિધાન પણ ઘસાવા માંડે એ જાણવું. Page #74 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૧૦, લેખાંક-૫૪ ૫૦૫ સંપાત્ કાર્યસિદ્ધિ : Firm determination is half done. આ બધા પ્રણિધાનની મહત્તા દર્શાવનારાં સોનેરી સૂત્રો છે. હવે બીજો પ્રવૃત્તિ આશય વિચારીએ : પ્રવૃત્તિ આશય : અહિંસા વગેરે અધિકૃત ધર્મસ્થાનના ઉદ્દેશપૂર્વક તેને સાધી આપે એવા ઉપાય અંગેનો ઇતિકર્તવ્યતાથી શુદ્ધ અને શીઘ્ર ક્રિયા સમાપ્તિની ઇચ્છા વગેરે ઔત્સુક્ય વિનાનો પ્રયત્નાતિશય એ પ્રવૃત્તિ છે. આ ટૂંકમાં વ્યાખ્યા જાણવી. હવે એને વિશદ રીતે સમજીએ. અહિંસા-સત્ય-ક્ષમા... વગે૨ે આત્મગુણ, આત્મસંસ્કાર (=ક્ષયોપશમ)રૂપ જે ધર્મસ્થાનને સાધવું ચાહ્યું હોય તે અધિકૃત ધર્મસ્થાન. ‘કોઈ પણ ભોગે અહિંસાગુણ સિદ્ધ કરવો છે.' આવા દૃઢસંકલ્પરૂપ પ્રણિધાન કર્યું એટલા માત્રથી ગુણ સિદ્ધ થઈ જતો નથી.. સિન્તિ હિ કાર્યાણિ ઉદ્યમેન, ન તુ મનોરથેન... કાર્યો ઉદ્યમથી સિદ્ધ થાય છે, નહીં કે માત્ર મનોરથથી. આ ઉદ્યમ એટલે જ પ્રયત્ન... પ્રવૃત્તિ. આ પ્રયન ઇતિકર્તવ્યતા શુદ્ધ જોઈએ, ઔત્સક્યરહિત જોઈએ, તથા અતિશયિત જોઈએ. (૧) ઇતિકર્તવ્યતા શુદ્ધ : અહિંસા વગેરે અધિકૃતધર્મસ્થાનને સિદ્ધ કરવા માટે જ્યારે જે ઉપાય અજમાવવો આવશ્યક હોય ને તેથી એ ઉપાય અજમાવાઈ રહ્યો હોય (તે ઉપાયમાં પ્રવૃત્તિ થઈ રહી હોય) ત્યારે, ‘અત્યારે મારે આ ઉપાય અંગે જ પ્રયત્ન કર્તવ્ય છે.' આવાં અસંદિગ્ધ નિર્ણયપૂર્વક જો પ્રયત્ન થાય તો સિદ્ધિ સિદ્ધ થાય છે. જ્યાં સુધી અનેક ઉપાયો વચ્ચે મન ઝોલાં ખાતું હોય ત્યાં સુધી કોઈ પણ ઉપાયને પૂરી તાકાતથી અજમાવવાનું થઈ શકતું નથી. માટે ઉક્ત અસન્દુિગ્ધ નિર્ણય આવશ્યક છે. Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ પ્રણિધાન આશયમાં જે અવિચલિત સ્વભાવ ઉત્પન્ન થયો હોય છે એ ઉપાયની ને એની પ્રવૃત્તિની... વિધિની જિજ્ઞાસા જગાડે જ છે. આ જિજ્ઞાસાને સંતોષવાનો યત્નાતિશય પણ એ પ્રણિધાન ને આ જિજ્ઞાસા જ કરાવે છે. એના પ્રભાવે ઉપાયનો ને વિધિનો અસંદિગ્ધ નિર્ણય થાય છે. ક્યારેક સ્વયં ન થાય, તો યોગ્ય વ્યક્તિના સલાહસૂચન લેવાની પ્રેરણા પણ પ્રણિધાનાદિ જ કરે છે જે આ નિર્ણય સુધી પહોંચાડે છે. છતાં, ક્યારેક બાહ્ય ઉપાયાદિનું જ્ઞાન ન થાય તો પણ અવિચલિત સ્વભાવના કારણે કશો વાંધો આવતો નથી ને અભ્રાન્ત પ્રવૃત્તિ થયા કરે છે. (૨) ઔસુક્યવિરહિત જે ક્રિયા-પ્રવૃત્તિ કરતાં હોઈએ, તે શીઘ પૂર્ણ થઈ જાય. આવી ઇચ્છા એ સુક્ય હોય છે. પ્રતિક્રમણ ક્યારે પુરું થશે? જલદી પૂર્ણ થાય તો સારું... આ ગ્રન્થ શરૂ કર્યાને ઘણો સમય થયો.. શીધ્ર સમાપ્ત થાય તો સારું... આવી બધી ઇચ્છા ક્રિયાને જલદી પૂર્ણ કરવાની ગણતરીથી વેઠ ઊતરાવે છે, ને તેથી એમાં યત્નાતિશય આવી શકે નહીં. આમાં આદિ શબ્દથી ક્રિયાનું ફળ ક્યારે મળશે? આવું અકાળ ઔસુક્ય પણ દોષ રૂપ જાણવું. બીજ વાવ્યા પછી અંકુરો ફૂટ્યો કે નહીં એ જોવા બીજ ઉખેડે.. વળી બીજે વાવે.. પુનઃ ઉખેડે.. પછી અન્યત્ર વાવે. આવું કર્યા કરનારો ક્યારેય અંકુર પામતો નથી. દૂધમાં મેળવણ નાખ્યા પછી દૂધ મળી રહ્યું છે કે નહીં એ માટે વારંવાર જોયા કરનારો દહીં પામી શકતો નથી... એમ ક્રિયાકાળે સિદ્ધિનો વિચાર કર્યા કરનાર સિદ્ધિથી વંચિત રહે છે. આ સીડી મને ઉપર ગત્તવ્ય સ્થાને લઈ જશે કે નહીં ? એનો નિર્ણય Page #76 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૧૦, લેખાંક-૫૪ ૫૦૭ પહેલાં જરૂર કરી લેવો... પણ એક વાર ઉપર ચડવાનું શરૂ કર્યું... પછી ઉપર જોયા કરનારો પડવાનો છે. ઉપર પહોંચવા માટે, પછી તો સીડી ચડવામાં જ ધ્યાન રાખવું જોઈએ. અરણિકાપુત્ર આચાર્ય ગંગા ઊતરતાં ઉપસર્ગ આવ્યો ત્યારે કેવળજ્ઞાનના વિચારમાં ન ચડ્યા... પણ અહિંસાના વિચારમાં ચડ્યા તો કેવળજ્ઞાન પામી ગયા. (૩) પ્રયત્નાતિશય ઃ વિવક્ષિત ઉપાય અંગે પૂર્વે જે પ્રયત્ન કર્યો હોય એના કરતાં અધિક પ્રયત્ન કરવો એ પ્રયત્નાતિશય છે. વધુ વીર્યસ્ફુરણ, વધુ ચોકસાઈ, વધુ એકાગ્રતા વગેરે બધું જ અધિક પ્રયત્નરૂપ કહેવાય. બ્રહ્મચર્યગુણની સિદ્ધિ માટે શ્રાવક પાંચ તિથિના બ્રહ્મચર્યપાલન પરથી દસ તિથિના બ્રહ્મચર્યપાલન પર આવે... પછી બાર તિથિમાં આવે... એમ ઉત્તરોત્તર વધતો જાય તો પ્રયત્નાતિશય કહેવાય.. એ જ રીતે પાલનના દિવસે સ્પર્શ વગેરે પણ વર્જવા... મનમાં પણ વિકાર ન ઊઠે એ રીતે ઉત્તરોત્તર ભાવિત થતા જવું... આ બધું પણ પ્રયત્નાતિશય કહેવાય. પ્રયત્નાતિશય માટે પ્રવૃત્તિના પ્રારંભે મનને સજ્જ કરી લેવું એ પણ ઘણું સહાયક બને છે. જેમકે ગાથા ગોખવા બેસવું હોય ત્યારે - મનને સમજાવવું કે – મારે મારું વીર્ય ગોપવવું નથી... મનને બીજા ત્રીજા વિચારોમાં લઈ જવું નથી. બરાબર ધારણા-ઉપયોગપૂર્વક ગાથા ગોખવી છે... આ રીતે જો માનસિક સજ્જતા કેળવીને પ્રયાસ કરવામાં આવે તો ઓછા સમયમાં વધારે સારી રીતે ગાથાઓ ગોખી શકાયાનો અનુભવ થયા વગર ન રહે. આયંબિલ કરવા બેસવું છે. રસનેન્દ્રિય પર વિજય મેળવવા માટે આયંબિલ કર્યું છે. મનને આટલી સૂચના આપી દેવામાં આવે તો જીભના ઘણા નિરર્થક તોફાનો પર અંકુશ મેળવી શકાય. બ્રહ્મચર્યનો સૂક્ષ્મ અર્થ થાય છે - બ્રહ્મ = શુદ્ધ આત્મસ્વરૂપ... એમાં ચરવું - રમવું... એનો જ – Page #77 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ આનંદ માનવો...એ બ્રહ્મચર્ય... એટલે આમાં પુદ્ગલની રમણતા તોડવાનું આવે જ. એટલે જ, અબ્રહ્મ અંગેની કોઈ વાત ન હોવા છતાં, શબ્દ-રૂપ વગેરેમાં રાગ-દ્વેષ કરવા રૂપ પ્રવિચારણાને પણ બ્રહ્મચર્યના અતિક્રમ તરીકે જણાવી છે. એટલે શુદ્ધ બ્રહ્મચર્ય પાળવા માટે, પાંચે ઇન્દ્રિયોમાંથી કોઈ પણ ઇન્દ્રિયના વિષયમાં મનને પરિણત કરવું નથી. એવું પ્રણિધાન મનને આપ્યું હોય તો પુદ્ગલની પરિણતિથી ઘણું બચી શકાય. ક્ષમા-નમ્રતા વગેરે દસવિધ શ્રમણધર્મ સિદ્ધ કરવા એ મારી સાધના છે.... ને આ સાધના માટે જ મેં મારો બધો સંસાર છોડ્યો છે... અવસરે અવસરે આવો ઉપયોગ મનને આપ્યા કરવામાં આવે.. એમ ઈર્યાસમિતિ... વગેરેનો ઉપયોગ આપ્યા કરવામાં આવે તો સંયમપાલન વધુ યત્નાતિશયવાળું બને જ. ચંડકૌશિકનો પ્રચંડ ક્રોધ નાશ પામી ક્ષમાની પ્રાપ્તિ અલ્પકાળમાં થઈ એમાં એનો તીવ્ર યત્નાતિશય હતો. જ્ઞાનાવરણકર્મના પ્રબળ ઉદયના કાળમાં માષતુષમુનિના આદરપૂર્વકના સાતત્યભર્યા યત્નાતિશયે જ્ઞાનાવરણ કર્મનો સંપૂર્ણ ભુક્કો બોલાવી કેવળજ્ઞાનની ભેટ ધરી. પ્રયત્નમાં ઇતિકર્તવ્યતાશુદ્ધિ ન હોય કે ઔત્સુક્ય વગે૨ે દોષ હોય તો અતિશય આવી શકતો નથી. ને તેથી યત્નાતિશયના કારણે ચિત્તની જે સ્થિ૨પરિણતિ - એકાગ્રતા પ્રગટવી જોઈએ એ પ્રગટતી નથી. પ્રસ્તુત દ્વાત્રિંશદ્ દ્વાત્રિંશિકા ગ્રન્થમાં મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે તો પ્રકૃતસ્થાનમાં યત્નાતિશયથી ઉત્પન્ન થયેલી ને અધિક યત્નાતિશયને ઉત્પન્ન કરનારી, અન્યાભિલાષરહિત ચિત્તની એવી સ્થિર પરિણતિને જ પ્રવૃત્તિઆશય તરીકે જણાવેલ છે. યત્નાતિશયથી એકાગ્રતા આવે છે ને એકાગ્રતાથી યત્નાતિશય વધે છે. એમ ઉત્તરોત્તર બંને વધતા જાય છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૧૦, લેખાંક-૧૪ ૫૦૯ - સામાન્યથી પ્રયતપૂર્વક થયેલી પ્રશસ્તપ્રવૃત્તિ આદર એકાગ્રતા દ્વારા ક્ષયોપશમ વધારે છે. ને પછી, એ ક્ષયોપશમ વધારે ઊંચી પ્રવૃત્તિ કરાવે છે. વિશેષ પ્રતિકૂળતા ન હોય તો બેસણાં ચાલુ રાખનારો ધીમે ધીમે એકાસણાં પર ચઢશે... ને પછી આયંબિલ વગેરે પણ કરશે. પ્રભુ વીરના મુખે વખણાયેલા કાકંદીના ધન્નાઅણગાર-નિત્ય ચઢતે પરિણામ ઉત્તરોત્તર અધિક પ્રયત્નનું ઉત્તમ ઉદાહરણ છે. એનાથી વિપરીત, ઇચ્છાપૂર્વક કરાયેલી અપ્રશસ્તપ્રવૃત્તિ, પૂર્વે થયેલા ક્ષયોપશમને આવરે છે, ને ઔદયિકભાવને વધારે છે. ને વધેલો ઔદયિકભાવ પાછો અપ્રશસ્તપ્રવૃત્તિ વધારે છે. એમ ઉત્તરોત્તર બંને વધતા જાય છે, ને ક્ષયોપશમ તો ક્યાંય આવરાઈ જાય છે. જેમકે ચંડકૌશિક સર્પના જીવનો ક્રોધ... ચૌદપૂર્વધર ૧૪ પૂર્વે ગુમાવે, મિથ્યાત્વે જાય ને છેવટે નિગોદમાં પણ જાય. એમાં પહેલેથી કાંઈ તીવ્ર પ્રમાદ હોતો નથી... પણ પહેલાં થોડો પ્રમાદ કરે... થોડો કર્મોદય થાય. થોડો વધારે પ્રમાદ વધારે કર્મોદય... એમ વધતાં વધતાં ઠેઠ નિગોદ સુધી પહોંચે છે. શ્રી હરિભદ્રસૂરિ મહારાજે આ વાતને અન્યત્ર નમાવે ચા પુખ જિરિયા તન્મવવુદ્ધિથી આ શબ્દો દ્વારા જણાવી છે. ક્રિયા જે ભાવથી કરવામાં આવે તે ભાવને વધારનારી બને છે. લાયોપથમિકભાવથી કરાતી પ્રશસ્તપ્રવૃત્તિ ક્ષાયોપથમિકભાવને વધારે છે (ને વધેલો એ ક્ષાયોપથમિકભાવ ઉત્તરકાળે વધારે પ્રબળ પ્રશસ્તપ્રવૃત્તિ કરાવે છે જે વળી ક્ષાયોપથમિકભાવને ઓર વધારે છે. એમ કરતાં કરતાં ઠેઠ ક્ષાયિકભાવ સુધી પહોંચાય છે.) એ જ રીતે ઔદયિકભાવથી કરાતી અપ્રશસ્તપ્રવૃત્તિ ઔદયિકભાવને વધારે છે જે ભવિષ્યમાં વધારે તીવ્ર અપ્રશસ્તક્રિયા કરાવે છે. આ અંગેની વિશેષ વાતો આગામી લેખમાં જોઈશું. Page #79 -------------------------------------------------------------------------- ________________ લેખાંક આપણે બીજા પ્રવૃત્તિઆશયને વિચારી રહ્યા છીએ. એ માટે | યત્નાતિશય જરૂરી હોય છે. પણ જો - ૫૫. | ઔસ્ક્ય વગેરે દોષ હોય તો યત્નાતિશય આવી શકતો નથી એ આપણે પૂર્વ લેખમાં જોઈ ગયા. આ સુક્ય વગેરે જેમ યત્નાતિશયના અને એકાગ્રતાના બાધક છે, એમ અન્યાભિલાષ પણ એનો બાધક છે. વિરુદ્ધ અભિલાષ અને સ્વપક્ષીય અન્યાભિલાષ એ બંને અહી અન્યાભિલાષ” તરીકે અભિપ્રેત છે. તપશ્ચર્યાકાળે ખાવાની અભિલાષા એ વિરુદ્ધ અભિલાષ કહેવાય. અને તીર્થયાત્રાની ઇચ્છા એ સ્વપક્ષીય અન્યાભિલાષ કહેવાય.. સ્વાધ્યાયકાળે નિદ્રા કે વાતો કરવાની ઇચ્છા છે વિરુદ્ધ અભિલાષ અને અન્ય આરાધનારૂપ વિકૃષ્ટ તપ વગેરેની ઇચ્છ એ સ્વપક્ષીય અન્યાભિલાષ છે. આ બન્ને ભિન્નકાળ હોય તો બાધક નથી પણ તત્કાળ હોય તો બાધક છે. તપકાળે આહારની ઇચ્છા બાધક છે પણ પારણાકાળે આહારની અતીવ્ર ઈચ્છા એ બાધક નથી. અર્થાત્ એ પુન તપકાળે તપને અટકાવશે નહીં. માસક્ષમણના અવસરે તીર્થયાત્રાને ઇચ્છા માસક્ષમણમાં બાધક બની શકે, ભિન્નકાળે નહીં. સ્વાધ્યાયકા નિદ્રાની ઇચ્છા બાધક બને, નિદ્રાકાળે નહીં, એ તો વધારે ફ્રેશ થઈને સ્વાધ્યાય કરી શકે. નાની ઉંમરમાં સ્વાધ્યાય કરવો એ મુખ્ય સાધના છે તેથી એ કાળે વિકૃષ્ટ તપની ઇચ્છા બાધક છે, પાછલી ઉંમરે નહીં વ્યાકરણના અધ્યયન કાળે ન્યાયના અધ્યયનની તીવ્ર અભિલાષા વ્યાકરણના અધ્યયનના પ્રયત્નને શિથિલ બનાવે જ. શ્રાવકને પૂજાન કાળે વપરાદિની અભિલાષા બાધક બને, પણ વેપારના કાળે વેપારની અભિલાષા હોય એ પૂજાની બાધક નહીં. વ્યાખ્યાનના અવસરે પૂજાનું ઇચ્છા બાધક બને, પણ પૂજાના અવસરે એ બાધક નહીં. અન્યાભિલાષની જેમ વિક્ષેપને ટાળવો પણ આવશ્યક હોય છે Page #80 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૧૦, લેખાંક-પપ ૫૧ ૧ કારણ કે એ પણ યત્નાતિશય તથા એકાગ્રતાનો બાધક બનવા દ્વારા ક્ષયોપશમનો નાશક બની શકે છે. એક કલાક નિરંતર સ્વાધ્યાય કરનારો વચ્ચે કોઈ આવ્યું ને નિષ્કારણ પાંચ મિનિટ ગપ્પાં મારી દે... કોઈની વાતોમાં એક રમૂજ કરવા – પોતાની જાણકારી બતાવવા - ટાપશી પૂરાવવા એકાદ વાક્ય બોલી નાખે. આડાઅવળા વિચારોમાં ચઢી જાય - તત્કાળ આવશ્યક નહીં એવી પણ કોઈ બીજી ક્રિયા આવી ને ઊભો થઈને કરી લે... રોજ નિયમિત રાત્રીસ્વાધ્યાય કરનારો કોઈક વાતો કરવા આવે ને સ્વાધ્યાયને બાજુ પર મૂકી દે.. જરાક નિદ્રા આવે છે ને ઊંધી જાય.. આવું બધું કરનાર સ્વાધ્યાયના પ્રવૃત્તિઆશયમાં આગળ વધી શકે નહીં. વિક્ષેપ ટળે તથા યત્નાતિશય ને એકાગ્રતા કેળવાય એ માટે દસત્રિકમાં નિસિહી-ત્રિક, દિશાત્યાગત્રિક વગેરે છે. સાતત્ય યત્નાતિશયને લાવનાર છે. વિક્ષેપ સાતત્યને ખંડિત કરવા દ્વારા યત્નાતિશયનો બાધ કરે છે. આ વાત પણ પ્રશસ્તની જેમ અપ્રશસ્ત પ્રવૃત્તિને પણ લાગુ પડે છે. ઔદયિકભાવથી થતી સંસારક્રિયાઓમાં વિક્ષેપ પાડવાથી ઔદયિકભાવ ગાઢ બનતો અટકી જાય છે. જેઓ હંમેશાં ધર્મ નથી કરતા તેઓ પણ વચ્ચે વચ્ચે પર્વતિથિએ તપ, બ્રહ્મચર્યપાલન વગેરે કરે એટલે એનાથી વિપરીત ઔદયિકભાવની આહાર, અબ્રહ્મ વગેરે ક્રિયાઓનું સાતત્ય તૂટવાથી એ ક્રિયાઓ મોળી પડે જ. તથા એના સંસ્કારો પણ મોળા પડે જ. તડકે રાખેલા પાપડ-વડી પર ભલે ને એક ક્ષણ માટે જ, એક નાની વાદળી વરસી જાય. તો અત્યાર સુધી ખાધેલા તડકાની અસર મોળી પડી જ જાય. શુભસારોપાય - વળી વિવણિત ધર્મસ્થાનની સિદ્ધિ માટે જે ઉપાયમાં પ્રવૃત્તિ કરવાની હોય તે ઉપાય શુભ = પ્રકૃષ્ટ = પ્રકર્ષવાળો) હોવો જોઈએ. તેમજ સારભૂત (નિપુણતાવાળો) હોવો જોઈએ. આમાં પોતપોતાની ભૂમિકાને અનુરૂપ પ્રકર્ષ સમજવાનો. એટલે જેને વસ્ત્રલબ્ધિ - કરપાત્રલબ્ધિ પ્રાપ્ત થઈ નથી એવા પણ સાધુ નિષ્પરિગ્રહતાની સિદ્ધિ Page #81 -------------------------------------------------------------------------- ________________ ૫૧ ૨ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ માટે વસ્ત્ર-પાત્ર બધું છોડી દઉં' - એવો ચાળો કરવા જાય તો નિષ્પરિગ્રહતા તરફ આગળ વધવાને બદલે પીછેહઠ કરવાનો અવસર આવે. સીધી વાત છે, શારીરિક શક્તિ વધારવા માટે ઘી એ સુંદર ઉપાય છે. પણ જેની હોજરી ઘી પચાવવાને સમર્થ નથી એને ઘીથી ઝાડા થઈ જશે ને ઉપરથી અશક્તિ આવશે. માટે સ્વભૂમિકાને અનુરૂપ પ્રકર્ષવાળો ઉપાય અહીં સમજવો. આવો જ ઉપાય સાધક માટે સારભૂત નીવડે છે. પૂર્વે આપણે જોઈ ગયા એમ કોઈ પણ ઉપેયના જેમ કેટલાક ઉપાય હોય છે, એમ કેટલાક અપાય પણ હોય છે. એટલે અહીં પ્રવૃત્તિઆશયમાં, ઉપાયની પ્રવૃત્તિ અંગે જે જે કહ્યું એ જ વાતો ઉપલક્ષણથી અપાયની નિવૃત્તિ અંગે પણ સમજવાની છે. અર્થાત્ જેમ ઉપાયમાં પ્રવૃત્તિનો યત્નાતિશય જોઈએ એમ અપાયથી નિવૃત્તિનો પણ યત્નાતિશય જોઈએ જ. બ્રહ્મચર્યના ખપીએ સ્ત્રી - પશુ – પંડકયુક્ત વસતિ વગેરેના વર્જનમાં કાળજીવાળા બનવું જ જોઈએ. સ્વાધ્યાયના ઇચ્છુક વાતોડિયા વગેરેથી દૂર રહેવાની દરકાર રાખવી જ જોઈએ. સદાચારના ઇચ્છુક દુરાચારીઓનો સંગ વર્જવામાં બેદરકાર ન જ રહી શકાય. એમ એવા લેખો – નવલકથાઓ – લગ્નેતર સંબંધની કે પ્રણયત્રિકોણની વાતો પીરસ્યા કરતી સીરિયલો - અશ્લીલચિત્રો વગેરે છોડવાની ઉપેક્ષા સેવી ન જ શકાય. અહંકાર પર વિજય મેળવવાનું જેણે પ્રણિધાન બાંધ્યું છે – એણે સ્વપ્રશંસા સ્વયં તો ન જ કરવી. પણ અન્ય કોઈ કરતો આવે તો એને અટકાવવો જોઈએ. અને નહીંતર પોતે ત્યાંથી ખસી જ જવું જોઈએ. સ્વયં આચાર્ય હોવા છતાં, તથા શિષ્યોની સાથે જ રહેવા છતાં, કોઈના સંપર્કમાં ન આવવું ને એકાંતવાસ લેવામાં રહેવું - આ શ્રી ચંડરુદ્રાચાર્યનો ક્રોધાવિજય માટે, ક્રોધના નિમિત્તથી દૂર રહેવાનો પ્રબળ યત્નાતિશય હતો. એવો જ યત્નાતિશય પ્રતિબોધ પામ્યા પછી બિલમાંથી મુખ બહાર ન કાઢવા દ્વારા ચંડકૌશિકે અપનાવ્યો. Page #82 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૧૦, લેખાંક-૫૫ ૫૧૩ જેનું પ્રણિધાન બાંધ્યું છે એના શુભ-સાર ઉપાયની જ્યારે જ્યારે તક મળે ત્યારે તેમાં પ્રવૃત્તિ કરે... વળી એ પ્રવૃત્તિમાં પ્રયત્નપૂર્વક યત્નાતિશય લાવે... શીઘ્ર ક્રિયાસમાપ્તિની ઇચ્છા, અકાળે ફળપ્રાપ્તિની ઇચ્છા, અન્યાભિલાષ, વિક્ષેપ વગેરે સ્વરૂપ દોષોનો પરિહાર પણ સતત જાગૃતિપૂર્વક કરે... એમ અપાયોથી બચતા રહેવાનો પર્યાપ્ત પુરુષાર્થ કરે... આ બધું કરતાં કરતાં એવું માનસિક વલણ ઘડાઈ જાય - એવા સાહજિક સંસ્કાર ઊભા થઈ જાય કે જેથી હવે શુભસાર ઉપાયના અવસરે એને અજમાવી લેવાનું દિલ સહજ બન્યું જ રહે, વળી એ અજમાયશ પણ પોતાના પૂરા સામર્થ્યથી જ થાય. (ઢીલો - પોચો પ્રયાસ ફાવે જ નહીં, થાય જ નહીં...) ઔત્સુક્ય વગેરે દોષો મનમાં ઉદ્ભવે જ નહીં... (અત્યાર સુધી ઉદ્ભવતા હતા, પણ એનો પ્રયત્નપૂર્વક પરિહાર હતો... હવે ઉદ્ભવતા જ નથી...) અપાયના અવસરે દિલ જ અંદરથી દૂર રહેવાનું ચિંધ્યા કરે... જેમકે અત્યાર સુધી સ્વાધ્યાયનું પ્રણિધાન હોવા છતાં, અનાદિકાલીન સંસ્કારવશાત્ વાતો ગમતી હતી અને તેથી વાતો કરનારા ગમતા હતા... પણ છતાં મનને મારીને એનાથી દૂર રહેવાનું ચાલુ હતું.. એના પ્રભાવે હવે મનઃ સ્થિતિ એવી ઘડાઈ ગઈ કે પહેલેથી મન જ વાતોને બાધક તરીકે દેખતું હોવાથી એનાથી દૂર રહેવાનું જ સૂચવ્યા કરે છે. મનને મારવાનો પ્રસંગ જ ન આવે... શીલસદાચારના ઇચ્છુકને પહેલાં ટીવી છોડવા માટે મન મારવું પડતું હતું. હવે તો ટીવીનું નામ પડે ને અંદરથી મન પોકારવા માંડે - મારા શીલનો ભુક્કો બોલાવી દેશે. આનાથી સો ગાઉ છેટે રહેજે. પછી મનને મારવાનું રહે જ નહીં. સહજ રીતે ટીવીથી દૂર રહેવાય. પ્રવૃત્તિ આશયમાં કહેલી શરતોના સતત અભ્યાસથી ઘડાયેલી ચિત્તની આવી અવસ્થા (= આત્માની ક્ષયોપશમ યુક્ત-સંસ્કાર યુક્ત અવસ્થા) એ પ્રવૃત્તિ આશય છે. હવે ત્રીજા વિઘ્નજય આશયને વિચારીએ... વિઘ્નજય : પ્રણિધાન આશય તથા પ્રવૃત્તિ આશયના પ્રભાવે :: Page #83 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ અધિકૃતધર્મસ્થાનના ઉપાયમાં પ્રવૃત્તિ અને અપાયથી નિવૃત્તિ કરવાનો (= ઉપાયને અજમાવવાનો અને અપાયોને વર્જવાનો) ચિત્તોત્સાહ બન્યો રહેતો હોય છે. એ મંદ પડી જાય અને “વિવક્ષિત પ્રવૃત્તિ કે અપાયથી નિવૃત્તિ ન કરું એવો નિષેધભાવ અથવા “કરું કે ન કરું એવો દ્વિધાભાવ આવે એ ચિત્તનો અનુત્સાહ છે, એ ચિત્તનું વૈક્તવ્ય છે. જેના કારણે ચિત્તનું આવું વક્તવ્ય થાય એને વિદ્ગ કહેવાય છે. વિજ્ઞભૂત પરિસ્થિતિ ઉપસ્થિત થવા છતાં ચિત્તનું વક્તવ્ય ન થવા દે એવો ચિત્તપરિણામ એ વિધ્વજય કહેવાય છે. આવો વિઘજય આશય કેળવવામાં ન આવે તો ઉપસ્થિત થતું વિઘ્ન ચિત્તવૈક્લબ દ્વારા પ્રવૃત્તિને અટકાવે છે. અને તેથી સિદ્ધિ તરફની ગતિમાં અલના થાય છે. પ્રવૃત્તિની વારંવાર થતી આવી અટકાયત પ્રવૃત્તિનો નાશ કરે છે. પ્રવૃત્તિ આશયનો નાશ થયા પછી પ્રણિધાનઆશયને જાળવી રાખવો એ ખૂબ કપરું કામ બની જાય છે. એટલે જ સંયમ પાળીને દેવલોકમાં ગયેલા પણ કેટલાય ભવ્યાત્માઓ સર્વવિરતિના પ્રણિધાનસ્વરૂપ સમ્યકત્વને જાળવી રાખવામાં સફળ બનતા નથી. ચિત્તનું વૈક્તવ્ય કરનારી બાબતો ત્રણ છે. સાધકની આસપાસનું વાતાવરણ એ ઉપાધિ છે. શારીરિક પ્રતિકૂળતાઓ એ વ્યાધિ છે. માનસિક ભ્રમણાઓ એ આધિ છે. કોઈ પણ ક્ષેત્રમાં પ્રવૃત્તિમાં સ્કૂલના લાવનાર પરિબળો આ ત્રણ છે. આ ત્રણને સમજાવવા માટે શાસ્ત્રકારો પથિકનું દૃષ્ટાન્ત આપે છે. ગન્તવ્યસ્થળે પહોંચવા માટે પ્રસ્થિત થયેલા પથિકને માર્ગમાં કાંટા-કાંકરા વગેરે આવે, શરીર જ્વરાદિ રોગથી ગ્રસ્ત થાય કે પોતાને દિમોહ થાય (અર્થાત્ દિશાનો નિર્ણય કરવામાં ભ્રાન્તિ થાય કે સંદેહ પડે) તો એની ગતિમાં સ્કૂલના આવે છે. માટે કાંટા, રોગ અને દિગૂ મોહ આમ ત્રણ Page #84 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૧૦, લેખાંક-૫૫ ૫૧૫ પ્રકારનાં વિઘ્નો વિશિષ્ટ ગમનના બાધક બને છે. કાંટા વગેરે દૂર કરવા દ્વારા, રોગ થાય જ નહીં એવી સાવધાની રાખવાથી કે રોગ થયા પર ચિકિત્સાભાવના દ્વારા એની અસરથી મુક્ત રહેવા દ્વારા કે પોતાને દિગ્મોહ થયો હોય તો શ્રદ્ધેય જાણકારનું માર્ગદર્શન લઈ એ ભ્રાન્તિ કે સંદેહને તિલાંજલી આપવા દ્વારા ગતિ પૂર્વવત્ અસ્ખલિત થઈ શકે છે. ગતિને અસ્ખલિત રાખવા માટે આ જે જે કરવું પડે તે તે વિઘ્ન પરનો જય છે. આમાંથી દિગ્મોહ એ ચિત્તમાં નિર્માણ થયેલી વિષમતા છે, માટે આધિ સ્વરૂપ છે. જ્વરાદિ રોગ એ શરીરમાં પેદા થયેલી પ્રતિકૂળતા છે, માટે વ્યાધિ છે. ‘કાંટા' વગેરે શારીરિક કે માનસિક પરિબળો નથી, પણ બાહ્ય પરિબળ છે. માટે ઉપાધિ છે. સાધનાના ક્ષેત્રમાં પણ ઉપાધિ, વ્યાધિ અને આધિ ચિત્તના ઉત્સાહને ખંડિત કરે છે, માટે વિઘ્નરૂપ છે. આ ત્રણ વિઘ્નો આ ક્રમે જ ભાગ ભજવે છે. અર્થાત્ ઉપાધિની અસર કરતાં વ્યાધિની અસ૨ ચિત્ત પર જલ્દીથી થાય છે, ને વ્યાધિની અસર કરતાં આધિની અસર વધારે જલ્દી થાય છે. એટલે જ, ઉપાધિ કાલાન્તરે (પ્રવૃત્તિ) આશયનાશક છે માટે જઘન્યવિઘ્ન કહેવાય છે. વ્યાધિ શીઘ્ર આશયનાશક છે માટે મધ્યમવિઘ્ન કહેવાય છે, અને આધિ શીઘ્રતર આશયનાશક છે, માટે ઉત્કૃષ્ટવિઘ્ન કહેવાય છે. આમ વિઘ્નના ત્રણ પ્રકાર છે. એટલે વિઘ્નજય આશયના પણ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ વિઘ્નજય એમ ત્રણ પ્રકાર છે. જઘન્યવિઘ્ન ઉપસ્થિત થવાં છતાં, ચિત્તવૈક્લવ્ય ન થવા દેનાર ચિત્તપરિણતિ એ જઘન્યવિઘ્નજય નામનો આશય છે. આ જ રીતે મધ્યમવિઘ્નજય આશય અને ઉત્કૃષ્ટ વિઘ્નજય આશય જાણવા. Page #85 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ વિધ્વજય આશયના આ જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ ભેદો એ માત્રાની અપેક્ષાએ નથી, પણ પ્રકારની અપેક્ષાએ છે. અર્થાત્ જેમ શ્રુતજ્ઞાનના અક્ષરગ્રુત - અનક્ષરગ્રુત વગેરે ભેદો પ્રકારની અપેક્ષાએ છે, અને પર્યાયશ્રુત - પર્યાયસમાસમૃત વગેરે ભેદો માત્રાની અપેક્ષાએ છે. એટલે કે જેમ જેમ શ્રુતજ્ઞાનની માત્રા વધતી જાય તેમ તેમ ઉપર ઉપરનો ભેદ આવતો જાય એવું પર્યાયશ્રુત - પર્યાયસમાસકૃત વગેરે ૨૦ ભેદોમાં થાય, પણ અક્ષરશ્રત - અનલરકૃત વગેરે ૧૪ ભેદોમાં નહીં, કેમકે એ ૧૪ ભેદો શ્રતની ઓછી-વત્તી માત્રાને કારણે નથી, પણ જુદા જુદા પ્રકારના કારણે છે. અથવા જેમ ગૃહસ્થોના લાખોપતિ, કોટ્યાધિપતિ, અબજોપતિ.. આ ભેદી સંપત્તિની માત્રા (પ્રમાણ)ની અપેક્ષાએ છે. એટલે સંપત્તિ વધવા પર લક્ષાધિપતિ જ કોટ્યાધિપતિ બને છે ને ઓર સંપત્તિ વધવા પર એ જ અબજોપતિ બને છે. પણ તપસ્વી, દાનેશ્વરી, ક્રિયાશીલ. આ બધા ભેદો માત્રાની અપેક્ષાએ નથી ને તેથી તપસ્વી જ તપ વધતા દાનેશ્વરી બની જાય એવું નથી. પણ આ ભેદો પ્રકારની અપેક્ષાએ છે. એટલે લક્ષાધિપતિ ન હોય એ કોધિપતિ ન જ હોય એવો નિયમ હોવા છતાં તપસ્વી ન હોય એ દાનેશ્વરી ન જ હોય એવો નિયમ નથી. દાનેશ્વરી હોય ને તપસ્વી ન હોય એવું બની શકે છે. એમ મધ્યમવનજય આશય પ્રકટ થયો હોય ને છતાં જઘન્યવિધ્વજય આશય પ્રકટ ન થયો હોય એવું પણ બની શકે છે. શારીરિક પ્રતિકૂળતા ગમે એટલી હોય તો પણ સહન કરી લે ને આરાધના ન છોડે, એવો સાધક પણ સહવર્તી જરાક વાંકુ બોલે તો અપમાન લાગી જાય ને તેથી આરાધના છોડી દે.. આવું પણ જોવા મળે છે. અર્થાત્ મધ્યમવિશ્ન પર જય મેળવ્યો, ને જઘન્યવિપ્ન સામે ઝુકી ગયા. માટે આ નિશ્ચિત જાણવું કે, ઉત્તરોત્તર ત્રણ વિજ્ઞ પાવરફુલ છે ને તેથી એના વિધ્વજયઆશયો ઉત્તરોત્તર વધારે પાવરફુલ છે એવું નથી, Page #86 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૧૦, લેખાંક-૫૫ ૫૧૭ પણ વિઘ્નો અલગ અલગ પ્રકારના છે, માટે વિઘ્નજય પણ અલગ અલગ પ્રકારના છે. છતાં ‘ઉપાધિ’ વસ્તુ જ એવી છે કે જો એ ચિત્તને અસર કરે તો પણ સામાન્યતઃ કાલાન્તરે કરે, એમ ‘વ્યાધિ’ વસ્તુ જ એવી છે કે જો એ ચિત્તને અસર કરે તો સામાન્યતઃ શીઘ્ર કરે... અને આધિ તો શીઘ્રત૨ કરે... માટે એ અપેક્ષાએ વિઘ્નના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ ભેદ ઉત્તરોત્તર તીવ્રતાની દૃષ્ટિએ પણ કહી શકાય. વિશ્ર્વના ત્રણ ભેદ હોવાથી વિઘ્નજયના પણ જઘન્ય વગેરે ત્રણ ભેદ કર્યા છે. બીજી એક વાત એ સમજવા જેવી છે કે પ્રવૃત્તિની અટકાયત થાય એટલા માત્રથી પ્રવૃત્તિઆશયનો નાશ થઈ જ જાય એવું નથી, ને તેથી ‘વિઘ્નજય નથી’ એવું પણ નથી. પણ જો ચિત્તનો ઉત્સાહ મોળો પડી જાય, ખતમ થઈ જાય તો જ પ્રવૃત્તિઆશયનો નાશ થયો કહેવાય, અને તો પછી ‘વિઘ્નજય’ આશય ન હોવાથી વિવક્ષિત પરિસ્થિતિ ‘વિઘ્ન’ રૂપ બને. એટલે રોગાદિ અવસ્થાના કા૨ણે બેઠા બેઠા પ્રતિક્રમણ કરે, છતાં સૂત્રોમાં ઉપયોગ રાખે. બે હાથ જોડવાનો ઉત્સાહ ઊભો રાખે (ટૂંકમાં શક્ય હોય તે બધું જ કરે ને એ રીતે ચિત્તોત્સાહને જાળવી રાખે) તો ‘વિઘ્નજય’ છે જ. એટલે જ દેવલોકને વિશ્રામ કહ્યો.. પણ ધર્મસ્થાનનો ભ્રંશ ન કહ્યો. અહિંસા વગેરે ધર્મસ્થાનમાં આગેકૂચ અટકે છે, પણ પીછેહઠ નથી થતી, માટે ભ્રંશ નહીં, ને માટે દેવલોક વિઘ્નરૂપ નહીં... પણ જો પ્રવૃત્તિ કે પ્રગતિ અટકે (પછી ભલે ને પીછેહઠ ન થાય) એને પણ સ્ખલના રૂપે લેવાની વિવક્ષા હોય તો એને વિઘ્નરૂપ સમજવો જ જોઈએ. ઉપાધિ વગેરે વિઘ્ન ચિત્તની થોડી પણ શિથિલતા કરે તો પ્રવૃત્તિમાં પણ શિથિલતા આવે જ, જે પરિણામે આશયનાશક નીવડે છે. એટલે જ થોડોપણ અતિચાર પ્રણિધાન અને પ્રવૃત્તિઆશય માટે ખતરારૂપ છે, તેથી નિદ્રા વધારે કરે તો ૧૪ પૂર્વ ચાલી જાય એવું બને છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ વિઘ્ન જેમ જેમ ચિત્તની વધારે શિથિલતા કરે તેમ તેમ શીઘ્રનાશક બને છે. ત્રીજું વિદ્ન તો વિપરીત પ્રણિધાનકારક હોવાથી તુરંત આશયનાશક નીવડે છે, ને માટે ઉત્કૃષ્ટ વિઘ્ન કહેવાય છે. ૫૧૮ ‘વિઘ્નજય’ આશય કેળવવા માટે ત્રણ બાબતો આવશ્યક બને છે. પરિકર્મસંપન્નતા, શ્રદ્ધાતિરેક અને સત્ત્વાતિરેક. અભ્યાસ દ્વારા શરીરને પરિકર્મિત કરવું પડે છે, એટલે કે કેળવવું પડે છે. જેના કારણે ગમે તેવી પરિસ્થિતિમાં પણ શરીર સામનો કરી શકે ટકી શકે એવું બને તથા મન પણ સહનશીલ બને અને તેના કારણે ચિત્તોત્સાહ જળવાઈ રહે. નહિતર કાં તો શરીરનો ત્યાગ કરવો પડે છે ને કાં તો આરાધનાનો ત્યાગ કરવાની નોબત આવે છે. કારણકે શરીર તો એ પરિસ્થિતિમાં ‘આરાધનાની સાથે ટકી શકે' એવું કેળવાયું જ નથી, જેમ કે પુંડરિકમુનિએ સત્ત્વાતિરેક હોવાના કારણે આરાધનામાં સ્ખલના ન આવવા દીધી, પણ એ આન્ત-પ્રાન્ત ખોરાકથી શ૨ી૨ કેળવાયેલું ન હોવાથી ખમી ન શક્યું... ને પ્રાણ છોડવા પડ્યા. જેને ઠંડી-ગરમી સહન ક૨વાનો અભ્યાસ નથી પડ્યો એ થોડી પણ ઠંડી વધે એટલે આકુળવ્યાકુળ થવાનો... કાં તો ધાબળા વગેરેની અપેક્ષા ઊભી થશે ને નહિતર માંદો પડશે... સ્વાધ્યાયાદિ છોડવા પડશે. એટલે તો શ્રી તત્ત્વાર્થસૂત્રમાં પરિષહો સહેવાના પ્રયોજન તરીકે કર્મનિર્જરા પણ પછી મૂકી. પહેલું પ્રયોજન ‘માર્ગાચ્યવન’ મૂક્યું... (માર્ગાચ્યવનનિર્જરાર્થ પરિસોઢવ્યાઃ પરીસહાઃ) પરિષહો સહન કરીને જે સહિષ્ણુ નથી બન્યો એ તો જરા પણ વિષમ પરિસ્થિતિ આવી એટલે માર્ગથી = આરાધનાથી વ્યુત થઈ જવાનો... એટલે કે એના માટે એ પરિસ્થિતિ વિઘ્નરૂપ બનવાની જ, વિઘ્નજય નહીં થવાનો. બહુ જ સુખશીલ રહેલી વ્યક્તિ પાંચ કીલોમીટરનો વિહાર કરે તો પણ એટલો શ્રમિત થઈ જાય કે પ્રતિક્રમણ બેઠાં બેઠાં કરવું પડે. એટલે એને પાંચ કિ.મી.નો વિહાર પણ વિઘ્નરૂપ બન્યો... છતાં Page #88 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૧૦, લેખાંક-૫૫ ૫૧૯ ચાલવાનો અભ્યાસ ઊભો રાખે તો ધીમે ધીમે શરી૨ કેળવાઈ જાય છે, હવે એટલું શ્રમિત નથી થતું, ને પ્રતિક્રમણ ઊભા ઊભા થઈ શકે છે. એટલે એ ૫ કિ.મી.નો વિહાર વિઘ્નરૂપ ન રહ્યો... એટલે વિદ્મજય થયો. છતાં હજુ ૧૦ કિ.મી.માં થાકી જ જાય છે.. પણ અભ્યાસ જારી રાખતા એટલું પણ સામર્થ્ય કેળવાઈ જાય એટલે હવે એ પણ ‘વિઘ્ન’ રૂપ ન રહે. થોડોક પણ આસપાસ અવાજ થતો હોય ને ચિત્ત વ્યાક્ષિપ્ત થઈ જાય, ભણી ન શકાય... તો એ વિઘ્નરૂપ... છતાં, પ્રયાસપૂર્વક ભણવાનું ચાલુ રાખે તો ધીમે ધીમે એવી પરિસ્થિતિમાં ટેવાઈ જાય. આ એક જાતનું પરિકર્મ છે. એટલે હવે આટલો સામાન્ય અવાજ વિક્ષેપ કરી શકતો નથી એ વિઘ્નજય. આમાં આગળ વધતાં વધતાં ભારે કોલાહલની વચ્ચે પણ મસ્તીથી ભણી શકે... એવી પ્રગતિ થઈ શકે છે. આ અભ્યાસપ્રયુક્ત વિઘ્નજય છે - આ પરિકર્મસંપન્નતાપ્રયુક્ત વિઘ્નજય છે. આજના કાળના અચ્છા સાધક સુશ્રાવક હિંમતભાઈ બેડાવાળા દેરાસરમાં ભીડના સમયે ભારે કોલાહલ વચ્ચે પણ ૨૦૦-૩૦૦ લોગસ્સનો કાઉસ્સગ્ગ બિલકુલ ખલેલ વિના કરી શકતા. આ વિઘ્નજય છે. ‘પ્રતિક્રમણ ઊભા ઊભા જ કરવું જોઈએ..’ ‘સ્વાધ્યાય તો કરવો જ જોઈએ, તો જ મારું આત્મહિત થાય' આવી શ્રદ્ધા પ્રબળ હોય તો જ થોડી થોડી વિષમ પરિસ્થિતિમાં પણ આરાધના ચાલુ રાખી ઉત્તરોત્તર વધારે વિષમ પરિસ્થિતિ પર પણ વિજય મેળવવાનો પ્રયાસ શક્ય બને છે... નહીંતર ‘સ્વાધ્યાય ન કર્યો તો પણ શું ?' એ વિચા૨ સામાન્ય વિષમતામાં પણ સ્વાધ્યાય જ છોડાવી દે ને વિઘ્નજય થાય નહીં. એટલે જ કોઈકને સ્વાધ્યાય અંગે શ્રદ્ધાતિરેક હોય, ને તપ અંગે ન હોય, તો એ વિષમ પરિસ્થિતિમાં પણ સ્વાધ્યાય નહીં છોડે, ને તપ તો જરાકજરાક કારણમાં મૂકી દેશે... તો બીજી તપ અંગે શ્રદ્ધાવાળી વ્યક્તિ વિષમતામાં પણ તપ નહીં છોડે... ને વાત-વાતમાં સ્વાધ્યાયને તિલાંજલી દઈ દેશે. Page #89 -------------------------------------------------------------------------- ________________ ૫૨૦ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ અર્થાત્ જે અંગે શ્રદ્ધા પ્રબળ હોય તે અંગે વિઘ્નજય થાય છે. માટે વિઘ્નજય માટે શ્રદ્ધાતિરેક પણ આવશ્યક છે. શ્રદ્ધાતિરેક પણ હોય, પણ સત્ત્વ ન હોય, તો પ્રતિકૂળ પરિસ્થિતિ નિર્માણ થતાં જ મનમાં ઘણી ઇચ્છા હોવા છતાં, નિઃસત્ત્વ હોવાના કારણે આરાધના છોડી દેશે. જ્યારે સત્ત્વશીલ વ્યક્તિ સહન કરીને પણ આરાધના ચાલુ રાખશે, જે એની સહનશક્તિને ઉત્તરોત્તર વધારી વિઘ્નજય વધારતી જશે. તેથી વિઘ્નજય માટે સત્ત્વાતિરેક પણ આવશ્યક છે. આ ત્રણમાં પરિકર્મસંપન્નતા મુખ્યતયા શરીરને કેળવે છે, શ્રદ્ધાતિરેક મુખ્યતયા મનને કેળવે છે ને સત્ત્વાતિરેક બંનેને કેળવે છે. શરીર અને મન બંનેની કેળવણી આવશ્યક છે. એકની પણ અકેળવણી વિઘ્નજય થવા ન દે. આમ વિઘ્નજય આશયના સામાન્ય સ્વરૂપનો વિચાર કર્યો. હવે આગામી લેખમાં વિઘ્નજયના જઘન્યવિઘ્નજય વગેરે ભેદોનો વિસ્તારથી વિચાર કરીશું. રાત્રે (ચન્દ્રપ્રકાશમાં) પણ લેખન... જ્ઞાનાચાર.... પૂજયશ્રીનું ચૈત્યવંદન... અષ્ટાપદજીની પૂજા.. નીતરતું સંઘવાત્સલ્ય...દર્શનાચાર નિર્દોષ ભિક્ષા... ચશ્મા પણ ખોલ-બંધ કરતાં પ્રમાર્જન..ચારિત્રાચાર ૧૦૮ વર્ધમાનતપની ઓળી...છઠ્ઠ પારણે છથી ન્યાયનું અધ્યયન તપાચાર... સતત અપ્રમત્તતા...ને પ્રત્યેક ક્રિયામાં ઉરનો ઉછળતો ઉલ્લાસવીર્યાચાર... ગુરુદેવ! આપશ્રી ખરેખર પંચાચારપ્રવિણ ભાવઆચાર્ય હતા... Page #90 -------------------------------------------------------------------------- ________________ લેખાંક - પ્રણિધાન વગેરે પાંચ આશયોમાંના ત્રીજા વિધ્વજય આશયને આપણે વિચારી રહ્યા છીએ. એમાં પદ આપણે લિ ૧૬ ત્રીજા વિધ્વજય આશયની સામાન્ય વાતો ગયા લેખમાં જોયેલી. હવે એના જઘન્યવિધ્વજય વગેરે પેટાપ્રકારોને વિસ્તારથી સમજવા છે. માટે સૌ પ્રથમ જઘન્ય વિદનજય (કંટકવિનજય) નામના આશયની વાત કરીએ - માર્ગમાં પ્રસ્થિત થયેલા મુસાફરને કાંટા એ વિપ્ન છે. કાંટા આવે એટલે સ્વાભાવિક ગતિમાં સ્કૂલના આવે જ. કાંટા દૂર કરવામાં આવે તો પાછી મૂળ અસ્મલિત ગતિથી મુસાફરી થઈ શકે છે. એમ, મોક્ષમાર્ગમાં પ્રસ્થિત થયેલા સાધકને શીત-ઉષ્ણ વગેરે જે પરિષહો આવે છે તે વિM રૂપ બને છે ને સાધકની સાધનાની ગતિને સ્મલિત કરે છે. આ વિઘ્નો દૂર કરવામાં આવે તો પુનઃ પૂર્વવત અસ્મલિત ગતિથી પ્રયાણ થઈ શકે છે. મુસાફરને કાંટાના વિપ્નની જે વાત છે એમાં સમજવા જેવું એ છે કે કાંટા થોડા હોય તો તો દૂર કરી શકાય. ઠેર ઠેર પુષ્કળ કાંટા પડેલા હોય તો એને વીણી વીણીને દૂર કરવા બેસવું એ જ ગતિમાં મોટી અલના કરનારું બની વિપ્ન બની જાય. એને દૂર કરવા શક્ય નથી હોતા.. પણ એ વખતે મુસાફર પગમાં મજબૂત જોડાં પહેરી લે. (અર્થાત પોતે એવો બની જાય કે જેથી કાંટાની પોતાને કે પોતાની ગતિને કશી અસર ન રહે) તો અસ્મલિત ગતિ થવા માંડે છે. એટલે કે વિપ્નને (કાંટાને) તો દૂર ન કરી શક્યા. પણ એનું વિબમણું (= વિજ્ઞત્વ) દૂર કરી દેવામાં આવ્યું. એમ, પ્રસ્તુતમાં, ઠંડી પડે – ગરમી પડે... કોઈ આક્રોશ કરતું Page #91 -------------------------------------------------------------------------- ________________ ૫૨૨ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ આવે... આવા બધા પરિષહોને કાંઈ દૂર કરી શકાતા નથી... કર્મ વગેરે કારણવશાત્ જાતજાતની પરિસ્થિતિઓ તો નિર્માણ થતી જ રહેવાની, એને અટકાવી શકાતી નથી. પણ પોતે જાતને એવી રીતે ઘડી લીધી હોય કે જેથી આ વિવિધ પરિસ્થિતિઓની પોતાની સાધનામાં સ્ખલના આવે એવી કોઈ અસર જ ન રહે. અર્થાત્ વિઘ્નાભાવ ન થયો, પણ વિઘ્નત્વાભાવ થયો. જાતને આવી રીતે ઘડવી એ તિતિક્ષાભાવના કહેવાય. આ વિવિધ પરિસ્થિતિઓને ગણકારે જ નહીં એવી ચિત્તની અવસ્થા એ પ્રથમ ‘કટકવિઘ્નજય’ આશય છે. શાસ્ત્રોમાં જઘન્યવિઘ્ન તરીકે શીતપરિષહ, ઉષ્ણુપરિષહ, વગેરે પરિષહોને કહ્યા છે. આમાં શીત પરિષહ અને ઉષ્ણ પરિષહના ત્રણ અર્થ પ્રચલિત છે : - (૧) કાતિલ ઠંડી એ શીતપરિષહ અને ભીષણ ગરમી એ ઉષ્ણ પરિષહ. (૨) આચારાંગજીમાં શીતોષ્ણીય અધ્યયનમાં શીત-ઉષ્ણ પરિષહની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે – મહાસત્ત્વ પુરુષને તીવ્ર પરિષહ પણ માનસિક આધિ (આકુળતા-વ્યાકુળતા) કરતો નથી. તેથી એના માટે એ શીત પરિષહ છે ને તદન્યને (સત્ત્વહીનને) એ આકુળતા કરે છે, માટે ઉષ્ણ પરિષહ (૩) વળી એક વ્યાખ્યા આવી પણ છે કે અનુકૂળ પરિષહો એ શીત પરિષહ અને પ્રતિકૂળ પરિષહો એ ઉષ્ણ પરિષહ. બીજી અને ત્રીજી વ્યાખ્યામાં બધા પરિષહોની ગણતરી આવી જાય છે. એટલે એની જ વિચારણા કરીએ. બીજી વ્યાખ્યામાં ઉષ્ણુપરિષહ એટલે જ વિઘ્ન... કારણ કે સ્ખલના થાય છે. શીત પરિષહ એટલે જ વિઘ્નજય કારણ કે સ્ખલના થતી નથી. Page #92 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૧૦, લેખાંક-૫૬ ૫૨૩ પ્રશ્ન - પણ જો સ્ખલના કોઈને થતી જ નથી, તો બધા પરિષહના વિજેતા જ કહેવાશે. એનાથી પરાજિત કોઈ રહેશે નહીં ને તો પછી શીતપરિષહને પરિષ શું કહેવો ? ઉત્તર - સ્ખલના નથી થતી એ દૃષ્ટિએ ભલે વિઘ્નજય કહેવાય, પણ જો ગમે તેવી પરિસ્થિતિમાં પણ સ્ખલના નથી થતી એનો અને પોતાના સત્ત્વ-ક્ષમા વગેરેનો ગર્વ આવે તો પરિષહથી પરાજિત ને પોતાના સ્વભાવ વગેરેને વિચારીને ગર્વપરિહાર કરવો એ શીતપરિષહ ૫૨ જય. આ રીતે અર્થ સમજવો. ત્રીજી વ્યાખ્યામાં અનુકૂળ પરિસ્થિતિઓને પણ પરિષહ તરીકે કહેવી છે, અને એ ઉચિત પણ છે. કારણ કે વધારે પડતી અનુકૂળતાઓ - સુખદ પરિસ્થિતિઓ પણ સાધનામાં સ્ખલના પેદા કરે જ છે. એટલે જ અવસર્પિણીના પહેલા ત્રણ આરામાં આરાધના હોતી નથી. ઉત્સર્પિણીમાં છેલ્લા તીર્થંકરનું શાસન સંખ્યાતી પાટ-સંખ્યાતા વર્ષ સુધી જ ચાલે છે ને પછી એકદમ સુખનો કાળ શરૂ થવાથી આરાધનાઓ રહેતી નથી. આવું જ દેવલોકમાં છે. સામગ્રીઓ વધાર્યા ક૨ના૨ો શ્રીમંત પણ આરાધના કરે એવી શક્યતા જૂજ હોય છે. વધારે સારી વસ્તુ પણ વિઘ્નરૂપ બને છે. સોનાની વાડકી હશે તો પૂજામાં લઈ જવાનું મન નહીં થાય... લઈ ગયા હોઈએ તો મન એમાં જ રહેશે, ચૈત્યવંદનમાં નહીં જોડાય. નવી કે કાપ કાઢેલી દશી પૂંજવા - પ્રમાર્જવામાં શિથિલતા લાવશે... અત્યંત દુઃખનો કાળ-પ્રતિકૂળતાઓ પણ વિઘ્નરૂપ છે. એટલે જ નરકમાં ને છઠ્ઠા આરામાં ધર્મ નથી. મનુષ્યોમાં પણ ભીષણ ગરીબી કેન્સર જેવા રોગની આકરી પીડા વગેરે અત્યંત પ્રતિકૂળ પરિસ્થિતિમાં પ્રાયઃ ધર્મ થઈ શકતો નથી. Page #93 -------------------------------------------------------------------------- ________________ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ એટલે અત્યન્ત સુખદ કે અત્યન્ત દુઃખદ પરિસ્થિતિઓ ‘વિઘ્નરૂપ’ બની શકે છે એ જાણવું. ૫૨૪ આ પરિસ્થિતિઓનું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એમ ચાર પ્રકારમાં વર્ગીકરણ કરી શકાય. એમાં ‘વિઘ્ન’રૂપ શી રીતે ને એનો ‘વિઘ્નજય’ આશય કેવો હોય એનો સ્પષ્ટ ખ્યાલ આવે એ માટે પહેલાં એક બીજી વિચારણા કરી લઈએ. અનેક ગ્રન્થોમાં પ્રારંભે મંગળાચરણ જે કરવામાં આવ્યું હોય છે તેના સમર્થનમાં એક શ્લોક ટાંકેલો જોવા મળે છે . - श्रेयांसि बहुविघ्नानि भवन्ति महतामपि । अश्रेयसि प्रवृत्तानां क्वापि यान्ति विनायकाः ।। અર્થ : (આત્માનું કલ્યાણ કરનારા) શ્રેયોભૂત કાર્યોમાં મહાપુરુષોને પણ પ્રચુર વિઘ્નો આવે છે. જ્યારે અશ્રેયોભૂત કાર્યોમાં વિઘ્નોના સમુદાયો ક્યાંય ભાગી જાય છે. શ્રેયોભૂત કાર્યો વિઘ્નપ્રચુર હોય છે એ તો અનુભવગમ્ય પણ છે જ. પણ અશ્રેયસ્કર કાર્યોમાં વિઘ્નો આવે જ નહીં... હોય તો પણ ક્યાંય ભાગી જાય... આવું શા માટે કહ્યું ? ગૃહસ્થોને વેપાર, લગ્નાદિક વ્યવહાર વગેરે પોતાના સાંસારિક કાર્યોમાં કેટલાય વિઘ્નો અનુભવાતા દેખાય છે ને? આનો ઉત્તર આ ‘વિઘ્નજય’ આશયમાં રહેલો છે. સાંસારિક કાર્યોમાં પણ વિઘ્નો તો આવતા જ હોય છે... પણ એ અંગે મન એવું કેળવ્યું હોય છે કે જેથી વિવક્ષિત કાર્ય માટેનો ઉત્સાહ મોળો પડતો નથી. પ્રવૃત્તિ વ્યવસ્થિત થયા કરે છે, અને તેથી એ ‘વિઘ્ન’ વિઘ્નરૂપ રહેતું નથી. ને કાર્ય નિર્વિઘ્નતયા પાર પડે છે. માટે કહેવાય કે ‘વિઘ્નો તો ક્યાંય ભાગી જાય છે.’ (આનો પણ અર્થ તો એ જ કરવાનો Page #94 -------------------------------------------------------------------------- ________________ ૫૨૫ બત્રીશી-૧૦, લેખાંક-પ૬ કે એમાંથી વિનત્વ તો ક્યાંય ભાગી જાય છે.) દ્રવ્ય, ક્ષેત્ર વગેરેથી આનો વિચાર કરીએ.. (૧) દ્રવ્ય : વિદ્યાર્થીને પેન જરા બગડી ગઈ હોય... દશ પંદર મિનિટે છંટકારવી પડતી હોય તો એ રીતે વારંવાર છંટકારશે, પણ લખવાનું પડતું નહીં મૂકે. એની સામે ચરવાળાની દશી જરા ઢીલી પડી ગઈ હોય, લબડતી હોય તો મૂકો ચરવળો બાજુ પર. પ્રતિક્રમણ બેઠા બેઠા કરીશું. ઉપકરણની કચાશ લખવા માટે વિઘ્નરૂપ ન રહી, ઊભા ઊભા પ્રતિક્રમણ માટે વિનરૂપ બની. - ધંધા માટે વહેલું-મોડું - ટાટું - ગરમ.ઓછું-વતું...જેવું-તેવું. જે મળે તે ખાઈ લેશે.. ઉપરથી હોંશ રહેશે. કોઈ પૂછે તો કહેશે કે – ધંધો કરવો હોય તો બધું ચલાવી લેવું પડે.. ને આયંબિલખાતામાં જરા વ્યવસ્થા ઓછી-વત્તી હોય તો આયંબિલ કરવાનો વિચાર પડતો મૂકાઈ જાય.... ભોજનશાળા વગેરેની વ્યવસ્થિત સગવડ ન હોય એવા તીર્થમાં યાત્રાળુઓ કેટલા જાય ? ખોરાકની કચાશ ધંધા માટે વિઘ્નરૂપ ન રહી, આરાધના માટે વિઘ્નરૂપ બની. “ગઈકાલે કેમ વ્યાખ્યાનમાં નહોતા આવ્યા ?” સાહેબ ઘરે મહેમાન હતા.” “તો તે દુકાન પણ બંધ રાખી હશે?” સાહેબ ! દુકાન તો એના ટાઈમે ખોલવી જ પડે ને!! મહેમાન, વ્યાખ્યાન માટે વિધ્વરૂપ, દુકાન માટે નહીં. વાતોડીયા સંઘાટક (= સાથીદારો સાથે સ્વયં પણ વાતમાં ચઢી જાય, સ્વાધ્યાય બાજુ પર રહી જાય, તો વિપ્ન' ને પોતે સ્વાધ્યાય ચાલુ રાખે તો વિધ્વજય. (૨) ક્ષેત્ર કેટલેય દૂર રહેલા કે પહોંચવામાં ભારે મુશ્કેલીભર્યા Page #95 -------------------------------------------------------------------------- ________________ ૫૨૬ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ સ્થાને ધંધા માટે, ઉઘરાણી માટે કે વિદ્યાર્થી ભણવા માટે હોંશથી જાય છે... ને દેરાસર-ઉપાશ્રય કે પાઠશાળા થોડા પણ દૂર હોય તો જાય નહીં... મુખ્ય રેલવે પર કે હાઈવે પર ન હોય એવા તીર્થમાં જનારા યાત્રાળુઓ કેટલા ? ડાયાબીટીસના દર્દીને ડૉક્ટર મિઠાઈ છોડાવે, ચા પણ ફીકી પીવાનું કહે ત્યારે એ બહારગામની છૂટ નથી માગતો... પણ રાત્રીભોજનત્યાગ કે કંદમૂળ ત્યાગની વાતમાં એ બહારગામની છૂટ માગે છે. બહારગામનું ક્ષેત્ર, સાકર ત્યાગ માટે વિઘ્નરૂપ નથી, રાત્રીભોજન ત્યાગ માટે વિઘ્નરૂપ. હોય ભાઈ! ધંધો છે...રોજના ૨-૩ કલાક આવવા જવાના કાઢવા ય પડે... ને ટ્રેનમાં - બસમાં ભીંસાવું - પીસાવું ય પડે... ધોમધખતા તડકામાં રખડવું ય પડે...’ આવું બધું બોલનાર ચિત્ત એ પૈસાધંધા અંગે ‘વિઘ્નજય’ છે. ને ‘મહારાજ સાહેબ ! દેરાસર એક કિ.મી. દૂર છે, રોજ જવું - આવવું ન ફાવે...' આવું બોલનારને પૂજા માટે મામૂલી અંતર પણ વિઘ્ન છે. ને પૈસા - ભણતર માટે લાંબુ અંતર પણ ‘વિઘ્ન’ નથી. શંકા - દુકાન ગમે એટલી દૂર હોય, ધંધો તો કરવો જ પડે ને! સ્કુલ ગમે એટલે દૂર હોય કે બસ-ટ્રેન બે ત્રણ વાહન બદલીને જવું પડતું હોય, ભણવું તો પડે જ ને ! સમાધાન - બસ, આ જ તો વિઘ્નજય છે. દેરાસર જવામાં ગમે એટલી મુશ્કેલી પડે, પૂજા તો કરવી જ પડે ને, ચિત્ત જો આવું બોલતું હોય તો વિઘ્નજય, પણ દેરાસર જવામાં બહુ તકલીફ છે, પૂજા કેમ થાય? આવું જો ચિત્ત કહેતું હોય તો ‘વિઘ્ન’ છે જ. આયંબિલખાતું થોડું દૂર છે એટલે એકાસણું જ કરીશું... Page #96 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૧૦, લેખાંક-પ૬ ૫૨૭ જ્યાંથી નિર્દોષ ભિક્ષા મળે એવા ઘરો દૂર છે. નજદીકમાંથી જ ઓછા વધતા દોષવાળી ભિક્ષા વહોરી લઈશું... ચંડિલભૂમિ એક દોઢ કિ.મી. દૂર મળે છે, વાડામાં જ જઈશું. મારી જગ્યાએ જોઈએ એવા હવા-ઉજાસ-ઠંડક નથી. એટલે સ્વાધ્યાય નહીં ફાવે... આવી બધી ચિત્તવૃત્તિઓ વિધ્વજય’ આશય કેળવાયો નથી, એનું સૂચન કરે છે. સિદ્ધિ ને વિનિયોગ તો કેટલા દૂર રહે..? (૩) કાળ : રોજ પૂજા કરવાની કે વહેલાસર વ્યાખ્યાનમાં આવવાની વાત કરવામાં આવે ત્યારે “સવારે વહેલાસર ઊઠી શકાતું નથી' કહેનારાઓ પાણી ભરવા માટે વહેલા ઊઠી શકે છે. સવારે વહેલા ટ્યુશનક્લાસમાં જઈ શકે છે. સમયની બહુ ખેંચ રહે છે.. પૂજા માટે નો ટાઈમ'. પ્રતિક્રમણ માટે “નો ટાઈમ' કહેનારાને ટી.વી. માટે ટાઈમ મળે છે. ગપ્પાં મારવા માટે ટાઈમ મળે છે. ડૉક્ટર કહેશે તો જોગિંગ માટે પણ એક કલાક કાઢી શકાય છે. પૂજાની લાઈન બહુ મોટી છે, નંબર લાગતા ૨-૩ કલાક લાગી જશે, પૂજા નથી કરવી. કાળની પ્રતિકૂળતા પૂજા વગેરે માટે ‘વિઘ્ન' રૂપ. ધંધા વગેરે માટે નહીં... સખત ગરમીના દિવસો સ્વાધ્યાયમાં મન શી રીતે પરોવાય? કાતિલ ઠંડીની રાત.. સૂઈ જાવ. સ્વાધ્યાય નહીં થાય... સંસ્કૃતની બુક ચાલુ કર્યાને ઘણો કાળ થઈ ગયો. હજુ પૂર્ણ થતી નથી. હવે મૂકો પડતી. ગોચરી બહુ મોડી આવે છે. એકાસણા નહીં ફાવે... આવી બધી મનોવૃત્તિઓ કાળ' વિપ્નની સામે ઝૂકી ગયેલી છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ ૫૨૮ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ (૪) ભાવ : વસ્તુ કે વ્યક્તિના જેવા ગુણો ન ફાવતા હોવાથી આરાધના પડતી મૂકાય એવા જ ગુણોના પનારે પડવા છતાં ધંધા વગેરેના કામ પડતા મૂકાતા નથી. તેથી એવા ભાવ આરાધના માટે વિધ્વરૂપ, ધંધા વગેરે માટે વિધ્વરૂપ નહીં. ટ્રસ્ટી બહુ મિજાજી છે. જેમ ફાવે તેમ બોલે છે. મારું ઇન્સલ્ટ કરી નાખ્યું. હવે હું દેરાસર - ઉપાશ્રયે જાઉં જ નહીં ને.. આવું બોલનારાઓ વેપારીઓની, ઘરાકોની, અધિકારીઓની તોછડી વર્તણૂંકને લેટ-ગો કરી શકે છે. એ તો ઉપરથી કહેશે કે – ઘરાકની ગાળ ઘીની નાળ. આ વિધ્વજય છે. માટે વિચિત્ર સ્વભાવ વિઘ્ન' રૂપ રહેતો નથી. શેરબજારના ગમે એટલા શોરબકોરની વચમાંથી પોતે સાંભળવું હોય તે જ શેરદલાલ સાંભળે છે. ને વ્યાખ્યાનમાં આજુબાજુ થોડો અવાજ થાય તો કશું સંભળાતું નથી. થોડો ખર્ચો કશામાં થઈ ગયો હોય ને સુકૃતનો અવસર આવે ત્યારે “આ વખતે બહુ ખર્ચાઈ ગયું છે. હવે શાન્તિ રાખો.” આમ કહેનારા પોતાના વ્યવહારમાં પાછો બરાબર ખર્ચ કરે. ને કોઈ પૂછે તો કહે કે – વ્યવહાર તો કરવો જ જોઈએ ને !. આ વ્યવહાર અંગેનો વિધ્વજય છે. “અવસર છે ને દ્રવ્ય છે.. તો દાન તો દેવું જ જોઈએ ને! આવી મનોવૃત્તિ ઘડાય એ દાન અંગેનો વિનજય આશય જાણવો. ભણવા વગેરે માટે અંગ્રેજી ભાષા પણ શીખવા તૈયાર.. બધું ગુજરાતીમાં ભાષાંતર કરી દ્યો.. એવી દલીલ નહીં કરવાની... ને સૂત્રો માટે? પ્રાકૃત સંસ્કૃતનું કશું સમજાતું નથી. બધાં સૂત્રો ગુજરાતીમાં રચી દેવા જોઈએ. આવી દલીલ * ભણાવનારા કડક સ્વભાવવાળા છે, હું એમની પાસે નહીં ભણું... Page #98 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૧૦, લેખાંક-૫૬ ૫૨૯ * ગોચરીમાં બપોરે દૂધ ગરમ નથી મળતું, હું એકાસણું નહીં કરું.. * સહવર્તી વિચિત્ર સ્વભાવવાળો છે. કેટલી ક્ષમા રાખવી ? * સહવર્તી પ્રમાદી છે, આળસુ છે. પહેલા નંબરે તો કામ કરે જ નહીં. ઘણું કહીએ ને કરે તો પણ સાવ ઠંડા પાંચ મિનિટના કામમાં પચ્ચીસ મિનિટ લગાડે.. તે પણ વારંવાર તાકીદ કર્યા કરીએ તો... નહીંતર તો કામ રખડી જ જાય... એમને વારેવારે કહ્યા કરવામાં આપણો સ્વભાવ ચીડિયો થઈ જ જાય ને ! જો આવું થાય તો ક્ષમાની સાધનામાં વિઘ્ન આવ્યું. “સહવર્તી, શિષ્ય કે પુત્ર ભલે ગમે તેમ વર્તે.. કોઈ પણ સંજોગોમાં મારે દુર્ભાવ પેદા કરવો નથી કે ક્રોધ કરવો નથી.... ક્ષમા જ કેળવવી છે” આવું દઢ પ્રણિધાન હોય તો વિધ્વજય સરળ બને. પછી મન કહેશે કે – હૈયું બાળવું એના કરતાં હાથ બાળવા સારા.... એક તો કાર્ય કરવા માટે એને તૈયાર કરવાનો પ્રયાસ કરવાનો.. પછી પણ એ જલદી ને વ્યવસ્થિત કાર્ય કરે જ નહીં. કારણ કે એના માથે કશો ભાર હોતો નથી... કશું ન કહો તો સમયસર કામ ન કરે ને વેઠ ઉતારે.. કહે કહે કરો તો પાંચના બદલે પચ્ચીસ મિનિટ તમારે પણ એની પાછળ આપવાની. ને એ દરમ્યાન વારંવાર ગુસ્સો કરવાનો... એને તિરસ્કાર પ્રયુક્ત કટુ વેણ કહ્યા કરવાના... ને મનને કલુષિત કરવાનું. એને બદલે જાતે જ કાર્ય કરી લો તો પાંચ જ મિનિટમાં સારી રીતે થઈ જાય... સમય બચે, ક્રોધ...કટુવેણથી બચાય.... ને સૌથી વધુ હૈયું-મન-કલુષિત ન થાય. કદાચ એવો પ્રશ્ન ઊઠે કે તો શું એનાં બધાં કામ પણ આપણે જ કરી લેવાનાં? તો તરત વિધ્વજય કેળવેલું મન જવાબ આપશે કે કોઈ માંદુપથારીવશ હોય તો એનાં બધાં કામ કરીએ છીએ ને? કોકનું તન માંદું હોય તો એનું બધું કામ કરીએ છીએ એમ કોકનું મન માં હોય તો બધું કામ કરવામાં વાંધો શું ? Page #99 -------------------------------------------------------------------------- ________________ ૫૩૦ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ માજ્ઞા તુ નિર્મનં વિત્ત ર્તવ્ય ટિમ.. કોઈ પણ ધર્મઅનુષ્ઠાનની પાછળ સૌથી વધારે મહત્ત્વનું પ્રયોજન હોય તો એ, ચિત્તને સ્ફટિક જેવું નિર્મળ કરવું. એ છે. આ પ્રયોજન જાળવી લેવા માટે સાધક કયો ભોગ ન આપી શકે ? ને ચિત્તમાં કલુષિતતા પેસવા દ્વારા આ પ્રયોજન જ જો નંદવાઈ જતું હોય તો સાધકને એ શી રીતે પરવડે ? એટલે, “મારે ચિત્તને કલુષિત નથી થવા દેવું. પણ ઉત્તરોત્તર નિર્મળ કરતાં જવું છે' એવું તીવ્ર પ્રણિધાન વિધ્વજય કરાવે જ. * અહીં આપણે સુકૃત કરીએ એની કશી કદર નથી... તન-મનધનનો ભોગ ગમે એટલો આપો, કોઈ નોંધ લેતું નથી. બધા કદરદીન છે. પ્રશંસા તો નહીં ઉપરથી કંઈક છિદ્ર શોધી નિન્દા કરે છે. આપણે હવે અહીં કશું ખરચવું નથી. * અહીં કોઈ પ્રેમથી બોલાવતું નથી. સહવર્તીઓમાં બધા કે કોક અપ્રતિકાર્ય વ્યક્તિ ડગલે ને પગલે કંઈક સંભળાવે છે... કટાક્ષ કરે છે... પરાભવ ને અપમાન કરે છે. અનુકૂળતાઓ સાચવતું નથી. અહીં શી રીતે આરાધના થાય ? આવી બધી વિચારધારાઓ ભાવાત્મક વિપ્નની સામેના પરાજયને સૂચવે છે. વિનજય નથી. સાધના માટે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ કે ભાવાત્મક જઘન્ય વિઘ્નરૂપ બનનાર બાબતો સંસારકાર્યો માટે વિઘ્નરૂપ રહેતી નથી એ જોયું. હવે આ વાત મધ્યમ અને ઉત્કૃષ્ટ વિઘ્ન માટે પણ સમાન છે, એ વિચારી લઈએ - શરીરમાં થોડો તાવ વગેરે આવ્યા હોય તો પૂજા, વ્યાખ્યાન વગેરે બંધ.... પણ ધંધે તો જવાનું જ. આજે થાક બહુ લાગ્યો છે. પ્રતિક્રમણ બેઠા બેઠા કરે. ને પછી કોઈ વાતો કરવાવાળું મળી જાય તો ઊભા ઊભા કલાક નીકળી જાય.. કશી ખબર ન પડે. Page #100 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૧૦, લેખાંક-પ૬ પ૩૧ આવું જ...આજે ઊંઘ બહુ આવે છે, પ્રતિક્રમણ પછી સૂઈ જ જવું છે, સ્વાધ્યાય નહીં થાય. ને વાત કરનાર મળે તો વાતમાં કલાક નીકળી જાય. આજે થોડી ઢીલાશ છે. ગોચરી જવું નહીં ફાવે ને પછી પાણી જો વધે છે, તો કાપ કાઢવાની ફૂર્તિ આવી જાય. મૂળમાં તો તે તેનો રસ વિનને અતિક્રમી જાય છે. રસ જેટલો વધારે એટલા વધારે ભારે વિનને પણ ઉલ્લંઘી જવાય છે. ને આ રસ, પ્રણિધાનથી પેદા થાય છે. માટે પ્રણિધાન જેવું તીવ્ર એવો (પરિકર્મસંપન્નતા વગેરે થવા દ્વારા) પ્રબળ વિનજય આશય પ્રકટ થાય છે. મન હોય તો માળવે જવાય. જહાં ચાહ વહાં રાહ. Where there is a will, There is a way... આ બધી કહેવતો પણ પ્રણિધાનને ને વિધ્વજયને સૂચવે છે. ઉત્કૃષ્ટ વિઘ્ન અંગે પણ સમાનતા જોવા મળશે. કોઈએ ઘરદેરાસર કર્યું ને યોગાનુયોગ પૂર્વકર્મવશાત્ એને ત્યાં કંઈક મુશ્કેલી સર્જાઈ... બસ, પછી પોતે પણ દૃઢ નિર્ણય કરી લે કે ફલાણાએ આ ઘરદેરાસર કર્યું ને રામાયણ થઈ. આપણે તો ઘરદેરાસર કરવું જ નહીં.. તપદાન....સ્વાધ્યાય..ક્રિયા વગેરે જે આરાધના સ્વયં કરી રહ્યો હોય, તે અંગે એક જણ કંઈક વિચિત્ર બોલે. બીજો કંઈક સમજાવે. વળી ત્રીજો કંઈક કહી જાય.... શ્રદ્ધા વિચલિત થઈ જતાં વાર નહીં ને પકડેલું અનુષ્ઠાન છૂટતા વાર નહીં. મગજમાં કંઈક ભ્રાન્તિ ઘર કરી જાય. આ બધું દિગ્મોહ નામનું વિઘ્ન છે... આની સામે પૈસાને ખાતર હત્યા થઈ, અપહરણ થયું. બાપની સામે સગો દીકરો કોર્ટે ચઢ્યો.. પૈસાની પાછળ આરોગ્ય ખતમ કરી નાખ્યું... આવું Page #101 -------------------------------------------------------------------------- ________________ ૫૩૨ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ બધું ઢગલાબંધ કિસ્સાઓમાં જોવા-જાણવા મળવા છતાં પોતાની પૈસાની લગન છૂટે જ નહીં... આ છે (પૈસા અંગેનો) ઉત્કૃષ્ટ વિઘ્નજય. વ્યાખ્યાનમાં રોજેરોજ પૈસો કેવો અનર્થકર છે એ સાંભળવા છતાં એનું આકર્ષણ ઘટે જ નહીં... ને એની પાછળની એ જ દોડધામ ચાલુ રહે... આ છે પૈસા સંબંધી દિગ્મોહ વિઘ્નજય. મોટા દીકરાને પરણાવ્યો, એકાદ વર્ષમાં વહુ દીકરાને લઈને છૂટી થઈ ગઈ... બીજા દીકરાને પરણાવ્યો, વળી થોડા વખતમાં એ વહુ સાથે પણ ઝઘડા... ને છેવટે એ પુત્ર-પુત્રવધૂ પણ છૂટા થયા. તો પણ માને ત્રીજા દીકરાને પરણાવવાની હોંશ રહે જ... એ દીકરાની વહુ તો સારી આવશે ને સેવા કરશે... એવી આશા છૂટે જ નહીં... આ છે સંસાર અંગેનો દિગ્મોહ વિઘ્નજય. ટૂંકમાં ધર્મ પ્રવૃત્તિ છૂટી જવા પાછળ કે ધર્મશ્રદ્ધા ખસી જવા પાછળ જેવાં જેવાં કારણો ભાગ ભજવી જાય છે, એવાં જ કારણો ઉપસ્થિત થવા છતાં ધંધા વગેરેની પ્રવૃત્તિ કે પૈસા વગે૨ે પ્રત્યેનું ખેંચાણ ખસતું નથી, એ લગભગ પ્રતીતિસિદ્ધ છે. એટલે કે તે તે કારણો ધર્મ માટે ‘વિઘ્ન' રૂપ બને છે, ધંધા વગેરે માટે નહીં. તેથી કહેવાય છે કે - શ્રેયોભૂતકાર્યો (ધર્મકાર્યો)માં પ્રચુર વિઘ્નો હોય છે, ને અશ્રેયસ્કર કાર્યોમાં તો વિઘ્નો ક્યાંય ભાગી જાય છે.’ આનું જ્વલંત ઉદાહરણ એટલે મમ્મણશેઠ. એની વાત હવે આગામી લેખમાં જોઈશું. હે ગૌતમ! એક સમયનો પણ પ્રમાદ ન કર... પ્રભુ મહાવીર સ્વામીએ આપેલા આ સૂત્રને જીવી બતાવનારા ! હે ગુરુદેવ ! અમને અપ્રમત્તતાનું વરદાન આપો... Page #102 -------------------------------------------------------------------------- ________________ ‘શ્રેયોભૂત કાર્યોમાં ડગલે ને લેખાંક પગલે વિદનો આવે છે, જયારે અશ્રેયસ્કર કાર્યોમાં વિઘ્નો તો ક્યાંય - પળ ભાગી જાય છે. આવી જે વાત ઘણાં શાસ્ત્રોના પ્રારંભે જોવા મળે છે એનો રહસ્યાર્થ આપણે વિચારી રહ્યા છીએ. અને એ રહસ્યાર્થ આ છે કે – દ્રવ્ય - ક્ષેત્ર વગેરેની પ્રતિકૂળતા આરાધના - સાધના માટે વિઘ્નરૂપ બને છે, પણ એવી જ પ્રતિકૂળતાઓ વેપાર વગેરે સાંસારિક કાર્યો માટે વિધ્વરૂપ બનતી નથી. અર્થાત્ પ્રતિકૂળતાઓ તો આવે જ છે, પણ મન એવું ઘડાયેલું હોય છે કે જેથી એ પ્રતિકૂળતાઓને ગણકાર્યા વગર પોતાની ધંધા વગેરે પ્રવૃત્તિ ચાલુ રહી શકે છે. એટલે કે વિનો જ આવતા નથી એવું નથી, પણ મનની કેળવણીના કારણે એ વિઘ્નરૂપ રહેતા નથી. આનું જ્વલંત ઉદાહરણ એટલે મમ્મણશેઠ... રત્નજડિત નક્કર સોનાના બળદનું પ્રણિધાન બાંધેલું છે. આવક વધારવી એ એનો ઉપાય છે. વ્યય-ખર્ચ દ્વારા સંપત્તિ ઘટવી એ અપાય છે. એટલે વ્યય ઘટાડવો એ પણ અપાયનિવૃત્તિરૂપ ઉપાય છે. ખોરાકમાં માત્ર તેલ અને ચોળારૂપ બે જ દ્રવ્ય અને તે પણ રોજેરોજ. સાવ ગરીબ માણસને પણ આવો ખોરાક ન ફાવે... ક્યારેક લેવો જ પડે તો પણ બે ત્રણ દિવસમાં જ થાકી જાય. મમ્મણે આ જ ખોરાક ખાધો છે ને જિંદગીભર ખાધો છે, ક્યારેય કંટાળ્યો નથી. માટે વિધ્વજય. ક્ષેત્ર પણ કેવું ? નદીના પૂરમાં દૂર-સુદૂર તણાતું કાષ્ઠ, કે જ્યાં પહોંચવામાં મોતની નોબત પણ આવી શકે. આવા ક્ષેત્રનો પણ મમ્મણે ડર રાખ્યો નથી. વળી કાળ પણ એવો જ ભયંકર બનેલો - વાદળછાયી - વીજળીના કડાકા - ભડાકાથી ભીષણ બનેલી ગાઢ અંધકારમયરાત્રીરૂપ કાળ. તો ભાવ પણ ક્યાં અનુકૂળ હતો ? જેઓને ખબર છે કે મમ્મણની સંપત્તિ મગધનરેશ કરતાં પણ કંકગણી છે તેઓ નિંદા કરશે Page #103 -------------------------------------------------------------------------- ________________ ૫૩૪ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ કે “કેવો લોભિયો ને કેવો કૃપણ!” અને જેઓને એ ખબર નથી તેઓ અત્યંતનિર્ધન તરીકે અવગણના કરશે. પણ દ્રવ્યાદિ ચારેની આ પ્રતિકૂળતાઓ – આમાંનું કોઈ પરિબળ એને અટકાવી શક્યું નથી. માટે આમાંનું કશું વિઘ્નરૂપ બન્યું નથી - વિઘ્નરૂપ રહ્યું નથી. સાધક તરીકે આપણે પણ આપણા પ્રણિધાનને આવું તીવ્ર બનાવીએ તો કઈ પરિસ્થિતિ આપણા માટે બાધક બની શકે ? હવે પ્રસ્તુતમાં આવીએ - દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ... ચારે પ્રકારની ઉપાધિઓ કાંટા સમાન જઘન્ય વિઘ્ન રૂપ છે. આ ઉપાધિઓને ગણકારે નહીં, અને પોતાની આરાધનાને અસ્મલિત ચાલુ રાખે એ રીતે કેળવાયેલું ચિત્ત એ જઘન્ય વિજ્ઞજય છે. . આમાં દ્રવ્યાત્મક જઘન્યવિહ્ન પરના જયમાં ધર્મરુચિ અણગારનું દૃષ્ટાન્ત લઈ શકાય. અહિંસાધર્મની સાધના માટે, કડવી વખ બની ગયેલી વિષમય તુંબડીનો આહાર કરી ગયા, પણ પરઠવી નહીં. રત્નકંબલાત્મક અનુકૂળ દ્રવ્ય સામે શિવભૂતિ અને રાજમહેલની અનુકૂળ ભિક્ષા સામે કંડરીકમુનિ પરાજિત થઈ ગયા. ક્ષેત્રાત્મક જઘન્યવિહ્ન સામે મેઘકુમારમુનિ પહેલાં પરાજિત... પ્રભુવીરે સ્થિરીકરણ કર્યા બાદ વિધ્વજય. મથુરાના અનુકૂળ ક્ષેત્રમાં આર્યમંગુ પરાજિત.... પોતાની જ રાજધાનીના અનુકૂળ ક્ષેત્રમાં પુષ્પચૂલા સાધ્વીએ વિધ્વજય કર્યો. કાળાત્મક, જઘન્ય વિબ પર જય મેળવનારા તરીકે ૧૩-૧૩ મહિના સુધી વિના હતાશાએ ભિક્ષાએ નીકળનાર શ્રી ઋષભદેવ પ્રભુને કે “મા રુષ મા તુષ' ગોખવામાં ૧૨-૧૨ વર્ષ સુધી નહીં કંટાળેલા માષતુષમુનિને યાદ કરી શકીએ. દ્વારિકાના લોકો ૧૨ વર્ષ પછી કંટાળી ગયા. પરાજિત થયા. Page #104 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૧૦, લેખાંક-૫૭. ૫૩૫ ભાવાત્મક જઘન્યવિધ્ર પર ચંડરુદ્રાચાર્યના શિષ્ય વિજય મેળવ્યો. સખત ગરમીની સામે અરણિક મુનિવર પરાજિત થઈ ગયા. કાંટા આવે કંકર આવે ધોમધખતી રેતી આવે અંતરના અજવાળે વીરા ! પંથ તારે કાંઠે જા આમાં અંતરનું અજવાળું એટલે “પ્રણિધાન”. અને વિધ્વજય હવે બીજા મધ્યમવિધ્વજય આશયને વિચારીએ – મધ્યમવિદનજય : જ્વર વગેરે રોગો જેમ પથિકની ગતિમાં સ્મલના કરે છે એમ સાધકની સાધનામાં પણ સ્કૂલના કરે છે, માટે શારીરિક રોગો એ પણ વિઘ્ન છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ સ્વરૂપ જઘન્ય વિઘ્ન અંગે, પ્રતિકૂળ દ્રવ્યાદિથી દૂર થઈ અનુકૂળ દ્રવ્યાદિ ઊભા કરવાની આશા રહ્યા કરે છે. જ્યારે રોગો તો શરીરાશ્રયી હોવાથી, એ મટે નહીં, ત્યાં સુધી એનાથી દૂર થવાની શક્યતા હોતી નથી. એટલે સામાન્યથી ચિત્તને વધુ જલ્દી ચિન્તાતુર-હતાશ બનાવી દે છે. માટે વ્યાધિ એ ઉપાધિ કરતાં મોટું વિઘ્ન કહેવાય છે ને તેથી એ મધ્યમવિઘ્ન છે. જો કે મનની કેળવણી એ એક અલગ બાબત છે. તેથી, રોગોને સહન કરતાં કરતાં એની સહિષ્ણુતા કેળવી લીધી હોય ને તેથી એ વિઘ્નરૂપ ન બને એવો આશય (મધ્યમવિધ્વજય) કેળવાઈ ગયો હોય, ને છતાં બીજાનાં કટુવચનોને (જઘન્ય ભાવવિપ્નને) સહન કરવાનો અભ્યાસ ન પાડ્યો હોય ને તેથી જઘન્યવિધ્વજય આશય ન કેળવાયો હોય એવું પૂર્વે આપણે જોઈ ગયા એમ જરૂર બની શકે છે. - રોગાત્મક આ મધ્યમવિશ્ન પર જય ત્રણ રીતે મેળવી શકાય છે: (૧) પ્રીવેન્શન ઈઝ બેટર ધન ક્યૉર. રોગ થાય ને પછી ચિકિત્સા કરાવવી એના કરતાં રોગ જ ન થાય એ રીતે હિતાહારપરિમિત આહાર વગેરે રૂપે ખોરાકનું આયોજન કરવું એ વધારે ગુણકારી Page #105 -------------------------------------------------------------------------- ________________ ૫૩૬ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ છે. આ રીતે રોગ જ ન થાય એટલે, રોગનિમિત્તક સ્ખલના ન આવે, માટે વિધ્રુજય થયો કહેવાય. છતાં પૂર્વકર્મવશાત્ રોગ થાય તો શું કરવું ? (૨) ચિકિત્સા દ્વારા રોગને દૂર કરવો ને અસ્ખલિત પ્રયાણ ચાલુ રાખવું.... આ પણ મધ્યમવિઘ્નજય છે. આમાં આ વાત સમજવા જેવી છે કે - જો આવશ્યક સંયમયોગોને સીદાવ્યા વિના રોગને સહન ક૨વાનું સામર્થ્ય હોય, કશી દવા કરાવ્યા વિના પણ કાળક્રમે રોગ એની મેળે મટી જ જવાનો હોય... ને એ રીતે મટી જાય ત્યાં સુધીમાં શરીરને - આરોગ્યને કોઈ લાંબાગાળનું નુકશાન પહોંચાડે એવી સંભાવના ન હોય... આ ત્રણ શરતો જેમાં પરિપૂર્ણ હોય એવા રોગને આરાધના ચાલુ રાખવા પૂર્વક સમભાવે સહન કરવો જોઈએ, પણ ચિકિત્સા કરાવવી નહીં.. માત્ર રોગ વધે નહીં એ માટે અપક્ષત્યાગ વગેરે રૂપ કાળજી રાખવી. આમ કરવાથી મધ્યમવિઘ્નજય આશય કેળવાય છે, જિનાજ્ઞાનું પાલન થાય છે, દેહાધ્યાસમાં હ્રાસ થાય છે... તથા કોઈ પણ દવાથી રોગને મટાડવા કરતાં શરીર પોતે જ રોગપ્રતિકારક તત્ત્વો પેદા કરી રોગને મટાડે એ દીર્ઘકાલીન આરોગ્યની દૃષ્ટિએ વધારે લાભપ્રદ હોય છે. આરોગ્ય દીર્ઘકાળ સુધી સારું રહે તો આરાધના પણ દીર્ઘકાળ સુધી સારી કરી શકાય. અસાધ્ય કક્ષાનો રોગ થયેલો હોય.. એ રોગના કારણે વિશિષ્ટ આરાધનાઓ લગભગ કોઈ થઈ શકતી ન હોય ને ઉપરથી કેટલાય અપવાદો સેવ્યા કરવા પડતા હોય... દવા લેવા છતાં પણ, ભલે એકાદબે વર્ષ જીવન લંબાવી શકાય... પણ વિશિષ્ટ નિર્દોષ આરાધના યોગ્ય આરોગ્ય મળવાની તો કોઈ સંભાવના ન હોય... લગભગ સંથારાવશ જ રહેવું પડે એવી પરિસ્થિતિ હોય... તો એવે વખતે દવાઓ લઈને... Page #106 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૧૦, લેખાંક-૫૭ ૫૩૭ ઈંજેક્શનના ગોદા ખાઈને.. કેટલાય અપવાદો સેવીને જીવન લંબાવવું... એના કરતાં દવાઓ છોડી દેવી એ સ્વ-૫૨ને વધુ લાભકર્તા હોય છે... કદાચ વેદનાની તીવ્રતાના કારણે સમાધિ જાળવવી કઠિન પડતી હોય... તો સમાધિ જળવાઈ રહે એ રીતના માત્ર વેદનાશામક દવા લઈ શકાય... પણ રોગ મટવાની આશાથી જીવન લંબાવવાનો તો કોઈ અર્થ હોતો નથી. ઉપરથી એવું કરવામાં - અત્યાર સુધી તપ-ત્યાગ-કઠોર સાધના વગેરે દ્વારા દેહાધ્યાસ જે તોડ્યો હતો... એની સામે... આ અવસ્થામાં આરાધના લગભગ યાદ ન આવે ને વારંવાર દવા-અનુપાન વગેરે યાદ આવ્યા કરવા દ્વારા દેહાધ્યાસ પુષ્ટ થવાની સંભાવના... અત્યાર સુધી નિર્દોષ સંયમ પાળ્યું હતું... એની સામે કેટલાયે અપવાદો ને દોષો સેવીને નિર્દોષતાની લગન ખતમ કરી નાખવાનું થાય... (૩) અસાધ્ય રોગની દવા ન કરાવવાની હોય ત્યારે, દવા કરવા છતાં રોગ ન મટે ત્યારે, કે દવાથી રોગ મટાડવાનો હોય, પણ મટતાં વાર લાગવાની હોય ત્યારે, રોગ અને વેદના ચાલુ હોય તો પણ પોતાની આરાધના ચાલુ રહે એ માટે, ‘આ રોગ વગેરે પરિષહો મારા સ્વરૂપના બાધક નથી, માત્ર દેહને જ અસર કરનારા છે' તથા ‘પૂર્વકૃત કર્મોના કારણે રોગ આવ્યો છે, એને સમભાવે સહન કરીશ તો કર્મની ખૂબ નિર્જરા થશે. ને સાથે આરાધના પણ ચાલુ રાખીશ તો તો ખૂબ જ વિશિષ્ટ પ્રકારે નિર્જરા થશે... વગેરે ભાવનાથી આત્માને ભાવિત કરતાં રહેવું. એ રીતે ભાવિત થવાથી રોગની વેદના વચ્ચે પણ સાધના અસ્ખલિતપણે કરી શકાય છે. તેથી મધ્યમવિઘ્નજય કેળવાય છે. ૧૬-૧૬ ભયંકર રોગો કાયાની માયા લઈને બેઠા હોવા છતાં ૭૦૦ વરસ સુધી અસ્ખલિતપણે સાધનાને ધપાવ્યે રાખનારા શ્રી સનત્કુમાર ચક્રવર્તી મુનિ એ મધ્યમવિઘ્નજયનું સુંદર ઉદાહરણ છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ ૫૩૮ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ ફરતા વાનો દુખાવો મુલાકાત લે ત્યારે રાત્રીની રાત્રીઓ ભારે વેદના ચાલે. ને એ તીવ્ર વેદનામાં પણ આખી રાત કમ્મપયડી વગેરેનો સ્વાધ્યાય કરનારા સ્વ. પૂજ્યપાદ આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મ.સા. તથા ખાંસી–ઉધરસ અને શ્વાસ રોજના થઈ ગયા હોવાથી એકબાજુ એ ચાલે ને છતાં બીજીબાજુ મોડી રાત સુધી જ્ઞાનસાર વગેરેનો મોઢેથી બોલીને સ્વાધ્યાય નિયમિત ચાલુ રાખનારા સ્વ. પૂ. રતાંશવિજય મ., સ્વ. પૂ. ધર્મઘોષ વિ. મ. વગેરે નજીકના ભૂતકાળના સુંદર ઉદાહરણો છે. એ જ રીતે વર્ધમાન તપની લાંબી લાંબી ઓળીઓમાં કે ૫00 સળંગ આયંબિલ વગેરે તપશ્ચર્યામાં પાછલા દિવસોમાં શારીરિક પ્રતિકૂળતાઓ વેઠવા છતાં તપશ્ચર્યા ચાલુ રાખનારા તપસ્વીઓ પણ મધ્યમવિધ્વજયના સુંદર ઉદાહરણ છે. ૧ માળ ચઢવા માટે પણ લીફટની રાહ જોનાર કેટલાય શ્રાવક-શ્રાવિકા ગિરિરાજની યાત્રા તો ચડીને જ કરવી છે એવા પ્રબળ પ્રણિધાનના પ્રભાવે, ભલેને ત્રણ કલાક લાગે, પણ ચડીને જ યાત્રા કરે છે, ડોળી કરતા નથી. હાંફ ચઢી જાય, પગના સાંધા દુઃખવા માંડે, પગ ઉપડે જ નહીં, તડકો માથે ચઢી જાય, પસીનો પસીનો થઈ જાય, ડગલે ને પગલે બેસી જવું પડે... આવી ઢગલાબંધ તકલીફો પણ એની યાત્રાને અટકાવી શકતી નથી, આ પણ મધ્યમવિધ્વજય છે. હવે ત્રીજો ઉત્કૃષ્ટવિધ્વજય (દિમોહ વિનય) આશય વિચારીએ. - ઉત્કૃષ્ટ વિજય : પથિકને પૂર્વ દિશાને પશ્ચિમ સમજી લેવી વગેરે રૂપ દિશા અંગેની ભ્રાન્તિ થાય એ દિગ્મોહ છે. આ દિગ્મોહ થયે, બીજા પથિકો એને વારંવાર પ્રેરણા કરે કે “ચાલ ભાઈ ! ચાલ, કેમ અટકી જાય છે?” તો પણ એને ચાલવાનો ઉત્સાહ થતો નથી. એટલે કે આ દિગ્યોહ ગમનમાં વિઘ્નરૂપ બન્યો. પણ જો “આ પૂર્વ દિશા જ છે' એવું અથવા “આ માર્ગ જ મને મારા ગન્તવ્ય સ્થળે લઈ જશે. એવું સમ્યગુજ્ઞાન પોતાની મેળે થઈ જાય કે અન્ય પથિકો એ પ્રમાણે જ કહેતા Page #108 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૧૦, લેખાંક-૫૭. પ૩૯ હોય છે એના પર પોતાને શ્રદ્ધા થઈ જાય તો ઉક્ત બ્રાન્તિ દૂર થાય છે. ને તેથી પ્રયાણનો પાછો પૂર્વવત્ ઉત્સાહ પ્રવર્તવાથી વિશિષ્ટ ગમન ચાલુ થાય છે. આ દિમોહવિધ્વજય છે. આ જ રીતે, મોક્ષમાર્ગના પથિક સાધકને મિથ્યાત્વાદિજનિત મનોવિભ્રમ એ દિગ્મોહ સમાન વિપ્ન છે. આમાં બ્રાન્તિઓ કેવા કેવા પ્રકારની સંભવે એ આગળ જોઈશું. ઉપાધિ (જઘન્ય વિઘ્ન) બાહ્ય છે. વ્યાધિ (મધ્યમ વિબ) શરીર સ્પર્શી છે. જ્યારે દિમોહ સીધો જ મનઃસ્પર્શે છે, માટે વ્યામોહ એ ઉત્કૃષ્ટ વિઘ્ન છે. ઉપાધિ અને વ્યાધિમાં, માર્ગ અંગે ભ્રાન્તિ નથી, “માર્ગ તો આ જ છે, પણ આવી પરિસ્થિતિમાં હું શી રીતે આરાધું ?” એમ પોતાના અસામર્થ્યની કલ્પના છે. જ્યારે દિગ્બોહમાં માર્ગ અંગે જ બ્રાન્તિ છે. માટે પણ એ ઉત્કૃષ્ટ વિઘ્ન છે. વળી, જાતજાતની બાહ્ય પરિસ્થિતિઓ નિર્માણ થાય એટલે એ “ઉપાધિ' તો બની જ જાય... શરીરને અસરકર્તા રોગ પેદા થાય એટલે એ વ્યાધિ' તો બની જ જાય... પણ એટલા માત્રથી એ “વિઘ્ન’ બની જ જાય એવું નથી. એ જો ચિત્તને અસરગ્રસ્ત કરે. ચિત્તમાં ઉત્સાહની મંદતા લાવે. તો જ વિન” રૂપ બને છે. અર્થાત્ ઉપાધિની અને વ્યાધિની અસર ઝીલનારી ચિત્તની અવસ્થાઓ એ ક્રમશઃ જઘન્ય અને મધ્યમ વિપ્ન છે, અને એની અસરથી મુક્ત રહે એવી ચિત્તની અવસ્થાઓ એ ક્રમશઃ જઘન્યવિધ્વજય અને મધ્યમવિધ્વજય છે, એમ કહી શકાય. એટલે જ ઉપાધિ કે વ્યાધિને સમ્ ઉપસર્ગ નથી લાગતો, પણ “આધિને સમ્ ઉપસર્ગ લાગી “સમાધિ” શબ્દ બને છે. પણ દિગ્યોહ તો સીધો જ મનને અસર કરનારો છે. એટલે એ જો અસ્તિત્વમાં આવ્યો છે. તો એ વિપ્ન” રૂપ બને જ. અસ્તિત્વમાં આવ્યા બાદ પણ ઉપાધિ અને વ્યાધિ તો ‘વિઘ્નરૂપ ન પણ બને' એવો વિકલ્પ મળી શકે છે. દિગ્બોહને આવો વિકલ્પ મળી શકતો નથી. એ જો પેદા થાય, તો વિપ્ન' બનવાનો જ, માટે પણ એને ઉત્કૃષ્ટ વિજ્ઞ કહેવાય છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ ૫૪૦ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ પરિસ્થિતિવશાત્ કે કોઈના ઉંધા ભરમાવવાથી મનમાં આરાધના અંગે ઊભી થતી ભ્રાન્તિઓ (તેમજ શંકાઓ) એ આ દિમોહ વિઘ્ન છે. મનમાં ભ્રમણાઓ ઘુસે એટલે આરાધનામાં અલના આવે જ. આ ભ્રમણાઓ દૂર થાય તો જ પુનઃ અસ્મલિત આરાધનાઓ ચાલુ થાય. તેથી, મનને ભ્રાન્તિશૂન્ય બનાવવું એ દિગ્બોહવિધ્વજય છે. આ બ્રાન્તિઓ ગુરુપરતત્રતાથી કે મિથ્યાત્વાદિની પ્રતિપક્ષ (વિરુદ્ધ) ભાવનાથી દૂર થાય છે. પોતાના મનમાં ભલે ભ્રમણા થઈ ગઈ હોય કે શંકા પડી હોય, પણ ગુરુપારતન્ય હોય તો, “ગુરુ મહારાજ કહે એમ જ મારે કરવાનું.. એમાં મારું હિત જ છે' આવી પ્રતીતિ હોવાના કારણે, ગુરુકથનાનુસાર પ્રવૃત્તિ તો અખ્ખલિતપણે ચાલતી જ રહે છે, માટે વિધ્વજય થાય છે. * “સંસારનો ક્યારેય પ્રારંભ નહીં?” “મોક્ષે જવાનું ચાલુ છે તો ક્યારેક તો બધા ભવ્યોનો મોક્ષ થઈ જ જશે ને ?” આવા બધા મિથ્યાત્વજન્ય ભ્રમની સામે “રાગ-દ્વેષ અને અજ્ઞાનથી પર થઈ ગયેલા ભગવાનને અસત્ય બોલવાનું કોઈ કારણ નથી. એટલે તે જ નિઃશંક સત્ય છે જે મારા ભગવાને કહ્યું છે. મારો ક્ષયોપશમ મંદ છે, માટે મને ન સમજાય એ પણ બને...” આવી બધી ભાવના એ પ્રતિપક્ષ ભાવના છે... એનાથી ભ્રમ દૂર થાય છે ને વિધ્વજય થાય છે. કેટલાક સંભવિત દિગ્બોહસમવિઘ્નો : * કોઈક અનીતિ વગેરે કરનારની જાહોજલાલી ને નીતિ પકડી રાખનારનો જીવનનિર્વાહ માટેનો સંઘર્ષ જોઈને - “આપણે પણ ઊંધું-ચતું કરો. નીતિનું પૂંછડું પકડવામાં મજા નથી.” * કરોડો લોકો રાત્રીભોજન કરે છે. શું બધા નરકે જવાના? માટે રાત્રીભોજનને નરકનું પ્રથમ દ્વાર કહેવું એ બરાબર નથી. * આજના કાળમાં ટી.વી. તો છૂટી શકે જ નહીં. Page #110 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૧૦, લેખાંક-૧૭ પ૪૧ * અનીતિ છોડી દઈએ તો તો ભૂખે મરવાના જ દહાડા આવે. * આરાધના કરવા દીક્ષા જ લેવી પડે એવું થોડું છે ? ઘરમાં બેસીને પણ આરાધના ક્યાં નથી થતી ? * મહારાજ સાહેબ પાસે જવાનું નહીં, તેઓ તો બાધા જ આપી * સમુદાયમાં કેટલાય દોષો લાગે છે. એકલા વિચરવાથી નિર્દોષ ચર્યા વધારે સારી રીતે જાળવી શકાય, માટે એકલા સ્વતંત્ર વિચરો. * વર્તમાનમાં સર્વત્ર વક્તાની બોલબાલા છે. ગૃહસ્થોને જેમ ‘સર્વે ગુણાઃ કાંચનમાશ્રયન્ત’ છે એમ સાધુઓ માટે “સર્વે ગુણા વષ્કૃત્વમાશ્રયન્ત' છે. માટે આગમો પ્રકરણો વગેરે ભણવાનું મૂકો.... વ્યાખ્યાનમાં ઉપયોગી બને એવું સાહિત્ય વાંચો.... * ન્યાય-તર્કના ગ્રન્થો ભણવાથી વાદ-વિવાદમાં પડવાનું થાય, માટે એ ભણવું જ નહીં. * વર્તમાનમાં શ્રી સંઘમાં ચર્ચાસ્પદ બનેલી વાતોમાં (પોતાના ક્ષયોપશમ વગેરે હોવા છતાં) આપણે પડવું નહીં. એમાં પડવાથી રાગ&ષ થાય. અથવા આપણે સમજેલી વાત મૂકી દેવાની નોબત આવે.. આમ તો બીજાઓને અનેક ગ્રન્થો ભણાવતા પણ હોય ને છતાં આ વાતો સમજવાનો આપણો ક્ષયોપશમ નહીં. આવી માન્યતા રાખવી એ પણ દિગ્મોહ છે. * દીક્ષા લીધા પછી ભણવા - ભણાવવાની વ્યવસ્થા થતી નથી.... માટે મુમુક્ષુપણામાં બધા ગ્રન્થો પંડિતો પાસે ભણી લઈને, પગભર થઈને પછી જ દીક્ષા લેવી. ત્યાં સુધી ભલે પ-૭-૧૦ વર્ષો અવિરતિમાં વીતી જાય, પણ દીક્ષા ન લેવી. * પંડિત પાસે કે પુસ્તકમાંથી વાંચીને પણ ભણી શકાય છે. ગુરુ Page #111 -------------------------------------------------------------------------- ________________ ૫૪૨ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ પાસે જ ભણવું જોઈએ એવું કાંઈ આવશ્યક નથી. એમ ગુરુસાપેક્ષતા છૂટી જાય તો દિગ્મોહ. * સાધુજીવનમાં રોજ એકાસણા જ કરવા જોઈએ એવું કાંઈ જરૂરી નહીં... ઘણા બેસણા કે નવકારશી કરતા હોય છે. ગુરુ મહારાજનું કહ્યું બધું જ કાંઈ થોડું થઈ શકે ? આપણને ફાવે એટલું કરવું. અથવા, ગુરુ મહારાજ પણ છદ્મસ્થ છે, એમનું બધું જ કાંઈ સ્વીકારી ન લેવાય... આપણી બુદ્ધિથી પણ વિચારી લેવું જોઈએ. આવી બધી માન્યતાઓ એ દિગ્મોહવિઘ્ન છે. * પરીક્ષા કરવા આવેલા દેવે શ્રી શ્રેણિક મહારાજાને માછલી પકડતા સાધુ અને ગર્ભવતી સાધ્વી દેખાડી ભગવાનના બધા સાધુ-સાધ્વી આવા જ છે, શું વંદન-ભક્તિ-બહુમાન કરવા? વગેરે સમજાવવાનો પ્રયાસ કર્યો... પણ શ્રેણિકરાજા શ્રદ્ધામાં અવિચલિત રહ્યા. આ દિગ્મોહવિઘ્નજય. ઇન્દ્ર મહારાજાએ નમિરાજર્ષિને ‘આ મિથિલાને દાહ લાગ્યો છે’ વગેરે ઘણું ઘણું કહ્યું. કસોટી કરી.... પણ મિહિલાર્ હન્નમાળૌર્ ળ મે ડાર્ વિશ્વળ વગેરે ભાવના દ્વારા નિમરાજર્ષિ સંયમમાંથી ડગ્યા નહીં. પ્રસન્નચંદ્રરાજર્ષિ દુર્મુખદૂતના વચનોથી મમત્વ ઉદ્દીપ્ત થયું, વિચલિત થઈ ગયા... પરાજિત. પછી, ‘હું તો સાધુ, મારે કોણ પુત્ર ને કોણ મંત્રી ?' વગેરે પ્રતિપક્ષ ભાવનાથી વિઘ્નજય. સાતે નિહ્નવો દિગ્મોહવિઘ્નથી પરાજિત થયા હતા. સિદ્ધર્ષિગણી જેટલી જેટલી વાર બૌદ્ધ મઠમાં ગયા... એટલી એટલી વાર એ દર્શન સાચું લાગ્યું... દિગ્મોહવિઘ્ન... પાછા ફરે... જૈન દર્શનની વાતો સાંભળે.. દિગ્મોહવિઘ્નજય... છેવટે લલિતવિસ્તરા ગ્રન્થે અન્તિમ દિગ્મોહવિઘ્નજય કરાવ્યો. Page #112 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૧૦, લેખાંક-૫૭ ૫૪૩ અંતિમ અવસ્થામાં રહેલા શિષ્યોએ વચન આપ્યું હોવા છતાં દેવલોકમાંથી આવતા નથી, ને અષાઢાચાર્યને દિગ્મોહ થઈ ગયો. સંયમ છોડી દેવાનો નિર્ણય કર્યો. છેલ્લા કાળ કરેલા શિષ્ય ૬ રાજકુમારોનું રૂપ વિકુવ વ્યામોહ દૂર કર્યો. પચ્ચકખાણમાં “દિસામોહેણ આગાર મૂક્યો હોવાથી, જ્યાં સુધી આગારરૂપતાને જાળવી રાખે ત્યાં સુધી દિગ્મોહ એ વિખરૂપ બનતો નથી. વસ્તુતઃ પચ્ચકખાણમાં જે દિગ્મોહ છે એ પચ્ચખાણ આવ્યું છે કે નહીં ? એ અંશમાં ભ્રમણા કરાવનાર છે. પચ્ચખાણ કરવું કે નહીં ? એ અંશમાં અર્થાત્ સાધનાની કર્તવ્યતાના અંશમાં – સાધનાના સ્વીકાર અંશમાં ભ્રમણા કરાવનાર નથી, માટે એ “વિઘ્ન’ રૂપ નથી. જેમ પથિકને કંટક-જવર કે દિગ્યોહ આ ત્રણમાંથી એક પણ વિન પર જય મેળવવાનો બાકી હોય તો તે તે વિઘ્ન આવવા પર ગતિમાં અલના આવ્યા વિના રહેતી નથી. એટલે અસ્મલિત – ગતિ માટે ત્રણે વિદ્ગો પરનો જય આવશ્યક છે. એમ મોક્ષમાર્ગના પથિકે પણ, જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારનો વિનજય આશય કેળવ્યો હોય તો જ એની અસ્મલિત પ્રવૃત્તિ થાય છે. ત્રણમાંથી એકાદ વિધ્વજય આશય કેળવાયો ન હોય તો પણ અસ્મલિત પ્રવૃત્તિ અશક્ય બને છે. પ્રવૃત્તિને અલના પામવા માટે ત્રણ પ્રકારના વિદ્ગો ઉપસ્થિત થવા જોઈએ એ આવશ્યક નથી, જે વિધ્વજય ન કેળવાયો હોય તેનું વિઘ્ન ઉપસ્થિત થાય એટલે પ્રવૃત્તિ ખોરંભે પડવાની જ. એટલે ત્રણે વિધ્વજય આશયનો સમુદાય જ પ્રવૃત્તિનું કારણ બને છે, એકાદ વિધ્વજય આશય નહીં, એ નિશ્ચિત જાણવું. પ્રશ્ન - આમ વિધ્વજય આશય એ કારણ છે ને એનાથી કાર્યરૂપે પ્રવૃત્તિ થાય છે. તો પાંચ આશયોમાં, પ્રણિધાન-વિધ્વજય-પ્રવૃત્તિ. એમ ક્રમ કહેવો જોઈએ ને, પ્રણિધાન-પ્રવૃત્તિ-વિનજય.. એવો ક્રમ શા માટે ? Page #113 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ ઉત્તર – વાસ્તવિક ક્રમ આ છે. પ્રવૃત્તિ-વિજ્ઞજય -વિશિષ્ટપ્રવૃત્તિ - વિશિષ્ટ વિધ્વજય - વધારે વિશિષ્ટ પ્રવૃત્તિ - વધારે વિશિષ્ટ વિધ્વજય... સામાન્ય પ્રવૃત્તિ વિધ્વજયનું કારણ બને છે. ને પછી એ વિધ્વજય વિશિષ્ટ પ્રવૃત્તિ કરાવે છે. જેમકે પહેલી ઈહા સામાન્ય હોય છે. એનાથી જે અપાય થાય એ (વ્યાવહારિક) અર્થાવગ્રહનું કામ કરી વિશેષ પ્રકારની ઈહાને પ્રવર્તાવે છે. જે વિશેષ ઈહા વળી વિશિષ્ટ અપાયને ઉત્પન્ન કરે છે, ને એમ ઈહા-અપાય ઈહા-અપાય નો ક્રમ ચાલે છે. આ જ રીતે પ્રસ્તુતમાં જાણવું. આશય એ છે કે પ્રણિધાન આશય પ્રગટ થઈ ગયો છે, વિધ્વજય આશય હજુ પ્રગટ થયો નથી. છતાં, કોઈ જ વિઘ્ન ન હોય એવી પરિસ્થિતિના કારણે પ્રવૃત્તિ શક્ય બની જાય છે. ને એ રીતે પ્રવૃત્તિ કરતાં રહેવાથી, પરિકર્મસંપન્નતા દ્વારા વિધ્વજય” આશય પ્રગટ થાય છે. ધારો કે ૧૦ માત્રાના વિM પર જય થયો. આ જય થયા પૂર્વે જે પ્રવૃત્તિ હતી, તે ભલે વિઘ્ન ન હોવાના કારણે અસ્મલિત ચાલી. પણ જો ૧૦ માત્રા સુધીનું વિઘ્ન પણ આવત તો સ્કૂલના પામવાની યોગ્યતાવાળી હતી. પણ હવે આટલો વિધ્વજય થયા પછી એવી યોગ્યતા વિનાની બની, માટે એ પૂર્વેની પ્રવૃત્તિ કરતાં વિશિષ્ટ બની. છતાં હજુ ૧૧ વગેરે માત્રાનું વિઘ્ન આવે તો અલના પામે એવી પ્રવૃત્તિ છે. એટલે એ અપેક્ષાએ હજુ સામાન્ય પ્રવૃત્તિ કહેવાય. પણ એ કરતાં રહેવાથી વધારે વિધ્વજય થાય. ને તેથી પછી ૨૦ માત્રા સુધીનું વિઘ્ન આવે તો પણ અસ્મલિત પ્રવૃત્તિ થાય છે. જે પૂર્વની અપેક્ષાએ વિશિષ્ટ છે. આમ ઉત્તરોત્તર જાણવું. અહીં ત્રણ પ્રકારના સમુદિત વિધ્વજય આશયનો પ્રવૃત્તિજનક જે કહ્યો છે તે વિશિષ્ટ પ્રવૃત્તિનો જનક છે, એ હિસાબે છતાં, આ વિધ્વજય આશય પણ પ્રવૃત્તિ કરતાં કરતાં પ્રગટ થાય છે. અર્થાત્ પ્રારંભ તો સામાન્ય પ્રવૃત્તિથી જ હોય છે. આ જે વાસ્તવિકતા છે એને નજરમાં લઈને વિધ્વજય-આશય કરતાં પ્રવૃત્તિ આશયને પહેલો કહ્યો છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૧૦, લેખાંક-૫૮ ૫૪૫ આમ વિઘ્નજયઆશયની વિચારણા પૂર્ણ થઈ. હવે સિદ્ધિ આશયની વિચારણા આગામી લેખમાં જોઈશું. ગયા લેખમાં વિઘ્નજયઆશયની વિચારણા પૂર્ણ કરેલી. એટલે હવે આ લેખમાં ક્રમપ્રાપ્ત સિદ્ધિ આશયને વિચારીએ લેખાંક ૫૮ અહિંસા, ક્ષમા વગેરે ધર્મસ્થાનનો પોતાના આત્મામાં સાક્ષાત્ અનુભવ એ સિદ્ધિ આશય છે. ‘હિંસા કરાય નહીં’ એમ નહીં - (અર્થાત્ ‘બીજાને પીડા પહોંચાડાય નહીં’ એમ નહીં) પણ, ‘હિંસા એ મારા સ્વભાવમાં જ નહીં - ‘બીજાને પીડા પહોંચાડવી એ મારા સ્વભાવમાં જ નહીં’ આવી સ્વયં અનુભૂતિ એ અહિંસાની સિદ્ધિ છે. ‘પરસ્પરોપગ્રહો નીવાનામ્' એકબીજા પર ઉપકાર કરવો. (પણ અપકાર ક્યારેય ન કરવો) આવો જીવસ્વભાવ પોતાનામાં કેળવાયેલો સંવેદાય એ સિદ્ધિ છે. વળી આ સંવેદના સ્વયં હોય છે, અર્થાત્ બીજાના માપક યંત્રો પર નહીં ચાલવાનું, બીજા પાસેથી સાંભળેલું, જાણેલું, વાંચેલું હોય એ નહીં, સ્વયં અહિંસાનો સ્વભાવ સંવેદે એ અહિંસાની સિદ્ધિ છે. એટલે આમાં પોતાનો અનુભવ જ તપાસવો પડે. આ જ રીતે ક્ષમા વગેરે અંગે જાણવું. ‘ગુસ્સો કરાય નહીં’ એમ નહીં, ‘ગુસ્સો મારો સ્વભાવ જ નહીં' આવી બીજા પાસેથી મેળવેલી જાણકારી પણ નહીં... પણ, ક્ષમાના સ્વભાવવાળા તરીકે જ પોતાની સંવેદના થાય એ ક્ષમાની સિદ્ધિ છે. ગ્રન્થકાર ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજે આ માટે આત્મન આત્મના સંવિત્તિ: એવા શબ્દો Page #115 -------------------------------------------------------------------------- ________________ ૫૪૬ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ પ્રયોજયા છે. ને સાથે જણાવ્યું છે કે આવી સંવેદના જ્ઞાનદર્શનચારિત્રકમૂર્તિકા હોય છે. ઉશ્કેરાટ એ મારો સ્વભાવ જ નહીં, મારો તો શાંત સ્વભાવ છે આવી જાણકારી એ જ્ઞાન છે. આવા સ્વભાવની પ્રાપ્તવ્ય તરીકેની સંવેદના = (મારે આ સ્વભાવ આત્મસાત્ કરવો છે એવું દિલ સંવેદ્યા જ કરે) એ શ્રદ્ધા છે – દર્શન છે. આત્માની આવી શાન્ત પરિણતિ (= આત્મા ક્ષમારૂપે પરિણમવો) એ ચારિત્ર છે. તે તે ક્ષમાદિ ગુણનું જ્ઞાન, શ્રદ્ધા અને પરિણતિરૂપ બને એટલે જ્ઞાનદર્શનચારિત્રકમૂર્તિકા કહેવાય.. અહિંસા-ક્ષમા વગેરે ધર્મોના બાધક કર્મોનો વિશિષ્ટ પ્રકારનો ક્ષયોપશમ એ સિદ્ધિનું આંતરિકસ્વરૂપ છે. “અન્યને પીડા ન પહોંચાડવી વગેરે અહિંસાદિનું બાહ્યસ્વરૂપ છે. ચારિત્ર અંગેનો કોઈપણ વિશિષ્ટ ક્ષયોપશમ જ્ઞાન-દર્શનથી સહકૃત જ હોય છે. અને તેથી એ, ત્રણેના અનુભવાત્મક જ હોય છે. એટલે જ એ નિદ્રાદિકાળે પણ વૈપરીયવારક હોય છે. એટલે જ જેને તપ સિદ્ધ થયો હોય, એને ખાવા છતાં તપનો જ અનુભવ થતો હોય છે. જેમકે આહાર કરવા છતાં ઉપવાસી એવા ભાઈમહારાજને તથા કૂરગડું મહાત્માને. આનાથી વિપરીત, તપ કરીને ખાવાનો સ્વભાવ તરીકે અનુભવ થયા કરે તો સિદ્ધિ નથી. તપકાળે પણ, ખાવા તરફ જ મન ખેંચાયા કરે.. ખાવામાં જ મન કરે. ખાવાની પ્રક્રિયા જ સહજ લાગે... આ બધું ખાવું એ મારો સ્વભાવ છે એવી સંવેદનાનાં ચિહ્નો છે. આની સામે, પારણાકાળે પણ, તપ તરફ જ મન લલચાયા કરે.. તપમાં જ મન ઠરે. તપ સહજ લાગે ને ખાવું એ તો વેઠ લાગે.. ઝંઝટ લાગે... આ બધું તપસ્વભાવની સંવેદનાનાં ચિહ્નો છે. સીધી વાત છે. રોગકાળે પણ રોગીના મનમાં આરોગ્ય જ રમ્યા કરતું હોય છે. આરોગ્ય જ પોતાની સાહજિક સ્થિતિરૂપે પ્રતીત થયા કરે.... રોગ તો ઔપાધિક લાગે. રોગ કદાચ લાંબો ચાલે તો પણ આ સંવેદના Page #116 -------------------------------------------------------------------------- ________________ ૫૪૭ બત્રીશી-૧૦, લેખાંક-૫૮ ખસે જ નહીં કે “આ રોગ એ મારું સ્વરૂપ નહીં.. ઝંઝટ છે.” દવા કદાચ ભાવે એવી હોય, અને રોગના નામે સીકલીવ વગેરે કેટલીક અનુકૂળતા મળતી હોય, તો પણ રોગ ઉપાધિભૂત જ ભાસે. થાય તેવા થઈએ તો ગામ વચ્ચે રહીએ... ઈટનો જવાબ પથ્થરથી આપવો... આવી બધી માન્યતાઓ અહિંસા માટે દિગ્યોહ વિઘ્ન સમાન છે. એ બેઠી હોય ત્યાં સુધી તો, બીજાઓ તરફથી થોડી પણ મુશ્કેલી સર્જાય ત્યારે એનો બદલો લેવાનું જ મન થયા કરવાથી બીજાને પીડા ન પહોંચાડવાનું અહિંસાનું બાહ્ય સ્વરૂપ પણ અસ્તિત્વમાં ન આવવાથી આંતરિક સ્વરૂપાત્મક સિદ્ધિ તો ક્યાંથી અનુભવાય ? રોગ થાય અને એને સમતાપૂર્વક સહેવાની સહનશક્તિ કેળવી ન હોય, તો રોગી હિંસાસાધ્ય ચિકિત્સા કરાવવા પણ તૈયાર થઈ જ જવાનો. એટલે મધ્યમવિધ્વજય ન કેળવનારને પણ અહિંસાના સ્વભાવની સંવેદના અશક્ય છે. કોઈના તરફથી નિર્માણ થતી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ કે ભાવ સંબંધી પ્રતિકૂળતાઓ સામે ટકી રહેવાનું સત્ત્વ ન કેળવનારો એના પ્રતિકાર માટે લાલાયિત થવાનો જ. એટલે જ જઘન્ય પર વિજય ન મેળવનારને પણ સિદ્ધિ સો ગાઉ છેટી રહે છે. એટલે ત્રણ પ્રકારના વિનો પર વિજય મેળવ્યા બાદ જ સિદ્ધિ હાંસલ થાય છે, અને એટલે જ પહેલાં વિધ્વજયઆશય ને પછી સિદ્ધિઆશય જણાવ્યો છે. “ગુસ્સો મારો સ્વભાવ જ નહીં... ક્ષમા જ મારો સ્વભાવ... આવું સંવેદનારને કોઈનું ગમે તેવું ત્રાસદાયક કે અન્યાયપૂર્ણ વર્તન પણ ક્રોધના નિમિત્ત તરીકે ભાસે જ નહીં એ સ્પષ્ટ છે. એટલે પૂર્વાવસ્થામાં ખૂબ ક્રૂર ઉપહાસપૂર્વક મશ્કરી કરી હોય. પછી પણ ત્રણ ત્રણ વાર માસક્ષમણનું પારણું ચૂકાવે.. ગુણસેનનું આવું વર્તન જોઈને સામાન્યથી લગભગ આખા જગતને... “આટલું બધું થાય, તો પછી તો ગુસ્સો આવે Page #117 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ જ ને...’ આવું ભાસવા છતાં, ક્ષમાની સિદ્ધિ પામેલા જીવને, આવી વિષમ સ્થિતિ પણ ક્રોધના નિમિત્ત તરીકે ભાસે જ નહીં, એટલે જ પ્રાણાંત ઉપસર્ગ વગેરે જે વ્યવહારને આખી દુનિયા ગુસ્સાના કારણ તરીકે માન્ય કરે છે એને પણ કર્મસત્તા ક્રોધના કારણ તરીકે માન્ય કરતી નથી, ને એવા વર્તન સામે પણ ક્ષમાની જ અપેક્ષા રાખે છે. ક્રોધનો વ્યવહાર કરનાર અગ્નિશર્મા વગેરે કોઈને પણ એ સજા કરે જ છે. સ્વકીય જીવનમાં ભલે કદાચ ભયંકર ઉપસર્ગ ન આવ્યો હોય, છતાં જો એવો કોઈ ઉપસર્ગ આવે તો પણ, ક્રોધ તો કરે નહીં... પણ ક્રોધ કરવાનો વિચાર સુદ્ધાં ન આવે... એવા અવસરે પણ ક્ષમા જ કર્તવ્ય ભાસે... મનની આવી કેળવણી કરનારો જ ક્ષાયિક ક્ષમા સુધી પહોંચી શકે છે. સ્વ. પૂજ્યપાદ ગુરુદેવ શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં મુંબઈ–બાબુલનાથ શ્રેયસહોલમાં શિબિરનાં પ્રવચનો સાંભળેલા એક યુવાનને અમેરિકા જવાનું થયું. વેલક્વોલિફાઈડ હતો. ધીખતી કમાણી હતી... પણ હજુ ત્રણ વર્ષ થયેલા ને એના દ્વારા એક મહિલાને કારની અડફેટ લાગી... સામાન્ય ઈજા થઈ... પણ આ તો અમેરિકન પ્રજા ને અમેરિકન કાયદો... સ, બાપ ડ્રાઇવિંગ કરતો હોય ને દીકરાને ઈજા થાય, તો પણ વળતરનો ક્લેઈમ કરવામાં સંકોચ નહીં... ક્ષમા કરવાના કોઈ સંસ્કાર જ ગળથૂથીમાંથી નહીં. એ મહિલાએ કોર્ટમાં ક્લેઈમ કર્યો. યુવકના વકીલે બધી વાત જાણી. એણે યુવકને સલાહ આપી... ‘તમે હજુ અમેરિકામાં નવા નવા છો. અહીંનો કાયદો જંગલી છે. તમને રસ્તા પર લાવી દેશે. એટલે, હું તમને કહું છું એ પ્રમાણે કોર્ટમાં તમે બોલજો... તો બચી જશો.’ આ તો જૂઠ બોલવાની વાત હતી... યુવકે ઇનકાર કર્યો... એ વકીલને છે કે - ‘હું જૂઠું બોલીશ નહીં (I will not speak a Lie) એમ નહીં, હું જૂઠું બોલી શકીશ જ નહીં... (I cannot speak a lie).. યુવક એની પત્ની સામે જુએ છે... એ પણ કહે છે કે – ‘ભલે પૈસેટકે સાવ ખતમ થઈ જઈએ... ને ભારત ભેગા થઈ જવું પડે... પણ Page #118 -------------------------------------------------------------------------- ________________ ૫૪૯ બત્રીશી-૧૦, લેખાંક-૫૮ જૂઠ ન બોલશો'... પેલો વકીલ ભારે આશ્ચર્ય અનુભવી રહ્યો. તમે કઈ જાતના માણસ છો ? યુવક કહે – અમને અમારા દેશમાં અમારા ધર્મની આ વાતો ગુરુદેવો દ્વારા જાણવા મળી છે. ને એ આત્મસાત્ થયેલી છે. એને જાળવવા અમે ગમે તે ભોગ આપી શકીએ કોર્ટમાં એણે સાચી વાત કરી જ દીધી છે. મારાથી ટક્કર લાગી છે, મારો ગુનો સ્વીકારું છું. ને મને જે દંડ થતો હોય તે જણાવો. હું ભરી આપીશ.” એ વખતના ડોલરના ભાવે રૂપિયા પોણા બે કરોડ થાય એટલું વળતર ચૂકવવું પડ્યું. પાસે માત્ર ૮૦ ડોલર બચ્યા. પણ અસત્ય વચન ન બોલ્યાનો અપાર આનંદ હતો - સંતોષ હતો. ૬ વર્ષ બાદ પણ મહાત્માને આ વાત કરતાં કરતાં એના રોમાંચ ખડા થયા હતા. સત્યવચનની સિદ્ધિ અને એ માટેનો વિધ્વજય કેવી ચિત્તવૃત્તિની અપેક્ષા રાખે છે એ આના પરથી કલ્પી શકાય છે. વિધ્વજય પછી જ સિદ્ધિ થાય છે એ આપણે જોઈ ગયા. વળી, વિધ્વજય પણ, પ્રણિધાન અને પ્રવૃત્તિઆશય પર્યાપ્ત કેળવાયેલા હોય તો જ કેળવાય છે. એટલે સિદ્ધિ આશય સુધી પહોંચેલા સાધકને પ્રમાદાદિ જન્ય અતિચારની સંભાવના રહેતી નથી. ક્યારેક જે ઓછું વધતું આચરણ હોય તે પરિસ્થિતિવશાત્ કર્યું હોવાથી અપવાદરૂપ હોય છે, પણ અતિચારરૂપે હોતું નથી. માટે આ અવસ્થામાં ધર્મસ્થાનની પ્રાપ્તિ અતિચાર રહિત હોવી કહી છે. આનો સૂચિતાર્થ એ છે કે ક્યારેય પણ પ્રમાદાદિવશાત્ અતિચાર લાગે નહીં એ રીતે ધર્મસ્થાન મેળવવામાં આવે તો “સિદ્ધિ' થાય. ક્ષમાદિને પોતાના સ્વભાવ તરીકે સંવેદનારને (અને તેથી સર્વ જીવોનો આ જ સ્વભાવ છે એવું સંવેદનારને) બીજો ગુસ્સો રોકી ન શકે તો પણ એના પર તિરસ્કાર ન જ આવે, કૃપા (કરુણા) જ આવે એ સ્પષ્ટ છે. Page #119 -------------------------------------------------------------------------- ________________ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ આશય એ છે કે પોતાને જેટલા પ્રમાણમાં અહિંસા ક્ષમા વગેરે સિદ્ધ થયા છે, એના કરતાં અલ્પપ્રમાણમાં એની સિદ્ધિવાળા જીવો એ હીનગુણી જીવો તથા જેઓને હજુ અલ્પ પણ અહિંસાદિ ગુણ સિદ્ધ થયો નથી એ નિર્ગુણ જીવો. આ બન્ને પ્રકારના જીવો હંમેશા માટે હીન હોય છે. એટલે એમને હંમેશા સહાયની આવશ્યકતા હોય છે. જ્યારે લગભગ સ્વસમાન કક્ષાના ગુણોવાળા જીવો મધ્યમ જીવો છે. સામાન્યથી તેઓ અહિંસા વગેરે વિવક્ષિત ગુણ જાળવતા હોય જ છે. પણ ક્યારેક અમુક વિશેષ પ્રકારની પરિસ્થિતિમાં અહિંસાદિને જાળવવા માટે તેઓને પણ પ્રેરણા વગેરે રૂપ કંઈક સહાયની આવશ્યકતા હોય છે. નિત્ય સહાયકતા એ કૃપા-કરુણા છે... જ્યારે આવી ક્વચિત્ સહાયકતા એ ઉપકાર છે. એમ વિવક્ષિત અહિંસાદિની સાધનામાં પોતાનાથી જેઓ અધિક હોય તેવા ગુરુ વગેરે ગુણાધિક છે. આવા ગુણાધિક જીવો પ્રત્યે વિનય વૈયાવચ્ચબહુમાન જ સિદ્ધિ પામેલા જીવોને જાગે છે. ૫૫૦ શંકા - વિવક્ષિત અહિંસા-ક્ષમાદિ ગુણ ક્ષાયિકકક્ષાનો પ્રકૃષ્ટકક્ષાનો (૧૦૦%) પ્રાપ્ત થાય ત્યારે જ સિદ્ધિ કહેવાય અને તેથી એ ગુણ અંગે તો કોઈ પોતાનાથી ગુણાધિક હોય એ સંભવતું જ નથી. માટે અહીં ગુણાધિક તરીકે અહિંસા-ક્ષમાદિથી ભિન્ન અન્યગુણોમાં જે પોતાનાથી અધિક હોય કે ઉપકારની દૃષ્ટિએ અધિક હોય તે લેવાના છે. સમાધાન - આવી બધી શંકા નિરર્થક છે. કારણ કે જ્યારે વિશેષ કશો ઉલ્લેખ ન હોય ત્યારે, ‘ગુણાધિક’ કે ‘ગુણહીન' શબ્દો વિવક્ષિત ગુણ અંગે જે અધિક કે હીન હોય એને જ જણાવી શકે, અન્ય ગુણની અપેક્ષાએ અધિક હોય કે હીન હોય એને નહીં. વળી મૂળમાં ‘૧૦૦% ગુણ કેળવાય ત્યારે જ સિદ્ધિ કહેવાય’ એ કલ્પના જ ગલત છે. તે પણ એટલા માટે · કે સિદ્ધિ આશયમાં જ જો પ્રકૃષ્ટગુણ પ્રાપ્ત થઈ ગયો હોય તો વિનિયોગ – તથા પ્રકૃષ્ટ ધર્મસ્થાનની પ્રાપ્તિ સુધીની સાનુબન્ધતા - વગેરે જે વાતો ગ્રન્થમાં કરેલી છે તે નકામી થઈ જાય. આશય એ છે કે સિદ્ધિ પછી Page #120 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૧૦, લેખાંક-૫૮ ૫૫૧ વિનિયોગ થાય, આ વિનિયોગથી ક્ષયોપશમ સાનુબન્ધ થાય... પછી તેના પ્રભાવે વધારે ગુણ સિદ્ધ થાય... વળી ઓર વિનિયોગ થાય, તેના કારણે વધારે ક્ષયોપશમ સાનુબન્ધ થાય... આ ક્રમે જીવ પ્રકૃષ્ટગુણને પામે છે. વળી પ્રકૃષ્ટધર્મસ્થાન એટલે તો ક્ષાયિક ધર્મસ્થાન... ક્ષાયિક અહિંસા-ક્ષમા વગેરે પામનારો તો એ જ ભવમાં મોક્ષે જાય. એટલે અનેક જન્માન્તરની પરંપરા દ્વારા પ્રકૃષ્ટગુણને પામવાની વાત પણ અસંગત ઠરે. એટલે પૂર્વે જે સિદ્ધિ થયેલી છે એમાં પ્રકૃષ્ટ ગુણ નથી એ તો સ્પષ્ટ જ છે. અને તેથી ધારો કે પોતે વિવક્ષિત ગુણોને ૫૦% સુધી આત્મસાત્ કર્યો હોય તો ૫૦% ગુણની સિદ્ધિ છે. એ વખતે ૬૦-૭૦... વગેરે % જેટલા ગુણોની સિદ્ધિવાળા જીવો એ અધિક ગુણી ને ૪૦-૩૦ ટકા વગેરે વાળા જીવો એ હીનગુણ... તેમજ હજુ ગુણ કેળવ્યો જ ન હોય એવા બધા જીવો નિર્ગુણ. ‘પોતાનામાં જેટલો ગુણ સિદ્ધ થયો છે એના કરતાં સામી વ્યક્તિમાં ૧૦-૨૦% વધારે ગુણ પ્રગટ થયો છે એ છદ્મસ્થ શી રીતે જાણી શકે ?' આવો પ્રશ્ન ન કરવો, જેમ સુવિહિતસાધુપણાનો નિર્ણય આલયવિહારાદિ પરથી કરી યથાયોગ્ય વિનય-બહુમાનાદિ કરવાના હોય છે એમ પ્રસ્તુતમાં સામી વ્યક્તિના વાણી-વર્તાવ વગેરે ૫૨થી એનું ગુણાધિક્ય જાણી શકાય છે. એમ વિશેષ પ્રસંગે ગુણાધિક્ય જાણી શકાય છે. આ ગુણાધિક્યના નિર્ણયમાં જ્ઞાનાવરણના અપરાધ તરીકે ક્યારેક ભ્રમણા થવાથી બહુમાનાદિ અંગે વૈતથ્ય થાય તો પણ એ દોષરૂપ નીવડતું નથી. આશય એ છે કે ગુણાધિકજીવનું ગુણાધિક્ય પ્રગટ થયું ન હોવાના કારણે જાણી શકાયું ન હોય અને તેથી બહુમાન-વિનયાદિ કરવામાં ન આવે તો પણ એટલા માત્રથી ‘સિદ્ધિ’ દૂષિત થઈ જતી નથી. જેમકે કેવલજ્ઞાની તરીકે પ્રગટ ન થયા હોય તેવા કેવલી પ્રત્યે બહુમાનાદિ ન જાગવા માત્રથી અન્ય મહાત્માઓના અહિંસાદિ ધર્મસ્થાનો દૂષિત થતા નથી. એમ, સંયમસ્થાનમાં વસ્તુતઃ નિમ્નકક્ષાએ રહેલા એવા પણ રત્નાધિક પ્રત્યે ઉપલા સંયમસ્થાનમાં રહેલા અવમરાત્વિક વિનય Page #121 -------------------------------------------------------------------------- ________________ ૫૫૨ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ બહુમાનાદિ કરે તો એમનું સંયમ વધુ નિર્મળ જ થાય છે, દૂષિત નથી થતું. એટલે ઉપકાર-સંયમપર્યાય વગેરે દૃષ્ટિએ જ ગુણાધિક લેવાના છે એવી માન્યતા પણ ગલત છે. ગુણાધિક હોવા છતાં પર્યાયમાં નાના હોય તેના પ્રત્યે પણ બહુમાન તો હોય જ. વિનય-વૈયાવચ્ચ વગેરે માટે બાહ્ય વ્યવહાર જોવાનો હોય છે. એટલે બાહ્ય વ્યવહારને અનુરૂપ આસનપ્રદાનાદિરૂપ વિનય વગેરે ગુણાધિક અવમરાત્મિક પ્રત્યે કરવાના ન હોય એટલા માત્રથી સિદ્ધિ અસિદ્ધ બની જતી નથી. નહીંતર તો સંયમપર્યાયમાં નાના એવા ગુણાધિક પ્રત્યે રત્નાધિકોએ બહુમાનાદિ રાખવાની આવશ્યકતા જ ન રહે, ને તો પછી વાચના લેતી વખતે, વાચનાદાતા નાના હોય તો પણ એને વન્દન કરવાની જે સામાચારી શાસ્ત્રોમાં દર્શાવેલી છે તે અસંગત કરી જાય. વળી હનગુણ તરીકે જો પૂર્વે સ્વપ્રાપ્તધર્મસ્થાનની અપેક્ષાએ અધતન રહેલા જીવોને કહ્યા છે તો ગુણાધિક તરીકે પણ એની અપેક્ષાએ ઊંચે રહેલા જીવો જ વિવક્ષિત હોય એ, તથા જે ગુણમાં આગળ વધવું છે એ ગુણમાં આગળ વધેલાઓ પ્રત્યે બહુમાનાદિ જોઈએ જ (પછી ભલે સંયમ વગેરે અન્યગુણમાં એ કદાચ પાછળ પણ હોય) આ બેને બે ચાર જેવી વાત છે. વિવલિત ગુણમાં ગુરુ વગેરે કદાચ આગળ ન હોય તો પણ એટલા માત્રથી કાંઈ એમની પ્રત્યેના વિનયાદિ અસંગત બની જતા નથી. કારણ કે સંયમ-ઉપકાર વગેરેની દૃષ્ટિએ તેઓ આગળ છે જ. અને વન્દન-ભક્તિ વગેરે બાહ્ય પ્રતિપત્તિ માટે તો વ્યવહાર સામે જોવાનું હોવાથી વ્યવહારથી જે અવિરુદ્ધ હોય તે કરવાનું હોય. માટે પ્રસ્તુત ગુણમાં જે અધિક હોય તેને જ અહીં મુખ્યતયા ગુણાધિક તરીકે વિવઢ્યા છે એ વાત નિઃશંક જાણવી. આમ, વિવક્ષિતગુણમાં જે સ્વઅપેક્ષાએ અધિક હોય એમના પ્રત્યે સિદ્ધિપામેલા જીવોને વિનય-વૈયાવચ્ચ-બહુમાન જાગે છે. એટલે, “આ તો અન્યપક્ષીય છે કે “મારો હરીફ છે' આવો કોઈ ભાવ આગળ આવી, ગુણાધિક સાધક પ્રત્યે ઈર્ષ્યા ઢેષ કે ઉપેક્ષાભાવ જગાડે તો સિદ્ધિ નથી, Page #122 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૧૦, લેખાંક-૫૮ ૫૫૭ એમ જાણવું જોઈએ. અવિરત માટે દેશવિરત ને દેશવિરત માટે સર્વવિરત સાધુ એ ગુણાધિક છે. ગુણાધિક વ્યક્તિ આવે એટલે ઊભા થવું, આસન પ્રદાન કરવું. આ બધું વિનય છે. આહાર-પાણી-ઔષધ વગેરે લાવી આપી સેવા કરવી એ વૈયાવચ્ચ છે. ગુણાધિક પ્રત્યે દિલમાં પ્રીતિ-આદર હોવા - જાગવા એ બહુમાન છે. વળી બીજું સત્રશંસાદિ.. તે તે ગુણની સાચી પ્રશંસા એ તે તે ગુણનું બીજ છે. પ્રશંસકને કાળાન્તરે તે તે ગુણાત્મક ફળ આપીને જ રહે છે. અંદર બહુમાનાદિ હોય તો જ બહાર સાચી પ્રશંસા થઈ શકે. અને એ થાય એટલે સ્વપ્રાપ્ત ગુણ કરતાં અધિક ગુણનું બીજ પડી જ ગયું. હવે એ અધિક ગુણ પ્રાપ્ત થશે જ.. આમ આ વિનયાદિથી ગુણ (ક્ષયોપશમ) સાનુબન્ધ બને છે. એટલે કે ગુણ ઉત્તરોત્તર વર્ધમાન બનતો રહે છે. અધિક પ્રત્યે વિનયાદિની જેમ, મધ્યમ (સમાન) પ્રત્યે ઉપકાર અને હીન પ્રત્યે કૃપા.. આ બંને પણ ક્ષયોપશમને સાનુબન્ધ બનાવે છે. અર્થાત્ આ ત્રણે ઉત્તરોત્તર ક્ષયોપશમના કારણ છે. એટલે પોતાને જેટલા અંશના ક્ષયોપશમ રૂપ સિદ્ધિ પ્રગટ થઈ છે એ ઉત્તરોત્તર વધતાં ક્ષાયિક ભાવ સુધી પહોંચે એ માટે આ વિનયાદિ ત્રણે આવશ્યક છે. અન્યથા ક્ષયોપશમ સાનુબન્ધ ન બનવાથી અધિક અધિક માત્રાની સિદ્ધિ યાવત્ ઉત્કૃષ્ટ સિદ્ધિ પ્રાપ્ત થઈ શકતી નથી. ક્ષમાના સાધકને ગમે તેવો તીવ્ર કક્ષાનો ક્રોધ કરનાર વ્યક્તિ પ્રત્યે પણ દ્વેષ-દુર્ભાવના બદલે કરુણા જ ઊભરાયા કરે તો સમજવું કે “ક્ષમા' સિદ્ધ થઈ છે. આમાં કરુણા ત્રણ રૂપે જાણવી. હીન પ્રત્યે અંદર કરુણા જ જે અનુભવાયા કરે એ ‘દયા’ છે. હીન જીવો આગળ વધે એ માટેના યથાશક્ય સંયોગ સામગ્રી વગેરે એને પૂરા પાડવા એ “દાન” છે. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૫૫૪ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ હીન જીવો કંઈક સંકટમાં મુકાઈ જાય (અને વિધ્વજય આશય તો હજુ તેઓએ કેળવ્યો હોય નહીં, તેથી એ ગુણની સાધનામાં સ્કૂલના આવી જાય) તો એ વખતે એનું એ સંકટ દૂર કરી પાછો એને અસ્મલિત સાધના માર્ગે ચઢાવવો એ વ્યસનપતિત દુઃખાપહાર છે. મંદ લયોપશમવાળા જીવને અનેકવાર શીખવાડવા છતાં ના આવડે તો પણ “તું તો સાવ “ઢ” છે... તને કશું આવડવાનું નહીં.” વગેરે તિરસ્કારપ્રયુક્ત શબ્દો નીકળવા ન જોઈએ. જો આવા કઠોર શબ્દો નીકળે તો સમજવું કે કૃપા-દયા નથી. પોતે મેળવેલું જ્ઞાન પણ સિદ્ધિ અવસ્થાને પામી શકે નહીં. (ને તેથી આગળ પ્રગતિ ન થાય). એમ, પોતે ઘણા વિદ્વાન હોય, બીજા નાના હોય.. અલ્પ ક્ષયોપશમવાળા હોય તો પણ, એ એનું ફોડશે... હું તો મોટો માણસ. મારે ઘણાં કામો હોય.. એની ચિંતામાં હું ક્યાં પડું ?” આ રીતે ઉપેક્ષા ન કરતાં, એને આવશ્યક ગ્રન્થ મંગાવી આપવા, ભણાવનારનો યોગ કરાવી આપવો, ભણવાનો ઉત્સાહ જાગે એવું વાતાવરણ ઊભું કરી આપવું, બધી અનુકૂળતાઓ કરી આપવી... (આ બધું પણ કરુણા-વાત્સલ્યસભર દિલથી કરી આપવું.) આ બધું “દાન” છે. સિદ્ધિ આશય માટે આ પણ આવશ્યક છે. હિનજીવો, અસક્ઝાય-રોગ વગેરે પ્રતિબન્ધકોને દૂર કરવાનું નાના-અલ્પપુષ્યવાળા હોવાના કારણે સામર્થ્ય ન હોવાથી મૂંઝાતા હોય તો, “હું આ નાની-નાની વાતમાં ક્યાં પડું ?” એવું ન વિચારતાં પોતાના સ્થાન-પુણ્ય-પ્રભાવ વગેરેના યોગે બધા વિઘ્નો દૂર કરી આપવા એ “વ્યસનપતિત દુઃખાપહાર” છે. આના વિના પણ સિદ્ધિ સિદ્ધ થવી અશક્ય છે. પોતાને લગભગ સમાન ગુણસિદ્ધિ પામેલા હોવાથી મધ્યમ જીવોએ પણ પ્રણિધાન-પ્રવૃત્તિ ને વિધ્વજયઆશય લગભગ સ્વસમાન માત્રામાં કેળવેલો જ હોય છે. એટલે તેઓ સ્વયં સાધના કરતાં જ હોય છે. પણ, ક્યારેક એવી વિશેષ પ્રકારની પરિસ્થિતિ પેદા થઈ ગઈ હોય તો એમને માર્ગ પર ટકી રહેવા કે આગળ વધવા માટે સહાય કરવી Page #124 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૧૦, લેખાંક-૫૮ પપપ આવશ્યક બનતી હોય છે. આ ન કરનારને ‘સિદ્ધિ આશય સંભવતો નથી. એટલે, પોતે પ્રવચનકાર હોય. અન્ય પ્રવચનકારને ક્યારેક કોઈ ચોક્કસ વિષય પર પ્રવચન કરવાના પ્રસંગે મુદા માગે તો એ વખતે સ્પર્ધા-ઈર્ષ્યા વગેરે ભાવોને ન અપનાવતાં ઉમળકાભેર ઉદારતાપૂર્વક પોતાને ખ્યાલમાં હોય તે મુદા વગેરે આપવાનું સહજ દિલ બન્યું રહેવું જોઈએ... કશું છૂપાવવાનું મન ન થવું જોઈએ. તો સિદ્ધિ આશય કેળવાયો છે એમ માની શકાય. આમ કૃપા-ઉપકાર અને વિનય એ ક્ષયોપશમને સાનુબન્ધ કરવાના જેમ કારણો છે, એમ તે તે ગુણ પોતાને સિદ્ધ થયો છે કે નહીં? એના સૂચક પણ છે એ જાણવું. સ્વપ્રાપ્ત ગુણોનો અહંકાર આ ત્રણેનો પ્રતિબન્ધક છે. એટલે કે કૃપા વગેરે ન અનુભવાતાં હોય તો સમજવું પડે કે અંદર અહંકાર પ્રગટ થયો છે. વળી અહંકાર તો પ્રાપ્ત થયેલી કોઈપણ ભૌતિક કે આધ્યાત્મિક ચીજના અજીર્ણ સ્વરૂપ છે. ને જેનું અજીર્ણ થાય એ વસ્તુ પ્રકૃતિમાતા પુનઃ આપતી નથી. એટલે પ્રાપ્તગુણ પણ ગુમાવવાનો વારો આવે છે. આગળ વધવાની તો વાત જ દૂર રહે. તેથી જેને ઉત્તરોત્તર પ્રગતિ સાધવાની ઇચ્છા હોય એણે અહંકાર ન ઊઠે એ રીતે પ્રયતશીલ બનવું જોઈએ, એ માટેની કેટલીક વિચારણાઓ – ગુમાયેલી ચીજ પાછી મળે એનો આનંદ જરૂર હોય પણ અહંકાર કાંઈ કરવાનો હોતો નથી. “જુઓ ! ખોવાયેલા ચશ્મા મને મળી ગયા.' આવો અહંકાર કરવા જાય તો તો ઉપરથી “અલ્યા, પણ તે ચશ્મા ગુમાવ્યા કેમ?” એમ નાલેશી થાય. ક્ષમા વગેરે બધા ગુણો આત્મામાં રહેલા જ છે. પણ અનાદિકાળથી એ ખોવાયેલા (આવરાયેલા) છે એટલે એની પ્રાપ્તિ થાય ત્યારે આનંદ જરૂર અનુભવીએ, અહંકાર શો ? शुद्धाः प्रत्यात्मसाम्येन पर्यायाः परिभाविताः । अशुद्धाश्चापकृष्टत्वान्नोत्कर्षाय महामुनेः ।। Page #125 -------------------------------------------------------------------------- ________________ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ શ્રી જ્ઞાનસારમાં કહ્યું છે કે જીવના શુદ્ધ (=ક્ષાયિક) ગુણો તો બધા જ જીવોમાં સમાન હોવાથી કોઈ કોઈનાથી ઊંચું છે જ નહીં... તો અહંકાર શું કરવાનો ? ને જે અશુદ્ધ (= ક્ષાયોપશમિક) ગુણો છે તેમાં હીનાધિક્ય જરૂર હોય છે, પણ એ બધા જ (ગમે એટલો ઉત્કૃષ્ટ કક્ષાનો હોય તો પણ - જેમકે સર્વાક્ષર સંનિપાતી શ્રુતકેવલીનું ૧૪ પૂર્વનું જ્ઞાન પણ) શુદ્ધ (= ક્ષાયિકગુણો - કેવળજ્ઞાન વગેરે)ની અપેક્ષાએ સાવ નિમ્નકક્ષાના હોવાથી એનો પણ અહંકાર શું ? ૫૫૬ સીધી વાત છે, બીજાને જે દસ જ રૂપિયા મળ્યા છે એને નજરમાં રાખે તો સો રૂપિયા મેળવનારને અહંકારનો ચાન્સ છે. પણ એ માણસ મેળવવા યોગ્ય જે એક અબજ રૂપિયા છે એમાંથી બાકી રહેલા જે નવ્વાણું કરોડ નવ્વાણું લાખ નવ્વાણું હજાર નવસો રૂપિયા છે એને નજરમાં રાખે તો મેળવેલા સો રૂપિયાનો અહંકાર કે સંતોષ તો બાજુ ૫૨, જે કરોડો બાકી છે એ મેળવવાની તાલાવેલી જ જાગે. કારણ કે સો મળ્યા છે, તો બાકીના મળી જવાની શક્યતા આશા જાગી છે. અહંકારને નાથવાની એક બીજી પણ વિચારણા છે, જે આગામી લેખમાં જોઈશું. લેખાંક " ધર્મક્રિયાઆને ૫૯ આપણી ‘યોગ’માં રૂપાંતિરત કરી આપનાર પ્રણિધાનાદિ પાંચ આશયોની આપણે વિચારણા કરી રહ્યા છીએ. એમાં ચોથા સિદ્ધિઆશયમાં આપણે એ જોયું કે કૃપા-ઉપકાર અને વિનય એ ક્ષયોપશમને સાનુબન્ધ કરીને ગુણોને ઉત્તરોત્તર વર્ધમાન બનાવે છે. પણ અહંકાર આ ત્રણેનો પ્રતિબંધક છે. તેથી પ્રગતિ તો અટકી જ જાય છે, પણ અહંકાર સ્વપ્રાપ્તગુણોના Page #126 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૧૦, લેખાંક-૫૯ ૫૫૭ અજીર્ણરૂપ હોવાથી ઉપરથી પીછેહઠ ચાલુ થાય છે. તેથી ગુણવિકાસના ઇચ્છુકે પ્રાપ્તગુણનો અહંકાર ન આવી જાય એની કાળજી લેવી આવશ્યક છે. એ માટેની એક વિચારણા ગયા લેખના અંતભાગે કરેલી. હવે, એ અંગેની જ એક બીજી વિચારણા આ લેખમાં જોઈએ - કોઈ પણ વસ્તુનો પરિચય બે રીતે આપવામાં આવે છે. એની કામચલાઉ વિશેષતા દ્વારા ને એની કાયમી વિશેષતા દ્વારા. જેમકે આગંતુક આદમી જુદા જુદા રહીશોને પૂછે છે, રમેશ કોણ છે? અને મહેશ કોણ છે? એક રહીશ કહે છે – પેલા આંબાના ઝાડ નીચે ઊભો છે, એ રમેશ છે, ને લીમડાના ઝાડ નીચે ઊભો છે તે મહેશ છે. બીજો રહીશ કહે છે કે પેલો ગોરો સરખો ને ઊંચો જે છે એ રમેશ છે. ને શ્યામવર્ણવાળો થોડો ઠીંગુજી જે છે તે મહેશ છે. આંબાના ઝાડ નીચે હોવું કે લીમડાના ઝાડ નીચે હોવું એ બધી કામચલાઉ વિશેષતાઓ છે. પરિચય તરીકે અપાતી આવી – હંમેશા ન રહેનારી – બદલાતી રહેતી – વિશેષતાઓ શાસ્ત્રીય પરિભાષામાં ઉપલક્ષણ કહેવાય છે ને એ વખતે જેનો પરિચય અપાઈ રહ્યો હોય તે વસ્તુ (રમેશ-મહેશ વગેરે) ઉપલક્ષ્ય કહેવાય છે. પણ, ગૌરવર્ણ-ઊંચાઈ વગેરે તો રમેશની કાયમી વિશેષતાઓ છે, બદલાઈ જનારી નથી, એમ શ્યામવર્ણ-ઓછી ઊંચાઈ વગેરે મહેશની કાયમી વિશેષતાઓ છે (આ રમેશ-મહેશ તરીકેની અપેક્ષાએ સામાન્યથી વાત જાણવી... આત્માની અપેક્ષાએ નહીં). પરિચય તરીકે અપાતી આવી કાયમી વિશેષતાઓ શાસ્ત્રીય પરિભાષામાં લક્ષણ કહેવાય છે અને એ વખતે જેનો પરિચય અપાઈ રહ્યો હોય તે લક્ષ્ય' કહેવાય છે. લક્ષણ અને ઉપલક્ષણના કેટલાક તફાવત નીચે મુજબ છે : રમેશ આંબાને છોડીને લીમડા નીચે આવી જાય એટલા માત્રથી રમેશને કાંઈ આઘાત અનુભવવાની જરૂર નથી કે મહેશ લીમડાને છોડી આંબા નીચે આવી જાય એટલા માત્રથી એણે હરખાઈ જવાનું હોતું નથી. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૫૫૮ બત્રાશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ પણ, રમેશ, અકસ્માત્ ગોરામાંથી શ્યામ થઈ જાય તો એ જરૂર એના માટે આઘાતજનક બિના બને છે, ને એમ મહેશનો જો કોઈ દિવ્ય આશીર્વાદથી ગૌરવર્ણ થઈ જાય તો એ જરૂર આનંદજનક બિના બની રહે છે. એટલે જણાય છે કે, ઉપલક્ષણમાં ધરખમ ફેરફાર થઈ જાય... તે ત્યાં સુધી કે સાવ વૈપરીત્ય આવી જાય.. તો પણ એ ઉપલક્ષ્યને અસરકર્તા હોતો નથી... પણ લક્ષણમાં થતો ફેરફાર જરૂર લક્ષ્યને અસરકર્તા હોય છે. આંબા નીચે હોવાનું કે ખૂબ કેરીઓથી લચી પડેલા સમૃદ્ધ ઘટાદાર આંબા નીચે હોવાનું રમેશને કોઈ ગૌરવ હોતું નથી, સામે પક્ષે લીમડા નીચે હોવાની કે એકદમ સૂકા ભઠ્ઠ વૃક્ષ નીચે હોવાથી મહેશને કોઈ દીનતા-લઘુતા હોતી નથી. એટલે નિશ્ચિત થાય છે કે ઉપલક્ષણ સારું હોય કે સારામાં પણ વધારે સમૃદ્ધ હોય તો પણ ઉપલક્ષ્યને એનો કોઈ અહંકાર હોતો નથી. ને એમ ઉપલક્ષણ નરસું હોય કે અત્યંત નિકૃષ્ટ હોય તો પણ ઉપલક્ષ્યને લેવાઈ જવાની કોઈ જરૂર હોતી નથી. કોઈ આંબાના ગુણગાન ગાય કે લીમડાની નિંદા કરે તો પણ રમેશ-મહેશ પ્રસન્ન-અપ્રસન્ન થતા નથી. અર્થાત્ ઉપલક્ષણની સ્તુતિનિન્દાથી ઉપલક્ષ્ય નિર્લેપ હોય છે. હા, લક્ષણની સ્તુતિ-નિન્દા જરૂર લક્ષ્યને આનંદ-આઘાત ઉપજાવનારા બને છે. આવા તો ઘણા તફાવતો વિચારી શકાય... હવે આ વાતોને આત્માની દૃષ્ટિએ વિચારીએ. પૂર્વે પ્રણિધાન આશયમાં નેતિ-નેતિની જે વાત કરેલી એમાં મનુષ્યપણું, યૌવન, શ્રીમંતાઈ, રૂપ વગેરે જે જેને નકારવાની વાત હતી તે બધી જ જીવની કામચલાઉ અવસ્થા રૂપ છે. કોઈ જ કાયમી અવસ્થા નથી, કારણ કે બધી જ પરિવર્તનશીલ છે... માટે એના દ્વારા, ‘ફલાણો શ્રીમંત છે’... ‘ફલાણો રૂપાળો છે.' ‘ફલાણો હોંશિયાર છે’... વગેરે જે ઓળખાણ અપાતી હોય છે એમાં આ બધી Page #128 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૧૦, લેખાંક-પ૯ પપ૯ અવસ્થાઓ ઉપલક્ષણભૂત જાણવી, લક્ષણભૂત નહીં. અને તેથી, “ શ્રીમંત છું આવી પ્રતીતિ આજ સુધી ભલે આનંદદાયક હતી કે “હું ગરીબ છું” આવી પ્રતીતિ ભલે આઘાતજનક હતી. કારણ કે શ્રીમંતાઈ વગેરે કામચલાઉ અવસ્થારૂપ હોવાથી ઉપલક્ષણ છે – એવી પ્રતીતિ નહોતી), પણ હવે તો એ ઉપલક્ષણ તરીકે પ્રતીત થઈ ગઈ હોવાથી આનંદ કે આઘાત કશી જ અસર કરી શકે નહીં. શ્રીમંતાઈ ખસીને કદાચ દરિદ્રતા આવી જાય તો જીવે દીનતા અનુભવવાની કોઈ જરૂર નથી કે શ્રીમંતાઈમાંથી વધુ શ્રીમંતાઈ આવે તો જીવે ગૌરવ માનવાની પણ કોઈ જરૂર નથી, કારણ કે આ બધો ઉપલક્ષણમાં ફેરફાર છે. સંસારમાં કર્મવશાત્ જે કાંઈ ફેરફાર થાય છે, એ બધો જ ઉપલક્ષણમાં ફેરફાર હોય છે. જ્ઞાન વગેરે ગુણો વધતા જાય એ પણ ક્ષાયોપથમિક ગુણોમાં જ ફેરફાર છે - અર્થાત્ ઉપલક્ષણ જ બદલાયા કરે છે. એટલે કદાચ સારું – વધારે સારું – એનાથી પણ ઘણું વધારે સારું ઉપલક્ષણ મળે (જ્ઞાનાદિ ખૂબ વધે.) તો પણ તેનો અહંકાર શું કરવાનો? દુનિયામાં જે જે બાબતો અહંકારનું કારણ બને છે એ બધી જ ઉપલક્ષણભૂત હોય છે, કોઈ જ લક્ષણભૂત હોતી નથી. (લક્ષણભૂત કેવલજ્ઞાન વગેરે તો બધાને સમાન હોવાથી એનો અહંકાર શું?) એટલે વિચક્ષણ પુરુષને એમાં કશું અહંકાર કરવા જેવું ભાસતું નથી. જ્યાં સુધી ક્ષાયિક ક્ષમા વગેરે ગુણો પ્રાપ્ત થયા નથી, ત્યાં સુધીના ક્ષાયોપથમિક બધા જ ક્ષમાદિ ગુણો ગમે એટલા વધે તો પણ પરિવર્તનશીલ હોવાથી (વર્ધમાન કે હીયમાન હોવાથી) ઉપલક્ષણભૂત જ છે, ને તેથી ડાહ્યો માણસ એનો અહંકાર કરે નહીં. એ જ રીતે દુનિયામાં જયારે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વ્યક્તિની જે નિન્દા પ્રશંસા કરે છે તે બધી ઉપલક્ષણને અંગે જ હોય છે. લક્ષણને આગળ કરીને નિંદા – પ્રશંસા કરવાનો સામાન્યથી પ્રસંગ હોતો નથી. એટલે તત્ત્વવિદ્ વ્યક્તિને નિન્દા કે પ્રશંસા કશી અસર Page #129 -------------------------------------------------------------------------- ________________ પ૬૦ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ કરતી નથી, એ નિન્દા કે સ્તુતિ બધાને સમ ગણી શકે છે, ને એનાથી નિર્લેપ રહી શકે છે. આ અને આવી અન્ય વિચારધારાઓ દ્વારા અહંકાર પર જો વિજય મેળવાય તો કૃપા વગેરે સહજ શક્ય બની જાય છે. હીનગુણીને જોઈને, અહંકારે કરાવેલી “હું ઊંચો ને તું નીચો...” આવી લાગણી હિનગુણીનો તિરસ્કાર કરાવે છે, કરુણાને વિદાય કરે છે. સમાનગુણવાળો જીવ આગળ ન વધી જાય ને ઉપરથી પાછળ પડી જાય.. એવું અહંકાર ઇચ્છે છે. કારણ કે તો જ પોતાનું (અહંકારનું) પોષણ થઈ શકે. ને એટલે અહંકાર ઉપકારનો પ્રતિબન્ધ કરે છે. અધિકગુણીના વિનય વગેરેનો તો અહંકાર સાક્ષાત્ પ્રતિપક્ષભૂત છે જ. આમ અહંકાર કૃપા વગેરે ત્રણેનો પ્રતિબન્ધક છે ને તેથી પ્રગતિનો પ્રતિબન્ધક છે. અહંકાર પર વિજય મેળવવાથી કૃપા વગેરે પ્રગટે છે ને તેથી સિદ્ધિ થાય છે. બાહ્ય બધાં લક્ષણો હોવા છતાં જો ઉદેશ હીનતા-વિધિહીનતા વગેરે હોય તો સિદ્ધિ તાત્ત્વિક નથી હોતી. પણ આભાસિકી હોય છે, જે સ્વકાર્યકરણમાં અસમર્થ હોય છે. આવારકકર્મનો ક્ષયોપશમ થયો હોય તો ધર્મ પરિણામકૃત હોય છે. છતાં જો એ અભ્યાસ દ્વારા શુદ્ધ ન હોય તો ક્ષયોપશમ દઢ થયો ન હોવાના કારણે, પરિસ્થિતિમાં થોડો પણ ફેરફાર એને આવરી શકે છે. માટે એ તાત્ત્વિક નથી. જ્યારે અભ્યાસશુદ્ધ ધર્મ, અભ્યાસશુદ્ધિથી થયેલી ક્ષયોપશમની દઢતાના કારણે વિષમ સ્થિતિમાં પણ આવરાતો ન હોવાથી તાત્ત્વિક હોય છે. આમાં અભ્યાસથી શુદ્ધિ ઉત્પન્ન થાય છે. એ શુદ્ધિ દ્વારા પછીનો અભ્યાસ પણ શુદ્ધ થાય છે. આ શુદ્ધ અભ્યાસથી વળી વધારે શુદ્ધિ થાય છે. આમ ઉત્તરોત્તર જાણવું. Page #130 -------------------------------------------------------------------------- ________________ ૫૬૧ બત્રીશી-૧૦, લેખાંક-પ૯ હવે પાંચમો વિનિયોગ આશય - (૫) વિનિયોગ : સ્વપ્રાપ્તચીજનું અન્ય પાત્ર વ્યક્તિને દાન કરવું એ વિનિયોગ.. આવો સામાન્ય અર્થ પ્રચલિત છે. એને જ અહીં વિશેષરૂપે સમજવાનો છે. સામાન્યજોડાણ એ યોગ છે.... અત્યન્ત જોડાણ એ નિયોગ છે. વિશિષ્ટ પ્રકારનું અત્યન્ત જોડાણ એ વિનિયોગ છે... એવા માહાસ્યવાળી વ્યક્તિના સાનિધ્યમાં આવવાથી કે એવા વિશિષ્ટ પ્રકારના ક્ષેત્ર-કાળના વાતાવરણમાં આવવાથી હિંસક-કૃપણ વગેરે જીવો પણ તત્કાળ પૂરતા અહિંસક-ઉદાર વગેરે બને તો આ તેઓમાં અહિંસા-દાન વગેરેનો યોગ થયો કહેવાય. સમવસરણમાં શ્રી તીર્થકરના સાન્નિધ્યમાં આવનારા સાપનોળિયો વગેરે જાતિવૈર ધરાવનારા તિર્યંચો પોતાનું વેર ભૂલી એકબીજાની સાથે બેસે છે એ તેઓમાં અહિંસા-ક્ષમાનો યોગ છે. (પણ, આ માત્ર ધર્મનું માહાત્મ – પ્રભાવ છે, વિનિયોગ નથી એ જાણવું.) સિંહગુફાવાસી મુનિને ચાર મહિના સુધી ગુફામાંથી ભૂખ્યા નીકળતા સિંહે પણ કશું કર્યું નહીં એ, તે મહાત્માની અહિંસાનો સિંહે ઝીલેલો પડઘો હતો. આ યોગ છે. એમ, પર્યુષણ મહાપર્વને પામીને, ક્યારેય તપસ્યા ન કરનારા તપમાં જોડાઈ જાય કે શ્રી સિદ્ધગિરિ જેવા તીર્થને પામીને પ્રભુભક્તિમાં જોડાઈ જાય. આ બધું યોગ છે. વૈરાગ્યસભર પ્રવચન સાંભળીને પ્રવચનપૂરતા વૈરાગ્યમાં ઝીલવા માંડે... પણ જેવા બહાર નીકળ્યા કે હતા ત્યાંના ત્યાં... તો એ પણ યોગ છે. આ વીજચુંબક જેવું છે. જ્યાં સુધી કરંટ હોય ત્યાં સુધી ચુંબકત્વ હોય. જેવો વીજપ્રવાહ કટ થઈ જાય, કે તરત ચુંબકત્વ ગાયબ. પ્રસ્તુતમાં પણ જેવું વાતાવરણ ખસ્યું કે તરત ગુણ ખસ્યો. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ૨ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ અહિંસા-તપ વગેરે તે તે ધર્મમાં થયેલું જોડાણ પ્રભાવક વ્યક્તિ કે વાતાવરણ છૂટ્યા પછી પણ જો આગળ ચાલે એવી રીતે થયું હોય તો એ નિયોગ છે. તપસ્વીની સાથે મહિનો - બે મહિનાના સહવાસ દરમ્યાન, અતપસ્વી વ્યક્તિ પણ તપ કરવા માંડે, તપમાં થયેલું એનું આ જોડાણ, સહવાસ છૂટ્યા પછી પણ, જો ચાલુ રહે (અર્થાત્ પછી પણ તપ ચાલુ રહે) તો એ જોડાણ નિયોગ કહેવાય, ને જો છૂટી જાય, તો માત્ર યોગ કહેવાય. પર્યુષણા મહાપર્વમાં કે સામુદાયિક તપમાં જોડાયા પછી, આખા વર્ષ દરમ્યાન શક્ય સામાન્ય તપ પણ જીવનમાં વણાઈ જાય એ રીતે ચાલુ રહે તો નિયોગ. પણ એના બદલે પર્યુષણા – કે સામુદાયિક તપશ્ચર્યા પૂર્વે જેમ ચોવિહાર નહોતા કરતા, એમ તપ પૂરો થયા પછી પાછી એ જ સ્થિતિ આવી જાય... ચૌદસ જેવી તિથિ પણ બધા દિવસો જેવી સરખી જ થઈ જાય.. તો તપમાં યોગ જાણવો, નિયોગ નહીં. અહિંસા - તપ વગેરે બાહ્યધર્મમાં થયેલું આ અત્યન્ત જોડાણ (નિયોગ) જો ભાવ-ધર્મને વિશિષ્ટ ક્ષયોપશમને) ઉત્પન્ન કરનારું બને તો એ જોડાણ વિનિયોગ કહેવાય છે. આને સમજીએ. “ટી.વી.થી આત્માને થતાં અપરંપાર નુકશાનોનું અસરકારક વર્ણન સાંભળીને એ વખતે તો ટી.વી. ત્યાજ્ય ભાસી જાય.. (પણ પછી ટી.વી. છોડવાની વાત નહીં.) તો એ “યોગ'. બે ચાર મહિના માટે પણ ટી.વી. ત્યાગનો નિયમ લે તો નિયોગ.. (પણ જેવો નિયમ પૂરો થાય એટલે પુનઃ પૂર્વવત્ ટી.વી. જોવાનું ચાલુ... કદાચ કોઈને ચા છોડવાની વાત આવે તો માથું ચડે - સુસ્તી આવે. કશું કામ ન સૂઝે.. પેટ સાફ ન આવે. આમાંનું કંઈક ને કંઈક થવાની જે શક્યતા હોય છે એમાંથી ટી.વી. છોડવામાં એક હોતી નથી. અને છતાં, ૪ મહિના ટી.વી. ત્યાગ કર્યા પછી ફરીથી પૂર્વવત્ એ જ રીતે જોવા માંડે. ન એના રસઆસક્તિમાં ઘટાડો.. કે ન પુનઃ ટી.વી. જોવાનું ચાલુ કરી દીધું એનો પશ્ચાત્તાપ.... તો ૪ મહિના જે ત્યાગધર્મ હતો તે નિએગ” કક્ષાનો જાણવો, Page #132 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૧૦, લેખાંક-૫૯ પ૬૩ વિનિયોગ કક્ષાનો નહીં, કારણકે એણે વિશિષ્ટ ક્ષયોપશમ પેદા કર્યો નથી.) પણ, જો ચાર મહિનાનો નિયમ પૂર્ણ થાય ને એનાથી હવે ટી.વી. જોવાનું આકર્ષણ જ ન રહે... હંમેશ માટે ટી. વી.ને છોડી દે. તો ત્યાગનો નિયમ વિનિયોગ કક્ષાનો જાણી શકાય. ટી.વી, રાત્રીભોજન... વગેરે પાપો ત્યાજ્ય છે એવું સમજાવવા માટે અપાતી દલીલો મગજમાં બેસે છે. ગમે છે. હિતકર લાગે છે... ને તેથી બે-ચાર મહિના માટે ત્યાગનો નિયમ પણ લેવાય છે. છતાં, જેવો નિયમ પૂર્ણ થાય કે તરત પૂર્વવત્ એ જ તીવ્રરસથી ટી. વી. જોવાનું ચાલુ થઈ જાય છે.. ને જ્યાં સુધી નિયમ હોય છે ત્યાં સુધી પણ અંદર તો ટી. વી. જોવાનું આકર્ષણ રમ્યા જ કરતું હોય છે. ને એના કારણે ક્યારેક બીજાઓને ટી.વી. જોઈને આનંદિત થતાં જોઈ પોતાને ટી.વી. ન જોઈ શકવાનો અફસોસ અનુભવાય છે. બાધા લેવામાં ઉતાવળ થઈ ગઈ... ક્યાં બાધા લઈ લીધી ? ન લીધી હોત તો સારું થાત. વગેરે રૂપે પશ્ચાત્તાપ થાય છે... આવી ઘણાની ફરિયાદ હોય છે. આવું કેમ થાય છે ? એ વિચારીએ... નાનું બાળક વિષ્ઠામાં હાથ નાખે છે. મા, માત્ર એનો હાથ વિષ્ઠામાંથી ખસેડી લે છે એવું નથી હોતું... પણ સાથે છી...છી...છી... પણ બાળકને સમજાવે છે. જો આ છી...છી... ન સમજાવે, ને માત્ર હાથ ખસેડ્યા કરે.. તો બાળક પુનઃ પુનઃ હાથ નાખ્યા કરશે. કારણ કે એ જાણતું નથી કે “આ ગંદુ છે – આમાં હાથ ન નંખાય'. એટલે હાથ ખેંચી લેવા માટે મા હાજર નહીં હોય ત્યારે બાળકનો હાથ વિષ્ઠામાં જવાનો જ, તેથી છી...છી.. સમજાવવું જરૂરી છે. વળી મા એકલું છીછી કરે, પણ હાથ ન ખસેડે, તો એ પણ પૂરતું નથી, કારણકે તત્કાળ હાથ ખરડાવાનું... એ હાથ મોંમાં જવાનું. એનાથી કદાચ આરોગ્યને નુકશાન થવાનું... ને તેથી છી...છી.. એ માત્ર પોપટપાઠરૂપ બની જવાનું નુકશાન ઊભું રહે છે. એટલે આ નુકશાનને વારવા માટે હાથ ખેંચી લેવાનું ને Page #133 -------------------------------------------------------------------------- ________________ ૫૬૪ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ ભવિષ્યમાં મા હાજર ન હોય ત્યારે પણ બાળક વિષ્ઠામાં હાથ ન નાખે એ માટે છી...છી... સમજાવવાનું... આ બન્ને આવશ્યક છે. ત્યાગનો કોઈ પણ નિયમ જે... ચાર-છ મહિના માટે કે યાવજ્જીવ માટે પણ લેવાય છે એ વિષ્ઠામાંથી હાથ ખસેડી લેવા રૂપ છે... આ વ્યવહાર છે. પણ, આ નિયમનું માત્ર પાલન પર્યાપ્ત નથી હોતું... કારણ કે એ તો ખાલી હાથ ખેંચેલો રાખવા રૂપ છે. એકલું એ, ત્યાજ્ય વસ્તુનું અનાદિકાળથી જીવને જે આકર્ષણ બેસેલું છે એને મોળું પાડવા સમર્થ નથી હોતું. એટલે, એની સાથે, જીવને વારંવાર આ ત્યાજ્ય છે... મારા આત્માને ઘોર નુકશાન ક૨ના૨ છે... દુર્ગતિઓમાં રખડાવનાર છે' વગેરે સમજણ આપવી જોઈએ... એ પાપના કે દોષના કારણે દુઃખી થયેલા જીવોના ભૂતકાલીન કે વર્તમાનકાલીન દૃષ્ટાંતો નજર સામે લાવ્યા કરવા જોઈએ... જીવને આવા વિચારોથી ભાવિત કરવો જોઈએ. આ બધું છી...છી... સમજાવવા બરાબર છે. વારંવાર એ કરવાથી ત્યાજ્યતાનો બોધ જાણકારીના સ્તર પરથી સંવેદનાના સ્તર પર જાય છે. ચિત્તના ભિતરી સ્તરોમાં પણ આકર્ષણ છૂટીને ત્યાજ્યતા પ્રતીત થાય છે. આ પરિણતિ છે, આ નિશ્ચય છે.... આત્મહિત માટે આ નિશ્ચય... ને વ્યવહાર બંને આવશ્યક છે. હાથ ખેંચી લેવા રૂપ વ્યવહાર તત્કાળ વિષ્ઠાથી ખરડાવાનું ટાળે છે. ને છી... છી... આ સમજણ વિષ્ઠાની સૂગ ઊભી કરે છે. ત્યાગના નિયમરૂપ વ્યવહાર દુર્ગતિપાતને ટાળે છે. ને આ વિષયો ભારે નુકશાનકર્તા છે’ વગેરે ભાવના વિષયોની સૂગ રૂપ નિશ્ચય ઊભો કરે છે, જે વિષયોનું આકર્ષણ જ મિટાવી દે છે. ટી.વી.નો ત્યાગ ન કરે (વ્યવહા૨ ન આદરે) ને ટી.વી. ત્યાજ્ય છે, ટી.વી. ત્યાજ્ય છે... એવી કોરી નિશ્ચયની વાતો કર્યા કરે એ દુર્ગતિમાં પટકાવાનો છે... જ્યારે, કદાચ ‘ટી.વી. ત્યાજ્ય છે’ એવી પરિણતિ (નિશ્ચય) ન કેળવે, તો પણ ટી.વી.નો Page #134 -------------------------------------------------------------------------- ________________ ૫૬૫ બત્રીશી-૧૦, લેખાંક-૫૯ ત્યાગ કરે (વ્યવહાર આદરે) તો એ તનિમિત્તક દુર્ગતિથી તો અવશ્ય બચવાનો છે. સીધી વાત છે... શરાબ ન પીવો એ વ્યવહાર અને “શરાબ પીવાય જ નહીં... શરાબથી આરોગ્યની પાયમાલી થાય” આવી પરિણતિ ‘ત્યાજ્યતાની બુદ્ધિ' એ આરોગ્યની દૃષ્ટિએ શરાબત્યાગ અંગેનો નિશ્ચય. આવો નિશ્ચય ન પણ પ્રગટ થયો હોય તો પણ શરાબ છોડવાનો વ્યવહાર પાળનારો આરોગ્યની પાયમાલીના નુકશાનથી બચવાનો છે. જ્યારે “શરાબ ત્યાજ્ય છે” “શરાબ ત્યાજ્ય છે' એમ બોલ્યા કરે... (કોરો નિશ્ચય રટ્યા કરે) પણ શરાબ છોડે નહીં (વ્યવહાર પાળે નહીં), એ આરોગ્યની પાયમાલી નોતરવાનો જ છે. ત્યાગથી (વ્યવહારથી) પરિણતિની - વૈરાગ્યની (નિશ્ચયની) ભૂમિકા આવે છે, ને નિશ્ચયની ભૂમિકાથી વ્યવહારમાં (ત્યાગમાં) આનંદ આવે છે. શરાબીને નશો કરતો જોઈને આપણને શું થાય છે? એ વિચારવું જોઈએ. નથી આપણને નશો કરવાનું મન થતું કે નથી આપણે નશો જે નથી કરતા એનો અફ્સોસ થતો. ઉપરથી આપણે નશો નથી કરતાં એનું ગૌરવ - આનંદ અનુભવાય છે ને નશો કરનારની દયા આવે છે. આવું જ માંસભક્ષણ વગેરે અંગે છે. પણ, ચાર-છ મહિના માટે ટી.વી.નો ત્યાગ કરનારને, બીજાઓને ટી.વી. પર મેચ વગેરે નિહાળી આનંદિત થતાં જોઈ શું થાય છે ? ટી.વી. જોવાનું પોતાને પણ મન થઈ જાય છે ? પોતે નિયમના કારણે ન જોઈ શક્તા હોવાનો અફસોસ થાય છે ? પેલો ફાવી ગયો. ને પોતે ફસાઈ ગયો. એમ ઉપરથી જાતની દયા આવે છે? આવો ફેર કેમ પડે છે ? કારણ સ્પષ્ટ છે : શરાબત્યાગના વ્યવહાર સાથે શરાબ ભારે પાયમાલી કરનાર છે” એવો નિશ્ચય ભાવિત કરેલો છે. પણ ટી. વી. Page #135 -------------------------------------------------------------------------- ________________ પ૬૬ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ ત્યાગની સાથે ટી.વી. ભારે ખાનાખરાબી સર્જનાર છે એ ભાવિત કરાતું જતું નથી... (જાત ને ટી.વી. અંગે છી.. છી. સમજાવાતું નથી) એટલે નિશ્ચિત થાય છે કે પરિણતિરૂપ નિશ્ચય ત્યાગ વગેરરૂપ વ્યવહારમાં આનંદ લાવનાર છે. (આ આનંદ જ, નિયમોનો કાળ પૂર્ણ થયા બાદ નિયમને આગળ વધારશે. ક્યારેક પરિસ્થિતિવશાત્ ત્યાગ આગળ ન વધી શકે ને પ્રવૃત્તિ ચાલુ થાય તો પણ, એમાં આસક્તિ તો નહીં જ થવા દે.) શરાબત્યાગની પરિણતિ હોવાથી શરાબત્યાગમાં આનંદ અનુભવાય છે. ને એ આનંદ અનુભવાય છે માટે શરાબયાગ ગમે એટલો દીર્ધકાળ ચાલે તો પણ ક્યારેય એમાં થાક લાગતો નથી. યદુવંશના રાજકુમારોને પરિણતિ ઘડાઈ ન હોવાથી થાક હતો, એટલે અવસર મળતાં જ શરાબ પર તૂટી પડ્યા. છ મહિના મિઠાઈનો ત્યાગ કર્યા બાદ, નિયમ પૂરો થતાં જ એના પર તૂટી પડવાનું હોય. હાશ ! નિયમ છૂટ્યો.... એવો હાશકારો થાય તો સમજવાનું કે નિયમનો થાક હતો.. નિશ્ચય કેળવાયો નથી. આયંબિલની લાંબી ઓળી પૂર્ણ થયા બાદ... પારણું કરવું પડે... આવશ્યક્તા હોય તો મિઠાઈ આરોગવી પણ પડે. છતાં, ઓળી પહેલાં જે ષડ્રસ ભોજનનું આકર્ષણ હતું, તે હવે ઘટ્યું તો હોય જ. જો એ ઘટયું ન હોય. ને પૂર્વવત્ આકર્ષણ રહ્યા કરતું હોય તો નિશ્ચય ઘડાયો નથી એમ સમજવું પડે. આયંબિલની ઓળી ચાલતી જાય ને સાથે મનને વારંવાર પરસનાં ભોજન રસનેન્દ્રિયની પરવશતા દ્વારા કેવા નુકશાનકારક બની શકે છે એ સમજાવાયા કરાતું જાય.. તો નિશ્ચય ઘડાય. સંયમજીવનમાં મહાવ્રતોનું સુંદર પાલન કરવામાં આવે. પણ વિષય-કષાય અને હિંસાદિ આશ્રવમય સંસારની દુષ્ટતા વારંવાર ભાવિત કરાતી ન જાય, તો દેવલોકમાં વૈરાગ્ય અને સમ્યકત્વ જાળવવા કઠિન બની જાય, ભાવિત કરાયા વિના (નિશ્ચય કેળવ્યા વિના) વ્રતો-નિયમોનું ગમે એટલું દીર્ઘપાલન પણ (એકલો વ્યવહાર) આત્માને એટલું હિતકર નીવડતું નથી એ દરેક હિતેચ્છુએ સમજી રાખવા જેવું છે. Page #136 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૧૦, લેખાંક-૫૯ ૫૬૭ આની સામે ટી. વી. ત્યાગ (વ્યવહા૨) સુશક્ય હોવા છતાં એ ત્યાગ કરે નહીં, ને ‘ટી.વી. ત્યાજ્ય છે' એવું રટણ કર્યા કરે... એને રટણ માત્ર પોપટપાઠ રૂપ બની રહેવાથી ટી.વી.ની વાસ્તવિક સૂગ (પરિણતિનિશ્ચય) ઊભી થવાની જ નથી... માટે જણાય છે કે ત્યાગ (વ્યવહાર) પરિણતિની (નિશ્ચયની) ભૂમિકા લાવનારો છે. ને તેથી એ પણ અત્યન્ત આવશ્યક છે. આમ નિશ્ચય અને વ્યવહાર બન્ને એકબીજાના પૂરક છે એ સ્પષ્ટ છે. ટૂંકમાં, વ્રત-નિયમ વગેરે સ્વરૂપ વ્યવહારથી પ્રારંભ કરવાનો ને એના દ્વારા સંપૂર્ણ પરિણતિ-નિશ્ચય ઘડાય ત્યાં સુધી પહોંચી જવું જોઈએ. પાણીને પાળ બાંધીને પણ ક્યાં સુધી પકડી રાખશો ? જરાક છિદ્ર મળશે તો અધોગમન ચાલુ... વરાળ બનાવીને એને ઊડાવી જ દો... પછી અધોગમનની શક્યતા જ ન રહે. વિષય-કષાયમાં જતાં મનને નિયમ દ્વારા બાંધી બાંધીને કેટલું બાંધી રાખી શકાય ? એના કરતાં મનમાં જે અનાદિકાળથી વિષય-કષાયની પરિણતિ બેસેલી છે એને જ વિપરીત ભાવનાઓ દ્વારા સાફ કરી નાખો. પછી કોઈ ચિન્તા જ નહીં... પણ હા, જ્યાં સુધી પાણી વરાળ બનીને ઊડી ન જાય ત્યાં સુધી એનું અધોગમન ન થઈ જાય એ માટે એને પાળથી બાંધી રાખવું તો પડે જ. એમ જ્યાં સુધી વિષય – કષાયની પરિણતિઓ ઘસાઈ ન જાય, નાશ ન પામી જાય ત્યાં સુધી વ્રત-નિયમોની પાળથી મનને બાંધી રાખવું તો પડે જ. ને નિશ્ચય સુધી પહોંચો... આ એટલે વ્યવહારથી પ્રારંભ કરો સાધનામાર્ગ છે. ટી.વી. ત્યાગ વગેરેનો બે-ચાર મહિના માટે નિયમ લીધો એટલે વ્યવહારનો પ્રારંભ થાય છે. પણ પછી ટી.વી. અંગે છી... છી... કરવા રૂપ નિશ્ચયને ઘૂંટવામાં જો ન આવે તો આ ત્યાગધર્મ નિયોગ કક્ષા સુધી પહોંચી શકે છે, વિનિયોગરૂપ બની શકતો નથી. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૫૬૮ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ પણ જો, નિયમ અને ભાવના દ્વારા એવો ક્ષયોપશમ ઊભો થાય કે જેથી ટી.વી.નું આકર્ષણ છૂટી જાય તો વિનિયોગ થયો છે એમ જાણવું. વિનિયોગ અંગેની ઘણી વિચારણાઓ જોઈ લીધી. બાકીની થોડી વિચારણા આગામી લેખમાં જોઈશું. ઓગણસાઈઠમાં લેખમાં લેખાંક વિનિયોગઆશયના નિરૂપણ દરમ્યાન યોગ, નિયોગ અને વિનિયોગ એ ત્રણ ત, ૬૦. શબ્દો વિચારેલા. ને એમાં નિયમ અને ભાવના દ્વારા એવો ક્ષયોપશમ ઊભો થાય કે જેથી ટી.વી.નું આકર્ષણ છૂટી જાય તો ટી.વી. ત્યાગરૂપ ધર્મનો વિનિયોગ થયો કહેવાય એમ નિશ્ચિત થયેલું. જે જીવમાં આવો વિનિયોગ થાય છે એ વિનિયોજ્ય જીવ છે. વિનિયોગઆશય ધરાવનાર જે સાધક મહાત્મા આવો વિનિયોગ કરે છે તે વિનિયોજક છે. વિનિયોજક મહાત્માનો ઉપદેશદાનાદિરૂપ બાહ્ય વ્યાપાર નવાજીવનું (વિનિયોજ્યનું) બાહ્ય ધર્મમાં વિશિષ્ટ જોડાણ કરે છે. અને એ વિનિયોજક મહાત્માએ સાધેલો વિનિયોગઆશય (કે જે વિનિયોજ્યજીવમાં થનાર આ વિશિષ્ટજોડાણને ભાવોત્પત્તિનું અવધ્યકારણરૂપ બનાવે છે તે) અને વિનિયોજ્યજીવની યોગ્યતા, આ બેના સુમેળથી એ જોડાણ વિશિષ્ટક્ષયોપશમને પેદા કરી આપનારું બને છે. માટે એ જોડાણ વિનિયોગ કહેવાય છે. સિદ્ધિઆશય પામી ગયેલા મહાત્માની, વિનિયોજ્યમાં વિનિયોગ કરાવનારી આવી ચિત્તવૃત્તિ (એક અત્યંત વિશિષ્ટકક્ષાનો ક્ષયોપશમ) એ વિનિયોગઆશય છે. સિદ્ધિ આશયમાં રહેલા કૃપા, ઉપકાર અને વિનય Page #138 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૧૦, લેખાંક-૬૦ ૫૬૯ ‘વિનિયોગ’ કરાવે છે. અને આ વિનિયોગ વધારે પ્રબળ ક્ષયોપશમને પ્રગટ કરે છે જે જન્માન્તરમાં પણ ચાલે છે. અર્થાત્ ક્ષયોપશમ સાનુબંધ બને છે. બાહ્યઆચાર એ દ્રવ્યધર્મ છે. આંતરિક ક્ષયોપશમ એ ભાવધર્મ છે. વિનિયોજક આત્મામાં મુખ્યતયા આ બન્ને ધર્મ વિદ્યમાન હોય છે. એના પ્રભાવે એ વિનિયોજ્યને દ્રવ્યધર્મમાં જોડે (કે જે દ્રવ્યધર્મ ભવિષ્યમાં વિનિયોજ્યમાં પણ ભાવધર્મ પેદા કરે છે) એને વિનિયોગ કહે છે. વિનિયોજ્યમાં આ વિનિયોગ થવાના પ્રભાવે વિનિયોજકને ક્ષયોપશમ વધે છે, સત્ત્વ વધે છે અને ઉત્તરોત્તર પ્રબળ સામગ્રી મેળવી આપનાર પુણ્ય વધે છે. તથા અંતરાય કરનારા કર્મોનો હ્રાસ થાય છે. આ બધા પ્રકૃષ્ટધર્મસ્થાનની પ્રાપ્તિનાં આભ્યન્તર કારણો છે, (અહિંસા વગેરે વિવક્ષિત ધર્મસ્થાન સંપૂર્ણતયા = સોએ સો ટકા આત્મસાત્ થઈ જવું એ પ્રકૃષ્ટ ધર્મસ્થાનની પ્રાપ્તિ છે.) જે ભવમાં સાધનાનો પ્રારંભ થાય એ જ ભવમાં પ્રકૃષ્ટ ધર્મસ્થાનની પ્રાપ્તિ થઈ જાય એવું સામાન્યથી બનતું નથી. અનેકભવોની વર્ધમાનસાધના બાદ તે પ્રાપ્ત થાય છે. શૈલેશીઅવસ્થા એ બધા જ ધર્મની પ્રકૃષ્ટપ્રાપ્તિ છે. સાધનાના પ્રભાવે જીવ ઘણુંખરું દેવલોકમાં જાય છે જ્યાં સંયમાદિધર્મનો અભાવ હોય છે. આ રીતે બાહ્યધર્મનો અભાવ થવા છતાં, આ વિનિયોગથી થયેલા સાનુબંધક્ષયોપશમના કારણે, સુવર્ણઘટન્યાયે ફળનો સર્વથા અભાવ થઈ જતો નથી. માટીનો ઘડો ફૂટી જાય પછી માત્ર ઠીકરાં બચે છે જેનું કશું ઉપજતું નથી. જ્યારે સુવર્ણનો ઘડો ભાંગી જાય તો માત્ર મજુરીની કિંમત જાય, સોનાની તો બધી જ કિંમત પૂરેપૂરી ઉપજે છે. એટલે નુકશાન અલ્પ જ હોય છે. આ સુવર્ણઘટ ન્યાય છે. વિનિયોગના કારણે થયેલો ક્ષયોપશમ એ સંસ્કારરૂપ છે. વળી, Page #139 -------------------------------------------------------------------------- ________________ ૫૭૦ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ વિનિયોગના કારણે બંધાયેલું વિશિષ્ટપુષ્ય આ સંસ્કારને જાગ્રત કરી પુનઃ સાધનામાં જોડી દે એવા ઉબોધકની સહજ પ્રાપ્તિ કરાવે છે. તેમજ એ જ પુણ્ય, વિશિષ્ટ સાધનાના કારણભૂત પ્રથમસંઘયણ વગેરે સામગ્રી પણ મેળવી આપે છે. આ ઉદ્બોધક, પ્રથમસંઘયણ, સદ્ગુરુ વગેરેનો યોગ... આ બધું પ્રકૃષ્ટ ધર્મસ્થાનની પ્રાપ્તિનું બાહ્યકારણ છે. એના કારણે સાધક વધારે પ્રબળ રીતે બાહ્યસાધનામાં જોડાય છે જે વધારે પ્રબળ ક્ષયોપશમને તથા પુણ્યને પેદા કરે છે. આવું ઉત્તરોત્તર આગળ વધતાં છેવટે પ્રકૃષ્ટ ધર્મસ્થાન પ્રાપ્ત થાય છે. આમ વિનિયોગ આ આભ્યન્તર અને બાહ્ય બને કારણો દ્વારા પ્રકૃષ્ટધર્મસ્થાનની પ્રાપ્તિનું અવસ્થકારણ બને છે. શંકા - જેમ વિનિયોજક જીવ માટે આ રીતે વિનિયોગની અવસ્થતા છે એમ વિનિયોજ્ય જીવ માટે પણ એ કહી શકાય છે ને ? આશય એ છે કે જંગલમાં સિદ્ધયોગી પુરુષની આસપાસ રહેલા વાઘસિંહ-સાપ-નોળિયા વગેરે ક્રૂર કે પરસ્પર વૈરી પ્રાણીઓનો હિંસકભાવ કે વૈરભાવ દૂર થઈ જાય છે. અહિંસાસિદ્ધિના આ કાર્યને જ વિનિયોગ કેમ ન કહેવાય ? કારણ કે તે હિંસક પશુઓ સિદ્ધયોગી પુરુષથી દૂર ગયા પછી કદાચ કષાયાદિના ઉદયે ફરીથી હિંસા કરે તો વિનિયોજિત અહિંસાધર્મ વ્યવહારથી નાશ પામ્યો હોવા છતાં વાસ્તવમાં નાશ પામેલ હોતો નથી. અહિંસાના સંસ્કાર તે પ્રાણીઓમાં પડેલા હોય છે જે અનેક ભવની પરંપરા પછી પણ અભિવ્યંજક મળતાં ઝડપથી જાગ્રત થાય છે, જીવ અહિંસાદિ ધર્મમાં આગળ વધે છે, એટલે વિનિયોગ સુવર્ણઘટન્યાયે નિષ્ફળ પણ નથી. સમાધાન - તમારી શંકા બરાબર નથી, કારણ કે વાઘ વગેરેનું આવું જોડાણ તો માત્ર યોગ રૂપ છે. એ સિદ્ધયોગી પુરુષના પુણયોદયથી થયેલ માત્ર બાહ્ય મહિમા છે. સિદ્ધયોગીથી દૂર થવા પર ફરીથી હિંસા આચરનાર પશુને વસ્તુતઃ ક્ષયોપશમ (સંસ્કાર) પેદા થયો જે નથી, ને Page #140 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૧૦, લેખાંક-૬૦ ૫૭૧ તેથી ભાવધર્મ પ્રાપ્ત થયો જ નથી. જે જોડાણ એ જ ભવમાં પણ, યોગીથી દૂર થવા માત્રથી અહિંસાધર્મને પેદા કરી શકતું નથી એ અનેકભવપછી ભવાંતરમાં એ ધર્મને લાવી આપે એવું માનવામાં શું સુજ્ઞતા છે? વળી આવા જોડાણ માત્રથી જ જો પ્રકૃષ્ટધર્મસ્થાન સુધીની અવસ્થતા આવી જતી હોય તો તો પ્રણિધાનાદિઆશય બિનજરૂરી જ ન બની જાય ? તથા સુવર્ણઘટમાં નેવું ટકા મૂલ્ય તો સોનાનું જ હોય છે, મજુરી તો વધી વધીને પણ દસ ટકા. એટલે જ સુવર્ણઘટ ભાંગ્યા પછી પણ એના માલિકને કાંઈ ભીખ માગવાના દિવસો ન આવે... એમ પ્રસ્તુતમાં બાહ્યસંયમાદિસાધના ન હોવા છતાં આંતરિક તો પ્રબળ ક્ષયોપશમ - સંસ્કાર વિદ્યમાન હોય એ પરિસ્થિતિને જણાવવા માટે સુવર્ણઘટ ન્યાય છે. ઓછામાં ઓછો નેવું ટકા આરાધકભાવ તો એવો જ ઊભો હોય.. માત્ર બાહ્યઆરાધના ન હોય.. ને એટલે જ એ જીવોને દુર્ગતિભ્રમણરૂપ ભીખ માગવાના દહાડા તો ન જ આવે. શું દૂર થયા પછી ક્રૂરતાપૂર્વક હિંસા આચરનારા વાઘસિંહ વગેરે માટે આ બધું કહી શકાય છે ? વળી, સુવર્ણઘટ ન્યાય જ્યાં લાગુ પાડવામાં આવે છે ત્યાં અન્યત્ર ગ્રન્થમાં, રાત્રી વિશ્રામતુલ્યતા કહેલ છે, પ્રયાણભંગ નહીં. શું આ ક્રપશુઓની હિંસા આ કક્ષાની હોય છે ? તેથી આવું જોડાણ એ માત્ર યોગ છે, નિયોગ કે વિનિયોગ નહીં જ. વિનિયોજ્યજીવની અપેક્ષાએ વિનિયોગની અવધ્યતા કહેવી હોય તો આવી કહી શકાય કે એ, યોગ્યજીવમાં ભાવધર્મ ઉત્પન્ન કરી આપવામાં અવળે ઠરે છે. બાકી પ્રકૃષ્ટધર્મસ્થાન પ્રાપ્તિ સુધીની અવધ્યતા તો ભાવધર્મના જનક દ્રવ્યધર્મમાં જોડાયા પછી એ જીવ પ્રણિધાનાદિને ઉત્તરોત્તર કેવા કેળવે છે એના પર આધાર રાખે છે. વળી, ષોડશક (૩.૧૧)માં જે કહ્યું છે કે “સિદ્ધિનું ઉત્તરકાળભાવી કાર્ય એ વિનિયોગઆશય છે. એ અવંધ્ય હોય છે. એ થયે છત, અખંડ પરંપરા ચાલતી હોવાના કારણે શૈલેશીરૂપ ઉત્કૃષ્ટ ધર્મસ્થાનની પ્રાપ્તિ કરાવી આપવા સુધી એ સુંદર ઠરે છે.” એના પરથી Page #141 -------------------------------------------------------------------------- ________________ પ૭૨ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ એ સ્પષ્ટ છે કે આ અવસ્થતા વગેરેની વાતો વિનિયોજક મહાત્માની અપેક્ષાએ છે, વિનિયોજ્યજીવની અપેક્ષાએ નહીં. જે ચીજનો વિનિયોગ કરવામાં આવે એ ચીજ વધારે પ્રબળ માત્રામાં પોતાને પ્રાપ્ત થાય છે. એટલે સામાં જીવમાં પ્રણિધાનનો વિનિયોગ કરવામાં આવે તો પોતાને પ્રબળ કક્ષાનું ઉત્તર પ્રણિધાન પ્રાપ્ત થાય છે. ધર્મમાં જોડાયેલા જીવને શુદ્ધ આત્મસ્વરૂપનું પ્રણિધાનચિત્તધૈર્ય-અધકૃપાનુગત.. વગેરેની પ્રેરણા કરી એ માટે પ્રયત્નશીલ બનાવવો એ પ્રણિધાનનો વિનિયોગ છે. એમ ઉપાયમાં પ્રવૃત્તિનો ને અપાયથી નિવૃત્તિનો અતિશયિત પ્રયતવાળો એ બને એ માટે એને પ્રેરણા કરવાથી પ્રવૃત્તિનો વિનિયોગ થાય છે. આ વિનિયોગથી પોતાનો પ્રવૃત્તિ આશય વધારે પ્રબળ બને છે. આ રીતે સર્વત્ર જાણવું. આ જ રીતે, તપનો વિનિયોગ કરનાર વિનિયોજક તપધર્મમાં આગળ વધે છે. જ્ઞાનનો વિનિયોગ કરનાર જ્ઞાનમાં આગળ વધે છે વગેરે જાણવું. આનાથી વિપરીત છતી સંયોગ-સામગ્રીએ... જે વિનિયોગ કરતો નથી એ ગુણપ્રાપ્તિમાં પ્રગતિના બદલે પીછેહઠ કરે છે. જેમકે વરદત્તના પૂર્વભવમાં મહાત્માએ જ્ઞાનનો વિનિયોગ બંધ કરી દીધો તો વરદત્તના ભવમાં જ્ઞાનાવરણનો પ્રબળ ઉદય થયો. આ જ કારણ છે કે સાડા નવ પૂર્વથી અધિક જ્ઞાન મેળવનાર મહાત્માને એનો વિનિયોગ અટકી ન જાય એ માટે જિનકલ્પ વગેરેનો નિષેધ છે. એમ હજુ ગચ્છસંચાલન વગેરેનું સામર્થ્ય હોય તો અનશનનો નિષેધ છે. એમ વાચકપ્રવર શ્રી ઉમાસ્વાતિ મહારાજે જે કહ્યું છે કે પોતાના શ્રમને ગણકાર્યા વગર શ્રેયસ્કર વાતોનો હંમેશાં ઉપદેશ આપવો જોઈએ એ પણ વિનિયોગની આવશ્યકતાને જણાવે છે. પ્રણિધાનાદિ આશયોની સંભવિત મર્યાદા - (આત્માને શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ માટે) અહિંસાદિ ગુણ Page #142 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૧૦, લેખાંક-૬૦ ૫૭૩ કેળવવાનો દઢ સંકલ્પ થયો છે, પણ એ માટેના ઉપાયોમાં પ્રવૃત્ત થવાનો કે અપાયોથી નિવૃત્ત થવાનો પ્રયત્ન કરે- ન કરે... અને જ્યારે પ્રયત્ન કરે ત્યારે પણ, તે અતિશયિત જ હોય એવો નિયમ નહીં.. ઢીલો પોંચો - ગરબડીયો પણ હોય.. આવું ચિત્તનું અવસ્થાન હોય તો પ્રણિધાન આશય છે, પણ પ્રવૃત્તિઆશય નથી. વિશેષ વિઘ્ન ઉપસ્થિત ન થયું હોય તો, ઉપાય-અપાયના દરેક અવસરે પ્રવૃત્તિ-નિવૃત્તિનું દિલ બન્યું જ રહે (ને એ મુજબ પ્રયત્ન પણ થાય જ) એવી ચિત્તની અવસ્થા કેળવાઈ જાય એટલે પ્રવૃત્તિઆશયનો પ્રારંભ થયો. પણ હજુ વિપ્ન આવે તો ગાડી પાટા પરથી ઊતરી જાય.. આવી હાલત હોય તેથી વિધ્વજયઆશય નથી. વિન ખડું થવા છતાં પણ વિચલિત થયા વિના પ્રવૃત્તિ-નિવૃત્તિનો અતિશયિત પ્રયત્ન ચાલુ જ રખાવે એવું ચિત્તનું અવસ્થાન કેળવાય ત્યારથી વિધ્વજયઆશયનો પ્રારંભ જાણવો. પણ હજુ “ક્રોધ મારા સ્વભાવમાં જ નથી', વગેરે સંવેદનાત્મક અનુભવ નથી હોતો. “મારા ભગવાને ક્રોધનો નિષેધ કર્યો છે, માટે ક્રોધ કરાય નહીં.” “મારે ક્ષમા કેળવવી છે, માટે ગુસ્સો કરાય નહીં.” વગેરે સંવેદન હોઈ શકે. જ્યારથી, “ક્રોધ એ મારો સ્વભાવ જ નથી એ મારું સ્વરૂપ જ નથી” વગેરે અનુભવ સ્વયં સ્કૂર્યા કરે અને સહજ રીતે યથાસ્થાન કૃપાઉપકાર-વિનય પ્રવર્યા કરે. આવી ચિત્તની અવસ્થાનો પ્રારંભ એ સિદ્ધિ આશયનો પ્રારંભ છે. જો કે પ્રણિધાનઆશયમાં પણ ‘ક્રોધ એ મારો સ્વભાવ નહીં “હું એ ક્રોધી નથી' વગેરે સંવેદના હોય છે ને અહીં પણ એવી સંવેદના છે, તો બેમાં ફેર શું ? એમાં ઘણો ફેર છે. પ્રણિધાનમાં ક્ષમા સ્વભાવ સાધ્યત્વેન સંવેદાય છે, અર્થાત્ “મારે ક્રોધમુક્ત થવું છે' એ રીતે ક્રોધમુક્તિને સાધવાની સંવેદના છે જ્યારે સિદ્ધિ આશયમાં તે સિદ્ધત્વેન સંવેદાય છે. પોતાના આત્મામાં, ગમે તેવા નિમિત્તે પણ ક્રોધ ઊઠતો નથી, ને ક્ષમા જ વહ્યા કરે છે. આવો સ્વયં અનુભવ સિદ્ધિ Page #143 -------------------------------------------------------------------------- ________________ ૫૭૪ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ આશયમાં છે. આ જ રીતે અધઃકૃપા વગેરે પણ પ્રણિધાનાશયથી જ હોય છે, પણ ત્યાં એ પ્રયત્નપૂર્વકની હોય છે. ‘મારે ક્ષમા કેળવવી છે, તો ક્રોધી પર તિરસ્કાર ન જ કરાય... કરુણા જ કરવાની' આવા પ્રયત્નની આવશ્યકતા જ ન રહે, ને ક્રોધીને જોઈને સહજ કરુણા જ સ્ફુર્યા કરે... આવી અવસ્થા સિદ્ધિ આશય માટે આવશ્યક છે. સિદ્ધિ અવસ્થામાં ક્ષમાદિ ધર્મસ્થાન એવું ઘુંટાય કે જેનો પડઘો સામા યોગ્યજીવોમાં પડે... ને તેઓમાં એનો વિનિયોગ થાય... આવી અવસ્થા એ વિનિયોગ આશય છે. શ્રી યોગવિંશિકાગ્રન્થમાં પણ આ પાંચ આશયોનું નિરૂપણ છે. ત્યાં ઉપસંહારમાં જે જણાવ્યું છે એનો સાર આ છે - રાગ, દ્વેષ, મોહ વગેરે અન્તઃકરણને મલિન કરનારા - સંક્લિષ્ટ કરનારા મળ છે. ચિત્ત (= આત્મા), અનાદિકાળથી રાગાદિમળથી મલિન છે. એના કારણે પાપબંધ ને અશુદ્ધિ રહ્યા કરે છે. આ રાગાદિમળમાં વધઘટ થયા કરે છે. આ રાગાદિમળ ઘટે એનાથી ચિત્ત પુષ્ટિવાળું અને શુદ્ધિવાળું બને છે. આવું પુષ્ટિ અને શુદ્ધિવાળું ચિત્ત એ જ ધર્મ છે. એમાં પુષ્ટિ એટલે પુણ્યોપચય અને શુદ્ધિ એટલે પાપપ્રકૃતિ એવાં ઘાતીકર્મો દૂર થવાથી થતી નિર્મળતા. આ પુષ્ટિ અને શુદ્ધિ પ્રણિધાન વગેરે આશય સ્વરૂપ ભાવના કારણે (તજ્જન્ય ક્ષયોપશમાત્મક સંસ્કારના કારણે) સાનુબન્ધ બને છે, અને તેથી શુદ્ધિનો પ્રકર્ષ સંભવિત બને છે. આશય એ છે કે પ્રથમ સંઘયણ, સદ્ગુરુનો યોગ વગેરેની પ્રાપ્તિ માટે પુણ્યોપચય આવશ્યક છે. એટલે, ક્ષાયિક સમ્યક્ત્વ પામનાર જીવ છેવટે ત્રીજા કે ચોથા ભવે તો મોક્ષ પામી જ જાય એવો સામાન્ય નિયમ હોવા છતાં, શ્રી દુષ્પસહસૂરિ મહારાજને પ્રથમસંઘયણ અપાવનાર પુણ્યનો ઉદય ન થવાથી ત્રીજા ભવે મુક્તિ ન થતાં પાંચમા ભવે થશે. વળી અન્તઃકરણના મળસ્વરૂપ રાગાદિનો હ્રાસ થવાથી શુદ્ધિ વધતી જાય છે. પ્રથમસંઘયણ વગેરે પુણ્યોદય હોવા છતાં રાગ-દ્વેષાદિના તથાવિધ Page #144 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૧૦, લેખાંક-૬૦ ૫૭૫ (=ક્ષયાત્મક) હ્રાસ સ્વરૂપ શુદ્ધિ ન આવવાથી ઉપશામક જીવો વીતરાગતા સુધી પહોંચવા છતાં કેવલજ્ઞાન - મુક્તિ પામતા નથી, પણ લવસત્તમસુર બને છે, માટે શુદ્ધિ પણ આવશ્યક છે. આમ પુષ્ટિ અને શુદ્ધિ બન્ને જરૂરી છે. પુષ્ટિથી - પુણ્ય વધવાથી - વધારે સારા સંયોગ સામગ્રી મળે છે, જેના કારણે જીવ વધારે પુરુષાર્થ દ્વારા વધારે શુદ્ધિ (રાગાદિમળાસ) કેળવી શકે છે. એ વળી વધારે પુણ્યોપચય કરાવે છે જે વધારે ઊંચી સામગ્રી મેળવી આપે છે... ને એના સહયોગથી જીવ ઓર વધારે શુદ્ધિ કેળવે છે. આમ આગળ વધતાં વધતાં શુદ્ધિનો પ્રકર્ષ પ્રાપ્ત થાય છે. પણ આ પુષ્ટિ અને શુદ્ધિ ઉત્તરોત્તર વધતા જ જાય... વચ્ચે ઘટવા ન માંડે કે નાશ ન પામી જાય... એ માટે એ સાનુબંધ થવા જોઈએ. પ્રણિધાનાદિ આશયથી (મુખ્યતયા પ્રણિધાનાદિ પાંચ આશયોમાંના વિનિયોગ આશયથી) એ સાનુબન્ધ થાય છે. એમ તો, અભવ્યાદિ પણ નિરતિચાર સંયમપાલન વગેરે દ્વારા પ્રગટ રાગ-દ્વેષનો ખૂબ હ્રાસ કરે છે, અને વિશિષ્ટ પુણ્યોપચય કરે છે, જેના પ્રભાવે ઠેઠ નવમા ત્રૈવેયકમાં જાય છે અને ત્યાં માનસિક પ્રવિચારણાથી પણ મુક્ત રહે છે. પણ પ્રણિધાનાદિ ન હોવાથી આ પ્રગટરાગના હ્રાસરૂપ શુદ્ધિ કે પુષ્ટિ એકેય સાનુબન્ધ ન હોવાના કારણે મુક્તિસુખ સુધી પહોંચાડતા નથી. દંડ કાઢી લીધા પછી પણ સંસ્કારવશાત્ ચક્રભ્રમણ કેટલોક કાળ ચાલુ રહેતું હોવા છતાં એ ક્રમશઃ શિથિલ બનતું જ જાય છે ને છેવટે અટકી જાય છે. અને વિપરીત નિમિત્ત જો મળે તો વહેલું પણ અટકી જાય છે. એમ અભવ્યાદિ જીવે નિરતિચાર સંયમ પાલનાદિ દ્વારા કષાયાદિનો ખૂબ હ્રાસ કર્યો હોવાથી ત્રૈવેયકના ભવમાં તેમજ પછીના બેચાર ભવોમાં પણ કષાયમંદતા વગેરે ચાલી શકે છે. પણ એ ક્રમશઃ ઘટતી જતી હોય છે ને છેવટે નાશ પામે છે. ક્યારેક વિપરીત નિમિત્ત મળે ને એ વખતે કષાયમાં જીવવીર્ય ભળે તો આ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૫૭૬ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ કષાયમંદતા રૈવેયકના પછીના તરતના ભાવમાં પણ નાશ પામી જાય એવું બને છે. એટલે સંપૂર્ણ કષાયનાશસ્વરૂપ શુદ્ધિપ્રકર્ષ તો સંભવિત બને જ શી રીતે ? વળી જેવી કષાયમંદતા નાશ પામે, એટલે કષાયોની તીવ્રતા, અભવ્યાદિના ક્ષુદ્રતાદિ દોષો વગેરે જોર પકડે જ. એટલે સાનુબન્ધ પુષ્ટિ-શુદ્ધિ છેવટે મુક્તિમાં પરિણમવાના કારણે જેમ મુક્તિફલક કહેવાય છે, એમ પ્રણિધાનાદિ ન હોવાના કારણે જેમાં અનુબન્ધ નથી પડ્યો એવી નિરનુબન્ધ પુષ્ટિ-શુદ્ધિ, આ રીતે, છેવટે તીવ્રકષાયાદિ દોષોમાં પરિણમે છે, માટે એ અશુદ્ધિફલક કહેવાય છે. અને એટલે જ આ આશયો વિનાની ક્રિયા લોભક્રિયા-ક્રોધક્રિયાની જેમ પ્રત્યપાય માટે થાય છે – ધર્મ માટે નહીં, કારણ કે અંદરમાં અશુદ્ધિ પડેલી છે, એમ કહેવાય છે. અભવ્યાદિને મૂળમાં તો અશુદ્ધિ જ બેસેલી હોય છે. માત્ર એ કામચલાઉ યોગ-ઉપોયગને સુધારે છે – શુદ્ધ કરે છે. એટલે, એ સુધરેલા યોગ-ઉપયોગ જેવા ખસે કે તરત પાછી અશુદ્ધિ વ્યક્ત થઈ જાય છે. એટલે કે અશુદ્ધિ અંદર પડેલી જ હતી ને એ જ વ્યક્ત થાય છે.... નિરનુબંધ શુદ્ધિ-પુષ્ટિથી એ પેદા થાય છે, એવું નથી. કારણ કે નિરનુબંધતા અશુદ્ધિનું કારણ ન બની શકે. પણ વ્યક્તરૂપે જોવામાં આવે તો પહેલાં પુષ્ટિ-શુદ્ધિ હતી ને પછી અશુદ્ધિ જોવા મળે છે. એટલે પૂર્વાપર ભાવ હોવાથી નિરનુબંધ પુષ્ટિ-શુદ્ધિને અહીં અશુદ્ધિફલક કહી છે એ જાણવું. જયારે પ્રણિધાનાદિ આશય સ્વરૂપ ભાવ હોય તો ગુણસનથી સમરાદિત્ય સુધીના ભાવોમાં જોવા મળે છે તેમ પુષ્ટિ-શુદ્ધિ ઉત્તરોત્તર વધતી જતી હોય છે. અર્થાત્ સાનુબન્ધ હોય છે... ને તેથી એ ધર્મવ્યાપાર શુદ્ધિપ્રકર્ષ દ્વારા જીવને મોક્ષ સાથે જોડી આપનારો બને છે. માટે પ્રણિધાનાદિ આશયોથી યુક્ત ધર્મવ્યાપાર એ યોગ છે એ પ્રમાણે કહેલી વાત સંગત કરે છે, અને જે મોક્ષનો અભિલાષી છે એને Page #146 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૧૦, લેખાંક-૬૦ પ૭૭ ધર્મક્રિયા કરવા સાથે પ્રણિધાનાદિ કેળવવા માટે વિશેષ પ્રયત્નશીલ બનવું જોઈએ એવી સત્રેરણા કરે છે. આમ પાંચ આશયોનો આપણે વિસ્તારથી વિચાર કર્યો. ટૂંકમાં આશય શું છે ? એ સમજવું હોય તો આશય શું છે ? એ સમજતાં પહેલાં ચિત્તવૃત્તિઓ શું છે ? એ વિચારી લઈએ. મનના ભીતરી સ્તરમાં અનાદિકાળથી જે પડ્યું છે તે (ક્લિષ્ટ) ચિત્તવૃત્તિઓ છે. જેમકે હિંસા (=પ્રમાદ), ક્રોધ, વિષયોની પરવશતા... વગેરે. અનુપયોગદશામાં પણ મન-વચન-કાયાને સહજ રીતે પોતાને અનુકૂળ રીતે પ્રવર્તાવવા, ઉપયોગ દશામાં વધારે પ્રબળ રીતે પ્રવર્તાવવા... મન-વચન-કાયાનો એનાથી વિપરીત વ્યાપાર સહજ રીતે તો ન જ થવા દેવો... વિપરીત વ્યાપારની સંભાવના ઊભી થાય ત્યારથી જ ખૂબ સંઘર્ષ કરવો પડે એ રીતે એમાં અટકાયતો ઊભી કરવી...આ બધું (ક્લિષ્ટ) ચિત્તવૃત્તિઓનું કાર્ય છે. વિશેષ ઉપયોગ ન હોય તો પણ પ્રમાદનો ચાન્સ મળે તો પ્રમાદ સેવાઈ જ જાય. ને પ્રમાદનો જ ઉપયોગ હોય ત્યારે તો એ તીવ્રમાત્રામાં સેવાય.. એમાં કશો સંઘર્ષ કરવો જ ન પડે... પણ અપ્રમાદનો વિચાર સહજ રીતે ક્યારેય નથી આવતો. અપ્રમાદ હિતકર છે એવું મનમાં સહજ રીતે ક્યારેય નથી બેસતું.. જિનવચનના બળે એને બેસાડવામાં ખૂબ સંઘર્ષ કરવો પડે છે. એ રીતે એને મનમાં બેસાડ્યા પછી આચરણમાં ઉતારવામાં પણ સંઘર્ષ કરવો જ પડે છે.... એ દરમ્યાન જરા પણ ગફલતમાં રહ્યા તો પાછો પ્રમાદ આવી જ જાય.. આવું જ ક્રોધાદિ અંગે છે. ભીતરી મનનો પ્રમાદાદિ તરફનો આ ઢાળ એ (ક્લિષ્ટ) ચિત્તવૃત્તિઓ છે. અહીં મનના ભીતરના સ્તરો... ભીતરી મન... આવા જે શબ્દો પ્રયોજયા છે તે લોકપ્રસિદ્ધ વ્યવહારને અનુસારે જાણવા.. શાસ્ત્રીયભાષામાં આને “સંજ્ઞા' કહે છે. અને એ વસ્તુતઃ મનના કોઈ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૫૭૮ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ પરિણામસ્વરૂપ નથી, પણ જીવે અનાદિકાળથી જે પ્રવૃત્તિઓ અને વિચારણાઓ વારંવાર કરેલી છે. એના કારણે આત્મામાં પડેલા સંસ્કાર સ્વરૂપ છે. જેમ લોખંડના સળિયાને દીર્ઘકાળ સુધી ડાબી તરફ વાળી રાખવામાં આવ્યો હોય તો પછી ડાબી તરફ ઝુકતા રહેવાના સંસ્કાર એમાં પેદા થઈ જાય છે, એટલે પછી એને જમણી તરફ વાળવાનો કે સીધો રાખવાનો વિશેષ પ્રયત્ન ન હોય ત્યારે એ ડાબી તરફ જ ઝુકેલો રહે છે. એમ આત્મદ્રવ્ય અનાદિકાળથી પ્રમાદ વગેરે, ક્રોધ વગેરે તરફ ઝુકાવવાળું બનેલું છે... આ ઝુકાવ એ (ક્લિષ્ટ) ચિત્તવૃત્તિઓ છે. આ આત્મદ્રવ્યના જ પરિણામ સ્વરૂપ છે, મનના નહીં, માટે મન ન હોય એવા અસંજ્ઞીપણાના ભાવોમાં પણ આ પરિણામો વિદ્યમાન હોય છે, અર્થાત્ (ક્લિષ્ટ) ચિત્તવૃત્તિઓ વિદ્યમાન હોય છે. આ ચિત્તવૃત્તિઓને – આ ઝુકાવને જે ખતમ કરી શકે.. ખતમ કરવાને જે અનુકૂળ હોય. એવી ક્લિષ્ટ ચિત્તવૃત્તિઓથી વિપરીત વૃત્તિઓ (અક્લિષ્ટ-ચિત્તવૃત્તિઓ) એ આશય છે. બધા દુઃખોનું મૂળ સંસાર છે. ને સંસારનું મૂળ (ક્લિષ્ટ) ચિત્તવૃત્તિઓ છે એવું જિનવચન વગેરેના બળે જીવ જાણે છે એટલે આ ક્લિષ્ટ) ચિત્તવૃત્તિઓને નાબુદ કરવાની વિચારણા-ઇચ્છા જાગે છેમનના ઉપલા સ્તરમાં રહેલી આ વિચારણા-ઇચ્છા એ આશય નથી. પણ એને વારંવાર ધુંટવાથી.. સંકલ્પરૂપ બનાવવાથી એ ભીતરી સ્તરમાં ઉતરે છે. પ્રમાદ તરફના ઝુકાવને કાઢી અપ્રમાદ કેળવવાનો ભીતરી સ્તરમાં રમતો થયેલો આ સંકલ્પ એ ક્લિષ્ટ ચિત્તવૃત્તિઓને ખતમ કરવાને અનુકૂળ એવી પ્રથમ વિપરીત વૃત્તિ છે. એ પ્રથમ આશય છે. એ પ્રણિધાન છે... એ પણ વસ્તુતઃ આત્મદ્રવ્યના જ એક સંસ્કારરૂપ.... એક પરિણામરૂપ છે એ જાણવું. બધા જ આશયો આત્મપરિણામરૂપ છે. આ પ્રણિધાનને સફળ કરવા માટેના જે ઉપાયો હોય તેને પૂરા પ્રયત્નથી અજમાવી લેવાનો Page #148 -------------------------------------------------------------------------- ________________ ૫૭૯ બત્રીશી-૧૦, લેખાંક-૬૦ અને જે અપાયો - બાધકો હોય તેનાથી દૂર રહેવાનો પૂરો પ્રયાસ જે કરાવે એવી ભીતરી સ્તરમાં પેદા થયેલી વિપરીતવૃત્તિ એ બીજો પ્રવૃત્તિ આશય છે. આ પ્રવૃત્તિ અને નિવૃત્તિમાં આવતા વિદ્ગોને ગણકાર્યા વગર પ્રવૃત્તિ-નિવૃત્તિને અસ્મલિત બનાવી રાખે એવા પરિણામો એ ત્રીજો વિધ્વજય આશય છે. એના કારણે કોઈપણ પરિસ્થિતિમાં ઉક્ત પ્રવૃત્તિ-નિવૃત્તિ મન-વચન-કાયાના બાહ્ય વ્યાપારમાં જે થયા કરે છે એનાથી અનાદિકાલીન પ્રમાદ વગેરે તરફના ઝુકાવ-(સંસ્કાર) નાશ પામવા માંડે છે અને અપ્રમાદ વગેરે તરફનો ઝુકાવ પેદા થવા માંડે છે. આ કેળવાયેલો આંશિક ઝુકાવ પણ સિદ્ધિ નામનો ચોથો આશય છે. બીજા યોગ્ય જીવોને, તેઓ ચિત્તવૃત્તિઓ ખસેડી વિપરીતવૃત્તિરૂપ (શુભ ચિત્તવૃત્તિરૂપ) આશય પ્રગટાવવાનો પ્રયત્નશીલ બને એ રીતે બાહ્ય ધર્મવ્યાપારોમાં જોડવાનો પ્રયાસ કરાવે એવી વિપરીતવૃત્તિ એ વિનિયોગઆશય. આમ, ધર્મક્રિયાને શુદ્ધ બનાવી યોગરૂપ બનાવનારા પાંચ આશયો વિસ્તારથી વિચાર્યા. આ આશયો ન હોવાના કારણે અચરમાવર્તિમાં યોગ હોતો નથી વગેરે વાતો આગામી લેખમાં જોઈશું. One can become Jack of all things, one can become master of one thing, but none can become master of all things. આ અંગ્રેજી કહેવતને ગુરુદેવ! આપશ્રીએ ગલત ઠેરવી હતી. એક-એક યોગમાં આપશ્રી ટોચે પહોંચ્યા હતા. પ્રકૃષ્ટ પ્રજ્ઞા, પ્રકૃષ્ટ સિદ્ધિઓ અને પ્રકૃષ્ટ પરિણતિ એ ગુરુદેવ! આપશ્રીની આગવી વિશેષતાઓ હતી. Page #149 -------------------------------------------------------------------------- ________________ જેમ લોભક્રિયા કે ક્રોધક્રિયા ધર્મ માટે બનતી નથી એમ અચરમાવર્તમાં મલિન-અન્તરાત્માથી ૬૧ કરાતી કે અનાભોગથી કરાતી ધર્મક્રિયા પણ ધર્મમાટે બનતી નથી, કારણ કે પ્રણિધાન વગેરેનો અભાવ હોવાથી પરમાર્થથી એ શુભ હોતી નથી, આ વાત આપણે પૂર્વના લેખોમાં જોઈ... એને એ માટે પ્રણિધાન વગેરે આશયોનો પણ વિસ્તારથી વિચાર કર્યો. હવે આ લેખમાં અચરમાવર્તમાં ભવ્યજીવોને પણ યોગ કેમ સંભવતો નથી ? એની વિચારણા કરીશું ? લેખાંક ભવ્યજીવમાં સ્વરૂપયોગ્યતા હોવા છતાં પ્રણિધાન વગેરે ન હોવાના કારણે યોગમાર્ગ સંભવતો નથી. આ વાતને સમજવા માટે ઘાસનું દૃષ્ટાન્ત છે. ઘાસ ગાય દ્વારા ખવાય... વાગોળાય.. ને પછી ક્રમશઃ દૂધદહીં-છાશ-માખણ-ઘી ક્રમે ધીરૂપે પરિણમે છે. ઘાસમાં, આ ઘીરૂપે પરિણમવાની જે યોગ્યતા છે એ એની ઘીની સ્વરૂપયોગ્યતા છે. છતાં તૃણાદિકાળે ઘીરૂપે પરિણમવા માટેની સહકારી યોગ્યતા ન હોવાથી એ ઘીરૂપે પરિણમતું નથી, આવું જ પ્રસ્તુતમાં સમજવું. ચરમાવર્તમાં ભવ્યાત્મા યોગરૂપે પરિણમે છે. તેથી એમાં યોગરૂપે પરિણમવાની યોગ્યતા પડેલી માનવી પડે છે... આ એનામાં રહેલી યોગની સ્વરૂપ યોગ્યતા છે. પણ અચ૨માવર્તકાળમાં જીવ જ્યારે હોય છે ત્યારે એમાં સહકારી કારણની યોગ્યતા નથી. એટલે જ સહકારી યોગ્યતાથી શૂન્ય એ અચરમાવર્તકાળમાં કાર્યની = ફળની નિષ્પત્તિ જે નથી થતી તે સહકારી યોગ્યતાના અભાવના કારણે જ નથી થતી એવું સિદ્ધ કરવા માટે શ્રીહરિભદ્રસૂરિ મહારાજે યોગબિન્દુમાં આ પ્રમાણે કહ્યું છે - વનસ્પતિકાયમાં અનંતકાળ રહેનાર જીવને એ કાળદરમ્યાન જેમ દેવલોકનું સુખ નથી સંભવતું... અથવા, ભવ્યજીવોને પણ તેઉકાયમાં જેમ Page #150 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૧૦, લેખાંક-૬૧ ૫૮૧ ચારિત્રપરિણામ આવતો નથી એમ અચરમાવર્તિમાં અધ્યાત્મ સંભવતું નથી. (ગાથા ૯૩-૯૪). પ્રશ્ન : આ સહકારી યોગ્યતા શું છે ? જો એમ કહેશો કે સહકારીકારણોની પ્રાપ્તિ એ સહકારીયોગ્યતા છેતો ઘાસને પણ એ સંભવિત છે જ. આશય એ છે કે અગ્નિસંયોગ મળવા પર માખણમાં ઘી પેદા થાય છે. એટલે કે ઘી માટે અગ્નિસંયોગ એ સહકારી કારણ છે. ને એ તો તણખલાને પણ મળી જ શકે છે ને... એમ પંચેન્દ્રિયપણું, માનવભવ, આર્યદેશ-આર્યકુલ, દેવ-ગુરુની પ્રાપ્તિ, જિનવાણી શ્રવણ.. થાવત્ ચારિત્રની પ્રાપ્તિ ... આ બધા જે સહકારી કારણો ચરમાવર્તવર્તી ભવ્યમાં યોગમાર્ગને પેદા કરે છે, એ સહકારીકારણો અચરમાવર્તવર્તી ભવ્યને પણ મળે જ છે ને.. તો એનામાં પણ સહકારીયોગ્યતા માનવી પડશે. પણ એ માનવાની તો નથી. તેથી પ્રશ્ન ઊભો થાય છે કે આ સહકારીયોગ્યતા શું છે ? ઉત્તર : જો આ પરિપ્રેક્ષ્યમાં જ વિચારવાનું હોય તો સહકારીકારણ દ્વારા ઉપાદાનકારણમાં અતિશયના આધાનની યોગ્યતા એ સહકારીયોગ્યતા જાણવી. આશય એ છે કે સહકારીકરણ, ઉપાદાનકારણથી કથંચિભિન્ન-કથંચિ અભિન્ન ( ભિન્નભિન્ન) એવી કોઈક વિશેષતા ઉપાદાનકારણમાં સર્જે છે જેના કારણે પછી કાર્ય પેદા થાય છે. આ વિશેષતાને અતિશય કહે છે... ને ઉપાદાનકારણમાં આવી વિશેષતા સર્જાવી એ અતિશયનું આધાન કહેવાય છે. તૃણાદિમાં કે અચરમાવર્તવર્તી જીવમાં આવા અતિશય આધાનની યોગ્યતા જે હોતી નથી એ સહકારીકરણની અયોગ્યતા કહેવાય છે. પ્રશ્ન : કોરડું મગ એવું હોય છે કે જે સીઝવાની પ્રક્રિયામાં અગ્નિની કોઈ અસર ઝીલતું નથી. એટલે કે એમાં કોઈ અતિશયનું આધાન થતું નથી. એટલે એને સહકારીકારણની અયોગ્યતા કહી શકાય... પણ તૃણ વગેરે તો કાળા પડી જવું - બળી જવું વગેરેરૂપે અગ્નિની અસર Page #151 -------------------------------------------------------------------------- ________________ ૫૮૨ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ ઝીલે છે... એમ અચરમાવર્તવર્તી જીવ પણ નવમા રૈવેયકમાયોગ્ય પુણ્યબંધ વગેરે અસર ઝીલે જ છે. પછી સહકારીકરણની અયોગ્યતા શી રીતે કહેવાય ? ઉત્તર : જે કાર્યની (ફળની) વાત ચાલી રહી હોય એ ફળને અનુકૂળ અતિશય અહીં સમજવો જોઈએ. એ પરિપ્રેક્ષ્યમાં કોરડું મગ તો ક્યારેય સીઝવાનું ન હોવાથી સ્વરૂપ અયોગ્ય જ છે. એ જ રીતે અભવ્યજીવ ક્યારેય યોગમાર્ગરૂપે પરિણમવાનો ન હોવાથી સ્વરૂપઅયોગ્ય છે. જાતિભવ્યજીવ ક્યારેય પંચેન્દ્રિયપણું વગેરે પામવાનો ન હોવાથી, સ્વરૂપયોગ્ય હોવા છતાં, સહકારીકરણની અપ્રાપ્તિરૂપ અયોગ્યતા ધરાવે છે. અચરમાવર્તવર્તી ભવ્યજીવને સહકારીકારણોની પ્રાપ્તિ થાય છે, એનાથી પુણ્યબંધ વગેરે પણ થાય છે, પણ યોગમાર્ગને અનુકૂળ અતિશય એમાં પેદા થતો નથી. માટે સહકારીકરણની અયોગ્યતા કહેવાય છે. એમ તૃણાદિમાં ઘી બનવાને અનુકૂળ અતિશયનું આધાન થતું ન હોવાથી ઘીના સહકારીકારણની અયોગ્યતા કહેવાય છે. પ્રશ્ન : ચરમાવર્તવર્તી ભવ્યજીવમાં સહકારીકારણો દ્વારા જે અતિશયનું આધાન થાય છે એ અતિશય કિંસ્વરૂપ છે ? ઉત્તર : ગ્રન્થકારે અચરમાવર્તિમાં પ્રણિધાનવગેરેના અભાવને જણાવ્યો છે. એટલે આ પ્રણિધાનાદિ આશયોને એ અતિશયરૂપે સમજવા જોઈએ એમ લાગે છે. પ્રશ્નઃ અચરમાવર્તમાં પ્રણિધાનાદિઆશયરૂપ અતિશયનું આધાન થઈ શકતું નથી, તો એમાં પ્રતિબંધક કોણ છે ? ઉત્તર : તીવ્રભવાભિળંગ એ જ પ્રતિબંધક છે. અચરમાવર્તમાં જીવ કોઈ પણ અનુષ્ઠાન કરે, તીવ્રભવાભિવંગના પ્રભાવે એમાં વ્યક્ત કે અવ્યક્તરૂપે ભૌતિક-આશંસા વળગી જ પડે છે તેથી પ્રણિધાનઆશય જ સંભવતો નથી, પછી આગળની તો વાત જ ક્યાં ? Page #152 -------------------------------------------------------------------------- ________________ ૫૮૩ બત્રીશી-૧૦, લેખાંક-૬૧ આમ, નક્કી થયું કે અચરમાવર્તમાં ભવ્યજીવને પણ, સહકારીયોગ્યતા ન હોવાથી યોગમાર્ગ સંભવતો નથી. પણ એ ચરમાવર્તમાં સંભવે છે. માટે ચરમાવર્તને નવનીતવગેરે તુલ્ય મનાય છે. જેમ ઘી પરિણામ માટે નવનીત-દહીં-દૂધ વગેરે છે એમ યોગપરિણામ માટે ચરમાવર્ત છે. પ્રશ્ન : નવનીતવગેરે તો ખુદ ઘીરૂપે પરિણમે છે. એમ શું ચરમાવર્ત પોતે યોગરૂપે પરિણમે છે? પ્રશ્નનો આશય એ છે કે યોગ તો આત્માનો એક પરિણામ છે, જ્યારે ચરમાવર્ત તો કાળ છે. છએ દ્રવ્યો ઇતરઅપ્રવેશી છે. તો કાળ એ આત્મપરિણામરૂપે શી રીતે પરિણમે ? ઉત્તર ઃ તમારો પ્રશ્ન બરાબર છે. એટલે જ ટીકામાં ચરમાવર્તને યોગપરિણામનું કારણ કહેલ છે. આશય એ છે કે ઘી પોતે કાંઈ જીવન નથી. છતાં એ જીવનનું અસાધારણ કારણ હોવાથી ઉપચાર કરીને મૃતમ (વી એ જીવન છે) એમ જેમ કહેવાય છે એમ શરમાવર્ત યોગપરિણામનું કારણ હોવાથી ઉપચાર કરીને યોગપરિણામરૂપ કહી શકાય છે. ને ઘી જેમ નવનીતાદિથી કથંચિઅભિન્ન હોય છે, એમ યોગ પરિણામ પોતાના ઉપાદાનકારણથી કથંચિઅભિન્ન હોવાથી ચરમાવર્તને નવનીતાદિતુલ્ય કહી શકાય છે. પ્રશ્નઃ કાર્ય કે કારણનો ક્રમશઃ કારણ કે કાર્ય તરીકે ઉલ્લેખ થતો તો જામ્યો છે, પણ નિમિત્તકારણનો ઉપાદાનકારણ તરીકે આ રીતે ઉલ્લેખ થઈ શકે ? ઉત્તર : જ્યારે અસાધારણકારણ જણાવવું હોય ત્યારે થઈ શકે. જેમકે ન્યાયસિદ્ધાન્ત મુક્તાવલીના મૂળગ્ર ન્થ કારિકાવલીની મંગળકારિકામાં, સંસારરૂપીવૃક્ષના સર્જક તરીકે (=નિમિત્તકારણ તરીકે) માનેલા ઈશ્વર શ્રીકૃષ્ણને બીજ' તરીકે જણાવ્યા છે. અથવા, જેઓ કાળને Page #153 -------------------------------------------------------------------------- ________________ ૫૮૪ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ સ્વતંત્રદ્રવ્યરૂપે ન માનતા જીવ-પુદ્ગલના પર્યાય તરીકે જ સ્વીકારે છે તેઓના મતે ચરમાવર્ત એ જીવનો જ એક ચોક્કસ પરિણામ છે જે જીવના જ અન્યચોક્કસપરિણામરૂપ યોગનું કારણ હોવાથી, એના ઉપાદાનકારણ તરીકે અબાધિત રહે છે. ને તેથી ઘીના ઉપાદાનકારણરૂપ નવનીતાદિને તુલ્ય એને કહેવામાં કોઈ અસંગતિ રહેતી નથી. નવનીતાદિને તુલ્ય આ ચરમાવર્તમાં જ ભવાભિળંગનો અભાવ થયો હોવાથી નિર્મળભાવ જાગ્રત થાય છે. ગોપેન્દ્ર નામના અન્યદર્શનના યોગાચાર્ય આ જ વાતને અન્ય રીતે કહી છે. પ્રકૃતિનો અધિકાર જો સર્વથા અનિવૃત્ત જ હોય તો ખરેખર પુરુષને આ તત્ત્વમાર્ગની જિજ્ઞાસા પણ જાગતી નથી. અહીં આવો આશય છે – પુરુષ = આત્મા. પ્રકૃતિ = કર્મ. આ પ્રકૃતિની બે પ્રકારે શક્તિ હોય છે. અનુલોમશક્તિ = પ્રકૃતિનું પ્રવર્તન એટલે કે પુરુષનો અભિભવ કરવાની પ્રવૃત્તિ. પુરુષને “હું કર્તા છું' “ ભોક્તા છું' આવો બધો ભ્રમ થવો એ એનો અભિભવ છે. આવા અભિભવ કરવાના પોતાના અધિકારને પ્રકૃતિ પ્રવર્તાવ્યા કરે એ એની અનુલોમશક્તિ છે. પોતાના આ અધિકારને પાછો ઊઠાવી લેવાની પ્રકૃતિની શક્તિ એ પ્રતિલોમશક્તિ છે. પ્રકૃતિના અધિકારની આ નિવૃત્તિને આપણી પરિભાષા મુજબ કહેવી હોય તો અપુનર્બન્ધક દશાની પ્રાપ્તિરૂપે કહી શકાય. પ્રતિલોમશક્તિથી પ્રકૃતિનો અધિકાર જ્યાં સુધી નિવૃત્ત થયો નથી. એટલે કે જીવ હજુ પ્રકૃતિના અધિકાર હેઠળ જ છે, ત્યાં સુધી જીવને યોગમાર્ગની જિજ્ઞાસા પણ જાગતી નથી, તો પ્રવૃત્તિની તો વાત જ શી ? આપણી પરિભાષામાં કહેવું હોય તો, મોહનીયકર્મ પ્રકૃતિનો જીવ પર, ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરાવવારૂપ અધિકાર જ્યાં સુધી નિવૃત્ત થતો નથી, એટલે કે અપુનબંધકદશા પ્રાપ્ત થતી નથી, ત્યાં સુધી જીવને યોગમાર્ગની વાસ્તવિક જિજ્ઞાસા પણ પેદા થતી નથી. Page #154 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૧૦, લેખાંક-૬૧ ૫૮૫ અચ૨માવર્તમાં પ્રકૃતિનો પુરુષપ૨ અધિકાર અક્ષત જ હોય છે. એટલે જેમ ક્ષેત્રરોગ થયેલો હોય ત્યારે રોગીને પથ્યઆહારની ઇચ્છા પણ થતી નથી, એમ અચરમાવર્તમાં યોગમાર્ગના નિયમા જિજ્ઞાસા પણ જાગતી નથી. ક્ષેત્ર એટલે આધાર... નવા-નવા અનેક રોગોના આધાર જેવો જે કોઢ વગેરે રોગ હોય એ ક્ષેત્રરોગ કહેવાય છે. જ્યારે એનું જોર હોય છે ત્યારે દર્દીને વૈદ્ય દ્વારા ઉપદિષ્ટ પથ્ય આહાર લેવાની ઇચ્છા પણ થતી નથી. પણ અપથ્ય જ ખાયા કરવાની ઇચ્છા જાગે છે ને તેથી નવા નવા રોગો પેદા થયા જ કરે છે. એમ અચ૨માવર્તકાળમાં જીવને પણ પથ્યાપથ્યનો વિપર્યાસ થાય છે. એ પથ્યને અપથ્ય સમજી ટાળતો રહે છે ને અપક્ષને પથ્ય સમજી સેવતો રહે છે. બાકી યોગમાર્ગની જિજ્ઞાસા માત્ર પણ જો જાગે તો પ્રકૃતિ દ્વારા થયેલો જીવનો પરાભવ કંઈક પણ માત્રામાં અવશ્ય ઘટે જ છે. જેનું પાપ અંશમાત્ર પણ ઓછું થયું નથી એને નિર્મળભાવ સંભવતો જ નથી. આશય એ છે કે અચરમાવર્તમાં જીવ પુદ્ગલાનંદી હોય છે... એટલે કે આનંદ તો પુદ્ગલમાંથી જ મળે... રૂપ-૨સ-ગંધ-સ્પર્શ-શબ્દ વગેરે ભોગવવાના ન હોય એવો પુદ્ગલાતીત આનંદ સંભવતો જ નથી. ‘આનંદ અને પુદ્ગલાતીત !' આ વાત તો આકાશકુસુમ જેવી માત્રવ્યર્થ કલ્પનારૂપ છે. આવી બધી માન્યતા એના આત્મામાં અતિ અતિ ગાઢ રીતે જડબેસલાક હોય છે. આ જ એનો તીવ્રભવાભિવંગ પણ કહેવાય છે. જ્યારે મોક્ષ એટલે પુદ્ગલાતીત (આત્મિક) આનંદનો અફાટ સમુદ્ર... અને યોગ એટલે આ મોક્ષે પહોંચાડનાર માર્ગ. ભવાભિનંદી મોક્ષને જ હમ્બગ માનતો હોવાથી એના માર્ગની એને જિજ્ઞાસા સંભવે જ શી રીતે ? શાસ્ત્રોમાં જેનું વર્ણન મળે છે એવો મોક્ષ શું ખરેખર હશે ? અને એ જો હોય તો તો સંસાર શું જીવની કદર્થના રૂપ હશે ?' આવી ઊંડી ઊંડી પણ શંકા અચરમાવર્તમાં જીવને પડતી નથી. અને પુરુષ ૫૨ પ્રવર્તતા પ્રકૃતિના એકાધિકાર પર (આપણી ભાષામાં તીવ્રભવાભિધ્વંગ પર) Page #155 -------------------------------------------------------------------------- ________________ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ અંશમાત્ર પણ ઘા પડ્યા વગર આવી શંકા ઊઠી શકતી જ નથી. એટલે, જો આવો મોક્ષ હોય તો એના માર્ગરૂપ યોગ શું હશે ?’ વગેરે જિજ્ઞાસા જાગે તો પ્રકૃતિનો કંઈક પણ અધિકાર નિવૃત્ત થયો જ હોય છે, તીવ્રભવાભિધ્વંગ ખસ્યો જ હોય છે... ભવાભિનંદિતા ટકી હોતી નથી જ. આ પણ એક આત્મહિતકર નિર્મળ ભાવ છે. એટલે ગોપેન્દ્રની આ વાત યુક્તિસંગત છે. છતાં, ‘આત્માને અપરિણામી = એકાન્ત નિત્ય માનવામાં, પુરુષનો પ્રકૃતિ દ્વારા અભિભવ... પછી એ અભિભવની નિવૃત્તિ વગેરે વાતો સંગત ઠરી શકતી નથી. એ વાત આગળ ઉપર જોઈશું. ૫૮૬ આ બધી વાતો પરથી જણાય છે કે આંતરિકપરિણામાત્મક ભાવ જ મોક્ષપ્રત્યે મુખ્ય કારણ છે. અચરમાવર્તમાં આ ‘ભાવ’ ન હોવાથી, ક્રિયા યોગરૂપ બનતી નથી. પણ ચરમાવર્તમાં તો આ ભાવ હોય છે. ને એટલે આ ભાવનો યોગ થવાથી જ ક્રિયા પણ મોક્ષનું મુખ્ય કારણ બને છે. તાંબુ સિદ્ધરસનો યોગ થવાથી જેમ સોનું બની જાય છે એમ ક્રિયા પણ ભાવનો અનુવેધ થવાથી સમ્યક્ થાય છે = મોક્ષસંપાદક શક્તિશાળી બને છે. એટલે કે પ્રણિધાનાદિ આશયરૂપ ભાવ ભળવાથી ક્રિયા ‘યોગ’રૂપ બને છે. એટલે જ ભાવસાત્મ્ય જો સંપન્ન થઈ ગયું છે તો ક્રિયાનો ભંગ થવા છતાં ભાવની પરંપરા અક્ષત રહે છે. આવી ક્રિયાને બૌદ્ધો પણ સુવર્ણઘટ તુલ્ય કહે છે. આશય એ છે કે માટીનો ઘડો ભાંગી જાય તો પછી ઠીકરાનું કશું મૂલ્ય ઉપજતું નથી. પણ સુવર્ણઘટ જો ભાંગી જાય તો મજુરી ભલે જાય... સોનાની તો પૂરેપૂરી કિંમત ઉપજે જ છે. એમ, ભાવશૂન્ય ક્રિયા માટીના ઘડા જેવી છે. ક્રિયાનાશે કશું બચતું નથી... પણ જે ક્રિયા ભાવથી વણાયેલી હોય છે, એ ક્રિયાનો ભવાંતરપ્રાપ્તિ કે વિષમકર્મોદયવશાત્ ક્યારેક નાશ થઈ જાય તો પણ ભાવ અક્ષત રહ્યો Page #156 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૧૦, લેખાંક-૬૧ ૫૮૭ હોવાથી... (ભાવનો આગળ પણ અન્વયે ચાલવાથી) એનો લાભ જીવને મળે જ છે. ને વળી અનુકૂળ સંયોગો સર્જાતા એ ભાવ, અનુકૂળ ક્રિયાને પાછી પેદા પણ કરે જ છે. યોગબિંદુમાં પણ આ વાત કહેલી જ છે. વળી ભાવ-ક્રિયાને બીજી ઉપમા દ્વારા સમજાવવા હોય તો, ક્રિયા ભૂમિ ખોદવા સમાન છે ને ભાવ શિરા સમાન છે. અમુક જમીનમાં નીચે પાણીની પાતાલ સેરો વહેતી હોય છે. ઉપર એ જ ભાગ પર કૂવો ખોદવામાં આવે તો સહજ રીતે પાણીની પ્રાપ્તિ થઈ જાય છે, ને આ પ્રાપ્તિ ચાલુ જ રહે છે. એમ જો શિરોદકતુલ્ય ભાવ વિદ્યમાન હોય તો, કૂવો ખોદવારૂપ ક્રિયા ભાવપૂર્વકની થવાથી એનાથી ભાવવૃદ્ધિ ચોક્કસ થાય જ છે, કારણ કે જળવૃદ્ધિમાં જેમ કૂપખનન એ કારણ છે એમ ભાવવૃદ્ધિમાં ક્રિયા એ કારણ છે. શંકા - ભાવનું ઉપાદાનકારણ ભાવ જ બની શકે. તો ભાવવૃદ્ધિમાં તમે ક્રિયાને કેમ કારણ કહો છો ? સમાધાન - તમારી વાત સાચી છે. છતાં વિવક્ષિત શુભભાવ અને એને અનુરૂપ અન્ય પણ વિવિધ શુભભાવો... આ બધાને ક્રિયા ભેગા કરી આપે છે. જેમકે પ્રભુપૂજાની ક્રિયા.... દિલમાં પ્રભુભક્તિનો ભાવ તો છે જ. પણ જો ક્રિયા (પ્રભુપૂજા) કરવાની હોય તો સ્નાનાદિમાં જયણા, પૂજામાં ક્રમજાળવણી, વિધિપાલન, આશાતનાપરિહાર... વગેરે પણ ભાવો સંકળાયેલા બને છે. જો પૂજા કરવાની જ ન હોય તો ભક્તિના ભાવમાં આ બધા ભાવો શી રીતે ભળી શકે ? ને આ બધા ભાવો ન ભળે તો ભક્તિભાવ પણ વધારે પુષ્ટ શી રીતે બને ? એટલે ક્રિયાથી ભાવવૃદ્ધિ થાય છે, ક્રિયા ન હોય તો થતી નથી. આમ અન્વય-વ્યતિરેક મળતા હોવાથી ક્રિયાને ભાવવૃદ્ધિનું કારણ કહી છે. ભાવની મહત્તા સ્થાપવા માટે હજુ એક નવી ઉપમા દર્શાવે છે - આત્માને વળગેલા રાગાદિદોષારૂપ ક્લેશોનો ક્ષય શુભભાવથી પણ થાય Page #157 -------------------------------------------------------------------------- ________________ ૫૮૮ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ છે ને શુભક્રિયાથી પણ થાય છે. પણ માત્ર ક્રિયાથી થયેલો ક્લેશક્ષય મંડૂકપૂર્ણ સમાન હોય છે. જ્યારે ભાવપૂર્વકની ક્રિયાથી થયેલો ક્લેશક્ષય મંડૂક ભસ્મસમાન હોય છે. મંડૂક એટલે દેડકો.. એ મરી ગયા બાદ એના શરીરનો નાશ બે રીતે થાય છે. એનું મૃતશરીર સૂકાઈ સૂકાઈને - તથા અન્ય પદાર્થો સાથે અથડાઈ – કૂટાઈને ચૂર્ણ જેવું થઈ જાય છે. એ ચૂર્ણ - એની રજકણો ધૂળમાં મળી જાય છે. પછી જ્યારે વરસાદ પડે છે, ખાબોચિયાં ભરાય છે, ને એ મંકચૂર્ણમાંથી નવા સંમૂર્છાિમ દેડકાં ઉત્પન્ન થાય છે. એમ માત્ર ક્રિયાથી નષ્ટ થયેલ રાગાદિક્લેશો, એવા પ્રકારની સામગ્રી મળતાં ફરીથી ઉત્પન્ન થઈ જાય છે. પણ જો દેડકાંના શરીરનો નાશ એની ભસ્મ કરી દેવા દ્વારા થયો હોય તો પછી ગમે એટલું પાણી વરસવા કે ભરાવા છતાં એ ભસ્મમાંથી ફરીથી ક્યારેય દેડકો ઉત્પન્ન થતો નથી. એમ ભાવપૂર્વકની ક્રિયાથી નાશ પામેલ રાગાદિ ક્લેશ ફરીથી અસ્તિત્વમાં આવી શકતા નથી, કારણ કે એમાં ફરીથી ઉત્પન્ન થવાની યોગ્યતા જ રહી હોતી નથી, આમ યોગ્યતા પણ નાશ પામી જાય એ રીતે ક્લેશધ્વંસ કરી આપનાર એક ચોક્કસ પ્રકારની શક્તિ, એ જ ક્રિયામાં રહેલ ભાવવધક પરિબળ છે એમ નિશ્ચિત થાય છે. એટલે નક્કી થાય છે કે, જેમ દંડ ચક્રભ્રમણ દ્વારા ઘડા પ્રત્યે કારણ છે એમ ક્રિયા અધ્યાત્મ વગેરે વિવિધભાવોને પેદા કરવા દ્વારા મોક્ષ પ્રત્યે કારણ બને છે. એટલું ધ્યાન રાખવું કે ક્રિયા મોક્ષ પ્રત્યે આ કારણ કે બને છે, તે, તે ભાવપૂર્વક હોવા રૂપે નહીં, પણ એ એક ચોક્કસ શક્તિવાળી હોવારૂપ બને છે. એક વિચારધારા આવી છે કે, અંધારામાં રહેલો ઘડો દેખાતો નથી. દીવો લાવતા દેખાય છે. દીવો કાંઈ ઘડાને ઉત્પન્ન કરતો નથી, પણ અભિવ્યક્ત કરે છે. એમ માટીમાં ઘડો રહ્યો જ હોય છે. પણ એ અવ્યક્ત હોય છે. દંડ-ચક્ર-કુંભાર વગેરે એ ઘડાને અભિવ્યક્ત કરે છે, ઉત્પન્ન કરતા નથી. એ જ રીતે મોક્ષ પણ આત્મામાં રહેલ જ છે, ક્રિયા Page #158 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૧૦, લેખાંક-૬૧ ૫૮૯ તો માત્ર એને અભિવ્યક્ત કરે છે. એટલે કે ક્રિયા મોક્ષની ઉત્પાદક નથી, પણ માત્ર અભિવ્યંજક છે. આ વિચારધારા જ્ઞાનયોગને અનુસરનારી જાણવી. પણ વાસ્તવિક = પ્રમાણને અનુસરનારી ન જાણવી. નહીંતર તો સત્કાર્યવાદ માનવાની આપત્તિ આવે, એટલે કે કાર્ય કારણસામગ્રી એકઠી થવા પૂર્વે પણ સત્ – વિદ્યમાન જ હોય છે, કારણસામગ્રી એને માત્ર અભિવ્યક્ત જ કરે છે એવું માનવું પડે. - આમ યોગ ચ૨માવર્તમાં જ સંભવિત છે વગેરે વાતોને આપણે સકારણ વિસ્તારથી વિચારી. હવે યોગનું સ્વરૂપ વિચારીએ જ્ઞાનપરિણામથી અને આત્મશક્તિને ફોરવવારૂપ વીર્યોલ્લાસથી થયેલ વ્યાપાર એ યોગ છે. આમ વ્યાપારને યોગરૂપે કહેવામાં આવે તો આત્મદ્રવ્યવગેરેની યોગરૂપે બાદબાકી થઈ જાય છે. કારણ કે ભેદનયથી વિચારતાં વ્યાપાર અને વ્યાપારાશ્રયભૂત દ્રવ્ય ભિન્ન હોય છે. અભેદનય એટલે જુદા-જુદા પરિણામોનો પરસ્પર અભેદ માને અને પોતાના આશ્રયભૂત પરિણામીથી પણ અભેદ માને... પણ ભેદનય તો વિવિધ પરિણામોને પરસ્પર પણ ભિન્ન માને છે, ને સ્વઆધારભૂત પરિણામીથી પણ ભિન્ન માને છે. એટલે જ સૂક્ષ્મ અપર્યાપ્ત એકેન્દ્રિય, સૂક્ષ્મપર્યાપ્ત એકેન્દ્રિય... વગેરે ૧૪ જીવસ્થાનો; મિથ્યાત્વ, સાસ્વાદન વગેરે ૧૪ ગુણસ્થાનો; ગતિ-ઇન્દ્રિય વગેરે ૧૪ મૂળ માર્ગણા - ૬૨ પેટામાર્ગણાઓ... આ બધું જ જીવના પરિણામરૂપ છે... એ પરિણામો બદલાયા કરે છે... પણ ભેદનયાનુસારે, આ બદલાતા પરિણામો કરતાં પરિણામી જીવ સર્વથા ભિન્ન હોવાથી એ જરાપણ બદલાતો નથી. એ તો, વસ્તુઓનો બોધ કરવો.. એવો પોતાનો જે શુદ્ધજ્ઞાયકભાવ છે.. એ જ એક સ્વભાવને જાળવી રાખે છે અને એટલે જ પૂર્વે જે વાત કરી કે ‘આત્મપરિણામ - આત્મવ્યાપાર એ યોગ છે, પણ ખુદ આત્મા એ યોગ નથી’ એ વાત યુક્તિસંગત ઠરે છે (અભેદનયે આત્મા ખુદ કથંચિ યોગરૂપ છે એ જાણવું.) Page #159 -------------------------------------------------------------------------- ________________ ૫૯૦ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ આચારાંગજીમાં કહ્યું છે કે ઉપાધિ = ચૌદ જીવસ્થાનક વગેરે ઔપાવિકભાવો કર્મથી જ થાય છે. તેથી આત્માની આ વૈભાવિક અવસ્થાઓ અનિત્ય હોવા છતાં આત્મા પોતે નિત્ય છે, કારણકે એ કાંઈ ઉપાધિથી થયેલો નથી. ઉપાધિ નિમિત્તે થયેલી આત્માની અવસ્થાઓ પણ છેવટે આત્માની જ અવસ્થાઓ છે, જડપુદ્ગલની નહીં. માટે એને આત્મસ્વરૂપ જ માનવી જોઈએ” આવી વાત અશુદ્ધનયે સાચી જ છે. પણ શુદ્ધનયની દૃષ્ટિએ આત્મા અને પુદ્ગલ પોત-પોતાના શુદ્ધ સ્વભાવને ઉત્પન્ન કરવામાં જ ચરિતાર્થ થઈ જાય છે. અર્થાત્ આત્મા પોતાના શુદ્ધ ઉપયોગને ઉત્પન્ન કરે છે જે આત્મરૂપ જ છે.. એમ પુદ્ગલદ્રવ્ય પોતાના વર્ણાદિપરિણામોને કરે છે જે પુદ્ગલરૂપ જ છે. પણ આત્મા અને પગલ... આ બેના સંયોગથી જે જીવસ્થાનાદિ પરિણામો થાય છે એ તો મિથ્યા જ જાણવા. કારણ કે ભીંત પર ખડીથી થયેલ સફેદાઈની જેમ એનો બેમાંથી એકેમાં સમાવેશ થઈ શકતો નથી. સફેદાઇને ભીંત માનવી કે ચૂનો? એ ભીંતની નથી એ સ્પષ્ટ છે. નહીંતર તો ચૂનો લગાડવાની જરૂર જ ન રહે. વળી એ ચૂનાની પણ નથી, કારણ કે ચૂનાની કાંઈ એટલી લંબાઈ-પહોળાઈ નહોતી. એટલે બેમાંથી એકેયમાં સમાવેશ ન પામનાર એ જેમ મિથ્યા છે... એમ જીવસ્થાનાદિ આત્મામાં અન્તર્ભાવ થઈ શકતા નથી, કારણ કે શરીરની અવગાહના વગેરે આત્મપરિણામ નથી, એમ એનો પુદ્ગલમાં પણ અન્તર્ભાવ અશક્ય છે, કારણકે તે તે અવસ્થાઓમાં અનુભવાતા જ્ઞાન-સુખ-દુઃખાદિ પુગલના પરિણામ નથી. વળી ધર્માસ્તિકાયાદિમાં એનો સમાવેશ તો કોઈને જ માન્ય નથી. માટે જીએ દ્રવ્યોમાં ક્યાંય પણ સમાવિષ્ટ ન થતા) એ ભાવો શુદ્ધનયની દૃષ્ટિએ મિથ્યા છે એ જાણવું. એમ તો જીવસ્થાનાદિ પરિણામો જીવદ્રવ્યાદિથી કથંચિત્ અભિન્ન પણ હોય જ છે, (નહીંતર તો “એ જીવના છે' એમ કહી જ Page #160 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૧૦, લેખાંક-૬૧ ૫૯૧ ન શકાય.) અને તેથી જીવ પણ તે તે અવસ્થારૂપ બનતો હોવાથી અશુદ્ધ થાય જ છે. તેમ છતાં શુદ્ધનય-ભેદનય વગેરેની દૃષ્ટિએ આત્માને શુદ્ધ જ કહેવો અને પરિણામોને મિથ્યા કહેવા એ પણ યુક્ત જ છે, કારણ કે દેશના નયપ્રધાન હોય છે. નહીંતર (એટલે કે અશુદ્ધનય કે અભેદનય વગેરેની દૃષ્ટિએ) યોગરૂપે પરિણત થયેલો આત્મા ‘યોગ” તરીકે ઈષ્ટ છે જ. એટલે જ શ્રી ભગવતીસૂત્રમાં ચારિત્રાત્મા, યોગાત્મા, કષાયાત્મા વગેરે આઠ પ્રકારના નિરૂપણ દ્વારા આત્માને જ તે તે ચારિત્ર-યોગ વગેરે પરિણામરૂપે કહેલ છે. એટલે દેશના નયપ્રધાન હોય છે, પણ એકાંતવાદગ્રસ્ત હોતી નથી. આમ, અભેદનય-દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ યોગપરિણત આત્મા એ યોગ છે, અને ભેદનયની-પર્યાયાર્થિકનયની અપેક્ષાએ આત્માનો યોગપરિણામ એ યોગ છે. આ રીતે જૈનશાસનમાં બતાવેલ યોગના સ્વરૂપને જાણીને, મોક્ષમાં સ્થિરદૃષ્ટિવાળા સાધકે, અન્ય ધર્મોમાં કહેલા યોગના લક્ષણની પરીક્ષા કરવી જોઈએ. આમ, દસમી યોગલક્ષણબત્રીશી પૂર્ણ થઈ. હવે આગામી લેખથી અગ્યારમી પાતંજલયોગલક્ષણ નામની બત્રીશીની વિચારણા કરીશું. નિદ્રા અલ્પ... આહાર અલ્પ. અને છતાં ઉચ્ચ સંયમ સાધનામાં અપ્રમત્તપણે દિવસભર નિરત રહેનાર હે મહાયોગી ગુરુદેવ! આપશ્રીએ હાંસલ કરેલ અઢળક સિદ્ધિઓને દુનિયાભરના ખિતાબો અને એવોર્ડે પણ મૂલવી શકે એમ નથી. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૫૯૨ Mlel Id બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ mucus) lot licke ૧૦૦ તી" શ્રી ગુરવે નમઃ gecicigete xyani જન્મ તારી o Page #162 -------------------------------------------------------------------------- ________________ 6-8 1 ) પૂ. આ. શ્રી અભયશેખરસૂરિ મ. સા.નું સંપાદિત-અનુવાદિત લિખિત અધ્યયનોપયોગી સાહિત્ય અધ્યાત્મમતપરીક્ષા ધર્મપરીક્ષા સામાચારી પ્રકરણ, આરાધક વિરાધક ચતુર્ભગી કૂપદેષ્ટાન્તવિશદીકરણ પ્રકરણ સમ્યક્ત્વ ષસ્થાનની ચઉપઇ દ્વાન્નિશ કાત્રિશિકા ભાગ-૧ કર્મપ્રકૃતિ પદાર્થો ભાગ : 1-2-3 9-10). ન્યાય સિદ્ધાન્તમુક્તાવલી ભાગ : 1-2 11) સત્યદાદિ પ્રરૂપણા હારિભદ્રયોગભારતી યોગવિંશિકા સિદ્ધિનાં સોપાન તત્ત્વાવલોકન સમીક્ષા 16) તત્ત્વ નિર્ણય 17-21) નવાંગી ગુરુપૂજન પ્રશ્નોત્તરી વગેરે 22) શતક નામે પાંચમા કર્મગ્રન્થના પદાર્થો-ટીપ્પણો 23-25) દેશવિધ સામાચારી (ભાગ : 1-2-3) 26-27) તિથિ અંગે સત્ય અને સમાધાન (ભાગ : 1-2) 28) સપ્તભંગીવિંશિકા દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ભાગ-૧ 30) નિક્ષેપવિંશિકી 31) क्या जिनपूजा करना पाप है ? 32) અનુયોગદ્વાર-સટીપ્પણ 33) નયવિંશિકા 34-37) બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે ભાગ-૧-૨-૩-૪ પૂ. આ. શ્રી અભયશેખરસૂરિ મ. સા. લિખિત ઉપદેશાત્મક સાહિત્ય 1) હંસા ! તું ઝીલ મૈત્રી સરોવરમાં...(ગુજ.હિન્દી=પ૭000 નકલ) 2) હૈયું મારું નૃત્ય કરે 3) હું કરું હું કરું એ જ અજ્ઞાનતા (14000 નકલ) 4) કર પડિક્કમણું ભાવશું 5) અવિખા અણાણંદ 6) હું છું સેવકે તારો રે 7) હા ! પસ્તાવો વિપુલ ઝરણું... 8) મિચ્છામિ દુક્કડ 9) ટાળિયે દોષ સંતાપ રે.... Fornvate Personal use only BHARAT GRAPHICS-Ahmedabad Jalin Education Intematonal